June 28th 2013
. .આવી જાવને
તાઃ૨૮/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવી જાવને પ્રેમ લઇને,હુ દયાનો દરીયો છું
પ્રેમની એકજ સાંકળ જોઇને,હું પગે લાગુજ છું
. …………………આવી જાવને પ્રેમ લઇને.
નિર્મળતાને સંગે રાખજો,સરળતા મળશે સંગે
જીવન ઉજ્વળ કેડીએજ,મળશે માનવતા રંગ
ઉંમરના નાકોઇ બંધનદેહને,સરળ જીવનથાય
અંતરના આનંદને પારખી,મળશે કૃપા અનંત
. ……………….આવી જાવને પ્રેમ લઇને.
ખોબે લઈને પ્રેમ આવશો,હું ઝોળીને ભરી દઈશ
સમયપકડીને સંગે રહેજો,પ્રેમનીજ્યોતને લઈ
મળશે કૃપા જલાસાંઇની,નિર્મળ ભક્તિને જોઇ
આજે આવો કાલે આવો,નામને કોઇ ચિંતા ભઈ
. ……………….આવી જાવને પ્રેમ લઇને.
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ
June 25th 2013

. . ગજાનંદ
તાઃ૨૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગણપતિ કહો કે ગજાનંદ,એ છે ભોળા શીવજીના સંતાન
માતા પાર્વતીનાએ લાડલા,જગતજીવના છે એ કરતાર
. …………………ગણપતિ કહો કે ગજાનંદ.
અવનીપરનુ આગમન જીવનુ,ગજાનંદની કલમે સચવાય
કર્મ બંધનને પકડી ચાલતો જીવ,સાચી ભક્તિએ બચી જાય
અગમનિગમના ભેદ અનોખા,ના માનવમનને એ સમજાય
કૃપા મળે ગજાનંદની જીવને,જ્યાં ભોલેનાથની ભક્તિ થાય
. ………………….ગણપતિ કહો કે ગજાનંદ.
માનવજીવની શ્રધ્ધા છે સાચી,જેને સબુરીય પણ કહેવાય
અલ્લા ઇશ્વરને એક જ માનતા,જગે માનવતા મહેંકી જાય
આવી મળે પ્રેમ પરમાત્માનો,એને જ સાચી ભક્તિ કહેવાય
આંગણે આવીને આશીર્વાદ મળે,ત્યાં ગજાનંદની કૃપા થાય
. ……………………ગણપતિ કહો કે ગજાનંદ.
======================================
April 19th 2013
. વડીલને વંદન
તાઃ૧૯/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વંદન વડીલને મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
નિર્મળ જીવનની રાહ મળતાં,કર્મ પાવન થઈ જાય
. ………………..વંદન વડીલને મનથી કરતાં.
જન્મ મળેલ અવનીએ જીવને,માનવીએ સાર્થક થાય
કર્મની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇકૃપા થઈ જાય
મનને આવી મળે શાંન્તિ,જીવનો જન્મસફળ કરી જાય
પાવનકેડી માનવતા એ મળતા,ધર્મબંધન મળી જાય
. …………………વંદન વડીલને મનથી કરતાં.
કર્મધર્મના અતુટ બંધન,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,સદમાર્ગ મળી જાય
આવી આંગણે પ્રેમ મળતાં,માનવતા પણ મહેંકી જાય
એકજ આશીર્વાદ અંતરથી મળતાં,મુક્તિરાહ મળીજાય
. ……………………વંદન વડીલને મનથી કરતાં.
====================================
April 17th 2013
. .નિર્મળપ્રેમી
તાઃ૧૭/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ પ્રેમના સંકેત મળે,જ્યાં નિખાલસતા સહેવાય
નિર્મળ પ્રેમની જ્યોત પ્રગટતા,અનેક જીવો હરખાય
. ………………સરળ પ્રેમના સંકેત મળે.
આવી આંગણે પ્રેમ મળે,જ્યાં માનવતાને સચવાય
ઉજ્વળતાની કેડીમળતા,જીવને શાંન્તિય મળી જાય
કળીયુગની ના કાતર ફરે,કે ના મોહમાયા અથડાય
નિર્મળ પ્રેમીની એક જ દ્રષ્ટિએ,જીવન ઉજ્વળ થાય.
