October 25th 2011
. સંતની વાણી
તાઃ૨૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતની વાણી તો શીતળ લાગે,જ્યાં પ્રભુ ભક્તિ સહેવાય
સાચા સંતની એક જ વાણી,મળેલ જન્મ સફળ કરી જાય
. …………..સંતની વાણી તો શીતળ લાગે.
મોહ લાગે જ્યાં પરમાત્માનો,ને માયા ભક્તિએ થઈ જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ પાવન કર્મ કરાવી જાય
આશાને મુકીએ માળીએ,ને અપેક્ષાઓ તનથી ભગાડાય
આવી મળે જલાસાંઇનો પ્રેમ,જે જીવન ઉજ્વળ કરી જાય
. ………….સંતની વાણી તો શીતળ લાગે.
સાચી ભક્તિ ત્યાં સંતની બને,જ્યાં કળીયુગને તરછોડાય
સદમાર્ગનીદોરી કુદરતની,જે જીવને ભક્તિમાર્ગ દઈ જાય
શબ્દનીસરળતા મળે વાચાને,જ્યાં અંતરથી તેને બોલાય
કળીયુગના બંધનને એકાપે,ને જીવને મુક્તિરાહ મળીજાય
. …………….સંતની વાણી તો શીતળ લાગે.
===================================
October 24th 2011
. નસીબની કેડી
તાઃ૨૪/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જકડે કર્મજગતના,જ્યાં દેહ અવનીએ મળી જાય
અજબલીલા કુદરતની,જીવને આવન જાવનથી સમજાય
. …………..જીવને જકડે કર્મ જગતના.
દેહ મળતાં માનવીનો અવનીએ,જીવ નસીબદાર કહેવાય
તક દઈ દીધી છેપરમાત્માએ,સમઝતાં દેહના બંધન જાય
રાહ મળતાં ભક્તિની જીવને,સમજણથી શાંન્તિ થઈ જાય
સંસારના બંધન અતુટ જગતના,ના કોઇથી જગમાં છોડાય
. ………….જીવને જકડે કર્મ જગતના.
મળેલ બંધન દેહના જીવને,સાચવતા રાહ સરળ થઈ જાય
ભક્તિનો સંબંધ છે અંતરથી,સાચી શ્રધ્ધાએ તેને સચવાય
મળેજ્યાં પ્રેમજગતમાં જીવોનો,નાકોઇથી અવનીએ છોડાય
ભાવનાસાચીભક્તિમાં છે,જે કૃપાએ નસીબદારને મળીજાય
. ………….જીવને જકડે કર્મ જગતના.
######################################
October 22nd 2011
. અંતરની અભિલાષા
તાઃ૨૨/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલી માનવતા સમજતાં,દેહનો સહવાસ સુધરી જાય
એક કદમ માંડતા જીવનમાં,બીજા બે સરળતા દઈ જાય
. …………..મળેલી માનવતા સમજતાં.
મનથી છુટતી કળીયુગી માયા,સુખ શાંન્તિ આપી જાય
નિર્મળ સ્નેહની વર્ષા મેળવતાં,માયા મોહ ભાગી જાય
જલાસાંઇનો પ્રેમ મેળવતાં,જીવની મતીય સુધરી જાય
મુક્તિદ્વારખોલતા સંતોથી,દેહથીજીવને મુક્તિ મળીજાય
. …………..મળેલી માનવતા સમજતાં.
મળે અંતરથી પ્રેમ માબાપનો,જ્યાં સંતાન રહી જીવાય
કુદરતની મળે કૃપા અચાનક,જ્યાં ભક્તિ માર્ગ ખોલાય
વ્યાધી આવતી અટકી જાય,જ્યાં આશીર્વાદ મળી જાય
મિથ્યા બને લેખ લખેલા,ને આ માનવજન્મ સાર્થકથાય
. ……………મળેલી માનવતા સમજતાં.
==================================
October 18th 2011
. મનની સમજણ
તાઃ૧૮/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ મનની ઝંઝટ બહું,ના સમજી શકુ હું સહુ
આવી પકડે મારો કાન,સમજ મને ના આવે કહુ
. …………માનવ મનની ઝંઝટ બહું.
