June 12th 2013

કરેલ મહેનત

.              કરેલ મહેનત

તાઃ૧૨/૬/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ મહેનત જીવને,સુખ શાંન્તિ દઈ જાય
નિર્મળતાની રાહ મળતા,મળેલ જન્મ સાર્થક થાય
.               ………………..મનથી કરેલ મહેનત જીવને.
માનવતાની મહેંક પ્રસરતા,જીવનેય આનંદ થાય
લાગણી મોહને માયા છુટતાં,વ્યાધીઓ ભાગી જાય
સાચી રાહ મળે જીવને,જલાસાંઇની કૃપા થઇ જાય
આંગણે આવેલ પ્રેમ જીવને,શીતળતા આપી જાય
.               …………………મનથી કરેલ મહેનત જીવને.
કિર્તીના વાદળ ઘેરાતા,જીવને અનેકરાહ મળી જાય
ઉજ્વળતાની કેડીએ જીવે,પરમાત્માનીકૃપાથઈજાય
મુક્તિ કેરા માર્ગને ખોલતા,જીવનેજન્મ સફળ દેખાય
આજકાલનો મોહ છુટતાં જગે,માનવતા મહેંકી જાય
.               ………………….મનથી કરેલ મહેનત જીવને.

++++++++++++++++++++++++++++++++++

June 3rd 2013

સુખ અને શાંન્તિ

.               સુખ અને શાંન્તિ

તાઃ૩/૬/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનમાં સાથ મળતા,મોહમાયા ભાગી જાય
નિર્મળતાના સંગે જીવનમાં,સુખશાંન્તિ આવી જાય
.                        ………………….સરળ જીવનમાં સાથ મળતા.
લગની લાગતા માનવતાની,જીવન આ મહેંકી જાય
અપેક્ષાની કેડીને છોડતાજ,સરળ સોપાન મળી જાય
ના આધી કે ના વ્યાધી,જીવનમાં કદી ક્યાંય  દેખાય
પરમાત્માની એક જ નજરે,આ જન્મ સફળ થઈજાય
.                     …………………..સરળ જીવનમાં સાથ મળતા.
કાળા નાણે કકડે આ જીવન,સુખ શાંન્તિય ભાગી જાય
ના આરો કે ઓવારો રહેતા,મૃત્યુએ જીવન આ દોરાય
ભક્તિ રાહની એક જ કેડી,માનવતાને  મહેંકાઇ જાય
જલાસાંઇની સાચી કૃપાએ,સુખ ને શાંન્તિ મળી જાય
.                 ……………………સરળ જીવનમાં સાથ મળતા.

++++++++++++++++++++++++++++++++++++

April 5th 2013

ઉઠી જા

.                       .ઉઠી જા

તાઃ૫/૪/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહને લેવા,ને માનવતા મેંહકાય
પાવન કર્મની કેડીને લેવા,ઉઠી જા છોડીને અંધકાર
.                ………………….ઉજ્વળ જીવનની રાહને લેવા.
મળે માનવદેહ અવનીએ,જીવ પર કૃપાપ્રભુની થાય 
સરળતાની કેડી મળી જાય,જ્યાં માનવતા સચવાય
અંતરમાંમળે આનંદની હેલી,જ્યાં જલાસાંઇને વંદાય
નિર્મળતાના વાદળ વરસતા,અંધકારથી ઉઠી જવાય
.              ……………………ઉજ્વળ જીવનની રાહને લેવા.
મારુ છે મમતાની કેડી,જે કળીયુગમાં જ ચાલતી જાય
મોહ માયાની શીતળ કેડી જોતાં,માનવી મન ભટકાય
રામનામની એક જ રાહે,જીવનો જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધાને વિશ્વાસને સમજતાં,નાકદી મોહમાયા અથડાય
.              …………………..ઉજ્વળ જીવનની રાહને લેવા.

