April 25th 2019
. .પકડી કેડી
તાઃ૨૫/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી કેડી પ્રેમની જીવનમાં,જે મળેલદેહને અનંત શાંંતિ આપી જાય
પાવનકર્મની રાહ મળતા દેહને,જીવનમાં સત્કર્મનો સંગાથ મળી જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
મળેલદેહ એ જીવના થયેલ કર્મ છે,જે અનેક દેહ મળતા જ સમજાય
શ્રધ્ધા ભાવથી જીવનમાં કરેલ પુંજા,માનવ જીવનને પવિત્રરાહે દેખાય
સરળ જીવનનો સંગાથ મળતાજ દેહને,ના કોઇ અપેક્ષાની ચિંતા થાય
અવનીપરના આગમનને શાંંતિ મળે,જે દેહને સુખનો સંગાથ દઈ જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
સુખદુઃખની કેડીનો સાથ દેહને,જે થઈ રહેલ કર્મથી જીવને અનુભવાય
પરમાત્માને કરેલપ્રાર્થના જીવનમાં,જીવને મળેલદેહને સદમાર્ગે લઈ જાય
અવનીપર આગમન વિદાયનો સંબંધ,દેહના થઈ રહેલ કર્મથી મેળવાય
પાવનરાહે થઈ રહેલ ભક્તિ જીવનમાં,મળેલ દેહને પવિત્રરાહ દઈ જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતપર,જે નિર્મળભાવનાની ભક્તિએ મેળવાય.
===========================================================
April 23rd 2019
. .રામનામની માળા
તાઃ૨૩/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનનો સંબંધ છે જીવને,જે થયેલકર્મથી દેહ મેળવાય
જન્મમરણ એ દેહને સ્પર્શે જગતપર,એજ અનેક સમયથી કેડી કહેવાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
પરમાત્માએ લીધેલ અનેક દેહ ભારતપર,એ જીવને પાવનરાહે દોરી જાય
શ્રધ્ધા ભાવનાથી પુજન કરતા જીવનમાં,સત્કર્મનો સંગાથ પણ મળી જાય
મળેલ દેહની નાકોઇ અપેક્ષારહે,જે જીવને પાવનરાહે પ્રેરણા આપી જાય
સત્કર્મ એજ પ્રેરણા પ્રભુની જીવ પર,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
સરળ જીવનની રાહ મળે દેહને,જે જગત પર અનંત શાંંતિ આપી જાય
પાવનરાહની પ્રેરણા મળે કૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાથીજ પુંજા થાય
માનવજીવન એજ રાહ જીવની,જે પાવન કર્મ તરફ આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી માળા કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગ પણ મળી જાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
==========================================================
April 23rd 2019
. .જાગતો રહે
તાઃ૨૩/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની મહેંક પ્રસરે અવનીપર,જે જીવને સદમાર્ગે દોરી જાય
અંતરમાં આનંદ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપાજ થઈ જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
નિર્મળતાનો સંગાથ મળે દેહને,જ્યાં જીવનમાં કોઇ જ અપેક્ષા નારખાય
કુદરતની કેડી એ પરમાત્માની પ્રેરણા,અવનીપર અનેક રાહ આપી જાય
સમયની સાથે સમજીને ચાલતા,મળેલ દેહને શાંંતિનો સંગાથ મળી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
અનેકકર્મના બંધન છે મળેલ દેહને,એ દેહથી થઈ રહેલ કર્મથીજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં પરમશ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
ના કોઇ આશા હોય મળેલ દેહની જીવનમાં,જયાં જલાસાંઇની કૃપા થાય
ભક્તિભાવથી પવિત્ર કેડી મળે દેહને,જે મળેલદેહને પ્રેમે જાગતો કરી જાય
......મળેલદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પાવનરાહે દેહને જાગતો રહી જાય.
