May 25th 2016
. .અંતરનો અવાજ
તાઃ૨૫/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અસીમકૃપા જીવને,પાવનકર્મથી મળી જાય
અંતરને મળેલ નિખાલસરાહ,નિર્મળ ભક્તિએજ મેળવાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને અનંત શાંન્તિ દઇ જાય
ના મોહની કોઇ અપેક્ષા રહે,કે ના કોઇ અભિમાન અથડાય
અંતરનો અવાજ એજ કર્મનો સંબંધ,જે જીવને સ્પર્શી જાય
નાકળીયુગ નાસતયુગ સ્પર્શે જીવને,જન્મસાર્થક થઈ જાય
…………એજ અંતરનો અવાજ જગતમાં,જે કોઇનેય ના સંભળાય.
સંત જલાસાંઇની પવિત્રરાહ પકડતા,અનેક જીવોખુશથાય
આવી આંગણે નિખાલસ પ્રેમ મળતા,પવિત્રરાહ મળી જાય
મુક્તિ માર્ગના દ્વાર ખુલે જીવના,જ્યાં અંતરમાં આનંદ થાય
શ્રધ્ધાની નિર્મળરાહે જીવતા,જન્મમરણના બંધનછુટીજાય
…………એજ અંતરનો અવાજ જગતમાં ,જે કોઇનેય ના સંભળાય.
=======================================
May 6th 2016
. .શાંન્તિ
તાઃ૬/૫/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમને જીવને,દેહ થકી અનુભવો ઓ ળખાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે જીવને કર્મ થતા સમજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળેલ દેહ કર્મને સ્પર્શે,જે અવનીપર આગમને દેખાય
માનવ જીવન મળતા જીવને,જગત પર કર્મને સમજી શકાય
પરમાત્માની અસીમ કૃપાએજ,જીવને ભક્તિમાર્ગ મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જલાસાંઈની ભક્તિરાહ મેળવાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
જીવને મળે શાંન્તિ જીવનમાં,જે નિર્મળ ભક્તિએજ મેળવાય
મનથીકરેલ નિર્મળભક્તિ,જીવે સુખશાંન્તિનો સંગ મળી જાય
માનવ જીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
મળેશાંન્તિનોસહવાસ જીવને,જ્યાં આંગણે પ્રભુકૃપાઆવીજાય
………..અજબલીલા અવીનાશીની, જે અસંખ્ય વર્ષોથી જગે પ્રસરી જાય.
===========================================
April 11th 2016
. .લગની લાગણી
તાઃ૧૧/૪/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત પ્રગટે જીવનની,જ્યાં સરળ જીવન જીવાય
લગની લાગી નિર્મળથી,ત્યાંજ પ્રભુકૃપા મળી જાય
………ના માગણી મોહની કેડી મળે,જીવન સુખશાન્તિએ જીવાય.
અવનીપર ના આગમને,જીવને અનેક દેહ દેખાય
કયોદેહ મળ્યો છે જીવને,જે કર્મનાબંધને મેળવાય
સતકર્મની કેડી મળે દેહને,જ્યાં સમજણથી જીવાય
આવી આંગણે આશિર્વાદ મળે,જ્યાં પાવનકર્મ થાય
………ના માગણી મોહની કેડી મળે,જીવન સુખશાન્તિએ જીવાય.
સમજણએ સંસ્કારછે જીવના,સરળજીવન દઈ જાય
પાવનરાહને પકડી ચાલતા,સાચીભક્તિ મળી જાય
અસીમ કૃપાએ જલાસાંઇની,નિર્મળ જીવન જીવાય
મળેલદેહ ના માંગે કાંઇ,જે લગની લાગણી કહેવાય
………ના માગણી મોહની કેડી મળે,જીવન સુખશાન્તિએ જીવાય.
===================================
April 6th 2016
. .પ્રેમ પરમાત્માનો
તાઃ૬/૪/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની મળે,જ્યાં નિર્મળ ભક્તિરાહ મેળવાય
શ્રધ્ધા રાખીને પાવનકર્મની કેડી લેતા,જલાસાંઇની કૃપા થાય
………..જીવને મળેલ દેહ અવનીએ,પાવનરાહે જન્મ સફળ કરી જાય.
