July 26th 2010
કળીયુગી કાતર
તાઃ૨૬/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદમ કદમ પર કાતર છે,કળીયુગે ના સૌને દેખાય
નજર ફેરવતા એ નાદેખાય,વાગે ત્યારેજ સમજાય
……….કદમ કદમ પર કાતર છે.
અજબ લીલા કરતારની,જે સમય સમયે બદલાય
જીવના બંધન જગતના,જન્મ મળતા જ પરખાય
સતયુગ કળીયુગની દ્રષ્ટિ,કર્મના બંધનથી લેવાય
મળીજાય માર્ગ મુક્તિનો,જીવને સદગતીમળીજાય
……….કદમ કદમ પર કાતર છે.
ભજન કિર્તન એ ટેકોછે,કળીયુગી કાતર તુટી જાય
મળે આવી શાંન્તિ મનને,જે કૃપા થકી મળી જાય
ના મોહ રહે સંગે જીવની,તુટે માયા બંધન અપાર
જલા સાંઇની ભક્તિસંગે,થઇ જાય જીવનુ કલ્યાણ
……….કદમ કદમ પર કાતર છે.
કળીયુગની આ કાતર એવી,માનવી મન લબદાય
સમય ચુકતા વાગે એવી,ના કોઇથીય બચી શકાય
દેખાવની લંબાઇ લાંબી,નાતેનો છેડો થોડો પકડાય
છુટીજાય જગના આબંધન,જે મૃગજળ જેમ દેખાય
……….કદમ કદમ પર કાતર છે.
એક કદમ માંડતાં ભઇ,બીજો તરત ફસાઇ જાય
સમાજ સહવાસને સંબંધ,એ જીવને જકડી જાય
નાઆરો કે ઓવારોરહે,ત્યાં સાચીભક્તિને શોધાય
જીવને કેડી ક્યાંકથીમળતાં,જગથી ઉન્નતિ દેખાય
……….કદમ કદમ પર કાતર છે.
===******=====*****=====******===
July 20th 2010
જીવના બંધન
તાઃ૨૦/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની એકેય લકીર,ના કોઇથી ય જોવાય
કળીયુગી કરુણામાં જીવે તોય,ના તેમાંથી ફંટાય
………પરમાત્માની એકેય લકીર.
મળેલ જીવના સંબંધને,ના દેહે કોઇથીય પરખાય
રાજા,રંક,ફકીર કે તવંગર,માનવદેહે ના સમજાય
મૃત્યુ ને મુક્તિના બંધન,જીવને દેહે જ મળી જાય
આ પરમાત્માની અકળલીલા,ના મંદીરે મેળવાય
………પરમાત્માની એકેય લકીર.
જન્મ મળ્યો જ્યાં જીવને,ના કોઇથીએ ઓળખાય
સમયનીગાડી ચાલતાં,જીવને ધીરજથી સમજાય
આગમન વિદાયની કેડી પાકી,ના કોઇથી છોડાય
મુક્તિના બારણાં ખુલતાં,જીવનાબંધન છુટી જાય
……….પરમાત્માની એકેય લકીર.
===============================
July 12th 2010
ભક્તિનો ટેકો
તાઃ૧૨/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બડાસ મારે બારણે આવી,ક્યારનીય ખખડાવે
જલાસાંઇની ભક્તિ સાચી,ના અંદર આવવાદે
………..બડાસ મારે બારણે આવી.
કિર્તન સાંભળુ સવારમાં,ને મનથી સ્મરણ કરું
નાહી ધોઇને પવિત્રદેહે,સંતોને વંદન કરી લઉ
સુર્યોદયના પવિત્ર કિરણોને,અર્ચન કરવા જઉ
માળા કે ના મણકાની ચિંતા,મનથીહું ભજનકરું
મનને શાંન્તિ મળીજાય,જ્યાં આરતી કરી લઉ
……….બડાસ મારે બારણે આવી.
કળીયુગમાં કદર થાય,જ્યાં દેખાવને પકડી લઉ
આવે દોડી મોહ આંગણે,ત્યાં મનથી હું ડરી જઉ
બડાસની ના જરૂર દેહે,તેને હું બીજે મોકલી દઉ
નાજરૂર મારે મોહમાયાની,જે જીવને જકડે અહીં
આવે આંગણે શાંન્તિદોડી,જીવનેમુક્તિ દેવા ભઇ
……….બડાસ મારે બારણે આવી.
મોહ તોછે દેહના બંધન,ને ભક્તિનો સંગ જીવથી
સાચી છે સંસારી ભક્તિ,દઇદે કર્મબંધનથી મુક્તિ
જીવને છે કર્મનાસંબંધ,નાકોઇ જીવથી એ છોડાય
નાણાં કે ના માયા પ્રભુને,એતો ભક્તિથીમેળવાય
જલાસાંઇનુ શરણુ લેતાં,જીવને મુક્તિ એજ દોરાય
……….બડાસ મારે બારણે આવી.
