May 7th 2012
. પકડ સમયની
તાઃ૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે જ્યાં અવનીપર,ત્યાં સમયથી બંધન થાય
સાધુ સંત કે પ્રભુ અવતારથીય,ના સમયને પકડાય
. ……………….દેહ મળે જ્યાં અવનીપર.
કર્મના બંધન જીવને સંકેતે,એ દેહ મળતાંજ સમજાય
મળે માનવ દેહ જીવને જ્યાં,ત્યાં મુક્તિ માર્ગ દેખાય
સાચી રાહ મેળવવા જગતમાં,ભક્તિ માર્ગ મેળવાય
સુખદુઃખની સાંકળથીછુટવા,જલાસાંઇનુ સ્મરણથાય
. ……………….દેહ મળે જ્યાં અવનીપર.
ભણતરની કેડી પકડવા,બાળપણમાં જ મહેનત થાય
ફળમળે મહેનતનુ જીવનમાં,જે લક્ષ્મીજીથી મેળવાય
ઘડપણ જ્યાં બારણુ ખખડાવે,ત્યાં સાચી ભક્તિ થાય
અંતમળે દેહનેઅવનીથી,ત્યાં પરમકૃપા પ્રભુની થાય
. ………………દેહ મળે જ્યાં અવનીપર.
================================
May 2nd 2012
. .સુખ શાંન્તિ
તાઃ૨/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગણી માનવીની જીવનમાં,પરમાત્માને ચરણે જઈ
સુખશાંન્તિને વૈભવમળે,નાજીવનમાં બીજી આશા રઇ
. ………………માગણી માનવીની જીવનમાં.
મુખે રામ ને હાથમાંમાળા,તોય નાછુટે જીવનના લારા
કળીયુગી દેખાવની દુનીયા,ભગવા કપડાયેય ભટકાય
મળે મનને શાંન્તિદેહે,જ્યારે માનવજીવન સાર્થક થાય
કર્મ વચન ને વર્તન સાચવતા,સુખ શાંન્તિજ મળીજાય
. ……………….માગણી માનવીની જીવનમાં.
મળશે જીવનેશાંન્તિ જીવનમાં,જ્યાં માનવદેહ સમજાય
સાર્થક જીવન કરવા કાજે,જગમાં માનવતાનેજપકડાય
સંતાનને કેડી મળે માબાપથી,જ્યાં ભક્તિપ્રીત થઇ જાય
આવીઆંગણે પ્રભુ જ્યાં માગે,ત્યાં જીવનેમોક્ષ મળીજાય
. ……………….માગણી માનવીની જીવનમાં.
###################################
May 1st 2012
. .પકડેલી કેડી
તાઃ૧/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મળે અવનીએ,અનેક જન્મો બાદ મેળવાય
જીવે કરેલ કર્મના એ બંધન,જે પવિત્ર કેડીએ જ સમજાય
. ……………..માનવજીવન મળે અવનીએ.
પશુપક્ષીની પ્રીત તડપતી,ના લાંબી જીવનમાં ચાલી જાય
મળે પલ માત્ર પ્રેમ બીજાનો.જે ઘડીકમાં જ પુરો થઈ જાય
પાંખો એ અણસાર છે તેનો,જે સમય સમજીનેજ ઉડી જાય
માળાનું ના બંધન છે એમને,એતો ઘડીકમાં બદલાઇ જાય
. ………………માનવજીવન મળે અવનીએ.
અવની પરના આગમને,માનવ દેહને સમજ મળી જાય
આવી બારણે પ્રભુ ભાગે,સાચી કેડીને જીવનમાં પકડાય
મોહમાયાના જ્યાં વાદળ છુટે,પ્રભાત ત્યાં ઉજ્વળ થાય
પકડેલી પવિત્રકેડી જીવનમાં,જીવને સાચીરાહ દઈજાય
. ………………..માનવજીવન મળે અવનીએ.
===================================
April 29th 2012
. .સગપણ સાચુ
તાઃ૨૯/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો જીવને જન્મ અવનીએ,જે કર્મ થકી સમજાય
અવનીપર મળતા દેહથી,સગપણ સાચું મળી જાય
. ……………….મળ્યો જીવને જન્મ અવનીએ.
