July 13th 2012
. .લાયકાતે મળે
તાઃ૧૩/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહને પામવા આજે,મન મારું હરખાય
મળશે આશા એજછે જીવની,અપેક્ષા જ કહેવાય
. ……………….શીતળ સ્નેહને પામવા આજે.
વાણી વર્તન સાચવી જીવતાં,ઉજ્વળ રાહ દેખાય
અપેક્ષાના વાદળહટતાં,જીવથી સરળતા સહેવાય
આશીર્વાદની રાહમળતાં,વડીલને પ્રેમેવંદન થાય
મળે કૃપાજલાસાંઈની,એજીવની લાયકાતકહેવાય
. ………………..શીતળ સ્નેહને પામવા આજે.
ભણતર છે જીવનનુ ચણતર,પાવનમાર્ગ મળીજાય
ઉજ્વળજીવનની કેડીન્યારી,સાચીમહેનતે મેળવાય
મનની મુંઝવણ ભાગે દુર,નામળે દેહને દુઃખના પુર
શાંન્તિચાલે સંગે જીવનમાં,નેઉજ્વળતા નારાખે દુર
. ………………..શીતળ સ્નેહને પામવા આજે.
@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*
July 5th 2012
. સહવાસ
તાઃ૫/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઝાકળ મળે જોજીવને,તો દેહને સરળતા મળીજાય
મોહમાયાના બંધન એ તો,જીવના સંબંધે સહેવાય
. ………………ઝાકળ મળે જો જીવને.
કર્મબંધને જીવ જકડાતા,અવનીએ આગમન થાય
સત્કર્મોની એક કેડીએજ જગે,જીવ જાગૃત થઈજાય
શાંન્તિનોસહવાસ મળતાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
માનવતાનીમહેંક સંગે,મળેલજન્મપાવન થઈ જાય.
. …………………ઝાકળ મળે જો જીવને.
એક અણસાર મળે જીવને,જે ધન્ય જીવનકરી જાય
મળે પ્રેમની એકબુંદ જીવનમાં,સાચીરાહ મળી જાય
મુક્તિનો સંકેત મળે સંતથી,જ્યાં ભક્તિ સાચી થાય
સરળજીવનની રાહમળતાં,જીવનોઉધ્ધાર થઈ જાય
. ………………..ઝાકળ મળે જો જીવને.
=====================================
June 25th 2012
. ક્યાં હોય?
તાઃ૨૫/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શોધવા દીવો લીધો હાથમાં,જ્યાં મનમાં મુંઝવણ હોય
ક્યારે મળશે ને ક્યાં મળશે,એજ વ્યાધી જીવનમાં હોય
. ……………….શોધવા દીવો લીધો હાથમાં.
ક્યાં મળે આશીર્વાદ જીવનમાં,એની સમજણ ના હોય
માયા શોધવા નીકળે માનવી,જ્યાં મોહ જ ફરતો હોય
સાચોસ્નેહ નામળી શકે જીવને,જે કળીયુગે રહેતો હોય
નામળે પ્રેમ જીવનમાંય તેને,જ્યાં નાકૃપા પ્રભુની હોય
. …………………શોધવા દીવો લીધો હાથમાં.
લઈલીધી જ્યાં વાંકીકેડી જીવનમાં,ત્યાં તકલીફો હોય
તિરસ્કારની સાંકળને મેળવતાં,નાકૃપાય મળતી હોય
માનવજીવનસાર્થક બનેદેહનું,જ્યાં ભક્તિ સાચી હોય
મળીજાયછે કૃપા જલાસાંઇની,જ્યાં શ્રધ્ધા ફળતી હોય
. ………………..શોધવા દીવો લીધો હાથમાં.