સવાર સાંજ જ્યોત સુર્યદેવની,જે જીવને સમય થતા સમજાય
પાવન કર્મની કેડી મળે કૃપાએ,જે કરેલ કર્મે જીવને સ્પર્શી જાય
જન્મમરણના સંબંધસ્પર્શે,જ્યાં સતયુગ કળીયુગના બંધન થાય
નાકોઇ જીવનીતાકાત અવનીએ,કરેલકર્મથી ક્યારેય છટકી જાય
…………જીવને મળેલ દેહ અવનીએ,પાવનરાહે જન્મ સફળ કરી જાય.
અવનીપરનુ આગમન છે બંધન,મળેલ દેહના સંબંધોએ દેખાય
નિર્મળ ભાવનાએ અર્ચના કરતા,સુર્યદેવની પરમકૃપા મેળવાય
સુર્ય સ્નાનની પરમશક્તિ છે એવી,દેહને પાવનરાહ આપી જાય
અપેક્ષાની નામાયા સ્પર્શે દેહને,કે ના જીવથી કોઇ મોહને શોધાય
………..જીવને મળેલ દેહ અવનીએ,પાવનરાહે જન્મ સફળ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++
March 9th 2016
. .કરૂણાનો સાગર
તાઃ૯/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનને જકડી ચાલતો સમય,ના કોઇથી અવનીપર છટકાય કરૂણા સાગરમાં ડુબકીમારતા,જીવપર પરમાત્માની કૃપા થાય
…………અજબલીલા અવિનાશીની જગતમાં,એ કળીયુગમાં સ્પર્શી જાય.
જગતની આ રામાયણ,અજબશક્તિશાળી રાવણનુ દહનથાય
ના કોઇ માનવી આંબી શકે અવતરણને,એ કર્મબંધન કહેવાય
નિર્મળ જીવનની કેડીએ ચાલતા,જીવ પર કરૂણાની વર્ષા થાય
વર્ષા પ્રેમની જીવને થતા,જ્યાં સંત જલાસાંઇથી રાહ મેળવાય
…………અજબલીલા અવિનાશીની જગતમાં,એ કળીયુગમાં સ્પર્શી જાય.
પ્રેમની પાવન કેડી મળે જીવને,જ્યાં નિખાલસ જીવન જીવાય મળેપ્રેમ સંબંધીઓનો જીવનમાં,ત્યાં મિત્રોના પ્રેમનીવર્ષા થાય
કરૂણા એ છે પ્રેમ નિખાલસ,જે જીવને પવિત્રરાહથી જ મળીજાય
ના કોઇ આશા ના અપેક્ષા જીવની,જે નિર્મળ જીવન આપી જાય
…………અજબલીલા અવિનાશીની જગતમાં,એ કળીયુગમાં સ્પર્શી જાય. ==========================================
February 12th 2016
. .સમજણ સાચી
તાઃ૧૨/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન જકડે કળીયુગની કેડી,ના જગતમાં કોઇથી છટકાય
માનવજીવનની નિર્મળરાહ,સાચી સમજણથી જ સમજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
અવનીપરનું આગમન જીવોનુ,કર્મ બંધનથી જકડાઇ જાય
માનવદેહએ લાયકાત જીવની,જે સાચીભક્તિએ મળી જાય
જલાસાંઇની શ્રધ્ધા ભક્તિએ,નિર્મળ ભક્તિ રાહ પામી જાય
નાઅપેક્ષા નાકોઇ માગણીએ,જન્મમરણના બંધનછુટીજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
મોહ જીવને જકડે કળીયુગમાં,જે જીવને અનુભવે સમજાય
પળેપળને સમજી ચાલવા,જીવનમાં સમજીને પગલુ ભરાય
વ્યાધી ઉપાધી એ સમયની કેડી,જે નિર્મળદેહને સ્પર્શી જાય
અનંત કૃપાળુ છે પરમાત્મા,જે જીવના કર્મથી સમજાઈ જાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
=======================================
February 7th 2016
. . વિદાયની વેળા
તાઃ૭/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવી જાવ અને વિદાય થાવ,જે દેહને બંધનથી જકડી જાય
જન્મમળે જીવને માબાપથી,ને મૃત્યુથી કોઇથીયના છટકાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
લાગણી મનથી કરેલ જીવનમાં,જીવને સંગાથ આપતી જાય
રામનામનીમાળા જપતા,જીવને પરમાત્માનીકૃપા મળીજાય
માયાના બંધન સ્પર્શે જીવને,જે જગતપર દેહ મળતા દેખાય
અંતરમાંના ઉભરાને છોડતા,અવનીથી જીવની વિદાય થાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
જીવનીજ્યોત પ્રગટે અવનીએ,જ્યાં દેહથી સત્કર્મ નિર્મળથાય
ના અપેક્ષા કોઇ મનમાં રાખતા,જીવને ઉજ્વળ રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ જગતમાં,જે સાચી રાહ આપી જાય
વિદાયવેળાએ જલાસાંઇ કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
……..અવનીપર આગમન વિદાય,જે પરમાત્માની દ્રષ્ટિએ જ મેળવાય.