કલમ કુદરતની ન્યારી,જીવને ધીમે ધીમે સમજાય
ભક્તિ સાંકળને પકડીલેતાં,ના આફત કોઇ ભટકાય
કર્મબંધનનો સંબંધ અનેરો,જે સમજતા સરળ થાય
આવીમળે આશીશ પ્રભુની,સઘળી ચિંતા ચાલીજાય
. ……………..મળ્યો જીવને જન્મ અવનીએ.
મારુ તારુની પરખ દેહને,જે અવનીએ જ મળી જાય
જન્મ મળતાં જીવને જગે,માબાપનો પ્રેમ મળી જાય
સંતાન કેડી બને નિર્મળ,જે લોહીના સંબંધેજ બંધાય
મુક્તિમાર્ગમળતાંજીવને,જગતનાસગપણ છુટીજાય
. …………….મળ્યો જીવને જન્મ અવનીએ.
++++++++++++++++++++++++++++++++++++===
April 20th 2012
. .થયો નિરાધાર
તાઃ૨૦/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારા પ્રેમની પાછળ પાગલ રહેતા.બની ગયો હું નિરાધાર
ભક્તિપ્રેમની સાચી રાહ મળતાં,જીવને મળી ગયો આધાર
. ……………..તારા પ્રેમની પાછળ પાગલ.
છાનુ છપનું પકડી ચાલતાં,જીવન કરી શકે ના કોઇ સાદ
એક પકડતાં બીજુ છટકે ત્યારે,ના મળેય જીવનમાં સાથ
મૃત્યુ આવે આંગણે જ્યારે,દેહને ના સાથ મળે જગમાંય
અંત આવે દેહના જીવનનો,જે જન્મોજન્મ ભટકીજ જાય
. ………………તારા પ્રેમની પાછળ પાગલ.
પકડી કેડી પાવન કરવા જીવે,મરણ પણ દઈ દે છે સાથ
નાઆધી કે વ્યાધીઆવે જીવનમાં,જન્મ સફળ થઈ જાય
જલાસાંઇની પાવન કેડી,જે સાચી માનવતા આપી જાય
નિરાધારને મળે આધાર જગતમાં,સ્નેહસાંકળ મળીજાય
. ……………….તારા પ્રેમની પાછળ પાગલ.
++++++++++++++++++====================
March 2nd 2012
સંકટહારી
તાઃ૨/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને વળગે ઝંઝટ ત્યારે,જ્યારે અવનીએ આવી જાય
કર્મવર્તન સંગેછે ચાલે,જ્યાં દેહનાસંબંધ શરૂ થઈ જાય
………………જીવને વળગે ઝંઝટ ત્યારે.
આવે વ્યાધીઓ દોડી જીવનમાં,જ્યાં દુષ્કર્મો છે ઉભરાય
આફતોનો ના અણસર મળે,એ તો અચાનક આવી જાય
સુખશાંન્તિના દ્વારખુલે દેહના,જ્યાં જલાસાંઇનીપુંજાથાય
આવતી તકલીફ દુર જ ભાગે,જ્યાં સંકટમોચનને ભજાય
……………….જીવને વળગે ઝંઝટ ત્યારે.
કર્મનાબંધન જગેજીવને,નાકોઇ જીવે અવનીએ છટકાય
નિર્મળતાનાવાદળ વર્ષેજીવનમાં,જ્યાં સાંઈભક્તિ થાય
મોહમાયાને કર્મના બંધન,જે જીવને કળીયુગે જ દેખાય
આવે ઉભરો મિનીટ માત્રનો,જે પળમાં જ ખોવાઈ જાય
………………જીવને વળગે ઝંઝટ ત્યારે.
==================================
March 1st 2012
લાંબી કેડી
તાઃ૧/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગતો રહેજે માનવી જીવનમાં,
નહીં તો માયા વળગશે આજ
માનવ જીવન વ્યર્થ બનતાં,
જીવને થઈ જાય અવનીએ સાથ
. ………………..જાગતો રહેજે માનવી.
આંગળી ચીંધી અણસાર મળે,
જે મનથી સમજનારને સમજાય
ડગલું ભરતાં સમજી ચાલતાં,
દેહને નાઆધી વ્યાધી અથડાય
…………….જાગતો રહેજે માનવી.
