June 30th 2019
. મળેલ શ્રધ્ધા
તાઃ૨૮/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન છે જીવનુ,જે થયેલ કર્મના બંધનથીજ મળી જાય
પાવનકૃપા મળી પરમાત્માની જીવને,ત્યાં નિર્મળસંસ્કાર સમજીને જીવાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
સમજણનો સંગાથ મળે જીવનમાં,જે દેહની ઉંમરને પાવનરાહે લઈ જાય
કુદરતની પાવનકેડી અવનીપરના આગમનને સ્પર્શે,જે કર્મ થકી સમજાય
અદભુતલીલાની અનેક રાહ મળે દેહને,જ્યાં નિર્મળશ્રધ્ધાએ ભક્તિ કરાય
પાવનરાહ અને પાવનપ્રેમ જીવને મળે,એ પવિત્ર ભક્તિએજ મળી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
શ્રધ્ધાભાવનથી સુર્યદેવના દર્શન કરી,ૐ હ્રીં સુર્યાય નમઃનુ સ્મરણ કરાય
મળે જીવનમાં અનંત શાંંતિ દેહને,જે મળેલ દેહને પાવનકર્મ આપી જાય
અનંતકૃપાળુ સુર્યદેવ અવનીપર,જે અનંત વર્ષોથી પ્રત્યક્ષ દર્શન દઈ જાય
નાસંબંધ રહે દેહને જીવનમાં,એજ કૃપા દેવની જે કર્મનાબંધન તોડી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
==============================================================
June 30th 2019
. .કેડી કર્મની
તાઃ૩૦/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનનો સંગાથ જીવને,જે થયેલ કર્મના સંબંધથી મેળવાય
સદમાર્ગની રાહ મળે જીવનમાં,એનેજ પાવન કર્મની કેડી કહેવાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
સરળજીવનની રાહ મળે દેહને,જ્યાં નિર્મળભાવનાએ ભક્તિ કરાય
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જે દેહને સમય સંગેજ સમજાય
નિર્મળ ભાવના એ જીવન જીવાય,ના કોઇજ મોહમાયા અડી જાય
જે જીવને કળીયુગ અને કુદરતનીકેડીથી બચાવી,શાંંતિ આપી જાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
અનેક સ્વરૂપે દેહ લીધો પરમાત્માએ,ભારતનીભુમી પવિત્ર કરી જાય
સરળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સુખશાંન્તિ પણ મળી જાય
કર્મની કેડી એજ થયેલ કર્મ દેહના,જે જીવને સમય સમયેજ સમજાય
ના કોઇ અપેક્ષા રહે દેહની જીવનમાં,જ્યાં કુદરતની કૃપા વર્ષી જાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
=======================================================
June 12th 2019
. .પવિત્રજીવન
તાઃ૧૨/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે સુખશાંંતિનો સહવાસ આપી જાય
મળેલ માનવદેહને પાવનકર્મની રાહ મળે,એજ જીવર્ને મુક્તિમાર્ગેજ લઈ જાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
જન્મમરણ એ સંબંધ અવનીપર જીવનો,જે અનેક સ્વરૂપે જીવને મળતો જાય
થયેલકર્મ એજ કુદરતની લીલા અવનીપર,દેહમળતા જીવને અનુભવ થઈ જાય
માનવદેહ એકૃપા પરમાત્માની જીવપર,જીવનમાં સમજણનો સંગાથઆપી જાય
પવિત્રભુમી ભારત છે જગતપર,જ્યાં પરમકૃપાએ પરમાત્મા દેહ લઈ પ્રેરી જાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાએ ભક્તિ કરાય
પાવનરાહની કેડી મળતા નિર્મળભાવનાએ,જીવનમાં ભક્તિનો સંગાથ મેળવાય
કળીયુગ અને કુદરતનીલીલાથી બચવા,મળેલદેહને પવિત્રરાહ કૃપાએ મળીજાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,જીવને પરમાત્માનો પાવનપ્રેમ પણ મળીજાય
.....શ્ર્ધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,નિર્મળભાવનાએ અનંતશાંંતિ મળી જાય.
