August 11th 2021
**
**
. .કૃપા કરી પધારો
તાઃ૧૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર કૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જ્યાં માતા ધનલક્ષ્મીથી શ્રધ્ધાએ પુંજાય
પવિત્રકૃપા કરી અમારે ઘેર પધારો શ્રી લક્ષ્મીમાતા,અમારુ જીવન પવિત્ર થાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસ પારખી મારાવ્હાલા લક્ષ્મીમાતા,ઘરમાં પ્રેમથીઆવી જાવ
જગતમાં ખુબજ પ્રેમાળ વિષ્ણુ ભગવાનના પત્નિ,એ અમારામાતાજી કહેવાય
આંગણે આવો માતાજી અમારી શ્રધ્ધા પારખી,મળેલદેહ પર કૃપાજ કરીજાવ
માનવદેહના જીવનમાં ધનની પવિત્રકૃપા થાય,જે માતાની પવિત્રકૃપા કહેવાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
જગતમાં ભારતથી હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો,જેમની પવિત્રભાવનાથી જીવનમાં પુંજા કરાય
મળેલ માનવદેહથી જીવનમાં ભક્તિકરતા,પ્રભુની કૃપાએ જીવને મુક્તિમળીજાય
જીવનમાં પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની,જે મળેલદેહને તનમનધન આપી જાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
#################################################################
August 7th 2021
**
**
. .શક્તિશાળી બળવાન
તાઃ૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત હનુમાન,જે પરમ શક્તિશાળી કહેવાય
શ્રીરામસીતાના ખુબજ વ્હાલા ભક્ત,એ પવનપુત્ર સંગે માતા અંજનીપુત્ર
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પાવનરાહમળી માતા અંજનીની કૃપાએ,જે શક્તિશાળી પવનપુત્ર કહેવાય
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,જે રાજા દશરથનાપુત્ર પુત્રકહેવાય
ભોલેનાથની કૃપાએ રાજા રાવણ,શ્રીરામની પત્નિ સીતાને લંકા લાવી જાય
શ્રીરામને તકલીફ પડતા હનુમાન,રામલક્ષ્મણને ઉડાવીને પત્નિ બતાવીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પરમાત્માની કૃપાએ પિતા પવનદેવનો પ્રેમ,સંગે માતા અંજનીની કૃપા થાય
સમયે શ્રીરામનાભાઈ લક્ષ્મણ બેભાનથયા,હનુમાનઉડીને સંજીવની લાવીજાય
મહાવીર ભક્ત થયા શ્રીરામના હિંદુધર્મમાં,જેમની શ્રીરામ સંગેજ પુંજા કરાય
ભારતની ધરતીને પવિત્રકરતા પ્રભુએ જન્મલઈ,દેહથી ભક્તોપરકૃપા કરીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
#############################################################
July 29th 2021
***
***
. .વિરપુરના વ્હાલા
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામનુ સ્મરણ કરતા, દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય
ભોજનની પવિત્રરાહ લીધી જીવનમાં,જે ભુખ્યાને એસુખ આપી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
પરમાત્મની કૃપા મળે માનવદેહને,જે જન્મ મળતા અનેકરાહ મેળવાય
કર્મનો સંબંધ એ મળેલદેહને અવનીપર,નાકોઇજ દેહથી કદી છટકાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને ભક્તિકરતા પ્રભુકૃપા થાય
વિરપુરગામની પવિત્રકેડી મળી જલારામથી,જે જગતમાં પ્રેમપામી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
ભુખ્યાને ભોજનની આંગણીચીંધી,જ્યાં અન્નપુર્ણા માતાનીકૃપા થઇજાય
સત્કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્ર પ્રેમનીરાહ કૃપાએ મળી જાય
કુદરતની લીલાને સાચવીને સમજતા,મળેલ દેહને ભક્તિરાહ મળી જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુ છે,જે પરમાત્માની પાવનકૃપાએ સમજાય જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
#############################################################
July 22nd 2021
***
***
. .સાંઇબાબાની કૃપા
તાઃ૨૨/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને સંત સાંઇબાબાની પુંજા કરતા,પવિત્ર કૃપાનો અનુભવ થાય
ધુપદીપ કરીને વંદન કરતા વ્હાલા બાબા,ભક્તિ પારખીને પ્રેમઆપી જાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પાર્થીવ ગામમાં ભોલેનાથની કૃપાએ દેહ લીધો,ત્યાંથી એ શેરડી આવી જાય
શેરડીગામને પવિત્ર કરવાપધાર્યા,જ્યાં દ્વારકામાઈ તેમનીસેવા કરવા મળીજાય
પવિત્ર ભાવનાથી આંગળી ચીંધી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએજ મળે,એ જીવને મળેલદેહથી કૃપા મેળવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
અવનીપરનો સંબંધ છે જીવને,જે સમયે દેહમળતા જીવને અનેકકર્મ મળી જાય
કુદરતની પાવનકૃપા ધરતીપર જે મળેલદેહને,શ્રધ્ધાભક્તિથી પુંજન કરાવી જાય
મળેલદેહને નાકોઇ ધર્મકર્મની કેડી અડૅ,કે ના હિંદુમુસ્લીમથીય દુર રાખી જાય
જન્મમળે જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવનજાવનથી અનુભવાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
પવિત્રકૃપાળુ ભક્તોના લાડલાસંત જન્મ્યા,જે માનવદેહની સમજણ આપી જાય
અવનીપર ધર્મનેપારખી જીવતા અનેકદેહ,પરમાત્માની અનેકરાહે પુંજા કરીજાય
જીવને અવનીપર દેહ મળે જે અનેકકર્મનો સંબંધ,જીવને સમયસાથે લઈ જાય
જન્મમરણએ આગમનવિદાય કહેવાય,જ્યાં શ્રધ્ધાથી બાબાની કૃપાએજ બચાય
...કૃપાએ પ્રેરણા આલીને મળી દેહને,જ્યાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરાય.
