June 26th 2009

દયાળુ અવતાર

                    દયાળુ અવતાર

તાઃ૨૫/૬/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુનો પ્રેમ સદા મળી જાય,
                      સાચા ભક્તોના દર્શન થાય
અનંત આનંદ બ્રહ્માંડ તણો,
                     જે જીવને અવનીએ મળી જાય.
                                ……..પ્રભુનો પ્રેમ સદા મળી.
વાણી શ્રધ્ધાને વર્તન જગમાં
                    માણી રહે માનવી ભક્તિના સંગે
દયા કૃપા કે પ્રેમ મળે આ દેહે,
                    જે પર કરુણાસાગરની કૃપા વરસે
સાચા સંતે સ્નેહ રાખી જીવનમાં,
                 પકડી ચાલતા મળે જ્યોત જીવનમાં
                                 ……..પ્રભુનો પ્રેમ સદા મળી.
દયા દાનનો એક સથવારો,
                 જગત જીવને લાગે સદા એ ન્યારો
સાચી ભક્તિની એક બુંદ નિરાળી,
                    પડે જીવનમાં મળે સદા દિવાળી
વિશ્વપિતાની અજબ બલીહારી,
                    લાવે અમૃત ભક્તિ જગમાં તાણી
                               …….. પ્રભુનો પ્રેમ સદા મળી.
ભક્તિ સાચી ને વિશ્વાસ પણ,
                    રાખી શ્રધ્ધા માનવી ભજ્યા કરે
મુક્તિ માર્ગના બને જે સંગાથી,
                      મળે માનવીને જગમાં વૈરાગી
ના માયામાં કદી લબડે પળવાર
                    તેને જગમાં કહે દયાળુ અવતાર
                               ……..પ્રભુનો પ્રેમ સદા મળી.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&૭

April 5th 2009

માની લીધુ

                          માની લીધુ

તાઃ૪/૪/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન ઉજ્વળ કાજે મેં આંગળી પકડી આજે
લઇ લેજે જગનો પ્રેમ,ના રાખવો તેમાં વ્હેમ
                                   …….જીવન ઉજ્વળ કાજે.
જ્યાંમળે હાથનેમાળા,માયા બદલે ત્યાં કાયા
કૃપાનો સાગર ગરજે,ત્યાં પ્રેમની વર્ષા વરસે
હેત ઉભરે જ્યાં હૈયે,માની લીધુ પ્રેમ પ્રભુનો એ છે
                                   …….જીવન ઉજ્વળ કાજે.
મન માટીને મોહ કદી, માનવમન પામી શકે
જગત જીવ ને જોશને, કૃપા વગર જાણી શકે
જ્યાં મનથી છુટેમોહ,માનીલીધુ પ્રેમ પ્રભુનો એ છે.
                                    ……જીવન ઉજ્વળ કાજે.
સંત મળે સંસારમાં,માયા સાથે છુટે મળેલ મોહ
લોભલાગે જ્યાં ભક્તિનો,નારહે જગમાં કોઇ દ્રોહ
અતુટ પ્રેમ જ્યાં મળે.માનીલીધુ પ્રેમ પ્રભુનો એ છે.
                                   …….જીવન ઉજ્વળ કાજે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

March 12th 2009

પુંજન અર્ચન

                                                   

                       

 

 

 

 

                      પુંજન અર્ચન

તાઃ૧૨/૩/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારણું ખોલુ પ્રેમ ભાવથી, ભક્તિ પ્રેમનો રંગ
ઉજ્વળ ઉગે પ્રભાત આજે, પુંજન અર્ચન સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
પરમાત્માની પામવા કૃપા,હૈયે રાખુ સદા હેત
કંકુચોખા હાથમાં લઇને,કરું અર્ચના રાખી પ્રેમ
લાગણી રાખી ભાવના સાથે, અર્પુ હુ ગંગાજળ
લેજો સ્વીકારી દેજો હેત,રહી અમ જીવન સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
માનવજીવન મહેંકાવી, દેજો માનવતાનો રંગ
આવજોઆંગણે આવકારુ હું,ધરુ દીપજીવનીસંગ
વંદન કરતાં લાગણી માગું,મળ્યો માનવ જન્મ
પ્રભુ કૃપા પામવા કાજે, પ્રાર્થનામાં રહેજો સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.
સકળ જગતના સર્જનહાર,કરુ વંદન નીજ દ્વાર
માગુ કૃપા સ્નેહભાવને,રહે પ્રેમ જગતજીવસંગ
ના માયા ના વળગે મોહ,રાખજો સ્વાર્થને દુર
આવજો વ્હેલા દેજોપ્રેમ,રહેજો અંતે મુક્તિ સંગ
                             …….બારણું ખોલુ પ્રેમ ભાવથી.