===============================================================
June 7th 2019
. .પવિત્રપાવન રાહ
તાઃ૭/૬/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવના પારખી ચાલતા જીવનમાં,અનંત કૃપા પરમાત્માની થઈ જાય
ના મોહની માયા અડી જાય,કે ના કોઇજ અભિમાનની ચાદર સ્પર્શી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા પરમાત્માની,મળેલ જીવનમાં પાવનકૃપા મળીજાય
કળીયુગથી ના બચે કોઇજ જીવ અવનીપર,એજ સમયની સાંકળ કહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જ્યાં નિખાલસ ભાવથી જીવાય
અનેક કર્મનીકેડી છે અવનીપર,જે સરળજીવનસંગે આફતોપણ આપી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
દેખાવની ચાદર અડે જીવનમાં,જે અનેકના કાર્યને સફળતાથી દુર લઈ જાય
મળેલ માયાને ના પારખતા જીવનમાં,અભિમાનસંગે માતાની કૃપા મેંળવાય
પાવનરાહની કેડી મળે જીવને,જે પવિત્રજીવનનો સંગાથ મળતા અનુભવાય
એજ કૃપામળી સંત જલાસાંઇની મને,જેસત્કર્મના સંગાથે પ્રેરણા આપી જાય
......એ પાવનરાહ મળેલ દેહની કહેવાય,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય.
===============================================================
May 21st 2019
. .આંગણે પધારો
તાઃ૨૧/૫/૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પિતા ભોલેનાથના લાડલા,ગૌરીનેંદન શ્રી ગણેશજી કહેવાય
માતાપિતાનો ભક્તિપ્રેમ પકડી,આંગણે પધારે જ્યાં શ્રધ્ધાએ પુંજન થાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
પવિત્ર સવારનો સંગાથમળે અવનીપર,જ્યાં સુર્યનારાયણનુ આગમનથાય
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતાં જીવનમાં,પરમાત્માની પાવનકૃપા મળી જાય
કળીયુગની ના કોઇજ કેડી મળે જીવનમાં,જે દેહને સત્માર્ગે દોરતો જાય
કુદરતની કાતર ફરે અવનીપર,જે માનવદેહને અનંત આફત આપી જાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
શ્રધ્ધા ભાવનાથી દીવો પ્રગટાવી,આગમન કરુ હુ ગજાનંદ શ્રી ગણેશજીનુ
પાવન કૃપા મળે ભોલેનાથના લાડલા સંતાનની,જે મળેલ દેહને પ્રેરી જાય
માતાપાર્વતીના વ્હાલાપુત્રની કૃપામળે,જે મળેલદેહને પાવનકર્મ આપી જાય
જીવને સંબંધ છે કર્મનો અવની પર,જે જીવને મળેલ દેહથી સમજાઈ જાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 20th 2019
. .પ્રેમ મળ્યો
તાઃ૨૦/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસ પ્રેમ મળ્યો જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
સરળ જીવનનો સંકેત મળ્યો દેહને,એ દેહના પાવનવર્તનથી દેખાય
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય.
સુખદુઃખનો સંબંધ એ મળેલ દેહને,થયેલ કર્મના સંબંધથીજ પ્રેરી જાય
જીવને મળેલ સંબંધ અવનીપર,એજ જન્મ મળતાજ દેહને સ્પર્શી જાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળે,એ નિર્મળ ભક્તિએ સમજાય
નિર્મળ જીવનની રાહ મળે દેહને,જે સંત જલાસાંઇનીજ કૃપા કહેવાય
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય.
અવનીપર આગમનથતા મળેલદેહને,સગા સંબંધીઓનો સંગાથ મેળવાય
નાઅપેક્ષા કે નાકોઈ જરૂરીયાત અડે,એ મળેલદેહને વર્તન આપી જાય
નિખાલસ સમજણનો સંગાથ મળે જીવનમાં,જે નિર્મળતાજ આપી જાય
મોહમાયાની ના કોઇ કેડી અડે જીવનમાં,એજ પાવનરાહ મળી કહેવાય
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય.
