August 17th 2015
. .પ્રેમી વ્હેણ..
તાઃ૧૬/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે છે જીવને જગતમાં,જ્યાં ના અપેક્ષા કોઇ હોય
આવી આંગણે પ્રભુની કૃપા રહે,જ્યાં નિર્મળ જીવન હોય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.
કર્મની પવિત્રકેડીને પામવા,માબાપનો પ્રેમ મળી જાય
સ્નેહમળે સંગાથીઓનો જીવને,જ્યાં નિખાલસજીવન હોય
કલમનીકેડી પકડી ચાલતા,સૌ કલમપ્રેમીઓ મળીજાય
એજ સ્નેહાળરાત્રી આપે શાંન્તિ,જે પાવનપ્રેમ આપીજાય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.
નિર્મળતાનો સંગ સાચવતા,જીવને ઉજ્વળરાહ મળીજાય
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સુખ શાંન્તિ મળી જાય
અપેક્ષાની ચાદરને ફેંકતાજ,માનવજીવન આ મહેંકી જાય
જલાસાંઇનો સંગ રાખતા જીવપર,પરમાત્માની કૃપા થાય
……….એજ જન્મ સફળતા જીવની,જે મુક્તિમાર્ગે દોરી જાય.
============================================
June 29th 2015

. .ગોકુળની ગોપીઓ
તાઃ૧૯/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃષ્ણકૃષ્ણ ગોપાલકુષ્ણ,વૃદાવનમાં ગોપીઓને સંગેછે કૃષ્ણ
રાસની રમઝટ રમે શ્રી કૃષ્ણ,રાધાની સંગે ઘુમે છે કૃષ્ણ
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
ગોકુળનો છે એ ગોવાળીઓ,ને દ્વારકાના એ દ્વારકાધીશ
અજબ લીલા એજગતપિતાની,અવનીએ દેહ ધરી જાય
રાધા રાધાનુ રટણ કરતા જ,વૃદાવનમાં એ ઘુમી જાય
એ જ લીલા છે જગતપિતાની,માનવદેહ એ ધરી જાય
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
કૃષ્ણ કનૈયો વ્હાલો સૌને,રાસ રમે એ ગોપીઓની સંગે
પ્રેમ નિખાલસ પામી લેતા,ઉજ્વળરાહ જીવનમાં લેતા
વાંસળી વાગતા પ્રેમ વર્ષે,ત્યાં પ્રભુપ્રેમની જ્યોતદીપે
ભક્તિભાવથી ગરબે ધુમતા,વૃદાવનમાંએરમઝટ કરતા
…..અજબલીલા અવિનાશીની જગે,જે ભક્તિમાર્ગ ચીંધી જાય.
*************************************************
June 29th 2015
. .માગેલો પ્રેમ
તાઃ૨૯/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આદર પ્રેમને આંબે છે જીવ,જ્યાં નિખાલસતા સચવાય
મળે જીવનમાં સાચો પ્રેમ,જે નિર્મળ જીવનથી સમજાય
………..એ જ પરમાત્માની દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. શાંન્તિનો સંગાથ મેળવવા,જીવનમાં અપેક્ષાઓ રખાય
માગણીપ્રેમની અપેક્ષાએ કરતા,ના ઉજ્વળતા મેળવાય
સુર્યદેવની શીતળસવારે,દેહની પ્રભાત ઉજ્વળ થઈજાય
પ્રભાતે પ્રેમથી દર્શનકરતાં,મળેલ દેહનેપાવન કરી જાય
………..એ જ પરમાત્માની દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. કર્મનીકેડી શીતળબને,જ્યાં સંત જલાસાંઈની ભક્તિ થાય
અનેક જીવોને શાંન્તિઆપતા,મળેલ જન્મસફળ થઈ જાય
કૃપાની સાચીકેડી મેળવતા,નામાગણી કોઇ પ્રેમની રખાય નિર્મળપ્રેમની વર્ષાથતા,મળેલ જન્મમાંદેહને આનંદ થાય
………..એ જ પરમાત્માની દ્રષ્ટિ,જે પવિત્રરાહથી મેળવાય. ====================================
June 14th 2015
. .પ્રેમાળ ગંગા
તાઃ૧૪/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,જીવનમાં સુખ શાંન્તિ મળી જાય
અનંતશાંન્તિ પ્રેમથી મળતા,કળીયુગી મોહમાયા ભાગી જાય
………..એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય.