સંગ થયો જ્યાં માયાનો દેહે,
આફતો આવીને મળી જ જાય
સમજ વિચારને ઢાંકી રાખતાં,
જીવની કેડીઓ બંધાતી જાય
………………જાગતો રહેજે માનવી.
ડગલું ભરતાં મનથી વિચારે,
એ જ સમજણ સાચી કહેવાય
આફતનો અણસાર મળે જીવને,
પણ નાઆફત કોઇ મળી જાય
……………..જાગતો રહેજે માનવી.
===================================
February 27th 2012
. આ સંસ્કાર
તાઃ૨૭/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ,જ્યાં સ્નેહ સંસ્કારને સચવાય
આફતોને આંબી જતાં જીવનમાં,કૃપા જલાસાંઇની થઇ જાય
. ………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.
પગલે પગલાં સમજી ચાલતાં,જીવનમા ના ક્યાંય અટકાય
સરળ જીવનની સફળ કેડીએ,માબાપને આનંદ અનંતથાય
સાચી રીત સંસ્કારની જીવનમાં,દેહના વર્તનથી જ સમજાય
પગે લાગતાં માબાપને આજે,સંતાને આશીર્વાદ વરસીજાય
. …………………ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.
જય જલારામ જય સાંઇરામનું,સ્મરણ નિત્ય જીવનમાં થાય
કૃપાના વાદળ જીવનમાં રહેતા,ના મોહ માયા કોઇ ભટકાય
હાય બાયને દુર ફેંકતાં જીવનમાં,સૌનો સરળપ્રેમ મળી જાય
સુખ શાંન્તિને સરળપ્રેમ સૌનો,જીવે સાચી ભક્તિએ મેળવાય
. ………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.
+++++++++++++++++++++++++++++++++++++++
February 4th 2012
…………………..પ્રેમથી પ્રીત
તાઃ૪/૨/૨૦૧૨ ……………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે પ્રેમ માબાપનો અંતરથી,જીવન ઉજ્વળ થાય
દેખાવની દુનીયા દુર ભાગતાં,જીવને આનંદ થાય
……………………………………મળે પ્રેમ માબાપનો અંતરથી.
મળે પ્રેમ જગતમાં દેહને,જ્યાં વર્તન નિર્મળ થાય
પામર પ્રેમને દુર કરતાં,સ્નેહની સાંકળ મળી જાય
લાગણી મોહને તરછોડતાં,પ્રીત પણ પાવન થાય
આંગણુ ખોલતાં જીવનનું,સફળ જીંદગી થઈ જાય
……………………………………મળે પ્રેમ માબાપનો અંતરથી.
લાગણી એ માનવતા છે,જે થોડી પળ આપી જાય
જીંદગીની કેડીછે લાંબી,સાચી ભક્તિએજ સમજાય
મળીજાય કૃપા જલાસાંઇની,જીવને રાહ મળી જાય
અંત દેહનો ઉજ્વળ બનતાં,એ યાદગાર મુકી જાય
……………………………………મળે પ્રેમ માબાપનો અંતરથી.
++++++++++++++++++++++++++++++++++++
October 31st 2011
. એક ટકોર
તાઃ૩૧/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવન છે સમજદારનું,જે તેના વર્તનથી દેખાય
એક ટકોરને પારખીલેતાં,જીવનો જન્મસફળ થઈ જાય
. …………….સરળ જીવન છે સમજદારનું.
ભણતર એ જીવનનો પાયો,બાળપણથી જ મળી જાય
કેડીપકડી સમજીલેતાં,આવતીકાલ પણ ઉજ્વળ થાય
ટકોરમળે જ્યાં શિક્ષકની,ત્યાંજ લાયકાત મળતી જાય
મહેનત મનથી કરતાંસાચી,જીવનનીકેડી સુધરી જાય
. ………….સરળ જીવન છે સમજદારનું.
જુવાનીના જોશમાં રહેતાં,ના માબાપને કદીય ભુલાય
આશીર્વાદ દે ઉજ્વળજીવન,જે સાચા મળતાં મેળવાય
ભક્તિપ્રેમની જ્યોતમેળવતાં,મળેલ જન્મ સફળ દેખાય
પારખજીવની સાચીબને,જ્યાં મળેલએક ટકોર સમજાય
. …………..સરળ જીવન છે સમજદારનું.
++++++++++++++++++++++++++++++++++++