===================================

March 8th 2009

बंधन

                                  बंधन

ताः७/३/२००९                 प्रदीप ब्रह्मभट्ट

जगमे बंधन है भइ चार, जीवसे लगे रहे हरबार
मनसे लगन लगे पलवार, जीनसे जीवनहै आबाद
                              …….जगमें बंधन है भइ चार 
पहेला बंधन है माबापका,जो मीले जन्मके साथ
बेटा बेटा कहेते कहेते, पावन करे अपना अवतार
प्रेमजहां मीले माबापका, इच्छामनकी पुरी हरबार
आशीर्वाद जहांमीले दीलसे, वहां पुरण हो हरआश
                             …….जगमें बंधन है भइ चार
दुसरा भाइ बहेनका बंधन, जो प्रेम भावनामें रहे
आंखमें आंसु भर आते, जब मीलते  है दो नैन
प्यारकी महेंक सदा मीले,देख भाइ बहेनका हेत
मीलतीहै निश्वार्थ भावसे, जहां प्यार  मीले भरपुर
                             …….जगमें बंधन है भइ चार
तीसरा बंधन હૈ अन्जानका,जो आके बसादे घर
कर्मका ये बंधन महेंके,  ना जीवको है अणसार
मीलतेहै जीवनमें साथन भाने हो जाते सथवार
जींदगीका ये न्यारा बंधन, कोइनही बच पाया है
                            …….जगमें बंधन है भइ चार
चौथा बंधन भक्तिभावका, जन्ममृत्युके संग रहे
मुक्तिका जहां आना है, ना कर्मका रहे अणसार
परमकृपाळु परमात्मा की जहां कृपामीले पळवार
उज्वळ जीवन जन्म सफल ना बंधनका संगाथ
                             …….जगमें बंधन है भइ चार.

===========================================

February 13th 2009

જીવ અને જગત

                   જીવ અને જગત

 તાઃ૧૨/૨/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવસાગરથી છે જીવને બંધન,
                 અવનીએ મળે એક જ અવસર
માનવદેહની માયા મળતા,
                  ભટકવુ અહીં તારે ફરતા ફરતા
                                  ……ભવસાગરથી છે જીવને
સૃષ્ટિની જ્યાં મળે માયા ત્યાં ના જગે કાંઇ સુઝે
મોહમાયા ને મમતા લઇને,ત્યાં ફરીએ ચૉરે ચૉરે
આવે આંગણે ભક્તિ દોડી,ના કાંઇ સુઝે અણસાર
માયાના બંધન લાગે મીઠા,ના છુટે ભઇ એકેવાર
                               ………ભવસાગરથી છે જીવને.
માયા જકડે જીવને જ્યાં ના સમજી કાંઇ શકાય
દુઃખપરદુઃખ એક દીસે અહીં મનને ના સમજાય
મિથ્યા જીવન ટળીજશે જ્યાં ગાંઠ સાચી બંધાય
મક્કમ મન ત્યાં મેળવે ભક્તિ કૃપા પ્રભુની થાય
                                ………ભવસાગરથી છે જીવને.

+++++++++++++++++++++++++++++++++++++++

February 7th 2009

મળતા દાન

              મળતા દાન
 
તાઃ૨૬/૭/૧૯૮૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળતા અમોને, દાન ઘણા આ દેહે
દાન દયાના, દાન હેતના, દાન મળે દમડીના
                       .....ભઇ મળતા અમોને દાન.
 
જોગીના જોગથી, માયા ખંખેરી અમો
      ભવસાગરના  બંધનથી તો છુટ્યા
જીવતરના દાન તો તમે છે દીધા, ઓ મુરલીધારી
                       .....ભઇ મળતા અમોને દાન.
 
કાચીમાટીની આ છે કાયા
      કંચનની તેને વળગી  છે માયા
મોહના મીટે, ર્સ્પશના છુટે, તો ય તમે છે ઉગાર્યા
                     ......ભઇ મળતા અમોને દાન.
 
================================================
January 25th 2009

जपले रामनाम

                               जपले रामनाम

ताः२४/१/२००९                     प्रदीप ब्रह्मभट्ट

जपले मनसे रामनाम, तु करले जीवन उज्वल
सुखदुःख की संसारी सरगम,  दुर रहेगी हरदम
                              ………जपले मनसे रामनाम
मनसे जब तु रटेगा राम,सफळ तेरे सब काम
अंतरमें आनंद आयेगा,ना कोइ दुःख तु पायेगा
तनभी तेरा महेंकउठेगा, साथ जीवनके सवकाम
                              ………जपले मनसे रामनाम
पलपल दिनकी गीनके चलेगा,सफलहो तेराअंत
शांन्ति मनको सभी मिलेगी, उज्वल तेरा मन
रामनामसे जुड जानेसे,रहेगी मुक्ति जीवके संग
                              ………जपले मनसे रामनाम
परमपिताका प्यार जहां हो,ना कोइ रहेगा भ्रम
भावना मनमें सच्चीरहेगी, उज्वल तन,मनधन
साथ तेरे जलासांइ रहेंगे,जब जीवनका हो अंत
                             ………जपले मनसे रामनाम

