April 22nd 2017
. .રામદુત
તાઃ૨૨/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગ બલી છે હનુમાનજી,જગતમાં સદાય શનિવારે પુંજાય
નિર્મળ જીવનનો સંગ રાખતા,માતા અંજનીપુત્રથીય ઓળખાય
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
પવિત્રરાહ ભક્તિની રાખી જીવનમાં,ત્યાં પરમાત્માની કૃપા થઈ
રામ સ્વરૂપે આવ્યા પ્રભુ,જ્યાં રાજારાવણની મતી બગડી ગઈ
અજબ કૃપા મળી શ્રી ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાએજ ભક્તિ થઈ
મળી મોહની સાંકળ જીવનમાં,જ્યાં મા સીતાજીને જોયા તહીં
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
આવ્યા શ્રીરામ લક્ષ્મણ સંગે,જ્યાં પત્ની સીતાજીને ધરથી ઉઠાયા
રાવણની આ છે કળીયુગની રાહ,જે તેમની બુધ્ધીને બગાડી ગઈ
સીતાજીનુ હરણ થતાં અયોધ્યાથી,લંકામાં તકલીફનીવર્ષા પણ થઈ
અંતે હનુમાનજીની અજબ તાકાતે,શ્રી રાવણનું દહન થયુ છે ભઈ
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
=====================================================
April 14th 2017
. .પ્રેમનો સહવાસ
તાઃ૧૪/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનનો સંબંધ જગતમાં,જીવને દેહ મળતાજ સમજાઈ જાય
કર્મની કેડી એ પાવનરાહ કર્મની,જે જન્મમરણથીજ મેળવાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
અવનીપરનુ આગમનએ જગતપિતાની માયા,નાકોઇથી છોડાય
મળે દેહ જગતપર જીવને,જે અનેક સંબંધથીજ સમજાઈ જાય
માનવદેહએ બને જીવનનીજ્યોત,જ્યાં પવિત્રરાહ સંગે જીવાય
મળે નિર્મળ પ્રેમનો સહવાસ,શ્રધ્ધાનો સંગ રાખીને પુંજા થાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
માગણીજીવની નાછોડાય કોઇથી,જે મળેલદેહની પ્રીત કહેવાય
કુદરતનીકેડીને નાપારખી શકે કોઇ,કે નાકોઇથીએ દુર રહેવાય
એઅજબલીલા અવિનાશીની,જે પરમાત્માએ લીધેલ દેહે દેખાય
રામકૃષ્ણના સ્વરૂપે આવ્યા અવનીએ,સત્કર્મનેએ સમજાઇ જાય
......મળે જીવને પ્રેમનો સહવાસ.જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય.
=====================================================
March 31st 2017
. .વ્હેલા આવો
તાઃ૩૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હેલા આવશો પ્રેમ લઈને,તો મન મારૂ હરખાશે
સમયની સાંકળ નાછુટે કોઇથી,અનુભવથી દેખાશે
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
લગનીલાગી પ્રેમની તમારી,મારા જીવને શાંંતિ થાય
અગમનિગમની આંટી છોડતા,દેહને રાહ મળી જાય
જીવનની જ્યોત પ્રગટે અવનીએ,નિર્મળરાહે જીવાય
મારૂતારૂના સ્પર્શને છોડતા,જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
નિર્મળ પ્રેમનીગંગા વહે અવનીએ,પાવનરાહે દેખાય
કુદરતની આ પાવનરાહ,ભક્તિમાર્ગથીજ મળી જાય
શ્રધ્ધારાખી જીવન જીવતા,માનવજીવન મહેંકી જાય
મળેલ કર્મનાબંધન જીવને,જન્મમરણથી બાંધી જાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
============================================
March 25th 2017
..
. .નજરની અસર
તાઃ૨૪/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવનની રાહે જીવતા,સમયથી સચવાઈ જવાય
પ્રેમ ભાવના એજ સંબંધનીરાહ,માનવતાને સ્પર્શી જાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
પવિત્રપ્રેમની નજર પડે દેહ પર,ના આંટીઘુટી અથડાય
પરમાત્માનીકૃપા પામવા આંગળીચીંધે,અનુભવે સમજાય
ના કોઇ તકલીફ અથડાય,કે ના કોઇ માગણી રખાય
મળે જીવનમાં શાંંતિનીવર્ષા,જે પવિત્ર જીવનઆપીજાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
કળીયુગની કેડીમાં નજરપડે,જે ઇર્શાની નજર કહેવાય
મોહનીચાદર સ્પર્શે દેહને,જીવનેએ આફત આપી જાય
દેખાવને ના સમજે માનવી,ત્યાં તકલીફો મળતી જાય
એજ નજરની અસરછે અવનીએ,સમયે સમજાઇ જાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
================================================
March 8th 2017
. . ज्योत प्रेमकी
ताः१०/३/२०१७ प्रदीप ब्रह्मभट्ट
ज्योत प्रेमकी दीलमे आके,हमारेजीवनको चमकादे
प्रेमकी गंगा वहेती जगमें,उज्वल जीवनसे जुडजाये
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
ममताका बंधन मातासे,और पिताका बंधन है प्रेम
कर्मका बंधन जीवनसे है,जो आवनजावनसे देखाय
क्रुपा प्रेम है परमात्माका,निर्मळ भक्तिसे मिलजाय
अपेक्षाकी नाकेडी कोइ,जीवको सुखशांंतिमिलजाय
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
जलासांइकी क्रुपा निराली,निर्मळ राहसे मिल जाय
पावन कर्मकी ज्योत प्रगटती,कर्म सफळ कर जाय
आवन जावन है बंधन जीवका,जन्म मरण दे जाय
मायामोह कायासे छुटे,जो जीवको मुक्तिराह देजाय
............येही राह मीलती दिलसे,जो जन्म सफल कर जाये.
