July 13th 2015

સરળરાહ

.                .સરળરાહ

તાઃ૧૩/૭/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,જ્યાં સમયનો સાથ મળી જાય
નિર્મળતાનો સાથ મળતા,મોહમાયા જીવથી આધી જાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
અવતરણના બંધન છે જીવના,દેહ મળતાજ એ સમજાય
મનુષ્ય જીવન એ કૃપા પ્રભુની,સરળ જીવનથી મળી જાય
દાન માનને દુર રાખીને જીવતા,લોભ મોહ દુર ભાગી જાય
અંતરમાં આનંદની મહેંક રહે,પરમાત્માનો પ્રેમ મળી જાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
લઘરવઘર જીવન છે જીવનુ,જ્યાં  કળીયુગીકેડી અડી જાય
સંબંધ પકડે છે દેહને અવનીએ,જે કર્મે જીવને જકડતો જાય
સુખદુઃખનાવાદળ તોવરસે,જગે ના સાધુબાવાથીય બચાય
ભક્તિભાવની નિર્મળરાહે,જીવનેમળેલ જન્મ સફળથઈજાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.

*********************************************

 

July 11th 2015

સુર્યદેવ

suryadev

 

 

 

 

 

 

 

 

 

 

.                            . સુર્યદેવ

તાઃ૫/૪/૨૦૧૫                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિના છે અધિપતિ,જેને સુર્યનારાયણ કહેવાય

અવનીપરના આગમન વિદાય,જીવને સવારસાંજ દેખાય

………એવા જગતના એ દેવતા,જેમના દર્શન દરેક જીવને થાય.

ના મંદીરની જરૂર તેમને,કે ના પત્થરની મુર્તિ બનાવાય

આગમન તેમનુ છે સુર્યોદય,નેસુર્યાસ્તને વિદાય કહેવાય

ના બાર વાગે પોઢે એ મંદીરમાં,કેના ચાર વાગે ઉઠી જાય

રાત પડતાં બારણા બંધ કરતા,મંદીરમાં પ્રભુ પોઢી જાય

…….એવા જગતના એકજ દેવતા,જે સુર્યનારાયણથી ઓળખાય.

પત્થરનીમુર્તિને જીવ આપેમાનવી,તુટતાં ખંડીત થઇ જાય

કપડાં પહેરાવી દર્શન કરાવી,દાનની.પેટી કૃપા આપી જાય

કળીયુગી વાદળમાં રહેતા,માનવીને અંધશ્રધ્ધા મળી જાય

ભગવુ પહેરી ભટકી રહેતા,નારીના.દેહથી દુર ભાગતા જાય

…….એવી અંધશ્રધ્ધાની કેડી,માનવીને કળીયુગી.રાહે મળી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

July 11th 2015

હાર મળે

.                . હાર મળે

તાઃ૧૧/૭/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દની સાચી સમજણ પડે,જ્યાં અસર તેની પડી જાય
માનવતાની મહેંક પ્રસરે,યા જીવને અશાંન્તિ મળીજાય.
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.
શ્રધ્ધાની સરળકેડી પકડી ચાલતા,નિર્મળતાને સહેવાય
મળે પ્રેમથી હાર ફુલોનો જીવને,અનંતઆનંદ મળી જાય
નિખાલસતાનો  સંગાથ રાખતા,સૌ મિત્રોને આનંદ થાય
આપે ફુલોનો હાર પ્રેમથી દેહને,જે લાયકાતેજ મળી જાય
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.
કળીયુગની કેડીને પકડતા,ના સફળતાનો સંગ મેળવાય
દેખાવની રાહેજ ચાલતા,જીવનમાં અહીં તહીં મોહ રખાય
સફળતાની અપેક્ષાને રાખતા,જીવનમાં હાર જ મળી જાય
એ છે કુદરતની લીલા જગે,જે શબ્દની સમજણેજ સમજાય
……….એજ શબ્દની અજબ કેડી,જે અનુભવથી જ સમજાઇ જાય.

===========================================

May 29th 2015

નિર્મળરાહ.

