January 3rd 2016
. . અજબશક્તિ
તાઃ૩/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનને જગતમાં,ના રોકી શક્યુ છે કોઇ
એજ અજબશક્તિ છે અવિનાશીની,ના આંબી શક્યુ છે કોઇ
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય
માનવતાનીમહેંક પ્રસરે જીવની,કૃપાએ અનુભવથી દેખાય
કરેલ કર્મ એજ સાંકળ જીવની,અવનીના આગમને સહેવાય
કાયાને જકડે છે જીવના બંધન,અદભુત લીલા એને કહેવાય
ના સાધુ કે સંસારી છુટે અવનીથી,એજ અજબશક્તિ કહેવાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય.
મળે જ્યાં મારુ દેહને જીવનમાં,ત્યાં મળેલ સંબંધ જકડી જાય
પરમાત્માની નિર્મળકેડી મળે જીવનમાં,જે ભક્તિથીમેળવાય
શ્રધ્ધાએ સંત જલાસાંઇને ભજતા,સંસારી જીવન સુધરી જાય
કર્મના બંધનની કેડી છુટતાં,અવનીના આગમનનેછોડી જાય
………..પરમકૃપા પરમાત્માની થાય,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમથી થાય
=========================================
January 2nd 2016
. .આજ કાલ
તાઃ૨/૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ સમયની સીડી,જગતમાં ના કોઇથી છટકાય
જન્મમરણ એ દેહના બંધન,કર્મના બંધનથી જ મેળવાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
માગણી જીવની ના અટકે અવનીએ,જ્યાં દેહ મળી જાય
આગમન વિદાય એ જીવના બંધન,કર્મથીએ સ્પર્શી જાય
કરેલ કર્મો છે જીવનની જાત્રા,જે આજકાલને જકડી જાય
પશુપક્ષીએ છે સતત આગમન,જે માનવદેહથી સમજાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
મળે જ્યાં માનવદેહ જીવને,જ્યાં સમજણ સીડીએ ચઢાય
યુગની કેડીએ જીવને જકડે,જે નિર્મળભક્તિએ જ સમજાય
મળેલમાનવદેહ જીવને,જે જલાસાંઈની ભક્તિએછુટીજાય
સાચી પ્રભુની ભક્તિ કરતા,કૃપાએ જીવને મુક્તિ મળી જાય
……….આ અદભુતલીલા જગતપિતાની,જીવને સમયે સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++
December 29th 2015
. .કઈ જ્યોત
તાઃ૨૯/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિ છે જ્યોતની અવનીએ,અનુભવથી સમજાય
કઈ જ્યોત ક્યારે મળે જીવને,જે પ્રભુની કૃપાએજ મેળવાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
મળે જ્યોત માબાપના પ્રેમની,ત્યાં મળેલ દેહ સાર્થક થાય
રાહમળે ભણતરની સંતાનને,જીવને લાયકાતે એદોરી જાય
માતાની ચીંધેલ આંગળીએ,સંતાનને ભક્તિ રાહ મળી જાય
ના અપેક્ષાની કોઇ ભાવના રહે,કે નાકોઇ માગણી અડી જાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
સંગાથીઓનો જ્યાં સાથ મળે,મા સરસ્વતીની કૃપા થઈજાય
કલમની પકડી કેડીએ ચાલતા,અનેક જીવોને પ્રેમ મળી જાય
માન અભિમાનને નેવે મુકતા,મળેલ જન્મ પાવન થઈ જાય
નિર્મળજીવન જીવે અવનીએ,સૌનો નિખાલસપ્રેમ મળીજાય
………..માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ઉજ્વળ જ્યોત મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++
December 28th 2015
. . આનંદની લહેર
તાઃ૨૮/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનનો સંગ મળે,ત્યાં માનવતા મહેંકી જાય
ના અંતરમાં અપેક્ષા રહે,જ્યાં અભિમાન ઓસરી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
માનવ દેહ મળતા જીવને,ધર્મ કર્મને એ સમજાઈ જાય
કર્મબંધન જકડે છે જીવને,જે આવન જાવનથી દેખાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પવિત્ર ધર્મરાહ મેળવાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
મળે રાહ જીવને જીવનમાં,જે સાચાસંતથીજ મળી જાય
વિરપુરનાસંસારી સંતજલારામ,ભુખ્યાને ભોજન દઈ જાય
અનેક જીવોને અન્ન દેતા,પરમાત્માય આવીને ભાગીજાય
એજ સાચીરાહ જીવની,જે કર્મના બંધનથી દેહ છુટી જાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
પશુપક્ષી બંધનજીવના,અવનીએઅનેક દેહ આપી જાય
નાકોઇ આધાર રહે કે નાકોઇ જીવનો સંગાથ મળી જાય
સંત સાંઇબાબાએ આંગળી ચીધી,મનુષ્ય થઈ જીવીજાવ
શ્રધ્ધાસબુરીની રાહેજીવતા,નાકોઇ હિન્દુ મુસ્લીમ કહેવાય
……..એજ સાર્થક જન્મ કરે,જ્યાં અંતરનો આનંદ વરસી જાય.
