January 14th 2014
. અજબ કેડી
તાઃ૧૪/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માબાપનો પ્રેમ સંતાનને,નિર્મળ રાહ આપી જાય
પાવન જીવનની રાહથી,જીવને અજબકેડી મળી જાય
. …………………મળે માબાપનો પ્રેમ સંતાનને.
નિર્મળતાના વાદળ વરસતા,મળેલ જીવન મહેંકી જાય
સફળતાની દરેક કેડીએ,ના કોઇ આધી વ્યાધી અથડાય
આશીર્વાદની અજબકૃપાએ,મળેલ આજીવન મહેંકીજાય
પળપળને પારખીલેતા અવનીએ,જન્મ સફળ થઈ જાય
. …………………મળે માબાપનો પ્રેમ સંતાનને.
આગમન અવનીએ જીવનુ,કર્મના બંધનથી જ બંધાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અખંડપ્રેમનીજ્યોતપ્રગટતા,જીવનેપવિત્રરાહ મળીજાય
અવનીપરના આગમનને વિદાઇ,મુક્તિમાર્ગ મળી જાય
. ………………….મળે માબાપનો પ્રેમ સંતાનને.
===================================
November 25th 2013
. પ્રેમ અને શ્રધ્ધા
તાઃ૨૫/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની પળ સોના જેવી,મનને અનંત શાંન્તિ દઈ જાય
પ્રેમ અને સાચી શ્રધ્ધાએ,જગતમાં માનવતા મહેંકી જાય
. …………………..જીવનની પળ સોના જેવી.
આગમનના એંધાણ મળે,જ્યાં કર્મની કેડી પકડાઇ જાય
જીવને મળેલ પ્રેમ અવનીએ,જન્મ મરણથી જકડી જાય
પ્રેમ મળે જ્યાં સાચો જીવને,માનવતામાં એપકડી જાય
નિર્મળતાના વાદળ વરસતા,ના કોઇજ જીવથી છટકાય
. …………………..જીવનની પળ સોના જેવી.
શ્રધ્ધાની કેડી અજબ છે,જ્યાં માનવીની પરખ થઈ જાય
આવી રહેલી અડચણમાંથી,સાચી શ્રધ્ધાએ બચી જવાય
સંત જલાસાંઇની શ્રધ્ધા ભક્તિએ,મુક્તિ માર્ગ મળી જાય
જન્મમરણના બંધન છુટતા,જીવને સ્વર્ગસીડી મળી જાય
. …………………..જીવનની પળ સોના જેવી.
***********************************
November 13th 2013
. . શ્રધ્ધા સંગ ભક્તિ
તાઃ૧૩/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા,જીવ પાવન થઈ જાય
મળેલ દેહ અવનીએ જીવને,પાવનકર્મથી મહેંકી જાય
. ………………..ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા.
નિર્મળતાનો સંગ રાખીને,સાચા સંતને પ્રેમે વંદન થાય
આશિર્વાદની એક જ કેડીએ,જીવની ઝંઝટો ભાગતી જાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સંસારીજીવન પણ જીવાય
ના મોહમાયાની ચાદરઅડકે,જ્યાં શ્રધ્ધા સંગ ભક્તિથાય
. …………………ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા.
કુદરતની મળે કૃપા અનેરી,જ્યાં જીવ ભક્તિના પ્રેમે બંધાય
લાગણી મોહને નેવે મુકતા,અવનીએ માનવતા મહેંકી જાય
સરળતાનો સાથ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
જન્મ મરણના બંધન છુટે જીવના,ને મુક્તિ માર્ગ મળી જાય
. …………………..ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા.
================================
October 27th 2013

. .જય શ્રીરામ
તાઃ૨૭/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામના સતત સ્મરણથી,જીવને શાંન્તિ મળતી જાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને પાવનકર્મ જીવનમાં થાય
. ………………….રામનામના સતત સ્મરણથી.
મોહમાયા ને લાગણી છુટે,ને સંગે નિર્મળતા મળતી જાય
ભક્તિ માર્ગની સાચી કેડી,જીવને પાવન કર્મ આપી જાય
સંસ્કારસાચવી વંદનકરતાં,પિતા દશરથ પણ રાજી થાય
સીતાજીનો સંગપામીને,ભવસાગરનો માર્ગ બતાવી જાય
. …………………રામનામના સતત સ્મરણથી.