++++++++++++++++++++++++++++++++++++++++

March 13th 2013

કેડી ભક્તિની

.                   .કેડી ભક્તિની

તાઃ૧૩/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાની સાચી રાહે જીવનમાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળ જીવન જીવીલેવા,જીવે કેડી ભક્તિની મેળવાય
.              ………………સરળતાની સાચી રાહે જીવનમાં.
અંતરમાં ના ઉભરો આનંદનો,કે ના દેખાવ  મળી જાય
શાંન્તિના વાદળ સહેવાતા,ના કળીયુગથી પકડાવાય
નિર્મળતાની સરળ કેડીએ,લાગણીઓ પણ ભાગી જાય
સરળ જીવનમાં શાંન્તિ મેળવતા,કર્મપાવન થઈ જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.
સંત જલાસાંઇની ભક્તિ ન્યારી,કર્મબંધન છુટતા થાય
જીવને મળેલ કેડી ભક્તિની,અંતે મુક્તિ માર્ગ દઈ જાય
આવી આંગણે પ્રભુ રહે,એજ જીવની સાચી કેડી કહેવાય
મળી જાય મુક્તિ જીવને,અવનીએ કર્મબંધન છુટી જાય
.             ……………….સરળતાની સાચી રાહે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++

January 24th 2013

સંતોષી જીવન

.                          .સંતોષી જીવન

તાઃ૨૪/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિ સંગે ઉજ્વળ જીવન,માનવતાએ મળી જાય
અપેક્ષાઓની કેડી છોડતાં,સંતોષી જીવન થઈ જાય
.                 ……………….. શાંન્તિ સંગે ઉજ્વળ જીવન.
આંધી વ્યાધીને આંબી લે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
નિર્મળતાનોસંગ મળતાં,જીવનેશાંન્તિ પણ મળી જાય
જીવની કેડીછે કર્મનાબંધન,જગે સમજદારને સમજાય
આવીઅવનીપર મુંઝાતા,જીવતો દેહના બંધને બંધાય
.                 …………………શાંન્તિ સંગે ઉજ્વળ જીવન.
સરળતાની શીતળ કેડીને,દેહે સાચીભક્તિએ મેળવાય
શ્રધ્ધા ભક્તિની નિર્મળ રાહે, જીવને સંતોષ મળી જાય
મળેસંસ્કાર જીવનમાંદેહને,ત્યાં નિશ્વાર્થ જીવન જીવાય
અંતદેહનો ઉજ્વળબનતાં,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.               …………………..શાંન્તિ સંગે ઉજ્વળ જીવન.

+++++++++++++++++++++++++++++++++++

December 30th 2012

ચરણ સ્પર્શ

.                        ચરણસ્પર્શ

તાઃ૩૦/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કારના શીતળ સંગે રહેતા,જીવનમાં શાંન્તિ મળી જાય
વંદનકરીને ચરણ સ્પર્શતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
.                        …………………..સંસ્કારના શીતળ સંગે.
સંતાનને સ્નેહ મળે માબાપનો,જ્યાં વંદન પ્રેમથી થાય
માબાપનોપ્રેમ પારખી લેતાં,સંતાનને હૈયે આનંદ થાય
શ્રધ્ધારાખી મહેનત કરતાં,મળેલ આશીર્વાદને સમજાય
સુખ શાંન્તિના વાદળ વરસતાં,આ જીવન ઉજ્વળ થાય
.                        ……………………સંસ્કારના શીતળ સંગે.
સંતોનો સહવાસ મળે જીવને,જ્યાં ચરણોમાં વંદન થાય
પરમાત્માની કૃપાએ,મળેલ દેહનો જન્મ સફળ થઈ જાય
અખંડઆનંદ અંતરમાં રહે,ને મળેલ જીવન પણ મહેંકાય
જલાસાંઇનાચરણે સ્પર્શતા,જીવને ભક્તિમાર્ગ મળી જાય
.                         …………………..સંસ્કારના શીતળ સંગે.

================================

 

December 30th 2012

જ્યોતી

.                      .જ્યોતી

તાઃ૩૦/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ એનું છે જ્યોતી,પણ એ એકજ આંખથી જોતી
બીજી આંખ હતી તેની ગુમ,જ્યાં પડી ગયાતા ફુલ
.                         ………………નામ એનું છે જ્યોતી.
સાંભળતા કોઇની વાણી,એ મનથી જ લેતી જાણી
ના તકલીફ કોઇનેય એદેતી,સમજી શાનથી લેતી
અણસારમળે જ્યાંહવાનો,ત્યાં બારીઓબંધ કરતી
મુખને બંધ રાખી સમયે,બંધ આંખે એસમજી લેતી
.                     ………………….નામ એનું છે જ્યોતી.
સીધી નજરથી એ જોતી,ના આડુ અવળુ એ ખોતી
મેળવીલેતી એ મનથી,જેવસ્તુ જોઇએતેને તનથી
કળીયુગપર ના નજરપડે,ત્યાં મનનેશાંન્તિ મળતી
જલાસાંઇને પ્રાર્થનાકરતાં,સંતનીકૃપાનેપામી લેતી
.                    …………………..નામ એનું છે જ્યોતી.