==========================================================
April 18th 2019
. .શીતળ જીવન
તાઃ૧૮/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ શ્રધ્ધાનો સંગ રાખીને ભક્તિ કર્તા,પરમાત્માની કૃપા મળી જાય
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,જે જીવને દેહના કર્મથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સદમાર્ગની કેડી મળે દેહને,જ્યાં શ્રધ્ધા ભાવથી પરમાત્માને વંદન થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખતા,મળેલ માનવ જીવન સત્કર્મથી દોરાય
અદભુત લીલા પરમાત્માની જગતપર,જે સતયુગ કળીયુગમાં અનુભવાય
સાચીરાહ મળે જન્મ મળેલદેહને,જીવનમાં અનેક પવિત્રકર્મ કરાવી જાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
સમયનો સાથ સ્પર્શે માનવ દેહને,જે અનેક કર્મથી દેહને વર્તન દઈ જાય
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,શીતળતાનો સંગાથ મળી જાય
ભક્તિની પાવનરાહે જીવન જીવતા,જીવનમાં અનંતશાંંતિ કૃપા આપીજાય
મળેલ માનવદેહના જીવને પવિત્રરાહ મળે,જે ઉજ્વળ જીવનથી સમજાય
.....એજ લીલા અવીનાશીની જગતપર,દેહને શીતળ જીવનરાહ આપી જાય.
==========================================================
March 18th 2019
. .કળીયુગનો સ્પર્શ
તાઃ૧૮/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવીનાશીની જગતપર,મળેલદેહને અનુભવે સમજાય
અવનીપરનુ આગમન એ જીવને,કરેલ કર્મના સંબંધે દેહ દઈ જાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
સમયને નાપકડી શકે કોઇદેહ જગતમાં,જેને યુગની લીલા કહેવાય
સતયુગમાં અનેક પવિત્રકામ સ્પર્શે દેહને,જે પાવનકર્મ કરાવી જાય
ભજનભક્તિસંગે પ્રાર્થના કરતા,પ્રભુકૃપાએ જીવને શાંંતિ મળી જાય
મળેલદેહની માનવતા મહેંકે જીવનમાં,એ કુદરતની કૃપાએ મેળવાય
.....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
કળીયુગમાં કુદરતની અનેકદ્ર્ષ્ટીપડે,જીવોને સુખદુઃખની રાહદઈ જાય
મળેલ દેહની માનવતા મહેંકે જીવનમાં,જે સત્કર્મના સંગાથે મેળવાય
પાવનકર્મ એસમજણ છે માનવીની,કળીયુગની કાતરથી બચાવી જાય
પવિત્રરાહે જીવનજીવતા જીવનમાં,પવિત્ર સંતોના આશિર્વાદ મળીજાય
....એજ લીલા પરમાત્માની છે,જે સમયના સંગે મળેલ દેહને સ્પર્શી જાય.
=======================================================
March 14th 2019
. .કૃપાળુ પ્રેમ
તાઃ૧૪/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પ્રેમ મળે ભક્તને,જ્યાં મળેલ દેહથી નિર્મળ ભક્તિ થાય
પાવનરાહ મળે સંત જલાસાંઇની કૃપાએ,જ્યાં માનવતાનેજ સચવાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
મળેલ માનવદેહને સંબંધ છે કરેલ કર્મનો,જે માનવતાને સ્પર્શી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાએ મેળવાય
શ્રધ્ધાભાવનાની પવિત્રરાહેકર્મ કરતા,જીવનમાં કૃપાળુ પ્રેમ મળી જાય
મળેલ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
નાતજાતનો ના સંબંધ દેહને જીવનમાં,જ્યાં સાંઈબાબાની કૃપા થાય
મળેલ દેહની માનવતા પ્રસરે થતા કર્મથી,જે નિખાલસતા આપીજાય
ના દેખાવની કોઇ કેડી અડે,કે ના અભિમાન પણ દેહને અડી જાય
એજ પવિત્ર કર્મની રાહ મળતા જીવને,મળેલ જન્મ પાવન કરી જાય
...એ ચીંધેલ આંગળી સંત જલારામની,પાવનરાહે જીવને ભોજન કરાવાય.
=========================================================
March 6th 2019
. .સમજણનો સાથ
તાઃ૬/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા છે અવનીપર,જે સમયની સાથે મળતી જાય
મળેલ દેહને સંબંધ છે કર્મનો,સમજણનો સાથ મળતા અનુભવાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
અનેક દેહ મળે જીવને અવનીપર,માનવદેહ મળે એજ કૃપા પ્રભુની
મળેલ માનવદેહને જીવનમાં સમયસંગે,વાણીવર્તનનો સાથ મળીજાય
પવિત્ર ભારતની ભુમીપર,પરમાત્મા અનેકદેહ લઈ જીવને પ્રેરી જાય
નિર્મળભક્તિમાર્ગની રાહમળે દેહને,જે જીવનમાં સમજણ આપીજાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
ના અપેક્ષાનો કોઇ સાથ મળે,જે જીવને મોહમાયાથી બચાવી જાય
વાણીવર્તન એજ સમય સંગે ચાલે જીવનમાં,જે સમય સમયે સમજાય
માનવ જીવનમાં નિર્મળ ભાવનાનીભક્તિ,સાચી સમજણથી મેળવાય
પરમકૃપા પરમાત્માની અવનીપર છે,જે પવિત્ર ભક્તિરાહ આપીજાય
...એ અદભુતલીલા અવીનાશીની જગતપર,જે જન્મ મળે જીવને સ્પર્શી જાય.