#######################################
December 26th 2015
. .જકડે પકડે
તાઃ૨૬/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જકડે પકડે માનવ જીવન,જ્યાં અભિમાનની ગંગા વહે
કુદરતની નાકૃપા મળે જીવનમાં,દેહ અવનીપર અથડે
………….એ છે પકડ પરમાત્માની,જ્યાં કળીયુગની કાતર ચાલે.
મળે ના માનવતા જીવનમાં,કે ના કોઇનો સંગાથ મળે
આચરકાચર ચાલતી જીવનની ગાડી,નાકોઇ આશ રહે
નિર્મળકર્મ ના થાય જીવનમાં,ના સચ્ચાઇનો સાથ રહે
કળીયુગની ગાડી મળી જતા,ના જીવને કોઇ સ્થાન મળે
………….એ છે પકડ પરમાત્માની,જ્યાં કળીયુગની કાતર ચાલે.
ના સમજ મળે કોઇ જીવનમાં,ત્યાં આપત્તીનો સંગ રહે
ક્યારે મળશે રાહ સાચી જીવનમાં,ના કોઇ વિશ્વાસ રહે
જકડે જીવને અભિમાન ત્યાં,જ્યાં જીવને ખોટી રાહ મળે
પકડે ખોટોપ્રેમ જીવને,જ્યાં દુશ્મનનો દેખાવ મેળવાય
………….એ છે પકડ પરમાત્માની,જ્યાં કળીયુગની કાતર ચાલે.
======================================
December 25th 2015
. .આવીજાવ
તાઃ૨૫/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવી જાવ તમે પ્રેમ લઈને,જે નિખાલસતા આપી જાય
ના મને કોઇ માયા સ્પર્શે,કે ના કોઇ મોહ મને મળી જાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.
ભાગંભાગ એ કળીયુગની માયા,જે જીવનને જકડી જાય
મનથીકરેલ માળાપ્રભુની,પરમાત્માનીકૃપા આપી જાય
કરેલ કર્મ એ બંધન જીવના,જે જીવને દેહ મળે સમજાય
અંતરથીકરેલ પ્રેમ છે જીવનો,સાચો સંતોષ આપી જાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.
શ્રધ્ધા રાખી ભક્તિની રાહ પકડતા,પ્રભુની કૃપા મેળવાય
ચોખ્ખુ ઘરનુ આંગણુ રાખતા,આંગણે જલાસાંઇ આવી જાય
મળે જીવને કૃપા સંતની,ના આગળપાછળ કાંઈજઅથડાય
આવીજાય જ્યાં પ્રેમનિખાલસ,આવતીવ્યાધીય ભાગીજાય
…………સરળ જીવનની કેડીએ જીવતા,જલાસાંઈની કૃપા થાય.