================================================================
May 19th 2019
. .રામશ્યામ
તાઃ૧૯/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ કહો કે શ્યામ કહો જીવનમાં,ભારતમાં એ પવિત્રદેહ કહેવાય
શ્રધ્ધા ભાવનાથી સ્મરણ કરતા,જીવપર પરમાત્માની કૃપા થઈજાય
......એજ પવિત્રદેહ ભારતદેશે મેળવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
પાવનરાહ પકડીને જીવન જીવવા,ભક્તિરાહની દોરને આપી જાય
પરમાત્માએ દેહ લીધો અયોધ્યામાં,જે રાજાદશરથના સંતાન થાય
સંસારના જીવનમાં પવિત્રકર્મ પકડતા,ધેરથી જંગલમાં ચાલી જાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરી,જ્યાં રાજા રાવનનુ દહનથાય
......એજ પવિત્રદેહ ભારતદેશે કહેવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
નિર્મળપ્રેમ પકડીનેદેહ લીધો મથુરામાં,જે વ્હાલા કૃષ્ણથી ઓળખાય
સંગાથ મળ્યો પત્ની રૂક્ષમણીજીનો,સંગે રાધીકાનો પ્રેમ મળી જાય
પ્રેમની પરખ આપી ભારતમાં,જે નિખાલસ જીવનસંગે ચાલી જાય
કુદરતે આપાવનરાહ દીધીભક્તોને,જે મળેલ જન્મપાવન કરી જાય
......એજ પવિત્રદેહ ભારતદેશે કહેવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
========================================================
May 14th 2019
. ગૌરીનંદન ગજાનના
તાઃ૧૪/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાર્વતીપુત્ર ગણપતિજી જગતપર,અનેક પવિત્ર નામથી ઓળખાય
ગજાનંદ ગણપતિસંગે ગૌરીનંદનથી,શ્રી ભોલેનાથના સંતાન કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
માતાપાર્વતીની પાવનકૃપા સંતાનપર,જે પવિત્રભક્તિરાહ દઈ જાય
અવનીપરનુ આગમન થતા ગણેશજી,જીવનાભાગ્યવિધાતા કહેવાય
પાવનરાહે શ્રધ્ધાભક્તિની રાહ પકડતા,મળેલદેહથી સદમાર્ગે જવાય
ૐ ગં ગણપતયે નમો નમઃની માળાકરતા,જીવને પાવનરાહદઈજાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
સુખકર્તા દુઃખહર્તા ગજાનંદ અવનીપર,જે શ્રધ્ધા એ કૃપા કરી જાય
કાર્તિકભાઇના એ ભાઈ છે,ને રીધ્ધીસિધ્ધીના ભરથાર પણ કહેવાય
અવનીપર દેહ મળ્યો માબાપથી,જે જગતપર પાવનરાહ આપીજાય
સફળજીવન જગતપરપ્રેરતા,ભોલેનાથના ગૌરીનંદનગજાનના કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
===========================================================
May 8th 2019
. .સુર્યપુત્ર બુધ
તાઃ૮/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ શક્તિશાળી સુર્યદેવ છે જગતપર,જેમના પાવનપુત્ર બુધ કહેવાય
બુધવારના પાવન દીવસે પુંજન કરવા,ૐ બુમ બુધાય નમઃથી પુંજાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
કર્મની કેડી એ થયેલ કર્મના સંબંધે,જીવને અવનીપર દેહ આપી જાય
માનવદેહ મળે જીવને જે પરમાત્માની પાવનકૃપા જીવપર થઈ કહેવાય
સુર્યદેવને અર્ચનાકરી પ્રભાતેપુંજા કરી,મળેલદેહને પાવનરાહે લઈ જવાય
ભક્તિપ્રેમથીજ જીવને પાવનરાહ મળતા,બુધદેવની પુંજા પ્રેમથીજ કરાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
સમયને સમજીને ચાલતા જીવનમાં,કળીયુગ કુદરતની કેડીને ઓળખાય
અનેકરાહે અવનીપર જીવને પ્રેરણા મળીજાય,જે થઈરહેલ કર્મથી દેખાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક દેહોનેય સ્પર્શ કરતી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,એ પરમાત્માની કૃપા મળતા સમજાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
========================================================
May 4th 2019
. .સુર્યપુત્ર શનિદેવ
તાઃ૪/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યપુત્ર શનિદેવની પુંજા જીવનમાં,શનિવારના દીવસે શ્રધ્ધા રાખી કરાય
પવિત્રભુમી ભારતમાં શિંગણાપુરમાં,પાવનદેહ લઈને શનિદેવ આવી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શનિવારની સવાર એ પાવન દીવસ થઈ જાય,જ્યાં શ્રધ્ધાએ અર્ચના થાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને અવનીથી,એ સુર્યદેવની પાવનકૃપા કહેવાય
સત્કર્મનો સંગાથ મળતા મળેલદેહને,શનિદેવની પુંજા કરવાની પ્રેરણા થાય
કૃપામળે શનિદેવની માનવીને,જે શં શનેસ્ચરાય નમઃના સ્મરણથી મેળવાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવનમાં,મળેલ માનવ દેહને પવિત્રરાહ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,એ શનિદેવની નિર્મળ ભક્તિએ સમજાય
અદભુત શક્તિશાળી દેવછે અવનીપર,જે અજબશક્તિશાળી સુર્યપુત્રકહેવાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે ભક્તિની,એ મળેલજીવનને પાવન કરી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
================================================================