August 10th 2021
**
**
. .વિઘ્નહર્તા શ્રી ગણેશ
તાઃ૧૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રઆશિર્વાદ મળ્યા માબાપના,શ્રીગણેશ ભક્તોના વિઘ્નહર્તા થઈ જાય
હિંદુધર્મમાં પ્રભુએ અનેકદેહલીધા ભારતમાં,જે મળેલદેહને અનુભવે સમજાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
પવિત્રકૃપાળુ પિતા શંકર ભગવાન છે,સંગે માતા પાર્વતીને પણ વંદન થાય
પવિત્ર સંતાન ગણપતિને ધુપદીપ કરી,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય
ભારતની ભુમીપર હિંંદુ ધર્મમાં અનેકદેહથી જન્મી,પ્રભુ પવિત્રકૃપા કરી જાય
જગતમાં ભગવાનના અનેકદેહની પુંજા.ઘરમાં અને મંદીરમાં શ્રધ્ધાથી કરાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
જીવનેમળેલ માનવદેહપર પ્રભુની કૃપા,જે દેહના પરિવારપર કૃપા કરી જાય
જગતમાં મળેલદેહના ભાગ્યવિધાતા શ્રી ગણેશછે,જે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધા રાખીને માનવદેહના ઘરમાં,ધુપ દીપથી જ્યોત પ્રગટાવી પુંજન કરાય
જીવનમાં કોઇપણ અશુભ પ્રસંગ નામળે,જ્યાં ગણપતિને પુંજાકરી વંદનથાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
###############ૐૐૐ>>>>>>>>ૐૐૐ<<<<<<<<<ૐૐૐ#############
July 28th 2021
++
++
. .નિખાલસ પ્રેમ મળે
તા:૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણમાસમાં હિંદુ ધર્મમાં,માનવદેહથી શ્રધ્ધાથી પુંજન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,સંગે સંબંધીઓનો પ્રેમ મળી જાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
મળેલદેહની જ્યોત પ્રગટે,જ્યાં શ્રધ્ધારાખીને શ્રાવણ માસમાં પુંજા કરાય
પરમકૃપાળુ માતા દેવીઓનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રકૃપા આપીજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરીને,પવિત્રમાતાનો મંત્ર બોલી પુંજન કરાઈજાય
અનેક દેવ અને દેવીઓએ પવિત્રદેહ લીધા,હિંદુધર્મમાં એસુખ આપીજાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલતા,પાવનરાહે સંબંધ મળતો જાય
જીવના આગમનને અનેકદેહનોસંબંધ,મળે માનવદેહ એજપ્રભુકૃપા કહેવાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જ્યાં નાકોઇજ આશાકેઅપેક્ષા રખાય
એ મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રપ્રેમ મળતા આનંદથાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
============================================================
July 27th 2021
**
**
.. .કૃપા પવિત્ર માતાની
તાઃ૨૭/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશ્રધ્ધાએ પરમાત્માને વંદન કરતા,પાવનકૃપા મળેલદેહને મળી જાય
જીવનમાં અનેકરાહે જીવન જીવતા,દરેક રાહે સત્કર્મનો સંગાથ મેળવાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પ્રેમથી કૃપાકરવા પધારે માતા આંગણે,જે પવિત્રકલમની કેડી આપીજાય
પ્રભુકૃપાથી મળેલ માનવદેહને,પાવનરાહની કેડીઓ જીવનમાં મળતીજાય
માતાસરસ્વતીએ પવિત્રદેવી છે,જે મળેલદેહને મગજથી સમજણ દઈજાય
મળેલદેહના મગજને કૃપાએ,પવિત્રકલમનીકેડી મળતા રચનાઓ થઈજાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
પકડેલ કલમને માતાની કૃપા મળતા,અનેક સુંદર રચનાઓથી અનુભવાય
પવિત્ર કૃપાળુજ માતા છે જે માનવદેહને,સમજણથી કલમને પકડાઇ જાય
અનંત આનંદ મળે ક્લમપ્રેમીઓની,રચનાને વાંચતા વાંચકોને ખુશકરીજાય
માતાની પવિત્ર કૃપા મળતાજ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓને બેઠકથીજ મળાય
.....કલમની પવિત્રરાહ મળી જીવનમાં,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય.
