September 27th 2012
. મળેલપ્રેમ
તાઃ૨૭/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી મળતો પ્રેમ જીવનમાં,દેહનેઆનંદ આપી જાય
શીતળ સ્નેહનીજ્યોતમળતા,પાવનકર્મ જીવનમાં થાય
. ………………….મનથી મળતો પ્રેમ જીવનમાં.
મળતા પ્રેમ માબાપનો,સંતાનનું આ જીવન સુધરી જાય
પ્રેમથી પગને સ્પર્શ કરતાં,માબાપના હૈયે જઆનંદ થાય
સાચી રાહ મળી જતાં જીવને,ઉજ્વળ જીવન મળતું જાય
માગણી મોહઅનેમાયાની છુટતાં,નિર્મળ જીવનમળી જાય
. …………………..મનથી મળતો પ્રેમ જીવનમાં.
સાચી શ્રધ્ધાએ સંતને વંદન કરતાં,આશીર્વાદ વર્ષી જાય
સ્નેહ મળતાં સંગાથીઓનો,અદભુત શાંન્તિય મળી જાય
વાણી વર્તનને સાચવી લેતાં,સૌનો પ્રેમ સાચો મળી જાય
જન્મ મળેલ જીવને અવનીએ,સ્વર્ગીય સુખ આપી જાય
. ……………………..મનથી મળતો પ્રેમ જીવનમાં.
++++++++++++++++++++++++++++++++++
September 1st 2012
. .સાચો માનવી
તાઃ૧/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આધી વ્યાધી આંબી જાણે,એ જ સાચો માનવ કહેવાય
દેખાવનાવાદળ દુર કરે જ્યાં,ત્યાંજ હિંમત આવી જાય
. …………………..આધી વ્યાધી આંબી જાણે.
અવનીપરનુ આગમન એ તો,કર્મનું બંધન છે કહેવાય
મળે સગા સંબંધી જીવને દેહે,એ સગાસંબંધી સમજાય
આવતીકાલની રાહ ના જોતા,આજને પકડીને ચલાય
મળી જાય જીવને સાથ સૌનો,ના આશા કોઇ જ રખાય
. ……………………આધી વ્યાધી આંબી જાણે.
સરળતાના જ્યાંવાદળ વર્ષે,ત્યાં પ્રેમપાવન થઈ જાય
નિર્મળતાનોસંગ મળતા જીવને,જલાસાંઇનીકૃપા થાય
આવી આંગણે માનવતા રહેતા,મોહ માયા ભાગી જાય
ઉજ્વળ જીવનમળી જતાં,મળેલ જન્મ સફળ થઈજાય
. …………………….આધી વ્યાધી આંબી જાણે.
========================================
August 30th 2012
. .આંગણે આવ્યા
તાઃ૩૦/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવ્યા પ્રેમ લઈને,ત્યાં મન મારુ હરખાય
શીતળતાનો સંગ મળતાં,મારુ જીવન પાવન થાય
. ………………….આંગણે આવ્યા પ્રેમ લઈને.
સ્નેહભરેલા પ્રેમેપધાર્યા,અમારુ નસીબ એ કહેવાય
લાગણી કેરી કેડી મળતાં,મારો જન્મ સફળ દેખાય
પરમકૃપાળુ જલાસાંઇથી,મારું જીવન નિર્મળ થાય
શાંન્તિ આવી મળે જીવને,ત્યાં સર્વ સુખ મળી જાય
. ……………………આંગણે આવ્યા પ્રેમ લઈને.
કુદરતની આ અજબ દ્રષ્ટિ,અનુભવથી જ મેળવાય
પ્રેમ મળે સૌ સંગીનો દેહને,ત્યાં મનને શાંન્તિ થાય
આવ્યા પ્રેમનીગંગા લઈને,આઘર પાવન થઈ જાય
મુક્તિમાર્ગની સીડીમળતાં,આ જન્મ સફળપણ થાય
. …………………..આંગણે આવ્યા પ્રેમ લઈને.
************************************************
August 27th 2012
. .શીતળ સંગાથ
તાઃ૨૭/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતા જીવન મળે,ને દેહે કર્મ બંધન અડી જાય
ના અપેક્ષા જીવની રહે,જ્યાં શીતળ સંગાથ મળી જાય
. ………………….જન્મ મળતા જીવન મળે.
