December 10th 2008
સુખ અને દુઃખ
તાઃ૯/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખની સાંકળમાં જીવન જકડાઇ જાય
પ્રેમ ભક્તિની લગન મળે ત્યાં જીવને શાંન્તિ થાય
સકળ વિશ્વના જીવ જગતમાં માનવ છે મલકાય
અવનીપરના આગમનમાં જ પાવનકર્મ છે થાય
લગની મનને લાગે જેની જીવ સંગે જ તે જોડાય
કર્મતણા બંધન તો જીવને જન્મમળતા મળીજાય
……….સુખદુઃખની સાંકળમાં.
ભક્તિના બંધન તો સૌને સમજે તે જ તરી જાય
પરમપિતાની કૃપા જ મળે ને જીવને શાંન્તિ થાય
મારુ તારુ અળગુ થાય અને જીવ મુક્તિએ જોડાય
સુખદુઃખનાબંધનનાવળગે જ્યાંભક્તિમાં લીનથાય
……….સુખદુઃખની સાંકળમાં.
આજકાલની મનની લાગણીએ જીંદગી એળે જાય
સમયની પગલી ના પારખે તો મૃત્યુ આવી જાય
જીવભટકે જગત મહી જેનો ના જગમાં કોઇઆધાર
જન્મ સાર્થક થઇજશે જ્યાં પ્રભુથી અંતરપ્રેમ થાય
……….સુખદુઃખની સાંકળમાં.
========================================
November 30th 2008
મારી ભક્તિપ્રીત
તાઃ૨૯/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી શ્રધ્ધા સાચી,મને લાગે સાચી
મારી ભક્તિ સાચી,મારી સાચી ભક્તિ પ્રીત
પ્રેમ કરુ હુ પરમાત્માને દિલથી, ના બીજી કોઇ જીદ
…..મારી શ્રધ્ધા સાચી
મનથી કરું હું જલાબાપાની સેવા
ભક્તિમાં સાથે સાંઇબાબાનું સ્મરણ કરુ છુ
માગુ ભક્તિ જે આપે જીવને ઉજ્વળ ભાવ પ્રભુથી
…..મારી શ્રધ્ધા સાચી
વિરબાઇમાતા આશિશ દેતા હરખાતા
શ્રધ્ધાપ્રેમે જીવન કર્યુ અર્પણ પ્રભુનાશરણે
ના જગની માયા કે મોહ માતાના હૈયે કદી વસ્યા
…..મારી શ્રધ્ધા સાચી
જીવન જીવતા પ્રેમ મળે, ને આનંદે મન મલકાય
અંત સદાપ્રેમાળ બનશે જ્યાં પ્રભુ ભજાય
અલખની અટારીએથી સૃષ્ટિના સર્જનહાર હરખાય
…..મારી શ્રધ્ધા સાચી
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
November 16th 2008
નારીને નમન
તાઃ૧૫/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સકળ સૃષ્ટિને મહેંક મળે, જ્યાં નારી ને સન્માન મળે
જીવ જગતની અજબ લીલાએ, નારી થી સંસાર વસે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
અવની પરના આગમનને, માતા થકી અવતાર મળે
મહેંક જગતમાં મહેંકી રહે, જ્યાં માતાથી સંસ્કાર મળે
અનુસર્યા જ્યાં શ્રીરામને, ત્યાં જગત સીતારામ ભજે
સંસ્કાર સિંચન મળી રહે, જ્યાં પતિને નારી વરી રહે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
પરમકૃપાળુ પરમાત્માને, અવનીપર અવતાર મળ્યો
માતાની મમતા મેળવી લઇને, નારીનો ઉધ્ધાર કર્યો
રામકૃષ્ણનામ લીધાત્યાં,સીતારામ ને રાધેશ્યામ જપે
નારી ને જ્યાં સન્માન મળે,એઅવનીનો આધાર બને
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
આશિર્વાદમળે જ્યાં માતાના, નાજગે જરુર કોઇનીપડે
સદા સરળતાના સોપાનદીસે,ને પ્રેમ સૌનો જગે મળે
નારી એ તો નારાયણી રહે, જ્યાં પ્રભુ ભક્તિએ સ્નેહ
ના અવધ વિહારી,ના કુંજબિહારી, મળ્યો માતાથી દેહ
….. સકળ સૃષ્ટિને મહેંક મળે
===============================================
September 29th 2008
…………………………. गहेराइ
ताः३०-५-१९७७ …….. प्रदीप ब्रह्मभट्ट
पावन तेरे दर्शन है,
…………………………जो कभी ना भुल पाउगा
गहेरा तेरा चहेरा है,
…………………………जो कभी ना समझमै पाउगा
तेरे आंगनमें जो फुल खीले,
………………………….कभीना मुरझा पायेगे
नैनोकी तेरी बानीको,
…………………………..कभी ना पढ मै पाउगा
कर्मोकी तेरी लीलाको,
…………………………..कभी ना मै लीख पाउगा
दर्शन से तेरे मुक्तानंद,
………………………….. परम शांन्ती मै पाउगा
ओ प्राणसे प्यारे बाबा,
……………………………तेरे चरणकमल मै पाउगा
मुक्त बनेगे मुक्तानंदसे,
……………………………जो कभी न जगमें आयेंगे
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
……….महाराष्टके गणेशपुरीके गुरुदेव सीध्धपीठ आश्रमके पु.बाबा की सेवामे
ये लेख सर्मपीत करते हुए आणंद, गुजरातसे प्रदीप ब्रह्मभट्ट तथा परीवारकी
ओर से बाबाको वंदन सहित प्रणाम.
