October 26th 2013

પરમપ્રેમ

Mabapni Seva

.                              પરમપ્રેમ

 તાઃ૨૬/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમ મળે માબાપનો,જન્મે  સંતાન બની જાય
આવી અવનીએ દેહ મળે,એજ કર્મબંધન બની જાય
.                     ………………….પરમપ્રેમ મળે માબાપનો.
લાગણી મોહને કૃપા મળે,જ્યાં નિર્મળ સ્નેહને સચવાય
ઉજ્વળતાનીકેડી મળેજીવને,જ્યાંઆશીર્વાદ મળીજાય
લઘર વઘર જીવનથી બચવા,નિર્મળ ભક્તિને પકડાય
પ્રેમનીસાચી વર્ષા મળતા,મળેલ જન્મસફળ થઈ જાય
.                    ……………………પરમપ્રેમ મળે માબાપનો.
વાણીવર્તન એકેડી જીવની,માબાપનીકૃપા એમળી જાય
સમજણ સાચી મળીજતાં,નાકોઇ આફત આવી અથડાય
કળીયુગનો નાસ્પર્શ જીવને,એજ સાચી પ્રભુકૃપા કહેવાય
સંતજલાસાંઇનીજ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવથી થાય
.                   ……………………પરમપ્રેમ મળે માબાપનો.

************************************

 

 

October 7th 2013

કુળદેવી મા કાલી

Ma Kali

 

.                 .કુળદેવી મા કાલી

તાઃ૭/૧૦/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુળદેવી મા કાળકા આવીને,શ્રધ્ધાએ કૃપા વરસાવી જાય
ભક્તિપ્રેમની જ્યોત સાચીએ,પ્રદીપને શાંન્તિ આપી જાય
.                    …………………કુળદેવી મા કાળકા આવીને.
નવરાત્રીની નવલી રાતે,ભક્તિ ભાવથી ગરબા છે ગવાય
તાલીઓના તાલને પકડી,મા મહાકાળીને રાજી પણ કરાય
ગરબે ઘુમતા ભક્તજનોની,માડી શ્રધ્ધા પારખીને હરખાય
પાવાગઢથી દોડી કુળદેવી મા કાલી,કલોલમાં આવી જાય
.                 ……………………કુળદેવી મા કાળકા આવીને.
સંસ્કાર સિંચન માની કૃપાએ મળતા,પાવનરાહ મળી જાય
જીવને સાચી રાહ મળે અવનીએ,એજ સાચી પુંજા કહેવાય
કુળને ઉજ્વળ કરતી કુળદેવી,નેમાતાના પ્રેમનીવર્ષા થાય
મુક્તિમાર્ગની કેડીએ દોરતી,નવરાત્રીએ ગરબે ઘુમતીજાય
.                 ………………….. કુળદેવી મા કાળકા આવીને.

**********************************************

+++જય મહાકાળી મા+જય મહાકાળી મા+જય મહાકાળી મા+++

August 28th 2013

જય શ્રી કૃષ્ણ

krishna

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                          જય શ્રી કૃષ્ણ

તાઃ૨૮/૮/૨૦૧૩      (જન્માષ્ટમી)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માનુ આગમન અવનીએ,માનવદેહ થકી મળી જાય
ઉજ્વળતાની કેડી આપવા પધારે,એ કૃષ્ણ અવતાર કહેવાય
.                       ………………….પરમાત્માનુ આગમન અવનીએ.
અનંતપ્રેમની  કેડી માતાથી મેળવી,સાચી રાહ આપી જાય
માતાપિતાની કૃપા દર્શાવી જેલમાં,એ સંતાને આવી જાય
અજબ શક્તિની લીલા ન્યારી,સરળજીવનથી બતાવી જાય
પ્રેમ મેળવ્યો ગોકુળમાં ખેલીને,સૌનેએ સ્નેહયાદ આપી જાય
.                      …………………..પરમાત્માનુ આગમન અવનીએ.
નારાયણનુ આગમન અવનીએ,રામકૃષ્ણ સ્વરૂપ એમ કહેવાય
ભક્તિભાવની કેડી દઇને જીવોની,માનવતા એ મહેંકાવી  જાય
જય શ્રી કૃષ્ણના એકજ જાપથી,અવનીના આબંધન છુટી જાય
પરમાત્માની અજબકૃપા મળે,જ્યાં જન્માષ્ટમી પ્રેમથી ઉજવાય
.                      …………………..પરમાત્માનુ આગમન અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++=

August 17th 2013

કલાની કેડી

Pappa Pagal

 