****************************************************
January 24th 2016
. .ચીધેલ આંગળી
તાઃ૨૪/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની જ્યોત પ્રગટે,જ્યાં માનવી સરળ જીવન જીવી જાય
નિર્મળરાહ ને સંગે ચાલતા,જીવને મળેલ આજીવન મહેંકીજાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.
અપેક્ષા તો જીવનમાં સ્પર્શે છે સૌને,ના કોઇ જીવથીય છટકાય
પરમાત્માની કૃપા મળીજાય જીવને,ત્યાં સફળતા મળતી જાય
મળતી લાગણીને પારખીલેતાં,જીવથી કળીયુગથી દુર રહેવાય
શાંન્તિનોસહેવાસ મળતા જીવનમાં,પવિત્રમાર્ગ પણમળી જાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.
સંત જલાસાંઇની જ્યોત પ્રગટતા,પવિત્ર દ્રષ્ટિ જીવનેમળીજાય
મારૂ તારૂની કેડીને સમજતા,જીવનમાં પાવન રાહ ને મેળવાય
દુઃખ સુખ ના સ્પર્શે દેહને,ત્યાંજ જીવને અનંત શાંન્તિ દઈ જાય
પવિત્રરાહે ચીંધેલ આંગણી,જીવને દેહે પાવન કર્મ કરાવી જાય
……..સરળ ચીંધેલ આંગળીએ ચાલતા,જીવનમાં ઉજ્વળ રાહ સહેવાય.
===========================================
January 20th 2016
. . જાગતો રહેજે
તાઃ૨૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગતો રહેજે ભઈ નહીં તો,તને જીવનમાં શાંન્તિ મળશે નહીં
ના આગળ ના પાછળ જોતાજ,નિર્મળતાનો સંગ મળશે અહીં
………….એ જ છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.
મળશે જીવનમાં ઉજ્વળકેડી,નહીં મળે તને જગે વ્યાધી કોઇ
સુખના વાદળ સંગે રહેતા,પામર રાહને પામી લઈશ તુ અહીં
પળે પળની પવિત્ર રાહે જીવતા,જીવને અનંત શાંન્તિ થઈ
પામી પ્રેમ જીવનમાં સૌનો,કર્મનાબંધન તારા છુટીજશે ભઈ
………….એ જ છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.
મેં કર્યુ છેકે મારાથી થયુ છે,ના કોઇ મોહ તેમાં તુ રાખતો ભઈ
પવિત્ર કર્મ થશે જીવનમાં,એજ કૃપા સંત જલાસાંઇની થઈ
દેહને બંધન ઉંમરના સ્પર્શે,જે સમય સમયે સમજાય અહીં
અવનીના આગમનને છોડવા,ભક્તિભાવથી પુંજા કરજે ભઈ
………….એ જ છે તારી જીંદગી ભઈ,જગતમાં પ્રેમ પ્રગટાવશે જઈ.
==========================================
January 20th 2016
. .કર્મનાબંધન
તાઃ૨૦/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળતાનો સહવાસ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને આંબીલે જીવનમાં,જ્યાંપ્રેમની જ્યોત પ્રગટી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અનેક દેહ મળે જીવને અવનીએ,જે જન્મ મળતા જ દેખાય
કર્મના બંધન એ પગથી છે જીવની,જીવને સમયે સમજાય
નિરાધારની કેડી છે અવનીપર,જે પશુપક્ષીથી જગે દેખાય
માનવદેહની પ્રગટે જ્યોત,ત્યાં જીવ અવનીપર આવી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
અભિમાનની રાહ મળે માનવીને,ત્યાં કર્મ બંધનથી જકડાય
મારૂતારૂની એકજ ઝલકમળે,જીવ આવન જાવનથી બંધાય
ભક્તિભાવ મનથી રાખતાં,જીવપર જલાસાંઈની કૃપા થાય
વિદાય વેળાએ દેહને છોડતા,પરમાત્મા જીવને દોરી જાય
……….એ અજબકૃપા સુર્યદેવની જગે,તેમના ઉદયઅસ્તથી અનુભવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++