.                    . નિર્મળરાહ

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,ત્યાં નિખાલસતા સહેવાય
આધી વ્યાધી ને ઉપાધી ભાગે,જ્યાં નિર્મળરાહ  મેળવાય
…………મળે જીવને  પવિત્ર જીવન,એ મોહ માયાને તોડી જાય.
નિર્મળ પ્રેમની ગંગા વહે,જ્યાં જ્યાં માનવતા મળી જાય
ભક્તિ પ્રેમને પકડી ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે ઉજ્વળ જીવન દઈ જાય
આશિર્વાદની પવિત્રરાહે,જીવનમાં ના તકલીફ મળી જાય
……………એજ સાચી કૃપા પ્રભુની,જે સંતાનના વર્તને  દેખાય.
આગમન વિદાયની દ્રષ્ટિ,જગતમાં નાકોઇ જીવથી જોવાય
કર્મની ઉજ્વળ કેડી  લેતાં,સંત જલાસાંઇની કૃપા થઈ  જાય
મળે દેહને માનઅવનીએ,જ્યાં જીવને નિર્મળરાહ મળીજાય
કુદરતની છે અપાર લીલા,જીવને વિદાય વેળાએ સમજાય
…………અવનીપરનુ આવનજાવન,જીવને માયાથી સમજાય.

**************************************************

April 28th 2015

વાણી વર્તન

.                     .વાણી વર્તન

તાઃ૨૮/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં આવી જીવનમાં વ્યાધી,ત્યાં વાણી બદલાઈ ગઈ
મળી લાગણીમોહની તાપણીએ,આજીંદગી ઝપટાઈ ગઈ
……..એજ છે આ કળીયુગી કાકડી,જે લાકડી બની ગઈ.
સરળ જીવનમાં પ્રેમ મળે,જ્યાં માબાપની કૃપાઓ થઈ
પામર જીવને રાહ મળે,જ્યાં નિખાલસ પ્રેમમળતો ભઈ
ઉજ્વળતાની કેડી મળે,જ્યાં વડીલને વંદન કરતા જઈ
આશિર્વાદની એકજ પળે,પાવનજીવન મળી જતું અહીં
…….એજ સુર્યદેવની કૃપા,જે જીવને રાહ આપે છે અહીં
પરમેશ્વરની પરખ અનેક.જે જીવને શ્રધ્ધાએ સમજાય
અંતરથી કરેલ પ્રાર્થનાએ,જલાસાંઇની કૃપા મળી જાય
અવનીપર આવનજાવન,સુર્યદેવના ઉદયઅસ્તે દેખાય
કૃપા મળે સુર્યદેવની જીવને,જ્યાં પ્રભાતે અર્ચનાથાય
……એજ કૃપા અવિનાશીની,જે માનવીને સમજે સમજાય

**********************************************

February 4th 2015

જીવન જકડે

  1.     .જીવન જકડે

તાઃ૪/૨/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં નિર્મળ જીવન જીવાય
નાકોઇ ઇચ્છા રહે જીવનમાં,જ્યાં સાચી પવિત્રભક્તિ પ્રેમે થાય
………………એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
કર્મના બંધન એજ છે જીવના સંબંધ,નાકોઇ જીવથી દુર જવાય
અવનીપરનુ આગમન એ કર્મની કેડી,જે જીવને દેહ આપી જાય
મહેંકપ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધાપ્રેમથી પુંજા થાય
આવી આંગણે કુદરતી પ્રેમ મળે,જે આ જીવન નિર્મળ કરી જાય
……………….એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
સંબંધ સાચવીને જીવનજીવતા,જીવનમાં ખુશીનુ આગમન થાય
નિર્મળ પ્રેમથી સંબંધ સચવાતા,જીવને ના સ્વાર્થમોહ અડી જાય
આજકાલને સમજીને ચાલતા,જીવનમાં અદભુતપ્રેમ મળતો જાય
ભક્તિરાહ મળે જલાસાંઇની સાચી,જે મળેલ જન્મ સફળ કરીજાય
……………….એજ માનવતાની મહેંક પ્રસરાવે,જે દુઃખને દુર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++