####################################################################
July 8th 2021
###
###
. .જગદંબા માં અંબિકા
તાઃ૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશ્રધ્ધાથી માતાનીપુંજા કરતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
જય અંબે માતાના સ્મરણ કરતા ભક્તોને,પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજન કરીને,માતાને ધુપદીપ કરીને વંદન પણ કરાય
શ્રી અંબે શરણં મમઃથી પ્રાથનાકરી,જયઅંબેમા જયઅંબેમાની માળા જપાય
પવિત્ર પુજ્ય માતાની કૃપા ભક્તો પર થતા,જીવનમાં કૃપાનો અનુભવ થાય
શ્રધ્ધા રાખીને જીવનમાં સમયે માતાને વંદન કરતા,માતાનો પ્રેમ મળી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
પવિત્રદેહ લીધા છે પરમાત્માએ ભારત દેશમાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપા થાય
હિંદુ ધર્મને પવિત્રરાહે લઈ જવા જીવનમાં,પવિત્રકૃપાથી માતાજી જન્મ લઈ જાય
પવિત્ર માતાએ લીધેલ દેહથી કૃપા મળતા,સમયે ભક્તિથી રાસગરબા રમી જાય
કૃપાથી માતાનો પ્રેમ મળે જીવનમાં,જે આશાઅપેક્ષા અને મોહથી બચાવી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
==================================================================
####### જય અંબે માતા ###### જય અંબે માતા ##### જય અંબે માતા #####
==================================================================
July 5th 2021

. .પાર્વતી માતા
તાઃ૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ અને શક્તિશાળી પ્રભુ,હિંદુધર્મમાં શંકરભગવાન કહેવાય
પવિત્રપ્રેમાળ એપાર્વતીના પતિથયા,જે પાર્વતીપતિ મહાદેવથી પુંજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
માતા પાર્વતીની કૃપાથી,પવિત્રપુત્ર ગણેશ અને કાર્તિકેય જન્મી જાય
દીકરી અશોકસુંદરી પણ જન્મી જાય,જે પવિત્ર સંતાનથી ઓળખાય
પવિત્રપુત્ર શ્રી ગણેશને હિંદુ ધર્મમાં,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા માબાપની મળી શ્રીગણેશને,એ વિઘ્નવિનાયકથી એપુંજાય
ભગવાને અનેક જન્મલીધાછે અવનીપર,જે માનવદેહપર કૃપા કરીજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
શંકર ભગવાનનો પવિત્રપ્રેમ મળે,સંગે માતાપાર્વતીની પવિત્રકૃપાથાય
પવિત્રભુમી જગતમાં ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ જન્મ અવનીપર,જે ગત જન્મના કર્મથીજ મળતો જાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને અવનીપર દેહ મળે,જે કર્મના સંબંધે જન્મમરણથી અનુભવાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
===========================================================
July 1st 2021
. .સાંઇબાબા પ્રેમ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમાળ હિંદુધર્મમાં સાંઇબાબા,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા અનુભવ થાય
મળે પવિત્રપ્રેમ સાંઇબાબાનોભક્તને,જ્યાં ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
જગતમાં જીવને સંબંધછે અવનીપર,જે ગતજન્મના કર્મથી માનવદેહ મૅળવાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,પણ માનવદેહમળે જે પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકૃપાથી દેહલીધો જેસાંઇબાબાકહેવાય,એ માનવીને ભક્તિરાહ આપીજાય
પાવનકૃપા મળે પરમાત્માએ લીધેલદેહની,જે માનવજીવનને પવિત્રરાહે લઈજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
પવિત્રદેહથી જન્મલીધો પાર્થીવ ગામમાં,જ્યાંથી અનુકુળસમયે શેરડી આવીજાય
શેરડી ગામમાં નિરાધાર રહેતા,દ્વારકામાઇનો નિખાલસપ્રેમથી પાવનરાહ અપાય
હિંદુ અને મુસ્લીમધર્મને આંગળીચીંધી ભક્તિની,જે શ્રધ્ધા અને સબુરી મેળવાય
પરમાત્માની કૃપામળે દેહને,જે જીવનમાં અનેકરીતે પવિત્રરાહની પ્રેરણામળીજાય
....પ્રભુએ દેહલીધો જે શેરડીમાં આવી,માનવદેહને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય.