.                . કલાની કેડી

તાઃ૧૭/૮/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહનલાલ કરમચંદ ગાંધીએ,ભારતને કરી દીધુ આઝાદ
મુકુન્દભાઇ ગાંધીએ સાચીરાહે,હ્યુસ્ટનમાં દીધુ કલાનુ દાન
.                …………………..મોહનલાલ કરમચંદ ગાંધીએ.
રીટાર્યડ થાવ કે કરે સંતાન,એતો સમયજ બતાવી જાય
મળેપ્રેમ જો સંતાનનો માબાપને,તો  અનંતઆનંદ થાય
વાંકીકેડી આંગણે આવી જાયતો,પછીપપ્પા પાગલ થાય
સાચી રાહ પપ્પાને મળતા,કળીયુગી  સંતાન ભડકી જાય
.             …………………….મોહનલાલ કરમચંદ ગાંધીએ.
અજબકળાની કેડી મુકુન્દભાઇની,તેમના  અભિનયે દેખાય
શરીરની વેદના ભુલીનેકરતાં,જોઇ અભિમાન અમને થાય
વંદન તેમની કલાને કરવા,હ્યુસ્ટનના કલાપ્રેમી મળી જાય
અભિનંદનની નાવ લઇને આવી,પ્રેમીકલાસાગર તરી જાય
.               ……………………મોહનલાલ કરમચંદ ગાંધીએ.

========================================

.    .હ્યુસ્ટનમાં કલાની રાચી રાહ આપતા શ્રી મુકુન્દભાઇ ગાંધીના અભિનય ને જોઇ અનંત
આનંદ થતા આ લખાણ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલાપ્રેમીઓ તરફથી યાદ રૂપે સપ્રેમ ભેંટ.

August 10th 2013

પ્રેમ લાવજો

.                   . પ્રેમ લાવજો

તાઃ૧૦/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનમાં મહેંક પ્રેમની,આનંદે ઉભરાઇ જાય
સ્નેહપ્રેમની સાંકળ છેનિરાળી,સરળતાએ મળી જાય
.             …………………માનવ જીવનમાં મહેંક પ્રેમની.
ઉજ્વળતાની કેડી મહેનતથી,સુખશાંન્તિ એ દઇ જાય
મનનેમળેલ માનવતા જીવનમાં,સાચીરાહે લઈ જાય
નિર્મળતાના વાદળ વરસતાંજ,જીવને પ્રેમ મળી જાય
લઇને આવજો પ્રેમઅંતરનો,અમારુ જીવન મહેંકી જાય
.             …………………માનવ જીવનમાં મહેંક પ્રેમની.
મિથ્યા મોહમાયાને કરતાં જ,આ જીવન ઉજ્વળ થાય
મનને શાંન્તિ મળે સાચીભક્તિએ,જન્મ સફળથઈજાય
કર્મના બંધન છે જીવની ચાદર,સદા એ લપેટતી જાય
પ્રેમ લાવજો  હૈયામાં સાથે,સદા જીવન મહેંકાવી જાય
.            ………………….માનવ જીવનમાં મહેંક પ્રેમની.

====================================

August 6th 2013

કૃપા માડીની

 

.                 . કૃપા માડીની

તાઃ૬/૮/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અસીમકૃપાએ,હાથમાં કલમ પકડાઇ જાય
અંતરની લાગણીને સમજી,ભક્તિભાવથી લખાઇ જાય
.                   ………………..માડી તારી અસીમ કૃપાએ.
કલમની કેડી પકડતા,માકૃપાએ જીવન સરળ થઇ થાય
ઉજ્વળતાની કેડી પ્રદીપને,મા સરસ્વતીથી  મળી જાય
અનુભવ લાગણી ને પ્રેમે,કલમનીકેડી નિર્મળ થતીજાય
સરળતાનો સહવાસ કલમથી,જે સૌનો પ્રેમ  આપી જાય
.                 ………………….માડી તારી અસીમ કૃપાએ.
વંદન કરતા માગણી માડીથી,અખંડ કૃપા વરસતી જાય
મોહમાયાને અભિમાનને ત્યજી,સરળ જીવન મળી જાય
સાથ મળે જ્યાં કલમ પ્રેમીઓનો,હ્યુસ્ટનમાં આનંદ થાય
આજકાલને ના કદી ગણતા,વર્ષોથી કલમ ચાલતી જાય
.                 ………………….માડી તારી અસીમ કૃપાએ.

