October 25th 2010
આરામ
તાઃ૨૫/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કમાલ જગતમાં,જન્મે જીવને ના સમજાય
અણસારની એક લકીર ના જોતાં,માનવમન ભટકાય
………..એજ કુદરતની કરામત કહેવાય.
દેહ નાનો મળે જન્મથી જ,પણ જીવનો ના કોઇ સંકેત
બંધનમળે જગમાં જીવને,એ મળતાનથી જીવે માગેલ
સુખ શાંન્તિ એ મળે બંધને,ના તેમાં કરી શકે કોઇ ફેર
જીવનચાલે કર્મબંધને,કુદરતી ન્યાયમાં નાછે કોઇ ભેદ
………..એજ કુદરતની કરામત કહેવાય.
મહેનત મનથી સાચી કરતાં,મળી જાય દેહને સંતોષ
જુવાનીને સાચવીચાલતાં,માનવીને બધુ જ સમજાય
ધડપણના બારણે આવતાંતો,દેહને આરામ મળીજાય
ઉજ્વળતા તો આવી બારણે,આ જન્મ સફળ કરી જાય
…………એજ કુદરતની કરામત કહેવાય.
================================
October 22nd 2010
સાગર
તાઃ૨૨/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાગર જેટલો પ્રેમ હું માગું,રોજ પ્રભુને જ્યારે વંદુ
જીવને જગે મળ્યુ બધુ છે,ના કોઇ અપેક્ષા હું રાખુ
……….સાગર જેટલો પ્રેમ હું માગું.
જન્મ મળ્યો આ માનવીનો,ત્યાં પ્રભુ કૃપાજ માનું
મળીમહેર મને માબાપની,જે ભક્તિ બનીને આવી
મોહમાયાથી દુર રહેવાને,હું નિત્ય જલાસાંઇને વંદુ
કર્મનેપકડી ચાલતાં દેહથી,અઢળક પ્રભુકૃપાનેપામું
……….સાગર જેટલો પ્રેમ હું માગું.
મળેપ્રેમ સંસારીનો જગમાં,તોજીવ પૃથ્વીએ જકડાય
રમા રવિ સંગ પ્રભુને વંદી,સમજણ સાચી હું માગું
દેખાવના દરીયાને છોડીને,પ્રભુકૃપાનો સાગર યાચું
ઉજ્વળ માનવ જન્મ બને,ને માબાપની કૃપા પામું
……….સાગર જેટલો પ્રેમ હું માગું.
================================
October 17th 2010
સમયની સોટી
તાઃ૧૭/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનિયાના દસ્તુરમાં જ્યારે,મળી જાય તમારો સુર
સોપાનોની સરળતા જોતાં,હૈયે આનંદ છે અદભુત
………..દુનિયાના દસ્તુરમાં જ્યારે.
સમયની સોટી પકડાયસમયે,તો તરાય આ સંસાર
મળે સ્નેહપ્રેમની હેલીજગે,જે માનવતાએ મેળવાય
મનમાં શ્રધ્ધા અડગ આવતા,સરળજીવન થઇજાય
જીવન મળે ઉજ્વળ જગમાં,સમયે તમને એદેખાય
………..દુનિયાના દસ્તુરમાં જ્યારે.
સમય પકડે દેહને જગતમાં,ના જીવથી એપકડાય
જીવનો નાતો જગતપિતાથી,જે ભક્તિથી સમજાય
પડે સોટી જ્યાંપરમાત્માની,ત્યાં ના કોઇથી બચાય
સરળ જીવન મુક્તિઆપે,જે પ્રભુકૃપાએ મળી જાય
……….દુનિયાના દસ્તુરમાં જ્યારે.
***********************************
October 5th 2010
અકળામણ
તાઃ૫/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અતિની આવે જ્યાં આંધી,ત્યાં મળી જાય સૌ વ્યાધી
એકની મળે જ્યાં સીડી,ત્યાં આવે અકળામણની દોડી
………અતિની આવે જ્યાં આંધી.
સરગમનાસુર જેવી જીંદગી,સુખદુઃખને એ માણી લેતી
કદીક ઉજાસ આવે છે સંગે,ને પછી મળે થોડો અંધકાર
કળીયુગ ને સતયુગની આ કેડી,સમય સમયે બદલાય
જીવની જ્યોત ભક્તિનાસંગે,ટળી જાય વ્યાધી પળવાર
…………અતિની આવે જ્યાં આંધી.