/////////// राम राम राम राम राम राम राम////////////

January 22nd 2009

पहेचान कदमकी

                              पहेचान कदमकी

ताः२२/१/२००९                       प्रदीप ब्रह्मभट्ट

सोच समझके कदम उठातो, जीवनमें हो खुशहाल
पाना प्यार सभीका मनसे, होजीवन उज्वळ जगमे
                                     ……..सोच समझके कदम

हींमत ओर इन्सानीयत, जब हो जीवनमे अपनेसाथ 
नहींकोइ चिंताहै तुमको, नहींकोइ जगमे हो अन्जान
मेरा तेरा ना कोइ कहेगा, मील जायेंगे सब समान
दीलमें जब बसेगा प्यार, तब होगा एक ही परिवार
                                     ……..सोच समझके कदम

जहां कृपा मीले माबापकी, सबचिंता भागे तुमसे दुर
आशिर्वादकी देन है  जगमे,  ना हो जीवनमे  छांवधुप
सदा  महेकता रहेता  जीवन, ओर  प्यार मीले भरपुर
आना जाना  मीटेगा जगसे,  जहां प्रभुसे होता अपार
                                      ……..सोच समझके कदम

++++++++++++++++++++++++++++++++++++++++++++

January 14th 2009

આવે ભક્તિ અને પ્રેમ

                        આવે ભક્તિ અને પ્રેમ

તાઃ૧૪/૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ મારે આંગણે મેં આવતા દીઠા ભક્તિ અને પ્રેમ
જીવનની ઉજ્વળ જ્યોત જલાવતા દીઠા ભક્તિ પ્રેમ
                                            …..આજ મારે આંગણે મેં
તુલસીજીની મહેંકપ્રસરી આંગણે ને લીલીપાનની કોર
પંખીના કલરવમાં મે માણ્યા ઉજ્વળ જીવનના વ્હેણ
                                            …..આજ મારે આંગણે મેં
આગમન સુર્યોદયનો થતાં માણી મેં જીવનમાં જ્યોત
પ્રકાશ કેરી પગદંડીએ મેળવી લીધો જલાસાંઇનો પ્રેમ
                                            …..આજ મારે આંગણે મેં
દ્વાર મુક્તિના ખોલવા કાજે રમારવિ સંગ ભોલે ભજુ હું
માંગુ પ્રેમે મુક્તિ દેજો આવજો પ્રેમે અંતે જીવને લેજો
                                            …..આજ મારે આંગણે મેં
આવે ભક્તિ પ્રેમેલાવે જીવને મળેલ દેહને દેવા શુધ્ધિ
પામવા પ્રેમ જગતમાં જીવ તરસે જે મળે મનેફરીફરી
                                            …..આજ મારે આંગણે મેં

++++++++++++++++++++++++++++++++++++++++++++

January 2nd 2009

દર્દ અને સહવાસ

                    દર્દ અને સહવાસ

તાઃ૨/૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનની મતી નિરાળી નાસમજી શકે કોઇ દેહ
દર્દ જીવનમાં જડાઇ રહે જ્યાં વૃત્તિ જીવને મળી રહે
એવી જગતપિતાની સૃષ્ટિ સહવાસે દીલે જડાઇ મળે.

જન્મ જીંદગી જ્યાં મળે પૃથ્વીએ પ્રેમની પડે છે ખોટ
મનમોહક મહેંકમાંમાનવ ભુલે પ્રભુને નામળેકોઇ પ્રેમ
દર્દ મળે જ્યાં દેહને જગમાં મુક્તિ માટે વિનવેપ્રભુને
સાચી શ્રધ્ધા જ્યાં મનથિ થાય ત્યાં મળે જગમાંપ્રેમ
એવી જગતપિતાની સૃષ્ટિ સહવાસે દીલે જડાઇ મળે.

સંસાર સ્નેહ ને લાગણી જગતમાં હૈયે માનવતા મળે
મુક્તિનાઅણસારમાં માનવમન ભક્તિનો સહવાસકરે
પ્રભુકૃપા ને પ્રેમજગતમાં મળતા દુઃખ હંમેશા દુર રહે
નાકોઇ આશા કેઅભિલાષા વણમાગી જીવેવળગી ફરે
એવી જગતપિતાની સૃષ્ટિ સહવાસે દીલે જડાઇ મળે.

+++++++++++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »