January 17th 2014
. પ્રગટેલી જ્યોત
તાઃ૧૭/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાનો સાથ રહે જીવનમાં,ને ખુલે ઉજ્વળતાના દ્વાર
નાહકની કોઇમાગણી જીવની,કે જે બુઝાવે પ્રગટેલી જ્યોત
. ………………….શીતળતાનો સાથ રહે જીવનમાં.
માનવ જીવન સ્પર્શે જીવને,જે મળતી ચાહતથી જ દેખાય
ઉમંગપ્રેમની મળતીકેડીએ,જીવનમાં સરળતા વહેતીજાય
નિર્મળતાની રાહને પકડતા,જગતના સંબંધોનેય સચવાય
જીવને મળેલ દેહના બંધન,સમય સમયે સરળ થતા જાય
. ………………….શીતળતાનો સાથ રહે જીવનમાં.
આવી આંગણે પ્રેમ મળતા જીવને,સંગે પ્રભુકૃપાય સહેવાય
ના માગણીની કોઇ કલમ રહે,કે ના મોહ જીવનમાં અથડાય
સરળ જીવનની નિર્મળકેડીએ,જગતે માનવતા મહેંકી જાય
સુખ શાંન્તિના વાદળ ઘેરાતા,સંત જલાસાંઇની કૃપા થાય
. ………………….. શીતળતાનો સાથ રહે જીવનમાં.
======================================
January 1st 2014
. આધાર
તાઃ૧/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરાધારનો આધાર પ્રભુ છે,સુખદુઃખમાં દેછે સંગાથ
સરળતાની શીતળ કેડી દેછે,ખોલે છે મુક્તિના એ દ્વાર
એવા પરમકૃપાળુ ભગવાન,સાચી શ્રધ્ધાએ સમજાય.
. ………………….એતો છે નિરાધારનો આધાર.
મનથી કરેલ ભક્તિએ જીવનમાં,રાહ સાચી મળી જાય
કોઇ દીશામાં પગલુ ભરતા જ,જલાસાંઇનુ સ્મરણ થાય
આવતી આફતને ટકોરીદે,જ્યાં નિર્મળતાએ સેવાથાય
નાકોઇના સંગાથની જરૂરપડે,જ્યાં આધાર પ્રભુનો હોય
. …………………..એવા પરમકૃપાળુ ભગવાન.
કામણગારી આ કાયાને,કળીયુગે મોહ માયા મળી જાય
ના તાકાત બળવાનની છે,કે તે આનાથી છટકાવી જાય
શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,જીવનેએ બચાવી જાય
નાસંગાથ કે સાથની જરૂરપડે,જ્યાંપ્રભુ આધાર બનીજાય
. …………………..એવા પરમકૃપાળુ ભગવાન.
++++++++++++++++++++++++++++++++++++
December 27th 2013
. અટલ વિશ્વાસ
તાઃ૨૭/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાનો સંગ રાખતા,આ પામર જીવન પાવન થાય
અટલ વિશ્વાસની એક જ કેડીએ,આ જીવન ઉજ્વળ થાય
. ………………….નિર્મળતાનો સંગ રાખતા.
લઘર વઘર થઈ ચાલતી ગાડી,કળીયુગની એ છે કતાર
મનને મક્કમ રાખી ચાલતા,મળેલ જીવન નિર્મળ થાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનાઆગમનને અટકાવી,મુક્તિરાહ મળીજાય
. …………………..નિર્મળતાનો સંગ રાખતા.
મારૂતારૂની માયા કળીયુગી,ના કોઇ જીવથીય છટકાય
ભેટ દાનની છે ભીખ અનોખી,માનવતાને હટાવી જાય
મોહમાયાના એક જ સ્પર્શથી,આ જીવન લબદાઇ જાય
મળીજાય જીવને રાહમુક્તિની,અટલ વિશ્વાસે સહેવાય
. ……………………નિર્મળતાનો સંગ રાખતા.
=================================
December 26th 2013
. ક્યાં મળે
તાઃ૨૬/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવીમનની શોધ અનેક,જેમાંઅવનીએ જીવન પુરૂ થાય
અહીતહીંની આંટીઘુટીમાંજ,ક્યાં મળેમાં સમયવેડફાઇ જાય
. …………………માનવીમનની શોધ અનેક.
