November 23rd 2015
. .રામનામની માળા
તાઃ૨૪/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની મહેંક પ્રસરે,ને જીવન પ્રેમાળ થઇ જાય
સદગતિનોમાર્ગ મળેજીવને,જ્યાં રામનામનીમાળા થાય
………એજ સાચી ભક્તિની કેડી,અંતે જીવને મુક્તિ માર્ગ દઈ જાય.
અવનીપરનુ આગમન એ કર્મબંધન,ના કોઇથી છટકાય
સંસ્કાર મેળવી જીવનજીવતા,જીવનમાં સદકર્મ થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જીવને પવિત્રરાહ દઈજાય
વડીલના આશિર્વાદ મળતા જીવથી,પાવનરાહ મેળવાય
………જ્યાં પરમાત્માની કૃપા મળે,જે જીવને સદમાર્ગે દોરી જાય.
જન્મ મરણ એ કેડી જીવની,જગતમાં ના કોઇથીય છટકાય
રામનામથી કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
મોહમાયાની ચાદરઉડતા,જીવથીપાવનકર્મ જીવનમાંથાય
જન્મમરણના બંધનછુટે,ને અવનીપરનુ આગમનછુટીજાય
……….એજ સાચી રામનામની માળા,જીવને કૃપાએજ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++
November 15th 2015
. .આવી તો જાવ
તાઃ૧૫/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ લઈને આવો કે પછી,નિખાલસ થઈને આવી જાવ
સરળ જીવનની રાહે જીવતા, માનવતા મેળવતા જાવ
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
મનથી કરેલ ભક્તિએ જીવનમાં,પરમકૃપા મળી જાય
ભક્તિ ભાવને પારખી પરમાત્મા,રાહ સાચી દઈ જાય
નાઅપેક્ષાની કોઇ કેડી અડે,કે નાકોઇ માયા અડી જાય
પ્રેમ સાચો નિખાલસ મળતા,ના કોઇ ઝંઝટ મળી જાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
પકડી પ્રેમ આવો બારણે,તોહ્રદયથી આગમન થઈ જાય
નમન કરીને આવકારતાજ,જલાસાંઇની પણ કૃપા થાય
સિધ્ધિવિનાયકનીદ્રષ્ટિએ,જીવનીરાહ પાવન થઈ જાય
જન્મમૃત્યુની સાંકળ છુટતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..એજ સાચી માનવતા અમારી,જે કળીયુગથી દુર રહી જાય.
=========================================
September 11th 2015
. . મનથી માળા
તાઃ૧૧/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનને શાંન્તિ મળે કૃપાએ,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને ના આંબે કોઇ,એતો સાચી શ્રધ્ધાએજ બચાય
……….જીવન મરણની ઝોળીથી બચાવે,જ્યાં મનથી માળા થાય.
માળાના મણકાની સાથેજ,પરમાત્માનુ જ સ્મરણ થાય
બંધ આંખે શ્રધ્ધારાખતાં,અંતરમાં પ્રભુનુ આહવાન થાય
ના માગણી કે મોહ અડે જીવને,એ જ સદમાર્ગે દોરી જાય
જલાસાંઇની અસીમ કૃપાએ,મળેલ જીવન ઉજ્વળ થાય
………એજ જીવને જન્મમરણથી બચાવે,જ્યાં પાવનકર્મ કરાય.
કળીયુગની કેડીએ જીવતા,માળા ફરે ને મગજ બીજે હોય
દેખાવને રાખી જીવન જીવતા,કુદરતની લાકડી પડી જાય
ના મંદીર કે માળાનો મોહ રાખતા,પાવનકર્મ જીવથી થાય
અંતદેહનો આવતા અવનીથી,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………એતો સાચી ભક્તિરાહ મળી જીવને,અંતે મુક્તિ આપીજાય.
======================================
July 9th 2015
. પ્રભુ બચાવે
તાઃ૯/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ સાથી ને કોણે બાંધી,ના કોઈ જીવને સમજાય
સમયની શીતળકેડીએ ચાલતા,પ્રભુ બચાવી જાય
…..શ્રધ્ધા રાખી નિર્મળપ્રેમે ભક્તિ કરતા,સરળ જીવન થઈજાય.