============================
June 24th 2010
પાઘડી
તાઃ૨૪/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પહેરી લીધી પાઘડી માથે,ના પા ઘડીય સચવાય
વાંકી ચુકીને સીધી ગોઠવતાં,પોણી ઘડીય વેડફાય
………..પહેરી લીધી પાઘડી માથે.
માથે પાઘડી દંભ આપે,ને દેહ અભિમાને જ ઢંકાય
કળીયુગમાં જ્યાં પડે લાકડી,ના કોઇથીએ સચવાય
સતયુગમાં એ સિંહ હતા,ગર્જના સાંભળતા ગભરાય
પાઘડી આજે પહેરી નીકળે,ચાર ચમચાથી સચવાય
………..પહેરી લીધી પાઘડી માથે.
લીલાન્યારી માથે પાઘડીની,સમય સમયે બદલાય
લાલ લીલી પીળી કે ભગવી,એપ્રભુકૃપાએ સમજાય
મુક્તિલેવા વ્યાધીઓથી,કળીયુગમાં માથે ના રખાય
સરળતાની શાંન્તિ મળે,ત્યાં પાવન જન્મ થઇ જાય
……….. પહેરી લીધી પાઘડી માથે.
વરરાજાની પાઘડીએ,માબાપનુ કન્યાદાન જ થાય
પતિની પાછળ ચાલેનારી,ત્યાં સંસાર ઉજ્વળ થાય
કળીયુગમાં ના પુછે પાઘડીને,એ બુધ્ધી બાંધી જાય
પત્નીસંતાન જ્યાંભાગે દુર,ત્યાં સંસાર થઇજાય ધુળ
……….પહેરી લીધી પાઘડી માથે.
=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
June 8th 2010
માન્યતા
તાઃ૮/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળા કળીયુગની જીવ સંગે,ના માનવીથી સમજાય
મળે દેહને સમયઆવતાં,જગમાં કોઇથી ના રોકાય
……….કળા કળીયુગની જીવ સંગે.
એક કામના અનેક રસ્તા,સાચો કોઇથી ના પકડાય
શાંન્ત ચિત્તે મનથીવિચારે,કામે સરળતા મળી જાય
માનવતામાં મોહ વળગતાં,અનેક કેડીઓ છે દેખાય
મળીજાય સંગેસફળતા,જ્યાં માન્યતા પ્રભુમાં રખાય
……….કળા કળીયુગની જીવ સંગે.
મારુ તારુ સંસારી બંધન,આપણુ એ સમાજનું કહેવાય
છુટીજાય જ્યાં જગનાબંધન,જીવને મુક્તિએ લઇજાય
મનની એવી સૃષ્ટિ પ્રભુની,એ મોહમાયામાં લબદાય
શ્રધ્ધાને માન્યતાપ્રભુથી,જે જીવને સ્વર્ગતરફ લઇજાય
………..કળા કળીયુગની જીવ સંગે.
++++++++++++++++++++++++++++++++
May 5th 2010
ફરજના બિંદુ
તાઃ૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાનવીર દાતારની કૃપાએ,જીવને જન્મ મળી જાય
પામર દેહની અકળલીલા,સાચી ભક્તિએ છુટી જાય
…………દાનવીર દાતારની કૃપાએ.
આગમન અવની પર દેહનું, કર્મબંધનથી મેળવાય
સગપણનો સહવાસરહે,જ્યાં માયાની દ્રષ્ટિપડીજાય
વિચારના વમળમાં રહેતા,જીવનપણ વેડફાઇ જાય
નાઆરો કે ઓવારોરહે,જ્યાં ફરજના બિંદુ વહી જાય
………..દાનવીર દાતારની કૃપાએ.
દેહ મળતાં સંગ માબાપનો,ને મળે ભક્તિનો સંગાથ
અમૃત મળે જ્યાં દેહે જગમાં,જન્મ સાર્થક થઇ જાય
ના વળગે માયા જગતની,જેથી યુગે યુગેછે ભટકાય
ફરજની એક લહેર મેંળવતાં,આશીર્વાદની વર્ષાથાય
………..દાનવીર દાતારની કૃપાએ.
==============================
April 24th 2010
વિશ્વાસ
તાઃ૨૪/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા એ તો ભાવના છે,ને વિશ્વાસ મનથીજ થાય
લીલા આ અવિનાશીની,શ્રધ્ધાએ જીવનમહેંકી જાય
…………શ્રધ્ધા એ તો ભાવના છે.
ડગલુ ચાલતાં પ્રભાતમાં,પ્રભુ પ્રાર્થના જગમાં થાય
મળી જાય કૃપા ભગવાનની.જે શ્રધ્ધાથીજ મેળવાય
…………શ્રધ્ધા એ તો ભાવના છે.