સરળતા છે જીવનની કેડી, નાશકે તેને કોઇ અડી
સમજણ મળતાં જીવને,ચાલે સરળ નાઆવે હેલી
અપેક્ષાની માયાછુટતાં,મળેલદેહને મળે સફળતા
સુખ શાંન્તિની રાહ મળતાં,પવિત્ર જીવન જીવતા
. ………….માનવ મનની ઝંઝટ બહું.
અપેક્ષાની માયા મળતી,કાયા જીવનમાં રઝળતી
નિર્મળ ભાવના છુટતી,વ્યાધી ત્યારે આવી મળતી
તકલીફોની વર્ષામળતાં,સમજ નાઆવેકેડી ત્યાંથી
મનનીસમજણ મુંઝવણબનતા,પ્રભુકૃપા દુર રહેતા
. ……………માનવ મનની ઝંઝટ બહું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
October 17th 2011
. સારુ નરસુ
તાઃ૧૭/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતા જીવને અવનીએ,કામ સારુ નરસુ જ થાય
સારાકામની સીડી સુખની,નરસુ અધોગતીએ દોરી જાય
. ………….જન્મ મળતા જીવને અવનીએ.
ઉજ્વળ કામનો સંગ રહેતા,સરળતાએ કામ થતાં જાય
નાવ્યાધી આવે કોઇ કામમાં,જ્યાં એ સરળતાએ કરાય
અણસાર રહે જ્યાં પ્રભુકૃપાનો,ત્યાં મુંઝવળ ભાગી જાય
સારા કામની કેડી મલતાં,માનવતા જગમાં મહેંકીજાય
. …………..જન્મ મળતા જીવને અવનીએ.
કળીયુગ સાથે કદમ મળે જ્યાં,ત્યાં કુદરત ભુલી જવાય
અહં આવે દોડી સંગે જીવનમાં,ત્યાં સ્વાર્થનો ઉભરોથાય
મગજ પકડી બુધ્ધિ બગાડે,ને કામ જીવનમાંબગડીજાય
નરસાની ના અપેક્ષા કોઇ,તોય વાણીથી અટવાઇ જાય
. ………….જન્મ મળતા જીવને અવનીએ.
++++++++++++++++++++++++++++++++++++
October 8th 2011
. કંકુ ચોખા.
તાઃ૮/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુભ અવસરનો અણસાર મળે,જેને પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી આગળ વધતાં,કંકુ ચોખાએ વધાવાય
. …………શુભ અવસરનો અણસાર મળે.
મનને મળતા અનેક માર્ગે,જીવ આકુળ વ્યાકુળ થાય
શાંન્તિનો સથવારો મળતાદેહને,ઘણુંય સમજાઇ જાય
પ્રેમતો પડદો બને જીવનમાં,જે શુભકર્મોએ ખુલીજાય
પરમાત્માની એકદ્રષ્ટિએ,જીવનમાં ઘણુ બધુમળીજાય
. …………….શુભ અવસરનો અણસાર મળે.
ધર્મ કર્મના અતુટબંધન,જન્મ મળતાં જીવને સમજાય
પુંજનઅર્ચન મનથી કરતાં,સંતનો સહવાસ મળી જાય
વધામણીની વહેતીગંગા,મળેલ જીવનપવિત્ર કરીજાય
કંકુચોખા એ શીતળછે કેડી,જીવનો જન્મ સફળકરીજાય
. ………….શુભ અવસરનો અણસાર મળે.
=================================
September 16th 2011
. કુદરત કેવી
તાઃ૧૬/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના સોટી રાખે કદી હાથમાં,કે ના કદી કોઇજ દે ઠપકાર
માનવતાની જ્યાં છુટે કેડી,ત્યાં કુદરત નારાજ જણાય
. …………….ના સોટી રાખે કદી હાથમાં.
કૃપા કુદરતની સૃષ્ટિ પર છે,સૌ જીવોને મળતી જ જાય
અભિમાનની આડી કેડીએતો,સઘળુ વ્યર્થ થતુય દેખાય
વાણી વર્તન વિચાર બદલાતાં,જગે માનવી વકરી જાય
અંત લાવવા અણ સમજનો,ત્યાં કુદરત પણ રૂઠીજ જાય
. …………ના સોટી રાખે કદી હાથમાં.