February 2nd 2015

જીવના કર્મ

.                 . જીવના કર્મ          

તાઃ૨/૨/૨૦૧૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ્

માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળતાનો સંગ મળી જાય
પાવનકર્મની કેડી પકડી ચાલતા,જીવને મળેલ જન્મ સફળ થઈ જાય
…………જ્યાં પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં સાચી ભક્તિરાહ મળી જાય.
મળેલ દેહ અવનીએ જીવને,જે ગત જન્મે કરેલ કર્મથી જ મળી જાય
અવનીપરનુ આગમન એજ છે કર્મનુ બંધન,ના કોઇ જીવથી છટકાય
જલાસાંઇની નિર્મળ ભક્તિ કરતા,જીવને સાચી ભક્તિ રાહ મળી જાય
કર્મની શીતળ કેડી પકડી જીવતા,મળેલઆમાનવ જીવન મહેંકી જાય
…………જ્યાં પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં સાચી ભક્તિરાહ મળી જાય.
મળે જ્યાં આશિર્વાદ સંતાનને,ત્યાં સંતાનનુ જીવન સંસ્કારી થઈ જાય
માતાના સ્નેહાળ પ્રેમને પામતા,જીવનમાં ના આફત કોઇ જ અથડાય
પિતાએ દીધેલ ઉજ્વળ રાહે જીવતા,સંતાનનુ સરળ જીવન થઈ જાય
ના અપેક્ષા કે ના લાગણી મોહ,માનવ જીવનમાં કદીય એ સ્પર્શી જાય
…………જ્યાં પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં સાચી ભક્તિરાહ મળી જાય.

===================================

December 20th 2014

સત્યનીકેડી

.                     .સત્યનીકેડી

તાઃ૨૦/૧૨/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ કૃપા પરમાત્માની મળે, ત્યાં જીવન નિર્મળ થાય
પ્રેમ ભાવથી   ભક્તિ કરતાં,પાવન કર્મ જીવનમાં થાય
………..કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
ભક્તિ ભાવના સંગે જીવતા,ના અડચડ કોઇ અથડાય
સવારસાંજને પારખી લેતા,ઉજ્વળરાહ પણ મળીજાય
આગમન મળે જીવને માનવીનુ,એજ પ્રભુકૃપા કહેવાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવને,જ્યાં પ્રેમથી ભક્તિ થાય
…………કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
કર્મના બંધન ના કોઇને છોડે,છોને એ રાજારાવણ હોય
જકડે છે એ જીવને અવનીપર,જે કર્મની કેડીજ કહેવાય
નિર્મળ ભક્તિ મળે શ્રધ્ધાએ,જીવનમાં શંન્તિ આપીજાય
નાઅડકે માયા કેમોહ જીવને,અંતે મુક્તિમાર્ગ મળીજાય
…………કર્મની રાહ મળે જીવને,જ્યાં સત્યનીકેડીને પકડાય .
=======================================

December 14th 2014

મળે પ્રેમ

.                           .મળે પ્રેમ

તાઃ૧૪/૧૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જ્યાં મોહમાયાથી છટકાય
કુદરતની અસીમકૃપા મળે જીવને,જ્યાં નિર્મળ ભક્તિ થાય
…………ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
મળે જીવને દેહ અવનીપર,જ્યાં કર્મની કેડીના બંધન હોય
શીતળતાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહ દઇ જાય
પુનીત કર્મના બંધન મળતા,સાચો ભક્તિ માર્ગ મળી જાય
દેખાવનો દરીયો દુર ભાગતા જીવનમાં,પ્રેમગંગા વહી જાય
…………ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
લાગણી પ્રેમ અંતરમાં ઉભરે,કૃપાએ જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ ભાવના મનમાં રાખતા,પવિત્રકર્મ જીવનમાં થઇજાય
તારૂ  મારૂની કેડી છુટતા જીવને,પ્રભુ ભક્તિની રાહ મળી જાય
અવનીપરના આગમન છુટતા,જીવને મળતોપ્રેમ ઓળખાય
………….ત્યાંજ સાચી રાહ મળે જીવને,જ્યાં મળતો પ્રેમ ઓળખાય.
=================================

 

 

November 4th 2014

સમયની પરખ

.                   સમયની પરખ

તાઃ૪/૧૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની શીતળ કેડી મળે જીવનમાં,જ્યાં સમજીને ચલાય
માનવદેહને મતીમળીછે,જે જીવનની સરળરાહ બની જાય
…………….સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
મળે સમજ અને સંસ્કાર માબાપથી,જીવને રાહ આપી જાય
માનવતાની નિર્મળકેડી મળે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
અવનીપરનુ આગમન એતો કર્મના બંધન,સમયે સમજાય
સરળ જીવનની કેડી મળે જીવને,જ્યાં સમયની પરખ થાય
………………સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
બાળપણમાં સંસ્કાર સાચવતા,જીવથી  નિર્મળ રાહ મેળવાય
જુવાનીના પગથીયે ચડતાં,સાચી મહેનતે ભણતરને લેવાય
મળે જીવનમાં રાહસાચી અવનીએ,જે ઉજ્વળતા આપી જાય
ના માગણી ના અપેક્ષા રહેતાં,માનવજીવન સાર્થક થઇ જાય
……………..સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.

======================================

« Previous PageNext Page »