ટેક એક ને જ્યાં શ્રધ્ધા એક,ત્યાં પરમાત્માનો છે હેત
મળે પ્રેમ જ્યાં જલાસાંઇનો,મોહ રહે ના કોઇ આગવો
મનની મુંઝવણ એ અકળામણ,જે રામ નામથી ભાગે
કઠણ કેડી જગત જીવોની,જે ભક્તિ ભાવથી દુર નાસે
……….અતિની આવે જ્યાં આંધી.
===============================
September 28th 2010
જીવનની રાહ
તાઃ૨૮/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંજીલ મળતી મનથી માગી,શુભ અશુભનો ના ત્રાસ
આશીર્વાદની દ્રષ્ટિ પડતાંજ,મળી જાય જીવનની રાહ
………..મંજીલ મળતી મનથી માગી.
ઉજ્વળ કેડી મળે જીવનને,લીધો જ્યાં ભણતરનો સાથ
મહેનત મનથી કરી લેતાં, આવી આંગણે મળે છે લાભ
સંસ્કાર મળેછે માતાથી,જીવનમાં સદમાર્ગોને દઇ જાય
પિતાથી મળતી રાહની દોરી,જીવનને રાહ મળી જાય
………..મંજીલ મળતી મનથી માગી.
સંત સ્નેહ મળે જીવનમાં,ત્યાં ભક્તિની રાહને પકડાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિ પડતાં,જીવ ભક્તિએ દોરાય
બારણુ ખોલતા કીરણ પ્રસરે,ત્યાં ઘર અમૃત થઇ જાય
પરમાત્માની મળતાં કૃપા,જગતથી મુક્તિ મળી જાય
………..મંજીલ મળતી મનથી માગી.
+++++++++++++++++++++++++++++++
September 21st 2010
તારી નજર
તાઃ૨૧/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજર પડી મા તારી મુજ પર,પ્રભુ પ્રેમની પ્રીત લઇ
સાર્થક જીવનની કડીઅહીં,ઉજ્વળ રાહને મળતી ગઇ
……… નજર પડી મા તારી મુજ પર.
પ્રભાતના અણસારમાં,મારા મનથી ભક્તિ થતી ગઇ
દરેક માળાના મણકે મા,તારી કૃપા પણ મળતી થઇ
અંતરમા આનંદ અનેરો એવો,ના શબ્દે કોઇ સમજાય
સંતાન બની જીવન જીવતા,મા જીવન મારુ હરખાય
……..નજર પડી મા તારી મુજ પર.
શીતળ સ્નેહ મળે સૌનો,ના અપેક્ષા જીવનમાં રખાય
આશીર્વાદની વર્ષાએ તો,પળપળ જીવન મકેંકી જાય
સફળ જીવનને મળે સહારો,માતારી કૃપાય અપરંપાર
માતારી અમી દ્રષ્ટિ એક પડતાં,જન્મ મરણ ટળી જાય
………. નજર પડી મા તારી મુજ પર.
===============================
September 6th 2010
અમુલ
તાઃ૬/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના માનવીની તાકાત જગતમાં,શોધી શકે કોઇ મુલ
શ્રધ્ધા ભક્તિ અને વિશ્વાસ,અવની પર એ છે અમુલ
……….ના માનવીની તાકાત જગતમાં.
સાચીશ્રધ્ધા મનથીરાખી,કોઇપણ કામને હાથ દેવાય
રાહત રાખી સરળતાસંગે,એ કામ પુરણ કરી જવાય
મહેનત દેહથી ને નિર્મળ ભાવે,જ્યાં સંગ સ્નેહે થાય
થઈ જાય એ કામ જગતમાં,જેને અમુલ કહી શકાય
………ના માનવીની તાકાત જગતમાં.
જીવને મળેલ ઝંઝટએવી,નાદેહ થકી કોઇથી છોડાય
સમજ સાચી મનનેમળતાં,ભક્તિનો સંગ છે લેવાય
ભક્તિનો સંબંધ તો જીવને,મુક્તિનો માર્ગ દઈ જાય
અંતરથી જે થાય ભક્તિ જીવથી,અમુલ તે કહેવાય
………ના માનવીની તાકાત જગતમાં.
મનને રોકી વિચારકરતાં.અનેક રસ્તાઓ મળી જાય
સંયંમનો સહવાસ મેળવતાં,સૌકામ સરળ થઈજાય
વિશ્વાસની આ કેડી પકડતાં,અડચણ દુર ભાગી જાય
મળી જાય સફળતા જગમાં.અમુલ તેને છે કહેવાય
……..ના માનવીની તાકાત જગતમાં.