અજબલીલા અવિનાશીની,ના જગતમાં કોઇથીય સમજાય
અવનીપરનુ આગમન એછે કર્મનીકેડી,દેહ મળતાજ દેખાય
પામર જીવને પવિત્ર કરવા,જીવથી સાચી ભક્તિરાહ લેવાય
મળે કૃપા સંત જલાસાંઇની,ત્યાં મળેલ જન્મ સફળ થઈ જાય
. ………………….. માનવીમનની શોધ અનેક.
મળેલ માનવ દેહ જીવને,જન્મ મરણની સમજણ આપી જાય
કળીયુગની આ મોહમાયાને છોડતા,સત્કર્મ જ જીવનમાં થાય
તનમનધનથી મુક્તિ પામવા,સાચી શ્રધ્ધાથીજ ભક્તિ થાય
મળે જ્યાં કૃપા શ્રીભોળાનાથની,અવનીનુ આગમન છુટીજાય
. ……………………..માનવીમનની શોધ અનેક.
===================================
December 1st 2013
. નિર્મળ જીવન
તાઃ૧/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સત્કર્મની શીતળ કેડીએ,માનવતા મહેંકી જાય
પાવનરાહ જીવને મળતા,નિર્મળ જીવન થાય
. ………………..સત્કર્મની શીતળ કેડીએ.
અવનીપરનુ આગમન જીવનું,એ કર્મથી બંધાય
મોહમાયા એ બંધન યુગના,ના કોઇથીય છટકાય
મળેલ જીવન સાર્થક કરવા,પાવન રાહ મેળવાય
અસીમકૃપા પરમાત્માની,જે ભક્તિથી મળી જાય
. …………………. સત્કર્મની શીતળ કેડીએ.
મારૂતારૂની માયાને મુકતા,આજીવન પવિત્ર થાય
નિર્મળ જીવન જીવને મળતા,સુખશાંન્તિ છલકાય
ભુતકાળને ભુલી જતા,આવતીકાલ સચવાઇ જાય
મળેલ શાંન્તિ જીવને, દેહને મુક્તિ માર્ગે લઈ જાય
. …………………… સત્કર્મની શીતળ કેડીએ.
=================================
November 27th 2013
. પુષ્પ ગુચ્છ
તાઃ૨૭/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની શીતળ કેડી મળતાં,અંતરમાં આનંદ ઉભરાય
સરળતાની નિર્મળ રાહે,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
. ………………….પ્રેમની શીતળ કેડી મળતાં.
અનંત આનંદ હૈયામાં થાય,ને માનવતા મહેંકી જાય
વણ કલ્પેલી મિત્રતા મેળવતા,આંખો પણ ભીની થાય
ઉજ્વળતાની કેડીને લઇને,આંગણુય પવિત્ર કરી જાય
પુષ્પ તો છે પ્રેમનો સંકેત,જે ગુચ્છ રૂપે હાથમાં દેવાય
. ……………………પ્રેમની શીતળ કેડી મળતાં.
મળેલ પ્રેમ નિખાલસ જીવને,નિર્મળ રાહે જ દોરીજાય
અંતરપર જ્યાં ઉર્મી વર્ષે,સરળ રાહ જીવને મળી જાય
જ્યોતપ્રેમની સંગેરહેતા,માતાનીઅજબકૃપા થઈજાય
અતુટ બંધન સંગે રહેતા,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
. …………………….પ્રેમની શીતળ કેડી મળતાં.
=================================
November 14th 2013
. લહેરની પળ
તાઃ૧૪/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેંર મળે કુદરતની જીવ પર,જીવનમાં લહેર મળી જાય
સુખ શાંન્તિના વાદળ વરસે,મળેલ જન્મસફળ થઈ જાય
. ………………….મહેર મળે કુદરતની જીવ પર.