કુદરતની આ છે અસીમલીલા,ના માનવ જીવનમાં સમજાય
પ્રેમની ગંગા જીવનમાં સ્પર્શે,જ્યાં નિખાલસ પ્રેમ મળી જાય કલમની ઉજ્વળકેડી મળતા,શ્રધ્ધાએ માતાનીકૃપા થઈજાય
ના સ્પર્શે અભિમાન જીવનમાં,એ જ સાચી રાહ મળી કહેવાય
………….એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય. માન અપમાનને નેવે મુકતા,જીવથી નિર્મળરાહને મેળવાય
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,કલમની ઉજ્વળ કેડી મળી જાય
આવી નિર્મળ પ્રેમ મળે જીવનમાં,જે અનંત શાંન્તિ આપી જાય
પ્રેમની ગંગા જીવનમાં સ્પર્શતા,નાકદી કોઇમાગણી અડી જાય
…………..એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++
May 16th 2015
…………….देविकाबेन ध्रुव……………..

.
.
.
.
.
.
.
.
. .ह्युस्टनकी शान
ताः२४/५/२०१५ प्रदीप ब्रह्मभट्ट
हिन्दुस्तानकी पवित्र भाषा,हिन्दी ही कहेलाती है
ह्युस्टन आकर देवीकाबेनने,दुनीयाको समझाई है
….येही शान है कलमप्रेमीयोकी,लंडनमे बहेनका सन्मान हुआ.
निर्मळ जीवनके संग कलमप्रेम,ये माताकीक्रुपा है
मात्रु भाषाका प्रेम अनंत,ये कलमही उनकी देती है
मान अभिमानको दुर रखके,श्रध्धा संगही रखती है
येही निखालसता देवीकाबेनकी,सन्मानसे दिखती है
…..ये मा सरस्वतीका प्रेम है,जहां आशिर्वादकी गंगा बहेती है.
कलमप्रेमीओका हो सन्मान,येही ह्युस्टनकी शान है
पवित्रराह जीवनमे पाके,उज्वळताकी केडी चलते है
मात्रुभुमीकी क्रुपा मीलती,जहां परमात्माकी देन है
उज्वळ जीवन चलतेरहे,ये कलमप्रेमीओकी प्रीत है
…..सन्मानकी निर्मळगंगा वहेती रहे,येही हम सबकी आश है.
——————————————————–
. .श्रीमती देविकाबेन ह्युस्टनके कलमप्रेमीओका अभिमान है.हिन्दुस्तानकी
भाषा हिन्दीमें भी ज्योत जगाके उन्होने लंडनमें सन्मान पाया ये हम सबके
लीये गौरव है,ये ही यादके रूपमे ये काव्य देविकाबेनको सप्रेम भेंट.
ली.प्रदीप ब्रह्मभट्ट के साथ ह्युस्टनके कलमप्रेमीओकी याद.
May 6th 2015
. .પાવન કેડી
તાઃ૬/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા વહે,જ્યાં નિર્મળતાએ જીવાય
પાવન કર્મની રાહ મળે,જ્યાં કુદરતની કૃપા થાય
…..પ્રેમ મળે માસરસ્વતીનો,જ્યાં કલમનીકેડીને પકડાય.
કુદરતની આ અસીમલીલા,ના માનવીને સમજાય
શબ્દની શીતળકેડી મળતાં,કલમ ઉજ્વળ થઈજાય
મનની મુંઝવણ દુરરહે,જ્યાં કલમપ્રેમીઓમળીજાય
આવી આંગણે પ્રેમ રહે,જ્યાં કલમપ્રેમીઓ હરખાય
…..એજ કૃપા છે માતાજીની,ના અભિમાન કોઇ અથડાય.
કુદરતની આ પરમકૃપા,જે લાયકાતે જ મળી જાય
અભિમાનનીરાહને દુર રાખતા,સૌનો પ્રેમ મળીજાય
મળેલ ઉજ્વળરાહને સંગે,સન્માનનીગંગા વહી જાય
પ્રેમપારખી સંગે રહેતા,માતાની પરમકૃપાથઈ જાય
…..એજ લાયકાતછે કલમપ્રેમીની,જે પાવનકેડીએ દેખાય.
+++++++++++++++++++++++++++++++++++++
April 6th 2015
. .શીતળ કલમકેડી
તાઃ૬/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની કેડી શીતળ મળતા,પાવનરાહ મળી જાય
શબ્દે શબ્દને પારખીલેતા,માસરસ્વતીની કૃપા થાય
……….એવી ઉજ્વળ કેડી જોતાં,સૌ કલમપ્રેમીઓ હરખાય.