મન,કર્મ,વચનને વાણી,ના જગતમાં કોઇ જીવથી અજાણી
અવનીપરના આગમનસંગે,બંધન સૌ જીવોને એ કરનારી
દેહ મળે જ્યાં માનવીનો જીવને,કર્મથી ગતી એજ કરનારો
મળે માયા મોહ દેહને જ્યારે,ના જગતમાં કોઇ છટકનારો
. …………………..જન્મ મળતા જીવન મળે.
શીતળ સંગાથ મળતાં જીવનમાં,સૌનોય સાથ મળી જાય
પરમ કૃપાળુ પરમાત્માની દ્રષ્ટિએ,પાવન રાહ મળી જાય
અંતરથી જ્યાં ઓળખપ્રભુની,જીવથી ભક્તિકેડી મેળવાય
અંતઆવતા દેહનોઅવનીએ,મુક્તિમાર્ગ જીવને મળીજાય
. …………………….જન્મ મળતા જીવન મળે.
===================================
August 23rd 2012
અદભુત લીલા
તાઃ૨૩/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોઇ જગતમાં કૃપા પ્રભુની,ના સમજણથી સમજાય
નિર્મળતાનો સંગ રાખતાં,વણ માગેલુ ય મળી જાય
. …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
માયાની એક કેડી અનેરી,ના કોઇનાથી ય છટકાય
મળે એ માનવતાના સંગે,જ્યાં નિર્મળતા સચવાય
કળીયુગના સહવાસમાં રહેતાં,પળેપળ ના છોડાય
એક પળ જો છટકી ગઈ તો,મુંઝવણો આવી જાય
. …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
સથવારો સંસારમાં સૌનો,તેમાંથી કદીના છટકાય
ભક્તિની છે કેડી અનેરી,જે પાવનરાહ આપી જાય
મળેલમાનવદેહ અવનીએ,ત્યાંસમજણ મળી જાય
સમયનેપકડી પુંજનકરતાં,દેહે ભક્તિ ઉજ્વળ થાય
. …………………..જોઇ જગતમાં કૃપા પ્રભુની.
.+++++++++++++++++++++++++++++++++++.
August 21st 2012
.
.
.
.
.
.
.
.
. .અમેરીકન ભક્ત
તાઃ૨૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા મને ના કાયાની,મને ભક્તિમાં વિશ્વાસ
પરમાત્માને હુ ઇસુ કહુ,કે લઉ હું રામનુ નામ
. …………………માયા મને ના કાયાની.
આવતા આંગણે હિન્દુના,જયશ્રી કૃષ્ણ બોલાય
માળા હાથમાં રાખીને,ભક્તિ ભજન પણ થાય
આત્માનો વિશ્વાસ પ્રભુથી,ઇસુ કહો કે ભગવાન
શ્રધ્ધા મારી અતુટ મનથી,ના છે કોઇ ભેદભાવ
. ………………….માયા મને ના કાયાની.
અવનીને ના ઓળખે જીવ,એજ મહાનતા કહેવાય
જન્મ લીધો આ ધરતી પર,તોય પરમાત્મા પુંજાય
અજબતાકાત આજીવની,જે વત્સલદાસ ઓળખાય
થાય આનંદનીવર્ષા ધરમાં,જ્યાં ભક્તિ આવી થાય
. …………………. માયા મને ના કાયાની.
.*************************************************
August 3rd 2012
. .જીવનની સરળતા
તાઃ૩/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવે દોડી ઉપાધી,નાસરળ જીવને સમજાય
એક ઉપાધીને સમજતાં,જીવનમાં બીજી આવી જાય
. ………………….ક્યાંથી આવે દોડી ઉપાધી.
જન્મ મળતા જીવને અવનીએ,બંધન દેહે છે બંધાય
કર્મનીકેડી અજબ નિરાળી,જે જીવને દેહ મળે સંધાય
સમજણજીવની સાચીસરળ છે,જે ભક્તિમાર્ગે લેવાય
મળીજાય માયાપ્રભુની જીવને,મુક્તિમાર્ગ મળીજાય
. ……………………ક્યાંથી આવે દોડી ઉપાધી.