આરાધના કુળદેવીની કરતા,રાહ સાચી જીવને મળી જાય
કૃપા મળતા માતાની જીવને,દેહની વ્યાધીઓ ભાગી જાય
ભક્તિપ્રેમને સાચવીજીવતા,સંસારમાં સુખસાગરછલકાય
પળેપળને સંભાળી જીવતા,માતાની અખંડકૄપા મળી જાય
. …………………..મહેર મળે કુદરતની જીવ પર.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સગાસંબંધી હરખાય
કુદરતની એક શીતળલહેરે,કર્મની સાચીકેડી જીવને મળીજાય
લહેર બને જો ઝાપટ અવનીએ,અનંત વ્યાધીઓમાં ફસાવાય
સંત જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,આવતી તકલીફ અટકી જાય
. ……………………મહેર મળે કુદરતની જીવ પર.
+++++++++++++++++++++++++++++++++++
October 30th 2013
. .સમયની કેડી
તાઃ૩૦/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની લીલા છે ન્યારી,સમયની કેડીએજ સમજાય
માનવ થઈને જીવન જીવતા,સૌ કામ સરળ થઈ જાય
. ………………….કુદરતની લીલા છે ન્યારી.
કર્મ બંધન છે કેડી અવનીની,ના કોઇ જીવથી છટકાય
અવનીપરનુ આગમનપારખતા,જીવન ઉજ્વળ થાય
મળેલ કાયાના બંધન જગતમાં,કર્મની કેડી બની જાય
લખેલ લેખ જીવના આગમને,સાચી ભક્તિએ છુટીજાય
. ……………………કુદરતની લીલા છે ન્યારી.
તારૂ મારૂ એ લાકડી કુદરતની,દેહને અવનીએ જકડી જાય
જન્મમૃત્યુના બંધન મળીજતા,સમયની કેડીને નાપકડાય
સમજણ સાચી જીવને મળતા,મોહમાયાથી દુર જતો જાય
મૃત્યુ દ્વારે જીવ આવતા જગતમાં,મુક્તિની રાહ મળી જાય
. ……………………કુદરતની લીલા છે ન્યારી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
October 21st 2013
. .મનની માગણી
તાઃ૨૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર આવેલા જીવને,સુખદુઃખ જીવનમાં સંધાય
મનની માગણી પ્રભુને ધરતાં,જીવનેકૃપા મળતી જાય
. ………………….અવનીપર આવેલા જીવને.
અપારલીલા કુદરતની જગે,ના માનવમનને સમજાય
પ્રભુભક્તિનો માર્ગ પકડતા,જીવને સરળતા મળી જાય
માનવતાની મહેંક પ્રસરતા જ,સૌનો સાથ મળતો જાય
અજબલીલા અવિનાશીનીજગે,સાચી પ્રેરણાઆપીજાય
. ………………….. અવનીપર આવેલા જીવને.
મોહમાયા કળીયુગમાંવળગે,નિર્મળ જીવનમાં અડી જાય
સાચી રાહ મળતા જીવને,આધી વ્યાધીઓથી બચી જાય
એકજકેડી મળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
દેહ છુટતાઅવનીથી જીવને,મુક્તિમાર્ગની કેડીમળી જાય .
. …………………….અવનીપર આવેલા જીવને.
+++++++++++++++++++++++++++++++++++
October 19th 2013
. .कुदरतकी देन
ताः१९/१०/२०१३ प्रदीप ब्रह्मभट्ट
सपनोमें ना खोना जगमें,सपने कदी नाहोते साकार
उज्वल प्रेमकी राह मीले,जहां श्रध्धा होती है अपार
. …………….सपनोमें ना खोना जगमे.
अवनीपरका आगमन ही है,जीवका कर्मोका संगाथ
कर्मका बंधन जीवसे है,ना कोइ रहे सकता निराधार
जहां ज्योत प्रेमकी जले दीलसे,हो जाते है सब काम
आकरमिले क्रुपा जलासांइकी,जहा भक्तिका हो साथ
. ……………..सपनोमें ना खोना जगमे.
जन्ममरणका नाता जीवको,जहांमानवता रहेती साथ
निर्मलताका संग रहे जीवनमें,वो ही कुदरतकी हे देन
परम क्रुपा हो जाये परमात्माकी,जन्मसफल हो जाये
जन्ममरणका नाता तुटे,श्रीजलासांइकी हो जाये रहेम
. …………………सपनोमें ना खोना जगमे.
+++++++++++++++++++++++++++++++++