સમજણનો સંગાથલેતાં,જીવનમાં શીતળતા સહેવાય
અજબકૃપા મળે માતાની,જે કલમની રચનાએદેખાય
સ્નેહાળ પ્રેમનીજ્યોતમળતા,નાઅપેક્ષાકોઇ આવીજાય
નિર્મળપ્રેમની ગંગા વહેતા,મળેલ જન્મસફળથઈજાય
………..એવી ઉજ્વળ કેડી જોતાં,સૌ કલમપ્રેમીઓ હરખાય.
મળે જીવનમાં પ્રેમ સૌનો,નાઅપેક્ષા કોઇ મળી જાય
પ્રેમી પ્રીતને પારખી જીવતાં,મનને અનંતશાંન્તિથાય
પ્રેમભાવથી કલમ ચાલતા,સૌનો પ્રેમ પણ મળીજાય
ભક્તિપ્રેમને સાચવી ચાલતા,કલમનીકેડીઉજ્વળથાય
………..એવી ઉજ્વળ કેડી જોતાં,સૌ કલમપ્રેમીઓ હરખાય.
===================================
March 10th 2015
. .કુળદેવી
તાઃ૧૦/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુળદેવી મા કાળકા આવી,કાસોરથી કૃપા કરવાને આજ
પાવાગઢની પવિત્ર રાહથી,આવી ભક્તિ જ્યોતનીસાથ
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
માડી તારા ચરણ સ્પર્શતા,પ્રદીપને શાંન્તિ મળી જાય
આશીર્વાદ મળતા માતારા,જીવનની ઝંઝટ ભાગીજાય
કુળદેવીનો પ્રેમછે સાચો,પાવાગઢથી કાસોરઆવીજાય
ભક્તિપ્રેમ અંતરથી સચવાતા,અસીમકૃપા મળી જાય
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
ૐ ક્રીમ કાલિયે નમઃના સ્મરણે,આજીવન ઉજ્વળ થાય
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સુખશાંન્તિ મળી જાય
પ્રેમનીસાચી પરખપામતા,રમા,રવિ,દીપલ સંગે હરખાય
મળેલ માનવદેહ જગે,કુળદેવીની કૃપાએ મુક્તિએ દોરાય
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
=================================================
. . કુળદેવી માતા કાળકાનો અનુભવ થતાં આ કાવ્ય માતાના
ચરણોમાં વંદન સહિત પદીપ તથા પરિવાર તરફથી સપ્રેમ ભેંટ
February 12th 2015
. . સંસારી સ્નેહ
તાઃ૧૩/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ બંધનછે દેહના,જગતના જીવનથી મેળવાય
પ્રેમની પાવનકેડી મળે જીવને,સંસારી સ્નેહથી મળી જાય
…………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
મળેલ માનવદેહ અવનીએ,કરેલ કર્મના બંધનથી સંધાય
આગમન વિદાય એ દેહના બંધન,જે જન્મમૃત્યુથી દેખાય
ભક્તિપ્રેમની શીતળકેડી પકડતા,જીવથીસત્કર્મ થઈ જાય
શ્રધ્ધા ભાવના એ રાહ સાચી,જીવને મુક્તિમાર્ગેદોરી જાય
……………એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
માતાપિતાના નિર્મળપ્રેમથી,સંતાનને જીવનરાહ મળીજાય
સંસ્કારસાચવી જીવનજીવતા,જીવનુ આગમન ઉજ્વળથાય
મોહમાયાની રાહ છુટતા,પવિત્રકર્મનીરાહ જીવથી મેળવાય
સંસારી સંબંધ સાચવી રહેતા,દેહને સંસારી સ્નેહ મળી જાય
……………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
======================================
December 11th 2014
. .પ્રેમની ગંગા
તાઃ૧૧/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની શક્તિ છે નિરાળી,સાચી ભક્તિએ મળી જાય
મળે પ્રભુ પ્રેમની ગંગા જીવને,જે જન્મસફળ કરી જાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પરમાત્મા રાજી થઇ જાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવની પળે પળ સચવાય
જલાસાંઇના સ્મરણ માત્રથી,જીવપર પ્રભુકૃપા થઇ જાય
માગણી મોહની માયા છુટતા,પવિત્રકર્મ જીવનમાં થાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
ભક્તિપ્રેમને સાચવી લેતા,જીવ પર પ્રેમનીવર્ષા થઇ જાય
માનવતાની મહેંક પ્રસરતા,પવિત્રજીવોનો સાથ મળીજાય
આંગળી પકડી જલાસાંઇની ચાલતા,આફતથીય છટકાય
મળે જીવને માનવતાની મહેંક જગે,એજ પ્રેમગંગા કહેવાય
……..જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
======================================