માગ્યુ ના માબાપથી જેણે,કે ના અપેક્ષાની કોઇ રાહ
મળી જાય અંતરથી દેહને,જે સાચો પ્રેમ જ કહેવાય
સરળજીવનની આરાહે,જીવથીશાંન્તિસદામેળવાય
મુક્તિમાર્ગ જલાસાંઇ ખોલે,ત્યાંજન્મસફળથઈજાય
. …………………..ક્યાંથી આવે દોડી ઉપાધી.
++++++++++++++++++++++++++++++++++++
July 21st 2012
. .એક જ શ્રધ્ધા
તાઃ૨૧/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી,માનવમન મહેંકાય
ના માગણી કોઇ રહે જીવનમાં,એ સાચી રાહ કહેવાય
. ……………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
અલ્લા ઇશ્વર એક સમજતાં,જગે માનવજીવ મલકાય
શાંન્તિનોસહવાસ મળતાં,મળેલ જન્મસફળથઇ જાય
ઇશ્વરનીજેમ કૃપામળે જીવને,તેમ અલ્લાથી મેળવાય
જન્મસફળની કેડીમળતાં,માનવજન્મ સફળથઈજાય
. …………………શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
નિરાધારનો આધાર પ્રભુ છે,તેમ અલ્લાથીય સહેવાય
રાખી શ્રધ્ધા મળેલ દેહથી,એ જ સાચી ભક્તિ કહેવાય
અંત દેહનો ઉજ્વળ થાય,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
સંગરાખતા શ્રધ્ધાનો જીવનમાં,અનેક ભવો છુટી જાય
. ………………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
+++++++++++++++++++++++++++++++++++++
July 20th 2012
. .સાચી શ્રધ્ધા
તાઃ૨૦/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહને પકડી ચાલતાં,આંખો ભીની થઇ
પ્રેમનીચાદર દેહને મળતાં,આનંદ આવ્યો અહીં
જ્યાં શ્રધ્ધા સાચી રહી,ત્યાંજ પ્રીત પરખાઇગઈ
નિર્મળતાના વાદળ જોતાં,જીવનેય શાંન્તિ થઈ
કળીયુગીમાયા દુર મુકતાં,ના આશા કોઇજ રહી
જાતપાતનામોહને મુકતા,જલાસાંઇથી પ્રીતથઈ
શાંન્તિજીવને સંગીજાતા,જગેપ્રેમની ઓળખથઈ
. ………………..જ્યાં શ્રધ્ધા સાચી રહી.
અવનીપર નામાગ મને જીવે,કર્મની સાંકળ જોઇ
મળી રાહ બંધનમાં જગે,ત્યાંજ સાચી સમજ થઈ
ઉજ્વળ કેડી મળી જીવને,જ્યાં ભક્તિ સાચી થઈ
અંતરમાં આનંદ અનેરો,જે જીવને આનંદદે અહીં
. ………………….જ્યાં શ્રધ્ધા સાચી રહી.
==================================
July 19th 2012
. જન્મમરણની જ્યોત
તાઃ૧૯/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મરણ હાથમાં ના માનવીના,સમય આવે આવી જાય
સારા કર્મને સંભાળતાં,દેહના સંસ્મરણો જગે રહીજાય
. …………………મરણ હાથમાં ના માનવીના.
કૃપા થતાં પરમાત્માની જીવે,માનવ જન્મ મળી જાય
કરેલ કર્મ બંધન છે જીવના,જગે સંબંધોથી સમજાય
કદીક ન કલ્પેલ સહવાસે,મળેલ જન્મસફળ થઈજાય
અવનીનાઆગમને અંતે,જીવને સુખશાંન્તિ મળીજાય
. …………………..મરણ હાથમાં ના માનવીના.
સુખદુઃખનીસાંકળ સૌને વળગે,નાકોઇ દેહથી છટકાય
સરળતાનેસાથે રાખીજીવતાં,કોઇતકલીફ નાઅથડાય
મળે પ્રેમ જીવનમાં અનોખો,જે સત્કર્મોથી જ મેળવાય
આફતનોનાસંકેતરહે,જ્યાંજીવથીભક્તિમાર્ગ મેળવાય
. …………………..મરણ હાથમાં ના માનવીના.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=