ताः३०-५-१९७७, आणंद.
September 7th 2008
સાંકળના બંધન
તાઃ૬/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંકળ તારા બંધન, ના તુટે ના કોઇથી તોડાય
જગમાં કર્મના બંધન ના સમજ્યા ના સમજાય
ઓ વિશ્વવિધાતા તારી લીલા કોઇથીના પરખાય
આ સૃષ્ટિનો અણસાર જગમાં કોઇથી ના છોડાય
……. …………………………સાંકળ તારા બંધન
અગણીત તું ઉપકાર સમજુ, તારા ના કહેવાય
ભવસાગરમાં થતા તારાકામ તારાકર્મથી ગંઠાય
…………. …………સાંકળ તારા બંધન
કુદરતનીકરામત જગતમાં નાપારખી નાપરખાય
દીધી હૈયાથી હામ કોઇને,સૃષ્ટિમાં સાચી સમજાય
…………. ………………………સાંકળ તારા બંધન
મુક્તિ માગતાં જીવનમાં કદી માગે ન મળી જાય
લાગળીતારી પરખાય જ્યાંભક્તિમાં મનપરોવાય
………………….. …………સાંકળ તારા બંધન
હરે રામ હરે કૃષ્ણ કરતાં કરતાં મનડૂ ક્યાંક કચવાય
જયજલારામ,જયસાંઇરામ સાંભળતા પ્રભુપણ હરખાય
….. …………સાંકળ તારા બંધન
લાગણી વહેંચતા પ્રેમ આટોપતા જીવો જ્યાં મલકાય
મનની સાંકળની કડી સંધાતા જીવની ઉન્નતી થાય
…….. ……….સાંકળ તારા બંધન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
August 27th 2008
ખાલી હાથ
તાઃ૨૬/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
સાચી શક્તિ ભક્તિમાં, છે પ્રભુનો અણસાર
માગુમનથી પ્રભુનીપાસે મુક્તિ દો ભગવાન
અવની પરના આગમન ને, કર્મ તણા છે બંધન
સુખદુખનીસહયારી જીંદગીમાં,ભક્તિનો છે સંબંધ
સાચી માયા પ્રભુથી કરવી જગની માયા મિથ્યા
આવ્યા અવનીપર જ્યારે,મળી જગમાં આ માયા
માળાની ના જરુર જગને, હ્રદયમાં રાખો શ્રીરામ
અંતરથી જ્યાં સ્મરણ થાયત્યાં મળે છે જલારામ
આવ્યા આ ધરતી પર, હાથમાં કાંઇ ન લાવ્યા
ના લઇ જવાના જગથી,ખાલી હાથ જ જવાના
દેજો મનથી પ્રેમ પ્રભુને, શીવની પામશો કૃપા
અવસર ફરી નાઆવે આ,જ્યાં પરમપિતાની ભક્તિ
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
July 21st 2008
સોમેશ્વર મહાદેવ
તા૨૧/૭/૨૦૦૮ ……………………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર છે પ્રથમવાર ને પ્રભુનું ડમરુ ડમડમ થાય
નાગદેવતા દુધ સ્નાને ને શીરે બીલી પત્ર ઠલવાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
જગતના પાલનહાર પુંજાય ને વિશ્વ આનંદે લહેરાય
ઑમ નમઃશિવાય, ઑમ નમઃશિવાય ચારે કોર થાય
………………………………………..ભોલે મહાદેવ સદા હરખાય
ભક્તિ જેના બારણે ડોલે, ને મંદીરનો થાય અણસાર
સુખને શાંન્તિનો વરસાદ વરસે, ને કૃપાશીવની થાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
મા પાર્વતીની માયા મળતાં, જીવ અતિઆનંદે ન્હાય
સાચીભક્તિ અને માયાપ્રભુની, મુક્તિ જીવે છે દેખાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
નાઆશા નાઅભિલાષા રહે જીવે શીવની દ્રષ્ટી થાય
અગમનાભેદ ને જગતનીમાયા,ના જગેસૃષ્ટી દેખાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
સ્મરણ શીવનું ને રટણ પ્રભુનું ના કોઇ મોહ ભટકાય
અનંતસ્નેહ શીવજીનોને,પ્રેમ માપાર્વતીનો મળીજાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
ના જગનીમાયા વળગે,ને ના વળગે બંધનમાયાના
સદા હેતરહે અંતરમાં ને મંદીર સમ મનડાં મલકાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
પ્રદીપ,રમાને પ્રેમ શીવજીથી,દુધે નાગદેવ હરખાય
રવિ,દિપલ વંદે પ્રભુને ને નિશીત ભક્તિએ મલકાય
…………………………………………ભોલે મહાદેવ સદા હરખાય
*****બોલો ઑમ નમઃશિવાય,બોલો ઑમ નમઃશિવાય*****
June 26th 2008
અજાણતા
તાઃ૨૬/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક સવારે સાંભળી લીધા મેં ભક્તિના ગુણગાન
મનમાં લાગી લગની ને મળ્યો જલાનો અણસાર
……………………………..અજાણતા મળ્યો ભક્તિનો અણસાર
મંજીરાના તાલ મેળવી થાય પ્રભુના જપતાલ
અંતરની ઉર્મીઓ જાગીને મનડું આનંદે હરખાય
………………………………અજાણતા મળ્યો જલાનો અણસાર.