રાવણને આંગળી ચીંધી કર્મની,કળીયુગમાં એભટકી જાય
અભિમાનને એ આદર કરતાં,શ્રીરામથી એનુ દહન થાય
કુદરતની આ રીત નિખાલસ,સાચી ભક્તિરાહે સમજાય
શ્રીરામ શ્રીરામની માળાકરતાં,જીવને શાંન્તિ મળી જાય
. ………………….રામનામના સતત સ્મરણથી.
*************************************
October 23rd 2013
. .સુંદર સવાર
તાઃ૨૩/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનુ સ્મરણ કરતાં,દેહની જ્યાં ઉંઘ પુરી થાય
આવી મળે કૃપા જલાસાંઇની,સુંદર સવાર મળી જાય
. ………………….પરમાત્માનુ સ્મરણ કરતાં.
માનવી મનને બંધન અનેક,નાકોઇ જીવથી છટકાય
કુદરતની આ છે અનેરીલીલા,સુખ શાંન્તિ લુંટી જાય
કર્મનીકેડી એતો જીવના બંધન,નાજીવથી છુટી થાય
ભક્તિ માર્ગની સરળ કેડી પકડે,પ્રભાત ઉજ્વળ થાય
. …………………..પરમાત્માનુ સ્મરણ કરતાં.
લાગણીમોહ એ કળીયુગીરાહ,સાચી સમજણે સચવાય
નિર્મળતાને પકડીને ચાલતાજ,પવિત્ર રાહ મળી જાય
પુંજનઅર્ચન પ્રેમથીકરતા,આવતી વ્યાધી ભાગી જાય
સુર્યદેવના પહેલાકિરણે,મળેલ દેહ ઉજ્વળ થઈ જાય
. ……………………પરમાત્માનુ સ્મરણ કરતાં.
+++++++++++++++++++++++++++++++++
October 14th 2013
. .સ્વર્ગની સીડી
તાઃ૧૪/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જ્યાં આશીર્વાદ માબાપના,જીવનમાં કર્મ ઉત્તમ થાય
માનવજીવનમાં સરળતા મળતા,સ્વર્ગની સીડી મળી જાય
. …………………મળે જ્યાં આશીર્વાદ માબાપના.
સંસ્કાર સાચવી જીવનમાંચાલતા,પ્રથમ વડીલને વંદન થાય
દીલથી સાચોસ્નેહ મળતા,જીવનેમળતી વ્યાધીઓ ભાગીજાય
પ્રથમસીડી સ્વર્ગનીચઢાય જીવથી,જ્યાં આશીર્વાદ મળીજાય
બીજી મળે છે જીવને જીવનમાં,જ્યાં સંસ્કારને સાચવી ચલાય
ત્રીજી સીડી સાચી શ્રધ્ધાએ મેળવાય,જ્યાં સાચી ભક્તિ થાય
સાચાસંતને નાશોધી શકેકળીયુગમાં,જ્યાં દેખાવી ભક્તિ થાય
ઉજ્વલતાની રાહમળે જીવને,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
. …………………. મળે જ્યાં આશીર્વાદ માબાપના.
કર્મના બંધન જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથીય છટકાય
અવનીપરનુ આગમન જીવનું,એને મળેલ દેહ થકી જ દેખાય
સંસ્કારભક્તિનેવર્તન સાચવતા,જીવને સાચીરાહ મળતી જાય
જન્મમૃત્યુના બંધનજીવના છે,જ્યાં સુધી કર્મના બંધન સંધાય
સ્વર્ગની અદભુત સીડી મેળવવા,સાચાસંતની ભક્તિપ્રેમે થાય
ઘરમાં કરેલ ભક્તિ ઉજ્વળતા દે,જે કર્મપાવન કરાવતી જાય
મુક્તિમાર્ગની કેડી ખુલે,જ્યાં પવિત્ર સ્વર્ગની સીડી મળી જાય
. …………………..મળે જ્યાં આશીર્વાદ માબાપના.
=======================================
September 14th 2013
. .સરળતાની સાંકળ
તાઃ૧૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનની સાંકળ મળતાં,જીવન પાવનથાય
કર્મની કેડી નિર્મળ બનતાં,સુખ શાંન્તિય મળી જાય
. …………………સરળ જીવનની સાંકળ મળતાં.
