March 28th 2008
કુદરત
ઑગસ્ટ ૨૦૦૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરત તણા એ ખેલને પામી શક્યુ છે કોણ એ
એક હાથે ખુશહાલ છે જે બીજે હાથે નેક છે
જોર શોર કરી કરીને પામી શક્યો ના વૉટ એક
પામ્યો શિકસ્ત જ્યારે એકહે કુદરતનો ખેલ એ
નેકી સાથ સાથ છે બંદો તુ બને જો કુદરતનો
ધરમ તારો માનવનો માનવીને જોતો છેકથી
હાથ તારો માગે કોઇ દેજે સહારો તારા હાથનો
કુદરતનો એ નિયમ એક બીજો હાથ થામે તારો
જનમસફળ મળશે તને કરજે સારા કામ નેકીથી
સફળ જીવન છે પ્રદીપનુ કુદરતની એક ટેકથી
બંદો થઇ બંદગી કરે ફરજ તારી તે જ છે
મહેનતથી જે કામ કરે ઇશ્વર તારી નજદીક છે
તનમન તારા ચોખ્ખા રાખી કરજે ગમેતે કામને
કુદરત તારી સાથે છે કેમ કે બંદો તુ નેક છે
વળગી રહેશે તુ કામને સમય થોડો લાગશે
મળશે સફળતા તને થોડા કઠીન કાળ પછી
સકળ જગતને આશ છે ઇશ્વર સૌની સાથ છે
ભ્રમ જગતને ખોટો છે નેકીવગર એ અળગો છે
માનવ માનવમાં વેર છે એવું જગતમાં કેમ છે
સૃષ્ટિ એ તો કુદરત છે બાકી જગતને વ્હેમ છે
જનમ મળ્યો તને માનવનો એતો રહીમનીમહેર છે
બાકી જીવો છે ઘણા તેની જગતમાં ક્યાં ખોટ છે
પ્રેમ કરીશ તું પ્રાણીને પાછળ પાછળ તે ફરે
ચાહત માનવીની મળે માનવી માનવીનેચાહે તો
**************************************************
March 24th 2008
માબાપની માયા
તાઃ૧૯/૩/૦૮ અમદાવાદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે
સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું
પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું
ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું
લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું
ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
##########################################
October 27th 2007
સંકલ્પ
તાઃ૧૪/૮/૧૯૯૭. પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મ ધર્મના મર્મ જ જાણો, ભવસાગર તે તરી જવાનો
તનમન પર કાબુ જે રાખે, જીવન સાચું જીવી જવાનો
……કર્મ ધર્મના.
અવતાર મળે છે એકજ સૌને, તરી જવું તે તમારે હાથે
આગળપાછળના વિચાર મધ્યે,કામરહે બાકી દેહપડતાં
…..કર્મ ધર્મના.
સદવિચારો ની રહી શ્રેણીમાં,આજનું કામ કરો ઝપટમાં
કાલકરતાંકરતાં તમો,પુરણકરશો આઅમુલ્ય જીવતરને
…..કર્મ ધર્મના.
કરતાં કરતાં અનેક જન્મે,મળ્યો છેઆ અમુલ્ય અવતાર
તારુંમારું જગમાં કરતાંકરતાં,પરદીપ બની શકેનહીંકોઇ
……કર્મ ધર્મના.
********* ********** ******** ********
October 9th 2007
પરમાત્માની યાદ
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સકળ જગતના સર્જનહારની લીલા, કોઇ કળી ના જાણે
ક્યાંક ક્યાંક તો તાંતણો બંધાય,ને ક્યારે તુટે ના જાણે
મળેલ જીવન જીવી જાણી,પ્રેમનાતાંતણે હું બંધાઈ રહું.
…..એવી યાદ પ્રભુની આવે મુજને..(૨)
માની માયા ને પ્રેમ પિતાનો,મુજમાં કાંઇક વણાઇ રહે
સમજઆવતા પ્રથમપગથીયે,પારકે મનપરોવાઇ ગયું
દ્રષ્ટિ તારી નેત્રો મારા,જીવન પગથી ને જોઇ રહ્યા.
…..એવી યાદ પરમાત્માની આવે…(૨)
માયામારી,સંતાનનેમમતા,તારા કાજે મુજને મળીગઇ
લેખ વિધીના લખાયા જાણે,જન્મોજન્મના સંગાથ અહીં
હાથ હાથનો ટેકો મળે તો,જીવન જન્મ સફળ બનશે.
…..એવી યાદ પરમકૃપાળુની આવે..(૨)
#*******#********#********#
September 25th 2007
જય મેલડી માતા
૧૫/૬/૧૯૭૮ પ્રદીપ બ્રહ્મભટ્ટં
જગમાં જેનું નામ સદાયે,ગુંજે છે ઘરઘરમાં
મા તારા હેતના પ્યાસા,તુજ ચરણે સૌ વંદે.