====================================
March 7th 2017
. .સન્માન પ્રભુનુ
તાઃ૫/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતની કેડી છે અનેરી,ના કોઇ જીવથીએ સમજાય
માનવજીવન મળે કૃપાએ,જ્યાં પ્રભુને સન્માન થાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
સરળ જીવનએ કૃપા પ્રભુની,ના આફત કોઇ અથડાય
પાવનરાહ મળે જીવને,જ્યાં જલાસાંઈની કૃપા થાય
ના માગણી નામોહ સ્પર્શે,ના કોઇ અપેક્ષાય અથડાય
મળે માનવતાનીરાહ,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
જીવન એ બંધન છે દેહના,અવનીએ આગમને દેખાય
કરેલકર્મની જ્યોત સ્પર્શે,જ્યાંસાચીમાનવતા મળીજાય
અજબ શક્તિશાળી અવિનાશી,જીવને અનુભવેસમજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
----------------------------------------------------
November 6th 2016
. . સનાતન સત્ય
તાઃ૬/૧૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમને પારખી લેતા,જીવની અપેક્ષાઓ છુટી જાય
મળે માનવતાનો સહવાસ,એ જ સનાતન સત્ય કહેવાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
કુદરત કેરી આ અજબ છે લીલા,જે ભક્તિ રાહે મળી જાય
ના અપેક્ષા ના મોહની કોઇ રાહ,એજ માનવતા કહેવાય
મળે પરમાત્માની પ્રેરણા જીવને,જે સાચીરાહ આપી જાય
માનવજીવનની મહેંક પ્રસરે,અનેક જીવોને એ દોરી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
વાણીવર્તન સરળરાખતા,જીવનમાં સંબંધીઓ મળી જાય
આવતી આફતને રોકી રાખવા,જલાસાંઇની રાહદોરી જાય
મળે માનવતાનો સંગ જીવને,મળેલદેહને સાર્થક કરી જાય
આવનજાવનના બંધન છુટતા,જીવને મુક્તિરાહ મળી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
======================================
October 20th 2016
. .સમયની જકડ
તાઃ૨૦/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયના પકડાયો શ્રી શ્યામથી,કે ના પકડાયો શ્રી રામથી
એજલીલા અવિનાશીની અવનીએ,જે દેહમળે અનુભવાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.
અનંત શક્તિશાળી રાવણ,ભોલેનાથની કૃપાએ થઈ જાય
અભિમાનને આગળ રાખી જીવતા,અંતે દેહનુ દહન થાય
સમય એ જીવનની શાન છે,જ્યાં સમજીને જીવન જીવાય
કુદરત કેરી આફતથી બચવા,પાવનરાહ ભક્તિએ પકડાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.
માગણીમનને સદાય સ્પર્શે,અવનીએ નાકોઈથીદુર જવાય
સમયની સાંકળએ બંધન દેહના,જે શ્રધ્ધાભક્તિએ દુર જાય
મળેલ માનવદેહ જીવને,પ્રભુકૃપાએ જન્મમરણથી છટકાય
આવન જાવનએછે કુદરતની લીલા,ના કોઈ થી દુર રહેવાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.
===========================================
June 10th 2016
. . મનની માગણી
તાઃ૧૦/૬/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમની કૃપા મળે જીવનમાં,ના માગણી કોઇ હોય
આવી આંગણે નિખાલસસ્નેહ મળે,જીવન ઉજ્વળ થાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
જન્મ મરણના બંધન જીવને,કરેલ કર્મથી જ મળી જાય
માનવતાને પારખી લેવા,જીવનમાં નિર્મળ ભક્તિ થાય
અપેક્ષાના વાદળ તો ઘુમે અવનીએ,સમયે સ્પર્શી જાય
મળે મોહમાયાના બંધન,જે કળીયુગની ચાદર કહેવાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
પવિત્રપ્રેમ મળે સંબંધીઓનો,જેમાં નાઅપેક્ષા અડીજાય
નાકોઇ માગણી પ્રેમનીરહે,કે નામાનવીના વર્તને દેખાય
સરળ જીવન નિર્મળ રાહે જીવતા,જલાસાંઇની કૃપા થાય
એજ સ્પર્શે જીવના બંધનને,જન્મમરણથી દુર લઈ જાય
……….એજ અસીમકૃપા જલાસાંઇની,મળેલ જન્મને સ્પર્શી જાય.
=+++++++++++++++++++++++++++++++++++++=
June 1st 2016
. કુદરતી લીલા
તાઃ૧/૬/૨૦૧૬ ૧-૬-૧ ૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના જગતમાં તાકાત માનવીની,કે ના કોઇથી અંબાય
કુદરતની આ અસીમલીલા,જે સમયસાથે ચાલી જાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
તારીખ એક મહીનો છો,અને વર્ષ એક છોથીજ વંચાય
આ સ્પર્શે છે માનવીને જીવનમાં,ના ફરીકદી મેળવાય
અજબ શક્તિશાળી પરમાત્મા,જીવથી સમજીનેજવાય
સમયને ના પકડી શકે અવનીએ,એજ શક્તિ કહેવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
લાગણી મોહ જીવનના સંગમાં રહે,ના કોઇથી છટકાય
પળેપળ એ મળે જીવને,જીવનમાં અનેક વખત લેવાય
મળેલદેહ એકર્મબંધન,જે જીવને જન્મ મળતાજ દેખાય
સમજીવિચારી ચાલતા,પાવનકર્મની રાહ પણ મેળવાય
………..માનવીના જીવનમાં આ તારીખ,ના કદી ફરી આવી જાય.
======================================