=====================================

July 30th 2013

રાહ મળે

.                    .રાહ મળે

તાઃ૩૦/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાહ મળે મને માનવીની,જીવનમાં એ જ અપેક્ષા હુ રાખુ
સંત જલાસાંઇના ચરણે સ્પર્શી,સાચો ભક્તિ પ્રેમ હું માગું
.                     …………………..રાહ મળે મને માનવીની.
અવનીપરનું આગમન માનવીનું,પ્રભુકૃપા મળી એ જાણું
દેહ મળતા રાહ મળે માનવતાનો,છે સાચાસંસ્કાર હું માણું
કૃપાની કેડી નિર્મળ બનતાં,જલાસાંઇને પગે પ્રેમથી લાગું
ભક્તિ પ્રેમને પકડીને  ચાલતાં,ના કળીયુગથી હું ભરમાવુ
.                    ……………………રાહ મળે મને માનવીની.
ઉજ્વળ જીવનને શીતળ રાહે,મળે પ્રેમ માનવીનો આજે
આવી આંગણે ઉભો રહું  હું,જલાસાંઇને પગે લાગવા કાજે
સંતનેશરણે સદારહી,પ્રદીપ,રમા સંગે એજ અપેક્ષા રાખે
મુક્તિમાર્ગની સાચી રાહ મળે,વંદન કરી માગુ પ્રેમે આજે
.                   …………………….રાહ મળે મને માનવીની.

************************************************

July 21st 2013

સંતાનને મળે

.               . સંતાનને મળે

તાઃ૨૧/૭/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માની મમતા અને પ્રેમ પિતાનો,સંતાનને સ્પર્શી જાય
ઉજ્વળ જીવન સંતાનનુ જોતા,માબાપને આનંદ થાય
.              ………………..માની મમતા અને પ્રેમ પિતાનો.
પ્રભાતપહોરે પ્રેમ મળે માતાનો,જ્યાં સંતાન જાગી જાય
ગોદમાં ગબડતા વ્હાલ મળે,ને માતાનુ હૈયુ હરખાઇ જાય
બચી કરીને વ્હાલ દેતા,માની આંખમાં પાણી આવી જાય
નિર્મલતાનો સંગ રાખી જીવતાં,આ જીવન ઉજ્વળ થાય
.             …………………માની મમતા અને પ્રેમ પિતાનો.
મળે પિતાનો પ્રેમ સંતાનને,જીવવાની રાહ બતાવી જાય
સફળતાના સોપાન મળી જાય,જ્યાંઆશિર્વાદમળી જાય
કરેલ કર્મ એ છે સાંકળ જીવનની,સાચી રાહ બતાવી જાય
ગઈકાલને પાછળ મુકતા દેહની,આવતીકાલ સુધરી જાય
.            ………………….માની મમતા અને પ્રેમ પિતાનો.

+++++++++++++++++++++++++++++++++++++

July 15th 2013

સાચી રાહ

.                   . સાચી રાહ

તાઃ૧૫/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવતા જીવનમાં,સદમાર્ગને બતાવી જાય
સાચી રાહ પકડતા જીવને,જન્મથી મુક્તિ મળી જાય
.               ………………..મળેલ માનવતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવના,કર્મ બંધન કહેવાય
મળતા કૃપા પરમાત્માની,આધીવ્યાધી ભાગી જાય
મોહમાયાને છોડી ચાલતા,માનવતા મહેંકતી જાય
સુખદુઃખ ના સ્પર્શે દેહને,જ્યાં સાચી રાહ મળી જાય
.             ………………….મળેલ માનવતા જીવનમાં.
જલાસાંઇના ચરણ સ્પર્શે,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
સાચા સંતના ચરણે રહેતા,સંસારી  જીવન મહેંકી જાય
સંસ્કાર સાચવી ચાલતા જીવને,ના અશાંન્તિ અથડાય
આવી પ્રેમ મળતા પ્રભુનો,મળેલ જન્મસફળ થઈ જાય
.              ………………….મળેલ માનવતા જીવનમાં.

=================================

July 9th 2013

આરાસુરી મા અંબા

Ambe Mataji

.              . આરાસુરી મા અંબા

તાઃ૯/૭/૨૦૧૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરાસુરી મા અંબાની કૃપાએ,આ જીવન ઉજ્વળ થઇ જાય
મળેલજન્મને સાર્થક જોતા,માતાનીઅસીમકૃપા મળી જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
પ્રભાત પહોરે શ્રી અંબે શરણં મમનું,સ્મરણ મનથી થઇ જાય
અંતરમાં આનંદ અનેરો લેતાં,માતાની અપારકૃપામળીજાય
આવી આંગણે મા હેત વર્ષાવે,અનુભવ અંતરમાં તેનો થાય
લાગણીમોહની માયાછુટતાં,જીવપર કૃપામાતાની થઇ જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
આરાસુરથી મા અંબા આવે,ને માતા કાળકા કાસોર ગામથી
પ્રેમ ભક્તિ પારખી પ્રદીપ રમાની,માતા તકલીફો દુર કરતી
કૃપાનીવર્ષા પ્રેમે કરતી માતા,જે જીવને રાહ સાચીદઈ દેતી
બંધ આંખે સ્મરણ કરતાં માતાના,કૃપા આંગણે આવીમળતી
.                     ………………….આરાસુરી મા અંબાની કૃપાએ.

=======================================

« Previous PageNext Page »