############################################################
July 18th 2021
***
***
. .શક્તિશાળી કૃપાળુ
તાઃ૧૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત લીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહથી અનુભવાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,એ જન્મ મળતા દેહને સમયે સમજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
પરમાત્માની કૃપાનો સંકેત મળે જીવનમાં,શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,બીજા અનેકદેહથી જીવને જન્મમળીજાય
દેહનો સંબંધ જીવને જગતમાં,જે પ્રાણીપશુજાનવર અને માનવદેહ કહેવાય
માનવદેહ એજ પ્રભુની કૃપા અવનીપર,જે અનેક્દેહથી પ્રભુ જન્મ લઈજાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
સુખનો સાગર વહે અવનીપર એદેહનેસ્પર્શે,જે જીવનમાં શાંંતિ આપી જાય
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેક દેવદેવીના રૂપે જન્મી જાય
પવિત્રદેહથી હિંદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,પ્રભુના દેહથી રાહ ચીંધી જાય
મળેલ મનુષ્યદેહ એ શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવનમાં સુખ મળી જાય
....પવિત્રરાહની કેડીમળે જીવનમાં,જ્યાં શક્તિશાળી કૃપાળુ પ્રભુનોપ્રેમ મેળવાય.
################################################################
June 30th 2021
@@
@@
. .મળે કૃપા માતાની
તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પુંજન કરીને વંદન કરતા,માતાના આશિર્વાદ મળી જાય
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં ભારતમાં,મને મમ્મીનોપ્રેમ મળતો થાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની આપવિત્રકૃપા હિંદુધર્મમાં છે,જે અનેકસ્વરૂપે દર્શન આપી જાય
મળેલ માનવદેહને સરળ જીવનની રાહ મળે,એજ માતાનો પ્રેમ કહેવાય
ધનલક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહના જીવનમાંસુખમળીજાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
પરમકૃપાજ મળે માતાની,જે જીવને મળેલ દેહને સુખસાગરમાં લઈ જાય
પરમપ્રેમાળ માતા હિંદુ ધર્મમાં,જે શ્રધ્ધા રાખીને વંદન કરતા અનુભવાય
તનઅનેમનને શાંંતિ મળે જીવનમાં,જ્યાં માતાનીકૃપાએ ધનની કૃપા થાય
લક્ષ્મીમાતાના પવિત્ર શ્લોકના સ્મરણથી,મળેલદેહપર પાવનકૃપા થઈ જાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
###############################################################
May 16th 2021
**
**
. .નિખાલસ પવિત્રપ્રેમ
તાઃ૧૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની પવિત્રરાહ પકડીને ચાલતા,સરસ્વતી માતાની કૃપા મળી જાય
શ્રધ્ધારાખીને કલમપકડતા,કલમપ્રેમીઓનો નિખાલસ પવિત્રપ્રેમમેળવાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
પવિત્ર શ્રધ્ધાએ કલમ પકડતા માતાની કૃપાએ,અનેક રચનાઓ થઈજાય
નિખાલસ પ્રેમીઓના કલમ પ્રેરહે,મથી,જગતમાં અનેક શ્રધ્ધાળુઓ ખુશથાય
પકડેલ કલમ એનિખાલસ પ્રેમનીરાહ આપતા,કલમ પ્રેમીઓને પ્રેરી જાય
મોહમાયાની કોઇ અપેક્ષા જીવનમાં નથી,જે પવિત્રપ્રેમથી સમજાઈ જાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
પ્રેરણા એજ માતાની કૃપા દેહપર,જે જીવને સમયસંગે પ્રેરણા આપી જાય
કલમપ્રેમીઓના નિખાલસ પ્રેમથી પ્રેરણામળે,જે કલમથી નવી રચના થાય
જીવનમાં નાકોઇ માગણી કે અપેક્ષારહે,એજ પાવનકૃપા જીવનમાં મેળવાય
મળેલ પ્રેમ કલમના પ્રેમીઓનો હ્યુસ્ટનમાં,જે પવિત્ર રચનાઓથી જ દેખાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
#############################################################
January 7th 2021

. .શેરડી વાસી
તાઃ૭/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા શ્રી ભોલેનાથની કહેવાય,જે સાંઇબાબાથી શેરડી પધારી જાય
પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જેમને શેરડીમાં દ્વારકામાઈ મળી જાય
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