મળ્યો દેહ માનવીનો જગે,ત્યાં માનીકૃપા મળી જાય
પિતાને પરમેશ્વર માનતા,સંતાનની શોભા વધીજાય
………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જીવનના સોપાનો અનેક,અડચણ ઘણાએ આવીજાય
શ્રધ્ધા જલાસાંઇમાં રાખતાં,સોપાન સરળ મળી જાય
…………શ્રધ્ધા એ તો ભાવના છે.
મહેનતનો સંગ રાખતાં દેહે,જીવન માનવીથી જીવાય
વિશ્વાસ રહે જ્યાં મનથી,ત્યાં જ સફળતા દેખાઇ જાય
………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જગતજીવ જન્મદાતાનો છે,મહેનતથી જીવન જીવાય
સત્યમાર્ગની જીવનેકેડીમળે,જ્યાં વિશ્વાસેવહાણ તરાય
………..શ્રધ્ધા એ તો ભાવના છે.
==============================
April 15th 2010
મન,તનનો મેળાપ
તાઃ૧૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનન કરુ હું મનથી,ને રટણ કરુ હું તનથી
ભક્તિ કરુ તનમનથી,ને મુક્તિ ઝંખુ દેહથી
……….મનન કરુ હું મનથી.
અતુટકૃપા અવિનાશીની,દીધો આ માનવદેહ
માર્ગ મુક્તિનો જોયો જ્યાં,મળ્યો સંતનો સ્નેહ
ભક્તિની એકલકીર મને,માબાપથી મળી ગઇ
શ્રધ્ધા રાખી સેવા પર,ત્યાં પ્રભુ કૃપામળીગઇ
……….મનન કરુ હું મનથી.
પિતાપુત્રનો નાતો જગમાં,પરમાત્માથી થાય
પ્રભુનો પિતા પ્રેમમળે ત્યાં,સંતાન છે હરખાય
જીવથી નાની ભુલ થતાં,એપ્રભુથી સમજાવાય
મનથી જ્યારે મનાય,ત્યાં તનથી એછે વર્તાય
………મનન કરુ હું મનથી.
જગત પ્રભુની લીલા છે,જે તનમનથી સમજાય
જન્મ મળે અવનીએ જ્યાં,ત્યાં વર્તનથી દેખાય
જન્મમરણએ અતુટતાંતણો,છે મનતનનો મેળાપ
કૃપાળુની કૃપા અનેરી,જીવથી ભક્તિએજ લેવાય
………..મનન કરુ હું મનથી.
=============================
April 2nd 2010
સફળતાની નજર
તાઃ૨/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણા કરજો દેહ પર પ્રભુ,તો જીવને શાંન્તિ થાય
ભક્તિ હુ માગુ પ્રેમથી,જે આજન્મ સફળ કરી જાય
………..કરુણા કરજો દેહ પર પ્રભુ.
મળશે પ્રેમ મને ભક્તિથી,તો વર્તન સુધરી જાય
પળપળ નો ખ્યાલ રહેતા,દેહે માનવતાય દેખાય
માળાના બંધન ને તોડી,પ્રભુ પ્રીત થાય અનેરી
મળે શાંન્તિ મનને,જ્યાં જલાસાંઇથીપ્રીત પહેલી
…………કરુણા કરજો દેહ પર પ્રભુ.
લાગણી એતો છે દેહનું દર્પણ,ત્વરીત દેખાઇ જાય
મનની મુંઝવણ સીધી સોટી,જે સમયે મળી જાય
માગણી પ્રેમની પ્રભુથીકરતાં,વર્તન બદલાઇજાય
ભાગે મોહનેમાયા ત્યાંથી,ને જીવન ઉજ્વળ થાય
………….કરુણા કરજો દેહ પર પ્રભુ.
==================================
April 1st 2010
કર્મની કિંમત
તાઃ૧/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મ કરેલા જ સાથે આવે,ના કોઇથી એ છોડાય
રાજા, રાણી,સંત કે સહવાસી,જીવ સાથે જોડાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
આધાર નિરાધાર એ,કર્મના બંધનથી મેળવાય
લાગણીપ્રેમનેવર્તન,એ માનવમનથી વિચારાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
દીકરો દીકરી કર્મનાબંધન,ગત જન્મથી સહવાય
મળે મોહ ને માયા સંગે,જે કળીયુગમાં જ દેખાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
વંદન વડીલોને કરતાં દેહે,એ માણસાઇ જ કહેવાય
આદર સન્માનને પકડીરહેતા,જીવન ઉજ્વળ થાય
………..કર્મ કરેલા જ સાથે આવે.
સુખદુઃખના બંધન દેહને,ના જીવને કદીએ દેખાય
અવની પરના આગમનથી,મળે દેહને જ તત્કાળ
…………કર્મ કરેલા જ સાથે આવે.
અંતરયામી છે દીનદયાળુ,પ્રભુભક્તિ એ દેખાય
આંગણે આવે પરમાત્મા,જ્યાં સેવા પ્રભુની થાય
……….કર્મ કરેલા જ સાથે આવે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