*************************************************
December 23rd 2015
. . ભક્તિ પ્રીત
તાઃ૨૩/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે પ્રેમ માબાપનો સંતાનને,જીવનમાં રાહ સાચી મળી જાય
શ્રધ્ધાની સાચીકેડી પકડી ચાલતા,પવિત્ર ભક્તિપ્રીત થઈજાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
મળે માનવદેહ અવનીએ જીવને,એ જીવની નિર્મળતા કહેવાય
કુદરતની એ અસીમ કૃપા કહેવાય,જે જીવને જન્મ મળે દેખાય
અવનીપરનુ આગમન એ છે બંધન,જીવને દેહ મળતા સમજાય
પરમ કૃપા પરમાત્માની થાય,જ્યાં જીવનમાં સાચી ભક્તિ થાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
કર્મનાબંધન એ દેહનાસંબંધ છે,જે મળેલદેહના બંધનથી દેખાય
જન્મબંધનને સાચવી જીવતા,મળેલદેહ પર વડીલની કૃપાથાય
પવિત્રકર્મની કેડી મળતા જીવને,સાચી ભક્તિની રાહ મળી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા, પાવનકર્મે મુક્તિરાહને મેળવાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
==========================================
September 10th 2015
. . લાગણી માગણી
તાઃ૧૦/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણી માગણી અડે જીવને,જે જગે ઉત્તર દક્ષિણ કહેવાય
આવી અડે માનવજીવનમાં,જે સુખ દુઃખની જેમ સહેવાય
…………એ અવનીપરના બંધન રહે,જે જીવને જન્મમરણ દઈ જાય.
મારૂ એતો માગણી જીવની,જીવને અપેક્ષાઓ આપી જાય
કુદરતની કામણગારી લીલા,માનવીને સંબંધને સમજાય
લાગણી એતો અંતરથી નીકળે,જેસાચી નિર્મળતા કહેવાય
પાવનજીવનનાબંધને જીવતા,જીવેકર્મની કેડીથી છટકાય.
………..એજ સાચી રાહ છે જીવની,જે સાચી ભક્તિથી જ મળી જાય.
માનવદેહના બંધન જગતમાં,માગણી એજ મળતા જાય
અડી જાય જીવને કાયાના બંધન,ના જગે કોઇથી છટકાય
મોહમાયા સ્પર્શેજીવનમાં,એકળીયુગની શીતળતા દેખાય
જન્મમરણના બંધનજકડે,જે લાગણી માગણીએ મેળવાય
……….એજ જીવનમાં આધીવ્યાધીને આપી,કર્મબંધનથી જકડી જાય
=========================================
August 19th 2015
. .પ્રેમજ્યોત
તાઃ૧૯/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળરાહ જીવનમાં મળતા,પાવનકર્મની કેડી મળી જાય
સુખદુઃખની આશાને છોડતા,જીવનો જન્મ સફળ થઈ જાય.
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.
સત્કર્મની રાહ મળે જીવને,જ્યાં સંતજલાસાંઇની સેવા થાય
આંગણે આવે સુર્યદેવની દ્રષ્ટિ,જીવની પ્રભાત ઉજ્વળ થાય
મળે દેહને પવિત્ર રાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ અથડાય
ભક્તિરાહની સાચી કેડીએજ,સંસારમાં પ્રેમ સૌનો મળી જાય
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.
માનવતાની મહેંક પ્રસરતા,નિર્મળ જ્યોત પ્રગટતી જાય
માગણીમોહને દુર રાખી જીવતા,માબાપનો પ્રેમ મળી જાય
કર્મની સાચી કેડી મળે જીવને,જ્યાં પરમાત્માની કૃપા થાય
આજકાલને ભક્તિરાહે આંબતા,જીવનો જન્મસફળથઈજાય
………એવી પ્રેમાળ પ્રેમની જ્યોત પ્રગટતા,કૃપા પ્રભુની થઈ જાય.
==============================================
July 18th 2015
. . આધીવ્યાધી
તાઃ૧૮/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આધી વ્યાધી ના આંબે કોઇ,કે જગે ના કોઇથી છટકાય
સમજણ સાચી સાથે રાખતા,ના તકલીક કોઇ અથડાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
માનવ જીવન એ કર્મની કેડી,જે દેહે બંધનથી સમજાય
અવનીપરનું આગમન થતાં,જીવને કર્મથી સ્પર્શી જાય
આધી વ્યાધીએ કળીયુગની ચાલ,ના કોઇથીય છટકાય
નિર્મળ ભક્તિ પ્રેમથી કરતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
આજે સમજીને કાલે કરીશ,એજ માનવીની મતી કહેવાય
કળીયુગમાં નાકોઇ રાહ મળે,કે નાકોઇનો સંગાથમેળવાય
અજ્ઞાનતાની એકજ કેડીએ,જીવને વ્યાધીએ મળતી જાય
ના કોઇને સમજણ પડે,કે ના આધી વ્યાધી થી દુર જવાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================