#################################################################
March 31st 2021
##
##
. .શ્રધ્ધાળુ પ્રેમ
તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે મળેલ જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરતા,પરમપ્રેમથી ધનનીવર્ષા કરી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય
માનવજીવનમાં શ્રધ્ધાથી પુંજા કરતા,જીવપર પાવનકૃપા પ્રભુની થઈ જાય
પરમાત્માએ પવિત્રદેહો લીધા ભારતમાં,અને પવિત્રમાતાના દેહો લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતા હિંદુ ધર્મમાં,જે માનવજીવનમાં ધનલક્ષ્મીમાતાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
શ્રધ્ધારાખી ધુપદીપ કરી વંદનકરતા,પવિત્ર જીવનની રાહ કૃપાએ મેળવાય
પવિત્રદેવી છે હિંદુ ધર્મમાં,જેમના પવિત્ર પતિદેવ વિષ્ણુ ભગવાન કહેવાય
પ્રેમની વર્ષા થાય જીવનમાં પતિદેવની,જ્યાં તેમના પગને વંદન કરી જાય
અદભુતકૃપાનો પ્રેમ મને મળ્યો માતાનો,જે જીવનમા અનુભવ આપી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
માતાલક્ષ્મીની પવિત્રકૃપામળે જીવનમાં,જે કુળને પવિત્ર્રરાહે સુખ આપીજાય
પરમકૃપાળુ દેવ શ્રી વિષ્ણુભગવાન છે,એ પત્નિ લક્ષ્મીથી ધનવર્ષા કરીજાય
માનવદેહને સમયની સાંકળનો સ્પર્શ,જે મળેલદેહને કર્મની કેડીથી સમજાય
પવિત્રરાહની આંગળી ચીંધી માતાએ,જે જીવનમાં મંત્રકરી માળાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
################################################################
December 30th 2020
. .શ્રધ્ધા વિશ્વાસ
તાઃ૩૦/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનમાં પ્રેમાળ સાથ મળ્યો,મને અનંતઆનંદ થઈ જાય
ના કોઇ આશા કે અપેક્ષા રહે જીવનમાં,કલમથી પ્રેમ મેળવાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં,એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
પાવનરાહે કલમ પકડતા,અનેક પ્રેમીઓનો સાથ પણ મળીજાય
કુદરતની આ કૃપા નિરાળી,જીવનમાં સમયને સમજીનેજ ચલાય
કલમપ્રેમીઓનો પ્રેમ નિખાલસ,જે વાણી વર્તનથીજ મળી જાય
આજકાલનો ના કોઇ સંબંધ કલમનો,એ નિખાલસ પ્રેમે દેખાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં,એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
કલમપકડતા સમયમળે જીવનમાં,જે નાકોઇ તકલીફ આપી જાય
અદભુતપ્રેમ મળે કલમથી,એજ સમય સંગે જીવનમાં મળતો જાય
પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથી દેખાય
પવિત્રપ્રેમ માતાની કૃપાથીજ મળે માનવીને,જે કલમથીજ સમજાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં, એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
#############################################################
May 23rd 2019
…………
………..
. .કલમપ્રેમી ચીમનભાઈ
તાઃ૨૨/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમ પકડીને આવ્યા આંગણે,એ સરસ્વતીબાની કૃપા કહેવાય
મળ્યો પ્રેમ ચીમનભાઈનો હ્યુસ્ટનમાં,જે ચમનથી આનંદ આપી જાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
લાવ્યો પ્રેમ માતાનો પાવનકૃપાએ,તેમને અમારા ઘેરપણ લાવી જાય
મળેલ માનવ દેહ અવની પર જીવને,જે વ્હાલા ચમનથીય ઓળખાય
કલમની પાવનરાહ પકડીચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને મળીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
ઉજવળ જીવનની રાહ મળી ચીમનભાઈને,જે પવિત્ર કલમથી દેખાય
નિખાલસપ્રેમ સંગે આવ્યા દ્વારે અમારે,જે તેમનોનિર્મળપ્રેમ કહેવાય
સરળ જીવનનો સાથ મેળવીને જીવતા,કલમથી માતાની કૃપા દઈજાય
કલમપ્રેમીઓને આનંદ મળે હ્યુસ્ટનમાં,જે ચમનની કેડીએ પણ દેખાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
======================================================================
હ્યુસ્ટનના કલમપ્રેમી શ્રી ચીમનભાઈ કે જે ચમનથી ઓળખાય તેમને કલમપ્રેમી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.