*************************************
August 4th 2010
આ માનવતા
તાઃ૪/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવેલાને આવકારે,જ્યાં ધર્મ ધજાને મુકે નેવે
હિન્દુ,મુસ્લીમ કે હોય ખ્રિસ્તી,નાતજાત ના માનવતાએ
……….. આંગણે આવેલાને આવકારે.
સુખદુઃખની સાંકળ છેનિરાળી,જન્મમળે દેહને મળનારી
કર્મબંધન કુદરતનીલીલા,જગત જીવથી નાએઅજાણી
માનવતાની મહેંક છે ન્યારી,સઘળી વિપત્તી હણનારી
ભેદભાવને દુર કરતાં તો,જન્મ સફળ જીવનો કરનારી
………. આંગણે આવેલાને આવકારે.
દેહને મળેલ નિર્મળ આંખો,સૃષ્ટિને એનિરખી શકવાની
મળેલ માયામમતા ને ઇર્ષાદ્વેષ,સંગે રહેશે જીવની છેક
ભેદને ભાગી ભુકો કરતાંજ,જીવને મળશે ભાવના મોટી
ખુલસે પ્રભુકૃપાના દ્વાર,ના ચિંતા રહેશે જીવને પળવાર
………. આંગણે આવેલાને આવકારે.
+++++++++++==========+++++++++++
August 3rd 2010
મનથી માગુ
તાઃ૩/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભીખ માગુ ભગવાનથી હું,મારા હાથ પ્રસારી પ્રભુ ચરણે
રાખજો મુજ પર નજર દયાની, જીવ ના અહીંતહીં ભટકે
……….ભીખ માગુ ભગવાનથી હું.
રટણ પ્રભુનુ રહે સદા મનથી,ને હૈયામાં શ્રધ્ધા હું રાખું
ડગલેપગલે કૃપા હું માગું,જે જીવને મુક્તિ તરફ લેનારુ
મળેલ માનવ દેહ જીવને,પ્રભુની પાવન કૃપા હું જાણું
હાથ પ્રસારી વંદન કરતાં,મુક્તિ જીવની સદાય માગું
……….ભીખ માગુ ભગવાનથી હું.
દુનીયાના અંધકારમાં હું,પ્રેમે જ્યોત જલાસાંઇની શોધું
ભક્તિનો લઇ ટેકો અનેરો,જેણે સંસારમાં સુગંધપ્રસરાવી
પરમાત્મા પણ ભાગ્યા છોડી,આઅવની પરનો વિશ્રામી
માગુ મનથી કૃપા નેપ્રેમ પ્રભુનો,ને મુક્તિ સંસારી સંગી
………..ભીખ માગુ ભગવાનથી હું.
###############################
August 2nd 2010
લાગી લગન
તાઃ૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગે લગની જ્યાં દેહથી,ના કોઇથીય એ છોડાય
મન મક્કમ જ્યાં કરી લીધું,દેહથી મેળવાઇ જાય
……..લગની લાગે જ્યાં દેહથી.
દેહ મળતાં જીવનેજગે,પ્રેમ માબાપનો જ મેળવાય
ના તેમાં કોઇ શંકા રહે,દેહને બાળપણથી ઓળખાય
દેહને લાગે જ્યાં લગની પ્રેમની,ઘોડીયે છે હિંચકાય
મળી જાય હેલી પ્રેમની,જ્યાં સંતાન બની રહેવાય
………લગની લાગે જ્યાં દેહથી.
વિદાય થતાં બાળપણને,ત્યાં તો જુવાની દેહે દેખાય
જુવાનીના સોપાનકઠણ,પણ એ મહેનતથીજ ચઢાય
પાટી પેનનો સંગ સાચો,મળે સોપાન જીવને ઉજ્વળ
સરળ બની જાય આ જીવન,જ્યાં લગની લાગી જાય
……….લગની લાગે જ્યાં દેહથી.
ભક્તિનો સંગ અતિ નિરાળો,જીવથી જ એ મેળવાય
મળી જાય સાચાસંતની દોર,ભવસાગર તરી જવાય
ખુલીજાય જ્યાં દ્વારમુક્તિના,થઇજાય જીવનો ઉધ્ધાર
ના અવતરણની ચિંતાજીવને,શરણું પભુનુ મળીજાય
………. લગની લાગે જ્યાં દેહથી.
++++++++++++++++++++++++++++++