અધીક વર્ષા કે અધિક વાયુ,એ પરમાત્માની સરળ સોટી
અતિ તાપથી કળતી કાયા,ના માનવ મોહમાયાને જોતી
શીતળતાની લહેર લઈલેતાં,દેહને અતુટ તકલીફો મળતી
પ્રભુ ભક્તિનો એક આશરો,જીવને ક્યારેક એ શાંન્તિ દેતી
. …………..ના સોટી રાખે કદી હાથમાં.
+++++++++++++++++++++++++++++++++++=
September 11th 2011
. સદગુણ
તાઃ૧૧/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સંબંધ છે દેહથી અવનીએ,ને દેહનો છે મોહમાયા
કાયાની કરામત અગણિત છે,જેને સદગુણોથી સચવાયા
. ………..જીવને સંબંધ છે દેહથી અવનીએ.
ક્યાંક ઉભરો આવે માયાનો,ત્યાં અતિપ્રે મપણ થઈ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવેલ ઉભરો અટકી જાય
જીવનના છે બે ચાર દીન,પરમાત્માની કૃપા એ સમજાય
પારખી લેતાં પળ પળ દેહે,જીવને સદગુણ સમજાઇ જાય
. ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.
સવાર,બપોર ને સાંજ સમજાય,જ્યાં દોર સાચી મેળવાય
અવની પરના આગમનને પારખતાં,કર્મ બંધન સમજાય
મુક્તિ કેરી દોર મેળવવા જીવને,મળે છે ભક્તિનો રણકાર
સદગુણથી એ સમજાઇ જાય,ત્યાં ખુલી જાય મુક્તિનાદ્વાર
. ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.
*********************************************
April 12th 2011
મેળવી લીધા
તાઃ૧૧/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી વર્તનનો સંબંધ અનોખો,ના કોઇને દે એ ધોખો
સમજીવિચારી મેળવી લેતા,ના જગમાં તેનો કોઇ તોટો
……વાણી વર્તનનો સંબંધ અનોખો.
નિત્ય નિરખે નયન નિરાળુ,સ્નેહની સાંકળ સદા દેનારુ
આવી આંગણે પ્રેમ મળેતો,જીવન ઉજ્વળ છે મળનારુ
……વાણી વર્તનનો સંબંધ અનોખો.
બંધન છુટતાં મોહમાયાના,મળે જીવને સૌ ખુશી દેનારા
મળે સીડી સંસ્કારની દેહને,જન્મ સફળ જીવનો કરવાને
……વાણી વર્તનનો સંબંધ અનોખો.
મેળવી માયા દેહે જ્યારે,આવતી જગની વ્યાધીઓ ત્યારે
છોડીદીધી કળીયુગની કેડી,મેળવીલીધી મેં પ્રીત પ્રભુની
…..વાણી વર્તનનો સંબંધ અનોખો.
દીપ બનીને જ્યાં હું પ્રકાશુ,પ્રદીપ નામ સાર્થક સમજાય
મેળવ્યા ભક્તિના સોપાન,જીવનો જન્મ સફળ થઈ જાય
…..વાણી વર્તનનો સંબંધ અનોખો.
##################################
April 12th 2011
જીવને ટકોર
તાઃ૪/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખ તો સંસારના બંધન,જે ભક્તિએ ભાગી જાય
જીવને શાંન્તિ પ્રભુકૃપાએ,જે સાચી ભક્તિએ મેળવાય
……….સુખદુઃખ તો સંસારના બંધન.
ગતી કર્મની છે જન્મની સાથે,ના કોઇથીય તરછોડાય
નિત્ય પ્રભુનુ સ્મરણ કરતાં,જીવને શાંન્તિજ મળી જાય
ભક્તિનો સંગ દેહે રાખતા,જગમાં કર્મ પવિત્ર જ થાય
ભુલ થાય જ્યાં જીવથી દેહે,પ્રભુની જીવને ટકોર થાય
…………સુખદુઃખ તો સંસારના બંધન.
સંસારના બંધન દેહની સાથે,વાણી વર્તનથીજ દેખાય
ભીખ માગીને ભટકી ચાલતા,મળેલ જન્મ વ્યર્થ થાય
ટેક રાખીને જગમાં જીવતાંતો,સર્જનહાર પણ હરખાય
મળેલ શાંન્તિ દેહને જગમાં,જીવનોજન્મ પાવન થાય
………..સુખદુઃખ તો સંસારના બંધન.
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=