માયા કેરા માર્ગ પર ચાલતા જ,હિંમત મનથી રખાય
ડગલે ડગલુ સાચવી ભરતા,ના આફત કોઇ અથડાય
નિર્મળરાહે પગલુભરતા,જીવને નામોહમાયા ભટકાય
મળી જાય કૃપા જલાસાંઇની,સાચીભક્તિ પ્રેમે થાય
……..સરળ જીવનની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય.
અવનીપર અંધકાર વધે,જ્યાં અનિતીનુ સર્જન થાય
ના માનવીને કોઇ રાહ મળે,જ્યાં પપુડી એપકડી જાય
શ્રધ્ધાનો સંગ રાખી ભક્તિ કરતા,શાંન્તિનો સંગ થાય
ત્યાં જ પ્રભુ બચાવે જીવને,અંતે મુક્તિમાર્ગે દોરી જાય
……..એજ કૃપા પરમાત્માની,જે જલાસાંઇની આંગળીએ ચીંધાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 2nd 2015

. . શ્રધ્ધા જ્યોત
તાઃ૨/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાની જ્યોત જલારામની,પાવનકર્મ કરાવી જાય
સંસ્કારની કેડી વિરબાઈની,પરમાત્માને ભગાડી જાય.
………..અન્નદાનની પ્રેમાળ જ્યોતે,અનેક જીવોને સંતોષી જાય. માનવજીવન એ કર્મની કેડી,જે જીવને સ્પર્શતી જાય
અવનીપરનુ આગમન જીવને,જન્મ મરણથી બંધાય
જલારામની નિર્મળ સેવા,એ જ સાચીભક્તિ કહેવાય
જીવોને અન્નદાનથી સંતોષી,માનવતા મહેંકાવી જાય
………..એજ સાચી ભક્તિરાહ છે,જે જીવને મુક્તિએ દોરી જાય.
કળીયુગનીકેડી છોડતા,પાવનરાહ જીવને મળી જાય આંગણે આવેલા જીવોને પ્રેમથી,સંતોષી એકરી જાય વિરબાઈમાતાનીસેવા,જલારામનીજ્યોત બની જાય
પાવનરાહને પકડી લેતા,પ્રભુ ઝંડો ઝોળી આપી જાય …………..પરમાત્માએ કરી કસોટી,સાચી ભક્તિએ જીતી જવાઈ. ======================================
May 30th 2015
. .જતન
તાઃ૨૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જતન પ્રેમથી માબાપનુ કરતાં,કર્મ પાવન થઈ જાય
સંસ્કારની શીતળ કેડી મળતાં,ઉજ્વળ રાહ મળી જાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
માન સન્માન છે કર્મની કેડી,જે નિર્મળ સમજે સમજાય
મળે જીવનમાં અનંત શાંન્તિ,જ્યાં અનંતકૃપા થઈજાય
ના અપેક્ષા ના માગણી ખોટી,કળીયુગમાં અથડાઈ જાય
સરળ જીવનની રાહમળે,જ્યાં પ્રભાતે સુર્યદેવને પુંજાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
અજબ શક્તિશાળી છે એદેવ,હજારો વર્ષોથી દર્શન થાય
મળે કૃપા ત્યાં જીવને,જ્યાં વડીલનું દીલથી જતન થાય
સુખદુઃખના વાદળ છુટતાં,જીવને મુક્તિ રાહ મળી જાય
અવનીપરનુ આવનજાવન,એ કર્મબંધનથી છુટી જાય
………….એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
==========================================
May 14th 2015

. અજબ શક્તિશાળી
તાઃ૧૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી દેવ જગતમાં,સુર્યનારાયણ કહેવાય
ફોટા મુર્તીને દુરા રાખતા,જીવને પાવનરાહ મળી જાય
……….એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
ઉગમણી ઊષાને જોતા,જગે જીવોને પ્રભાત મળી જાય
અર્ચના કરીપગે લાગતા,જીવને સુર્યદેવના દર્શન થાય
ના ફોટાની જરૂર પડે,કે ના મુર્તિની કોઇ અપેક્ષા.રખાય
આવી આંગણે દર્શન થાય,નામંદીરના બારણા ખોલાય
………..એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