માતા મેલડી ઓ મા મેલડી..(૨)
જગમાં જીવન જીવતા,છે લાખો તારા શરણે
ઓ મા..(૨) તારી પામી કૃપા લેવા કાજ
દુઃખઅનેસુખની આ શૈયાને શરણે તારે દેતો
મા મેલડી તારો જય જયકાર..(૨)
પ્રેમ સ્નેહના ગીતો ગાતા,મળતા હૈયા દ્વારે
ઓ મા.(૨) તારા દ્વારે ઉભો હું આજ
મારા કર્મોની ઝંઝટથી,મુક્તિ દેજે આજ
મા મેલડી તારો જય જયકાર..(૨)
એક આશ અંતરમાં માડી,રાખજે હૈયે હેત
ઓ મા.(૨) બાળ તારા વંદે તુજને
પ્રદીપ સાથે સૌ વંદન કરતાં વ્હાલા બાળ
મા મેલડી તારો જય જયકાર..(૨)
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
September 14th 2007
સ્નેહબંધન
તાઃ૯/૬/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(જન્મ દીધો આધરતીપર,ઉપકાર કર્યો મુજ પામરપર;
સદા નિરંતર દુઃખ હતુ ત્યાં, પ્રેમ નહીં અપરાધ હતા.)
પ્રેમથી પ્રેમ થશે વશ જ્યાં,છે સદા સ્નેહની ગાંઠ
પ્રેમ પ્રેમ અને પ્રેમ દીસે છે, સદા સ્નેહની આડ
સમય નથી એ રોકી શકતો જન્મ મરણની ચાલ
યાદ રહે એ..(૨) જેના પર સૌથી સાચો પ્રેમ….પ્રેમથી
વખત વખતનું કામ, જગતમાં જો અન્યાય કરે
ન્યાય મળે એને ત્યાં , જ્યાં કર્મનો છે હિસાબ
કળીયુગની આ રામકહાણી,બની રહેશે બલિદાન
સ્નેહબંધન ક્યાં અજાણ્યુ, જે મનનો કરે મેળાપ….પ્રેમથી
જન્મમરણ ની આ ફેરીમાં કોનો કેટલો સાથ છે
કેમ કરી એ જાણી લેશો, મૃત્યું છેલ્લે કેમ છે
જીવતર જીવ્યું જેટલું જેવું,તેનો ત્યાં છે હિસાબ
ભૂલ કરો તો.(૨)જાણી લેજો ફેરો તારો નેક છે….પ્રેમથી
~~~~~~~~~~~~~~~~~~~
August 28th 2007
जैसी करनी वैसी भरनी
प्रदिप ब्रह्मभट्ट
करनी वैसी भरनी है भाई,
जो बांटो तो दुःख सुख है भाई.
…करनी वैसी
करता है जो लाख धरम,देता नहीं मनसे जो दान
क्या पायेगा जीवनमें वो, खाली हाथ जो आया
तेरा सच्चा धरम नाजाना,तुने सच्चा करमना पाया
…करनी वैसी
तेरे हाथमें कच्चा सोना, हो जाये फुलधार
पारससे जो मीले तो होता,सोनेकी मुलधार
अजब तेरी कारीगरी करतार,तेरी महिमा अपरंपार
…करनी वैसी
आंखोमे जो बसता सावन,वो उसकी हैयादे
मेरे हमदम मेरे प्यारो,वो जाने दीलकेवादे
हम भीहै बेताब करनेदर्शन तेरे तात सुनले पोकार
… करनी वैसी
#############
August 3rd 2007
માનવ જીવન પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસાર ના આ સુખસાગર માં,ક્યાંથી તુ અટવાયો
ક્યાંથી તુ અટવાયો.
કોટી કરુ ઉપાય તોય તુજને,પંથ નથી મળવાનો
પંથ નથી મળવાનો.
…કોટી કરુ ઉપાય.
રામ ભજી લે,શ્યામ ભજીલે, ભજીલે તુ ઘનશ્યામ
ભજીલે તુ ઘનશ્યામ.
બેડો તારો પાર ઉતરશે, મળી જશે સુખ ધામ
મળી જશે સુખધામ.
…કોટી કરુ ઉપાય.
કામક્રોધ મદમોહ લોભછે,આજીવનના સથવારા
જીવન ના સથવારા.
સાચુ જીવન મળી જશે તને,સુધરશે ભવ તારો.
સુધરશે ભવ તારો.
…કોટી કરુ ઉપાય.
જ્યોત જલાવી પ્રેમથી હૈયે, પરદીપ તું બની જાજે
પરદીપ તું બની જાજે.
સુખસાગર ની સુખ શૈયા , છે સાથે તારી આજે
છે સાથે તારી આજે.
…કોટી કરુ ઉપાય.
=======////////////=======