જગતમાં પવિત્રધર્મ એ શ્રધ્ધા છે,જે મળેલદેહને શ્રધ્ધાસબુરીથી સમજાય
હિંદુમુસ્લીમ એ દેહને સંબંધ અવનીપર,એ જીવને સમયેજ મળતો જાય
માનવદેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર ભાવનાએજ પ્રેમ અપાય
ભગવાન ભોલેનાથની પવિત્રકૃપા થઈ,જે સાંઇબાબાના દેહથી આવીજાય
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
મહારાષ્ટ્રના પાથરી ગામથી સમયે શેરડી આવ્યા,જ્યાં નિરાધાર કહેવાય
પવિત્ર દ્વારકામાઈની કૃપા મળી,પવિત્રરાહે એ સાંઈબાબાથી ઓળખાય
ના માન કે ના અભિમાન દેહને મળે,જે બાબાની પાવનરાહે કૃપા થાય
સરળજીવનનો સંગાથ મળે,જે હિંદુમુસ્લીમ ધર્મની નાઅડચણ આપીજાય
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
****************************************************************
July 23rd 2020
. સમયની સમજણ
તાઃ ૨૩/૭/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર સમય ના પકડાય કોઇથી,કે ના કોઇથી સમયથી છટકાય
એજ લીલા પરમાત્માની ધરતીએ,જે માનવદેહથી દર્શન આપી જાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
મળેલદેહને સંબંધકર્મનો જે દેહથી દેખાય,જે જન્મમરણથી સહેવાય
દેખાવની દુનીયામાં ચાલતોમાનવી,આફત મળતા તકલીફમાં ફસાય
કર્મનો સંબંધ જીવને મળેલ દેહથી,જે જીવનમાં સમયસંગે ચાલીજાય
માનવદેહએ દેહને સમજણ આપીજાય,ના પશુ,પક્ષીદેહથી સમજાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
દેહ મળેલ જીવને અવનીપર,પ્રભુકૃપાની નાકોઇ જ અપેક્ષા રખાય
સમયને સમજી ચાલતો માનવી,ભુતકાળને નાકદીય પકડી જીવાય
આજ અને આવતીકાલને સમજતા,પરમાત્માની પાવનકૃપાજ થાય
જન્મમરણનો સંબંધ એકર્મનીકેડી,સમય પારખતા બંધનથી છુટાય
.....કળીયુગની આ અદભુતલીલા અવનીપર,વાયરસથી ના દુર રહેવાય.
--------------------------------------------------------
April 21st 2020
. .સમયનો સંગ
૨૧/૪/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવન કર્મનો સંગાથ મળે દેહને,જે જીવને શાંંતિ આપી જાય
મળેલ જન્મ એતો સંબંધ કર્મનો,જીવને આવનજાવન દઈ જાય
......એ અજબકૃપા પરમાત્માની,ધરતીપર દેહને કર્મની કેડીએ દોરી જાય.
માનવદેહ એ જીવની પાવનરાહ અવનીપર,દેહને એસ્પર્શી જાય
ગતદેહ એ કર્મનો સંબંધ જીવનો,જે પ્રાણીપશુના દેહથી દેખાય
સમયના સંગે સમજીને ચાલતા,જીવનમાં કર્મનોસંબંધ મળી જાય
અદભુતલીલા અવીનાશીની અવનીપર,દેહને અનુભવથી સમજાય
......એ અજબકૃપા પરમાત્માની,ધરતીપર દેહને કર્મની કેડીએ દોરી જાય.
કળીયુગ પર દેખાવનો દરીયોફરે,જે કોરોના વાયરસ આવી જાય
મળેલ માનવદેહને શ્વાસની પીડા આપીજાય,જે તકલીફથી દેખાય
સમયની આજ કેડી અવનીપર,કોઇજ દેહથી કદી દુરના રહેવાય
જન્મના આગમનમાં માનવદેહને,અવનીપર કર્મનીરાહથી સમજાય
......એ અજબકૃપા પરમાત્માની,ધરતીપર દેહને કર્મની કેડીએ દોરી જાય.
----------------------------------------------------------
May 10th 2019
. જીવને જકડે
તાઃ૧૦/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહ એ કુદરતની છે કૃપા,જે અવનીઅર સંબંધ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે મળેલદેહને કર્મનાબંધન આપી જાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
રઘુપતિ રાઘવ રાજારાજ નો મંત્ર જપતા,જીવનમાં ભક્તિરાહ મળી જાય
સુખસંગે શાંંતિમળે જીવનમાં,જ્યાં નિખાલસતાથી જલાસાંઇની પુંજા થાય
મળેલદેહ એ પરમાત્માની કૃપા જીવ પર,જે જીવને દેહ મળતાજ દેખાય
કરેલકર્મ એ પુર્વ જન્મનાબંધન છે જીવના,જે આગમનવિદાયથી સમજાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
પવિત્ર કર્મનો સાથ મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળભાવથી ભક્તી કરાય
શ્રધ્ધા ભાવથી ભક્તિની પ્રેરણા મળે દેહને,જે પાવન કૃપા પ્રભુની કહેવાય
મળેલ દેહને શાંંતિ મળતા અનંતકૃપાએ,સત્માર્ગ મળેદેહને સુખ આપી જાય
મુક્તિમાર્ગની રાહમળે કૃપાએ જીવને,જે કરેલ ભક્તિથીજ જીઅને મળી જાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
=================================================================