ઑમ હ્રીમ સુર્યાય નમઃના સ્મરણે,શાંન્તિ મળી જાય
પ્રેમ મળે સુર્યદેવનો જીવને,જે અનુભવથી જ દેખાય
વર્ષેકૃપાના વાદળ જીવપર અનંતશાંન્તિ આપીજાય
ના મોહ માયા કે મંદીર અડે,કેના તકલીફ અડી જાય
………..એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
===========================================
April 28th 2015
. .મળે માબાપનો પ્રેમ
તાઃ૨૮/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માબાપનો પ્રેમ સંતાનને,જ્યાં સંસ્કાર સાચવીને જીવાય
ઉજ્વળરાહ મળે જીવનમાં,જ્યાં માબાપના આશિર્વાદમેળવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
કર્મબંધન એ છે જીવનો સંબંધ,જીવને જન્મમૃત્યુથી જ દેખાય
કરેલકર્મની કેડી છે બંધન,જીવને અવનીએ દેહ મળે સમજાય
મળેલ મોહમાયા એજ છે સીડી,જે જીવને ઉપરનીચે લઈજાય
અવનીપર આવી કરેલ કર્મ,એજન્મમરણના સંબંધે સમજાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
માન સન્માન કર્તા માબાપના,પ્રેમે આશિર્વાદની વર્ષા થાય
આફત લાફત દુર જ ભાગે,જ્યાં મળેલ જીવન નિર્મળ જીવાય
મારૂ તારૂની માયા છુટતા,ના જીવનમાં આફત કોઇ મેળવાય
જલાસાંઇની કૃપામળેજીવને,જેમાબાપના આશિર્વાદ કહેવાય
…………દેહ મળે જીવને અવનીએ,એજ માતાપિતાની કૃપા કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 21st 2015

. .સવાર સાંજ
તાઃ૯/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે દેહને સવાર સાંજ,જ્યાં સુરજ આવે ને જાય
એજ પૃથ્વીની પરિક્રમા,જીવને અનુભવે દેખાય
……..એ વિશ્વપિતાની છે કૃપા,જે જગતને સાચવી જાય.
સુર્યદેવનો ઉદય ને અસ્ત,જગે સમય આપી જાય
મળેલ દેહની દ્રષ્ટિએ,જગતમાં ઉદયઅસ્ત દેખાય
અજબશક્તિ છે સુર્યદેવની,ને તેમના દર્શન થાય
બીજા અનેક દેવો છે,જેને ફક્ત નામથી ઓળખાય
……..એવી અનેક પત્થરની મુર્તી બનાવીને પુંજા થાય.
કૃપાઅજબ છે સુર્યદેવની,જે સમય સમજાવી જાય
અવનીપરના આગમને,જીવને આજકાલ સમજાય
મળે સવાર જીવને જગે,ત્યાંજ કર્મનીકેડી મળી જાય
વિદાય થતાં સુર્યકિરણની,જીવને પથારી મળીજાય
……..એ અજબલીલા સુર્યદેવની,અર્ચનાએ જ મેળવાય. ************************************
April 21st 2015
. .અપેક્ષાનો ભંડાર
તાઃ૧૩/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાની શીતળકેડી મળે જીવને,જ્યાં ભક્તિ સાચી થાય
પાવનકર્મને પકડી ચાલતા,અપેક્ષાની કેડીઓ છુટી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
માયાનુ બંધનછે જગતમાંએવુ,જે નિર્મળતાને તોડી જાય
મુક્તિ માર્ગને પામી લેવા,સંત જલા સાંઇની ભક્તિ થાય
પકડે માનવતાને કળીયુગ,ના જગતમાં કોઇથીય છટકાય
અપેક્ષાના આભને આંબવા,પરમાત્માને પારખી પુંજા થાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
કર્મનાબંધન છે જીવના સંબંધ,ના કોઇથીય જગે છટકાય
કુદરતની આ અપાર લીલા,અવનીપર દેહ મળતા દેખાય
માનવમનને જકડે કળીયુગીકાતર,સાચીભક્તિએ સમજાય
પાવન રાહ મળતા જીવનમાં,અપેક્ષાનો ભંડાર ભાગી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
============================================