============================================================
February 22nd 2019
. .જીવનો સંબંધ
તાઃ૨૨/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની એ આધાર છે જીવનો,અનેકદેહ મળતા સૌને અનુભવ થાય
પાવનરાહની કેડી મળે અવનીપર,જે જીવને જન્મ મળતા જ દેખાય
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
સુખ દુઃખની કેડીનો સંબંધ છે દેહને,જે મળેલ દેહને કર્મથી સમજાય
થઈ રહેલ કર્મ માનવદેહના જીવનમાં,જે કુદરતની પ્રેરણાએ મેળવાય
સત્કર્મનો સંગાથ મળતા જીવનમાં,પાવનકર્મની રાહ પ્રભુકૃપાએ થાય
નામાયા નામોહ ના અપેક્ષા અડે દેહને,જ્યાં નિર્મળભક્તિ પ્રેમે થાય
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
જન્મમરણનો સંબંધ છેદેહને અવનીપર,એ દેહથી થયેલકર્મ પ્રેરી જાય
અનેકદેહનો સંબંધ છે જીવને,માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,અનેક પવિત્રરાહ આપી જાય
મળેલ માનવદેહ એ જીવનેસંબંધ આપે અવનીનો,જે કર્મથી મેળવાય
......એજ સંબંધ જીવનો ધરતી પર,જે દેહ મળતા કર્મની કેડી આપી જાય.
==========================================================
February 11th 2019
. .બમબમભોલે
તાઃ૧૧/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમબમભોલે મહાદેવ હર,સંગે ૐ નમ શિવાયનુ સ્મરણ કરાય
ભક્તિમાર્ગની પાવનરાહ મળે,જ્યાં ભોલેનાથની પાવનકૃપા થાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પુજન થાય
પાવનરાહ મળે જીવને,જ્યાં શંકરભગવાનને પુંજાકરી વંદન થાય
અજબશક્તિશાળી છે ભોલેનાથ,સંગે માતા પાર્વતીની કૃપા થાય
શ્રધ્ધાભાવથી અર્ચનાકરતા શીવલીંગપર,ભોલેનાથનો પ્રેમ મેળવાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
પવિત્રગંગાને ભારતમાં લઈ આવ્યા,જે જીવોને મુક્તિ આપી જાય
અવનીપરના આગમનનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
પાવનકૃપા મળે શ્રીશંકર ભગવાનની,જીવને મુક્તિમાર્ગ મળી જાય
આગમન વિદાયની કેડીના મળે જીવને,જ્યાં દેહથી દુર થઈ જાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
==========================================================
February 5th 2019
. .સંબંધનો સ્પર્શ
તાઃ૫/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહને અનેક અદભુત સંબંધ મળે,જે માનવદેહ મળતા જીવને સમજાય
કુદરતની આ નિર્મળકેડી અવનીપર,જ્યાં માનવતાને સમજીને સત્કર્મોને કરાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર છે,જે ગત જન્મના દેહનાકર્મે મેળવાય
સરળ જીવનની રાહ પકડી ચાલવા,પાવન ભક્તિ રાહે પરમાત્માની પુંજા થાય
મળે પાવનપ્રેમ પરમાત્માનો જીવનમાં,જે નિખાલસ સંબંધનો સ્પર્શ આપીજાય
અપેક્ષા નારાખી કદી મળેલ દેહથી,એજ સંત જલાસાંઇની કૃપા અપાવી જાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,મળેલ દેહને સુખશાંંતિનો સંગાથ થઈ જાય
લાગણી મોહને દુર રાખી નિર્મળરાહે જીવન જીવતા,પવિત્ર કર્મ જીવનમાં થાય
અજબ શક્તિ શાળી પરમાત્માનો પ્રેમ મળે,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળ સંબંધનો સ્પર્શ થતા દેહને,જીવનમાં પ્રભુની પાવનકૃપા પણ મળી જાય
.....કરેલ કર્મના સંબંધ જીવને અનંતમાર્ગે દોરીને,જગતપર આવન જાવન આપી જાય.
===============================================================