=======================================
June 18th 2012
. .લખેલ કર્મ
તાઃ૧૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતાંપ્રેમ પ્રભુનો જીવને,કર્મની કેડી મળી જાય
અવનીપરના આગમનથી,જીવે કર્મ લખાતાજાય
. ……………….મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
સુગંધ પ્રસરે પ્રેમની જગે,જે સત્કર્મોથી જ સંધાય
જલાસાંઈની ભક્તિ કેડીએ,પરમાત્મા રાજી થાય
માગણી પ્રેમ પ્રભુથી કરતાં,જન્મ સફળ થઇ જાય
કર્મના બંધન જીવની સંગે,જે સદગતિ દઈ જાય
. ………………. મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
નિરાધારનો આધાર પ્રભુજી,વાણી વર્તનથી દેખાય
ભક્તિનો છેસંગઅનેરો,જીવેઆધી વ્યાધીથીબચાય
સાચી રાહ મળે જીવને જ્યાં,ના ખોટો પ્રેમ ઉભરાય
કૃપાની કેડી જીવને મળે,જ્યાં કર્મ સારા લખેલહોય
. ………………… મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
+++++++++++++++++++++++++++++++++++++++
June 15th 2012
. મંદીરના દ્વાર
તાઃ૧૫/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને,અનંત શાંન્તિ મળી જાય
પામર જીવને સદમાર્ગ મળે,ત્યાં જન્મ સફળથઈ જાય
. ………………..પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
સરળ જીવનમાં સાથ મળે,જ્યાં જીવ ભક્તિમાર્ગે જાય
સંસારનો સંબંધ સાચવી ચાલતાં,વ્યાધી ના અથડાય
પ્રભુ કૃપાએ લાયકાત જીવની,ત્યાં મંદીર ઘરમાં થાય
જલાસાંઇની મળતાં કૃપા,ઘરમંદીરના દ્વાર ખુલી જાય
. ………………….પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
ના દાન પેટીના મોહ પ્રભુને,કે ના ટીલા ટપકાના ખેલ
મન વિચારને વાણી સાચવી,ત્યાં મળે શાંન્તિના મહેલ
સમયને સમજી ચાલતા,જીવને મળીજાય પવિત્ર વ્હેણ
આવી આંગણે પરમાત્મા રહે,એજ સાચી ભક્તિની દેણ
. …………………પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
++++++++++++++++++++++++++++++++++++
June 8th 2012
. .જીવની આશા
તાઃ૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મરતાં જીવને માયા નાવળગે,ના દેહના રહે કોઇ મોહ
કળીયુગની આજ અક્ળલીલામાં,જીવને લાગે છે લોભ
. ……………….મરતાં જીવને માયાના વળગે.
દેનારાની આઅજબ દુનીયા,લાભની ઇચ્છાના હોય મહેલ
એક દેતા અનેકની અપેક્ષા,એ જ જીવ પર કળીયુગી ખેલ
મોહની સાંકળ મળે જીવને,કળીયુગે કોઇથીય ના છટકાય
મળેજીવને સદગતીપ્રભુથી,જ્યાંસાચીભક્તિરાહમળીજાય
. ………………..મરતાં જીવને માયાના વળગે.
દેહનીમાયા વળગેજીવને કળીયુગે,જ્યાંભક્તિપ્રેમ ના હોય
આડીઅવળી કદીક આંટીધુંટીએ,જીવ લબદાયેલ પણહોય
મળે જીવનેય માર્ગ સાચો,જેણે જીવનમાં ઉજ્વળ રાહ જોઇ
આજકાલને તડછી દેતાં જ,જીવને મુક્તિરાહ મળી જ હોય
. ………………..મરતાં જીવને માયાના વળગે.
=======================================
June 8th 2012
. .છોડાવો
તાઃ૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલાસાંઇને પ્રાર્થના જીવની,કળીયુગની ના મળે મહેર
મળીજાય જીવને જોએક,સુખશાંન્તિની ભાગે ત્યાં લહેર
. ………………જલાસાંઇને પ્રાર્થના જીવની.
અવનીપરના આગમને જીવને,સતયુગમાં મળે પ્રભુપ્રેમ
આધી વ્યાધીની હેલી ભાગે,ને મળી જાય શાંન્તિના વ્હેણ
ના વ્યાધી કોઇ બારણે આવે.કે ના કોઇ ઉપાધીય દેખાય
સર્વશાંન્તિના વાદળવરસે,અવનીએ સાર્થક જન્મલેવાય
. ………………..જલાસાંઇને પ્રાર્થના જીવની.