. ………………સરળ પ્રેમના સંકેત મળે.
અંતરમાં આનંદહેલી,ને જીવને અનંત આનંદ થાય
પ્રેમનીવર્ષાએ પાવન જીવન,સાચીરાહ મેળવી જાય
જલાસાંઇની પાવન દ્રષ્ટિએ,જીવ બંધનથી છુટીજાય
સુખદુઃખની ના રાહ મળે,ત્યાં જન્મ સફળ થઈ જાય
. ……………….સરળ પ્રેમના સંકેત મળે.
++++++++++++++++++++++++++++++++++++++
February 14th 2013

.
.
.
. बाबाके चरणोमें
ताः१४/२/२०१३ प्रदीप ब्रह्मभट्ट
बाबा तुम्हारे चरणमें आया,लेकर में श्रध्धा और विश्वास
परमकृपाकी एकही द्रष्टिसे,होजायेहमारे जीवन खुशहाल
. …………………बाबा तेरी कृपा हो अपरंपार.
धुपदीपसे प्रदीप अर्चना करता,रखके सांइबाबासे प्यार
निर्मल मनसे श्रध्धा रखके,में प्रार्थना करता हर प्रभात
जन्मसफल करदेना बाबा,येही सच्चा मनमे है विश्वास
प्रदीप,रमा,रवि,दीपल,हिमा,निशीत पर कृपा हो अपार
. ……………….बाबा तुम्हारे चरणमें आया.
शेरडी वाले सांइ बाबा है बडे दयालु,करते जीवोका उध्धार
श्रध्धा रखके बाबामे प्रेमसे,स्मरण करता दिनमें वारंवार
मागणी मनसे एकही करता,करना हमारे जीवका उध्धार
मुक्ति पाके हम तुम्हारे चरणमें,रहेके शांन्ति पाये अपार
. …………………..बाबा तुम्हारे चरणमें आया.
++++++++++++++++++++++++++++++++
January 28th 2013
. .માડી તારા ચરણે
તાઃ૨૮/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણ સ્પર્શતા,પ્રદીપને આનંદ થાય
નિર્મળતાનો સંગ રાખતાં,માનવતા મહેંકી જાય
. ………………..માડી તારા ચરણ સ્પર્શતા.
ઉગમણી પ્રભાતે માડી,તારું પ્રેમથી પુંજન કરાય
ધુપદીપથી અર્ચન કરતાં,મન મારુ ખુબ હરખાય
વંદન કરી શીશ ઝુકતાં,મા આશીર્વાદ મળી જાય
સરળ જીવનની મહેંક લેતાં,કૃપા તારી થઈ જાય
. …………………માડી તારા ચરણ સ્પર્શતા.
અનેકરૂપની ઉજ્વળ ગાથા,સાચી ભક્તિએ સમજાય
મનથી કરેલ ભક્તિપ્રેમને,મા તારી કૃપાએ મેળવાય
આવી આંગણે સ્મૃતિદેતાં,મા મને જીવનમાં સમજાય
સદાતારો પ્રેમમળતાં,જીવે આધી વ્યાધી નાઅથડાય
. ………………….માડી તારા ચરણ સ્પર્શતા.
**********************************
January 21st 2013
. .હર્ષના આંસુ
તાઃ૨૧/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ કેડી મળે જીવનમાં,શુભ કાર્યોને સહેવાય
સરળતાનો સંગાથ મળતાં,શાંન્તિ સદા મેળવાય
. …………………ઉજ્વળ કેડી મળે જીવનમાં.
મનની મુંઝવણ મળતી જ્યારે,ત્યાં પરમાત્માને પુંજાય
અંતરમાં આનંદની હેલી મળતાં,ભક્તિ સાચી થઈ થાય
વણ કલ્પેલી કૃપા મળેત્યાં,હર્ષના આંસુ પણ આવી જાય
સમજણ સાચી જીવને મળતાં,સાચીરાહ પણ મળી જાય
. …………………..ઉજ્વળ કેડી મળે જીવનમાં.