આરતીઅર્ચના જાણીલીધા ત્યાંભક્તિથાયઅપાર
સ્નેહપ્રેમની પગદંડીપર ન માગ્યુંમળે અપરંપાર
……………………………….અજાણતા મળ્યો જલાનો અણસાર.
સિધ્ધિવિનાયક સ્નેહ દેતા ને મા ઉમિયા હરખાય
લાગે જીવનસાર્થક બનતુ જ્યાં ભક્તિનો સહવાસ
………………………………..અજાણતા મળ્યો જલાનો અણસાર.
આવ્યા આંગણે સાધુનેસંતો લઇ ભક્તિનો ભંડાર
ઉજ્વળમાનવજીવનલાગે જ્યાં ભક્તિમળે લગાર
………………………………..અજાણતા મળ્યો જલાનો અણસાર.
અંતરમાં ઉર્મીઓજાગે ત્યાં ભાગે તકલીફો અજાણ
સાચોસ્નેહ ને મળશેપ્રેમ રાખશો પ્રભુથીપ્રેમ લગાર
……………………………….અજાણતા મળ્યો જલાનો અણસાર.
############################################
June 9th 2008
સર્જનહાર
તાઃ૮/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સકળ વિશ્વના સર્જનહારને વંદુ વારંવાર
જગમાં જેનો મહીમા ને લીલા છે અપરંપાર
વાણી,વર્તન,વિચારનો સૃષ્ટિમાં નહીપાર
પરમાત્માની કૃપા થતાં ના લાગે જગે વાર
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર
ડગમગ ડોલતી નૈયા જ્યારે કિનારે ભટકાશે
આશા હૈયે એક હશે જે ભક્તિએ અટવાશે
લગનીમનથી પ્રભુ ભક્તિની શાન્તિમનેદેશે
કૃપા જલારામની ને લગની સાંઇની રહેશે
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર
રટણ પ્રભુનું ને કર્મજગતનું જીવનેતો બંધાશે
નાઆરો અવનીપર જ્યાં જન્મતને દેવાશે
સાંજ સવારની વિટંમણામાં જીવ આ ભટકાશે
પ્રભુપ્રેમની સીડી મળતાં જીવના અટવાશે
તારી લીલા અપરંપાર ઓ સર્જનહાર તારી કૃપાનો નહીં પાર
=========================================
May 22nd 2008
વિશ્વાસ પ્રભુનો
૨૨/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પર અવતાર મળ્યો જ્યાં કૃપા પ્રભુની થઇ
ઉપકારોની હારમાળામાં જીંદગી ઝપટાઇ ગઇ
પ્રથમ શરણે માતપિતાને દેહ છે દીધો અહીં
પ્રેમની અસીમકૃપા હતી જે સંતાને આવીગઇ
પુત્રબની અવનીપર સંસારની માયા લાગીગઇ
માતપિતાની માયાને પરમાત્માથી પ્રીતીથઇ
ભવસાગરના આ કિનારે સ્નેહપ્રેમ મળે અહીં
લાગી માયા જ્યાં સંસારની બંધન છુટે નહીં
જીવ શીવની પ્રીત અનામી જલ્દી મળશે નહીં
શ્રધ્ધા અને વિશ્વાસમાં મન પરોવજો અહીં
બંધનસંબંધમાં વળગી લપેટાશે જીવપામર થઇ
છુટશેનહીં આતાંતણો ભક્તિએ વિશ્વાસ નહીં
લાંબી જીંદગી લાંબી માયા વળગી રહેશે અહીં
વિશ્વાસ પ્રભુમાં રાખતાં માયા વળગશે નહીં.
૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