કાતર ફરે જીવનમાં પળેપળ,એજ કળીયુગની છે લહેર
સાંન્તિ શોધવા અહીંતહીં ફરતાં,જીવન વ્યર્થ થાય એમ
કૃપા થાય જ્યાં સાચાસંતની,મલે જીવને મુક્તિનીરહેમ
આવીપ્રેમ મળે અવનીએ,એ જ સાચી પ્રભુભક્તિનીદેણ
. ………………..જલાસાંઇને પ્રાર્થના જીવની.
*઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼*
June 2nd 2012
. .મુક્તિ
તાઃ૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંત દેહનો આવે ત્યારે,સંત જલાસાંઇના દર્શન થાય
મુક્તિ આવી મળે જીવને,મળેલ જન્મસફળ થઈજાય
. …………….અંત દેહનો આવે ત્યારે.
કર્મની કેડી પકડી ચાલે,એને જીવના બંધન કહેવાય
સમયનેસમજી જીવનજીવે,જ્યાં જીવભક્તિએ સંધાય
માયામોહને પડે લાકડી,જ્યાંસાચી પ્રભુકૃપા થઈજાય
આવી મળે સન્માન દેહને,એથી જન્મ સફળથઈ જાય
. ……………….અંત દેહનો આવે ત્યારે.
આજકાલની ના રામાયણ,જ્યાં સાચી શ્રધ્ધા મળી જાય
પળપળને પારખીલેતાં જીવને,ના આધીવ્યાધી લેવાય
આવી આંગણે સસ્કા મળે,ને દેહના વર્તનથી સુખ થાય
જલાસાંઇની ભક્તિકરતાં,અવનીએ જીવને આનંદથાય
. …………………અંત દેહનો આવે ત્યારે.
+++++++++++++++++++++++++++++++++++++
May 18th 2012
. .મહેંર દીઠી
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનુભવથી અજ્ઞાન માનવી,અહીં તહીં ભટકી જાય
સાચી કેડી મળે સહવાસથી.જે જન્મ સફળકરીજાય
. ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
આંધીનો અણસાર મળે જીવને,સરળ જીવન કરી જાય
કર્મ બંધન ના કોઇ યુગે છુટે,એ તો જીવથીજ છે સંધાય
થતાં કામનો સાથ મળે,જે જીવને સરળતા આપી જાય
કુદરતની એમહેંર દીઠીમેં,જે સાચી શ્રધ્ધાએમળી જાય
. ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
સુખદુઃખની છે સાંકળ ન્યારી,જે અનુભવે જ મળી જાય
કરેલ કર્મની સીધી સાંકળ,જીવને સદમાર્ગેજ લઈ જાય
મોહમાયાની કાતર એવી,જીવના સદકર્મોથી છટકાય
મળીજાય જીવનમાં દેહે,ત્યાં જીવ જન્મોજન્મ ભટકાય
. …………………અનુભવથી અજ્ઞાન માનવી.
====================================
May 12th 2012
. .સાચી સેવા
તાઃ૧૨/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં જે ઉમંગ આપે,ને મનને શાંન્તિ દઇ જાય
સાચીસેવા એજીવનમાં,જે જીવને મોક્ષ આપી જાય
. ………………. અંતરમાં જે ઉમંગ આપે.
માયા વળગે દેહે જીવનમાં,કળીયુગમાં એછે અપાર
મળે નામુક્તિ કોઇ જીવને,એજ સાચી માયા કહેવાય
શાંન્તિનો સહવાસમળે દેહને,જે જીવને રાહતે દેખાય
સેવાની આ સાંકળ ન્યારી,સાચી ભક્તિએ મળી જાય
. ………………અંતરમાં જે ઉમંગ આપે.
તનમનને જે જકડી રાખે,જગમાં કોઇથી ના છટકાય
સાધુ સંત કે હોય ભિખારી,સૌને કળીયુગે મળી જાય
મુક્તિમાર્ગ નામળે માગતા,જે સાચી સેવાએ લેવાય
જલાસાંઇએ રાહ દીધો મને,મારુ જીવન પાવનથાય
. ……………….. અંતરમાં જે ઉમંગ આપે.
===================================