લાગણી મોહને નેવે મુકતાં,આ જીવન સરળ થઈ જાય
ભેદભાવને પારખી લેતાં,ના આફત કોઇ આવી અથડાય
જલાસાંઇની નિર્મળભક્તિએ,આવતીમુંઝવણભાગી જાય
ભીની આંખે શ્રધ્ધા રાખતાંજ,નિર્મળ પ્રભુ કૃપા થઈ જાય
. …………………ઉજ્વળ કેડી મળે જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++
December 31st 2012
. વિદાય ૨૦૧૨ને
તાઃ૩૧/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વંદન સંતશ્રીજલાસાંઇને કરતાં,જીવનમાં આનંદ થાય
આજકાલમાં સંકડાઇ રહેતા,આજે વિદાય ૨૦૧૨ને થાય
. ………………વંદન સંત જલાસાંઇને કરતાં.
સુખદુઃખની સાંકળ સ્પર્શે દેહને,મનને સમયે સમજાય
મળી જાય જ્યાં કૃપા જલાસાંઇની,જીવને શાંન્તિ થાય
વિતેલ વર્ષની યાદમાં,જીવને અનેક પ્રસંગ મળી જાય
મળેલ પ્રેમ એ સંભારણુબને,ના કોઇનાથી એને ભુલાય
. ………………વંદન સંત જલાસાંઇને કરતાં.
હ્યુસ્ટનની સાહિત્ય કેડી સરળતાએ,નિર્મળ બની જાય
પ્રેમ મળ્યો છે સૌનોય મને,ના જીવનમાં એને ભુલાય
સરળતાએ સંગે રહેતા જીવનમાં,પ્રેમ મને મળી જાય
આજકાલની સંગે રહેતા કલમે,અનેક રચનાઓ થાય
. …………………વંદન સંત જલાસાંઇને કરતાં.
=====++++++++======+++++++======
December 29th 2012
. સ્મરણ સાંઇનુ
તાઃ૨૯/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની ઝંઝટને તોડે,ને ના આફત કોઇ અથડાય
સ્મરણ સાંઇનુ પ્રેમે કરતાં,જીવને શાંન્તિ મળી જાય
. ………………….જીવનની ઝંઝટને તોડે.
નિર્મળ જીવન જીવને મળતાં,પાવન કર્મ થઈ જાય
બાબાની એક જ દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ પણ થાય
વાણીવર્તન પ્રેમ સંગે જીવતાં,સૌનો પ્રેમ મળી જાય
સ્મરણ માત્ર અંતરથી કરતાં,જીવ મુક્તિએ હરખાય
. …………………… જીવનની ઝંઝટને તોડે.
સાચી ભક્તિનો સંગ રહેતા,જીવનમાં સદકર્મ થાય
કળીયુગની ના કેડી મળે,કે ના મોહમાયા અથડાય
શ્રધ્ધા ભક્તિ એજ છે સબુરી,માનવમનને સમજાય
સાંઇસાંઇની સરળ રાહે,જીવ પર પ્રભુની કૃપા થાય
. ……………………જીવનની ઝંઝટને તોડે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
December 24th 2012
. પ્રેમ અંતરથી
તાઃ૨૪/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ સ્નેહનો સંગ રાખતાં,જીવનમાં શીતળતા મળી જાય
ઉજ્વળ ભાવિ પારખી લેતાં,સાચોપ્રેમ અંતરથી મળી જાય
. ………………….સરળ સ્નેહનો સંગ રાખતાં.
પ્રીતનીકેડી તોપ્રભુને પ્યારી,સાચી માનવતાએ મળી જાય
જીવની જ્યોત પ્રગટતાં જગે,કૃપા જલાસાંઇની મળી જાય
સત્કર્મોનો સંગાથ જીવનમાં,સાચી ભક્તિ એ જ મળી જાય
માયામોહના ત્યાગસંગે,જીવને સાચોમુક્તિમાર્ગ મળી જાય
. ………………….સરળ સ્નેહનો સંગ રાખતાં.
લાગણી સાચી સ્નેહથી મળતાં,જગે સુખ શાંન્તિ મળી જાય
અંતરનો સાચો આનંદ મેળવતાં,નિશ્વાર્થભાવના મળી જાય
પકડી લેતા જ કેડી ભક્તિની,ઉજ્વળ રાહ જીવને મળી જાય
પામી લેતાં પ્રેમ સાચો જગતે,માનવતાની મહેંક મળી જાય
. …………………..સરળ સ્નેહનો સંગ રાખતાં.
+++++++++++++++++++++++++++++++++++