*********************************************

 

December 19th 2012

કુદરતની કેડી

.                      .કુદરતની કેડી

તાઃ૧૯/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયે શીતળતા મળે જીવનમાં,ને ભક્તિ માર્ગે સુખધામ
કુદરતની આ અજબકેડી,જે જીવને દેહે દઈ જાય છે કામ
.                 ………………….સમયે શીતળતા મળે જીવનમાં.
ઉજ્વળતાના વાદળની લહેરે,મોહમાયા દુર ભાગી જાય
શાંન્તિનો સહવાસરહેતા જીવનમાં,પાવનકર્મ થતા જાય
મળેઅણસાર ભક્તિનો જીવે,જ્યાં જલાસાંઇનીદ્રષ્ટિ થાય
નિર્મળતાનો સંગ મળતાં જગે,કુદરતની કેડી મળી જાય
.                …………………..સમયે શીતળતા મળે જીવનમાં.
આધી વ્યાધીને આંબી લેતાં,જીવને સદમાર્ગ મળી જાય
મુંઝવણ કદી નાઆવે બારણે,એ કુદરતની કૃપાકહેવાય
સુખશાંન્તિના વાદળ ઘેરાતા,જીવને અનંત શાંન્તિ થાય
સાચી ભક્તિનો સંગ મળતાં,દેહે પાવન કર્મે જીવ દોરાય
.                 …………………..સમયે શીતળતા મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++

November 6th 2012

શ્રધ્ધાનુ ફળ

.                      શ્રધ્ધાનુ ફળ

તાઃ૬/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં રાખી શ્રધ્ધા કરતાં,સૌ કામ સરળ  થઈ જાય
મળી જાય સફળતા જીવનમાં,જે લાયકાતે મેળવાય
.                ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી મનથી ભક્તિ કરતાં,જલાસાંઇ  હરખાય
મળીજાય કૃપા સાચાસંતની,ત્યાંજીવન ઉજ્વળ થાય
આધી વ્યાધી નાઆવે બારણે,શાંન્તિ સદા મળી જાય
કરુણાસાગર છે અતિ દયાળુ,મળતી કૃપાએ સમજાય
.               …………………..મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધારાખી ભણતરકરતાં,મા સરસ્વતીની કૃપા થાય
દરેક વર્ષે ઉજ્વળ સોપાને,લાયકાતની ઇજ્જત  થાય
મળેસન્માન ભણતરમાં,જેજીવનમાં સફળતાદઈજાય
માનવજીવન સાર્થક બનતાં,માન સન્માન મળી જાય
.                 ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી સદમાર્ગ લેતા,માતા લક્ષ્મીની કૃપા થાય
મળીજાય મનનેશાંન્તિ જીવનમા,એ લાયકાતકહેવાય
પુંજામાતાની પ્રેમથીકરતાં,જીવનમાં ધનની વર્ષાથાય
નામાગણી નામોહ રહેજીવનમાં,જ્યાંમાતાની કૃપાથાય
.                   ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.

******************************************

October 31st 2012

આંબા ડાળ

.                        આંબા ડાળ

તાઃ૩૧/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંબા ડાળે કેરી પાકતાં જ,ડાળખુ એ નમી જાય
પાવન કર્મની કેડી લેતાં,આ જીવન સુધરી જાય
.                 ………………..આંબા ડાળે કેરી પાકતાં જ.
જગમાં જીવન પ્રેમથીજીવતાં,પાવનકર્મ થતાં જાય
મોહમાયાના વાદળ છુટતાં,કરુણા સાગરમળી જાય
જલાસાંઇનો પ્રેમઅનેરો,જીવનમાંશાંન્તિ આપીજાય
મળે કૃપા સાચા સંતની,નિર્મળ રાહ પણ મળી જાય
.               ………………….આંબા ડાળે કેરી પાકતાં જ.
આંબાડાળે જો સડો લાગેતો,ડાળખુ તુટવા નમીજાય
નાઆધાર રહે જ્યાં આંબાને,અંતે એ કોવાઇ જ જાય
જીવને છે આધાર પ્રભુનો,જે સાચીભક્તિએ મેળવાય
સાથ મળે જ્યાં જલાસાંઇનો,ના આભ પણ અથડાય
.                 …………………આંબા ડાળે કેરી પાકતાં જ.

#############################

« Previous PageNext Page »