કુદરતની છે આ અદભુતલીલા,નાકોઇ જીવને સમજાય
અવનીપરના આગમનને,કર્મને નિમીત બનાવી જાય
વાણી વર્તન સંબંધ બને ,જે ભક્તિને સંગે છે સચવાય
કૃપામળે શ્રીજલાસાંઇની,જીવથી પાવનરાહ મેળવાય
. ………………..સરળ જીવનની સાંકળ મળતાં.
લાગણી મોહને દુર રાખતા,આ જીવન સરળ થઈ જાય
પામી લેતા પ્રેમ પરમાત્માનો,જીવનમાં શાંન્તિ થાય
મળેલ માયા જીવને જીવોની,એકર્મનીકેડી છે કહેવાય
નિર્મળતાનો સંગ રાખી જીવતા,જન્મમરણ છુટી જાય
. …………………સરળ જીવનની સાંકળ મળતાં.
====================================
September 8th 2013
. જીવનો સંબંધ
તાઃ૮/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના દેહ મળે અવનીએ જીવને,કે ના કોઇ સંબંધ બંધાય
મોહમાયા ની ચાદર છોડતા,અવનીની રાહ છુટી જાય
. …………………..ના દેહ મળે અવનીએ જીવને.
જીવને સંબંધ જન્મથી મળે,જે અવનીએ જકડાઇ જાય
મળતા બંધનને દુર રાખતા,સમયે જીવને એ સમજાય
પરમાત્માની સાચીભક્તિ,જે દેહ થકી જીવને મળીજાય
યુગની કેડી એ જગનીલીલા,પામર જીવનથી મેળવાય
. …………………..ના દેહ મળે અવનીએ જીવને.
કરેલ કર્મ છે કેડી જીવની,અવનીના અવતરણથી દેખાય
મુક્તિકેરા માર્ગનેપામવા,જલાસાંઇની ભક્તિસાચી થાય
મળેલ બંધનને છોડવા જીવે,ભક્તિ જ્યોતને વંદન થાય
સમયસાચવી ચાલતા અંતે,જીવનેમુક્તિમાર્ગ મળીજાય
. ……………………ના દેહ મળે અવનીએ જીવને.
====================================
July 5th 2013
. . ભણતર
તાઃ૫/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળે ઉજ્વળતા જીવનમાં,જ્યાં સમયને સચવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભણતરની રાહને પકડાય
. ……………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવને, કર્મના બંધને લાવીજાય
દેહ મળતા જીવને અવનીએ,માબાપનો પ્રેમ મળી જાય
સમજ મગજને સંસ્કારે મળતી,જે સમય સમયે સમજાય
આવતીકાલને પારખવા,મનમાં વિચારની ધારાઓથાય
. …………….જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
ભણતર એ ચણતર જીવનનું,સાચી રાહ મળતા સમજાય
ગણી લીધેલા પાપને મનથી,સમયે દુર તેનાથીજ જવાય
મળતી ઉજ્વળકેડી પકડવા,ભણતરની રાહ સાચીપકડાય
જન્મસાર્થક પ્રભુકૃપાએ થાય,જ્યાં સાચીભક્તિરાહ લેવાય
. ………………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
=================================
June 29th 2013
. .તારણહાર
તાઃ૨૯/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સકળ સૄષ્ટિના સર્જનહાર,અખિલ બ્રહ્માન્ડના એ તારણહાર
અવનીપરના જીવનો આધાર,ભક્તિએ દઇ દે પ્રેમ અપાર
. …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.
અનેક દેહ મળે છે જીવને,સાંકળ અવનીએજ બાંધી જાય
અકળલીલા એજ પરમાત્માની,ના કોઇથી ક્યારે છટકાય
માનવદેહમાં ઉજ્વળતા સંગે,જીવનુ કલ્યાણ કરી જવાય
ભક્તિનીસાચી એકજ કેડીએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
. ………………….સકળ સૄષ્ટિના સર્જનહાર.
પ્રાણી પશુનો દેહ મળતા જીવને,ના ક્યાંય કશુંય સમજાય
નિરાધારી જીવનમાં ફરતા,ના રાહ કદી જીવથી મેળવાય
ના સથવારો કોઇ સમજનો રહે,કે ના મળે શાંન્તિનો સંગાથ
મૃત્યુ જ છે એક કેડી દેહની,અવનીથી જીવથી છુટી જવાય
. …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.
*********************************************