November 6th 2012

મા કાલિકા

.

 

 

 

 

 

 

 

 

.

 

 

.

.                    મા કાલિકા

તાઃ૬/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી પ્રેમે તારી ભક્તિ કરતાં,જીવને શાંન્તિ થાય
ૐ ક્રીં કાલિયે નમઃ કહેતાં,માકૃપા તારી થઈ જાય
.                 ……………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
આસોવદની સાતમે મા,શ્રધ્ધાએ તારું પુંજન થાય
સર્વ રાહે કૃપા મેળવતાં માડી,ભુતપ્રેત ભાગી જાય
મંત્ર તંત્રથી બચાવી જીવને,રક્ષણ પણઆપી જાય
પળેપળને પાવનકરી,અમો પર માડીની કૃપાથાય
.              ………………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
હિન્દુ ધર્મની અજબ શક્તિ,ના કોઇથી એને અંબાય
પવિત્રરાહ દેવા જીવનમાં,પ્રભુએ લીધાછે અવતાર
ભારતભુમીને પાવન કરી,ખોલ્યા છે મુક્તિના માર્ગ
સાચીભક્તિ માડીનીકરતાં,આજન્મસફળ થઈ જાય
.             ………………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.

___________________________________
 ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ  
******************************************

November 2nd 2012

માતાની મમતા

.                      માતાની મમતા

તાઃ૨/૧૧/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગી લીધી મમતા માની,ને મળી ગયો પિતાનો પ્રેમ
ઉજ્વળ જીવન જીવવા કાજે,રાહ લીધી મેં સીધી એમ
.                   …………………માગી લીધી મમતા માની.
મોહમાયા તો છે દેહના બંધન,ના જીવ તો ભટકી જાય
મળી જાય જ્યાં ભક્તિસાચી,જીવનો ઉધ્ધાર થઈ જાય
આવી અવનીએ દેહ મળે ત્યાં,દેહેકળીયુગ અડકી જાય
સુખશાંન્તિને પામીલેવા,શ્રધ્ધાએ સાચીરાહ મળી જાય
.                 …………………..માગી લીધી મમતા માની.
અહંકાર ને અભિમાનને ફેંકી,દેહથી સદમાર્ગને મેળવાય
જલાસાંઇની પ્રેમાળકેડી મળતાં,ના જીવ કદીયે ભટકાય
આંગણેઆવી પરમાત્મા માગે,એજ છે જીવની લાયકાત
મુક્તિમાર્ગની સાચી રાહ,માનવને ભક્તિએજ મળીજાય
.                   ………………….માગી લીધી મમતા માની.

+++++++++++++++++++++++++++++++++++++++

October 13th 2012

પવનસુત

.

.

.

.

.

.

 

.

.

.

.

.

.

.                         પવનસુત

તાઃ૧૩/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો બજરંગબલી હનુમાન,એ છે પવનસુત બળવાન
સાચી ભક્તિના તારણહાર,એને શ્રી રામ ભક્ત કહેવાય
.                 ……………………બોલો બજરંગબલી હનુમાન
શ્રધ્ધા એ છે ભક્તિની કેડી,પ્રીત પરમાત્માથી મેળવાય
મુક્તિજીવને મળે પ્રેમથી.જ્યાં પ્રભુ રામની ભક્તિથાય
ગદા એતો  છે તાકાત જીવની,જે દુષ્કર્મોને આંબી જાય
શીતળતાનો સદા સાથ મળે,જ્યાં  પવનસુતને પુંજાય
.                  …………………….બોલો બજરંગબલી હનુમાન.
સિંદુરનો સંગાથ રાખતાં,જીવપર માસીતાજી રાજીથાય
અવગણતાને  ઓવારે મુકતાં,પાલનહારની કૃપા થાય
ભક્તિ છે ભંડાર કૃપાનો.જે સાચી રાહ મળતા મેળવાય
મુક્તિદ્વારખુલેછે જીવના,જ્યાંબજરંગબલીની કૃપાથાય
.                   …………………..બોલો બજરંગબલી હનુમાન.

=====================================

October 8th 2012

ભોળા ભોલેનાથ

 

 

 

 

 

 

 

 

.

.

.

 

.                     .ભોળા ભોલેનાથ

તાઃ૮/૧૦/૨૦૧૨     (સોમવાર)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યા ભોળાના ભગવાન,જગતમાં ભોલેનાથ કહેવાય
માતા ગૌરીના ભરથાર,સારી જગત સૄષ્ટિના તારણહાર
.                   ………………………આવ્યા ભોળાના ભગવાન.
ત્રિશુળ ધારી છે અજબ અવિનાશી,પ્રેમ ભક્તિએ હરખાય
સ્મરણૐ નમઃ શિવાયનુંકરતાં,મળેલજન્મસફળ કરીજાય
વિધી વિધાતા ગણેશજીના,એ વ્હાલા પિતા પણ કહેવાય
ગૌરીનંદન ભજન કરતાં,જીવના કર્મના બંધન છુટી જાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.
માયા મને પ્રભુ શિવજીની,મને પ્રેમ પિતાનો આપી જાય
પાર્વતીમાતા પ્રેમ આપે માનો,સંતાનને વ્હાલ કરી જાય
ગંગાધારી છે અવિનાશી,સકળ સૃષ્ટિના છે એ પાલનહાર
અવનીપરના બંધન છોડીને,જીવનેભક્તિએ સાચવીજાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.

#########################################

October 5th 2012

સ્નેહાળ પ્રેમ

.                      .સ્નેહાળ પ્રેમ

તાઃ૫/૧૦/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતાં પ્રેમ માબાપનો,સંતાનને હૈયે આનંદ થાય
સ્નેહની મળતીસાંકળ,જીવનમાં શાંન્તિ આપીજાય
.                           ………………..મળતાં પ્રેમ માબાપનો.
નિર્મળતાની પ્રીત નિરાળી,માતાના પ્રેમે મળી જાય
બાળકની  કેડીને જોતાં,હૈયામાં ટાઠક એ આપી જાય
સરળતાની સ્નેહાળ સાંકળ,જીવનેરાહ બતાવી જાય
મમતાની એકલહેરથી,સંતાનનુંજીવન ઉજ્વળ થાય
.                           ………………….મળતાં પ્રેમ માબાપનો.
પિતાના પ્રેમનીજ્યોતે જીવનના,સોપાન સરળ થાય
મહેનતના સંગાથી બનતા,સિધ્ધીઓજ મળતી જાય
કર્મનીકેડી સરળ બને,જ્યાં પિતાનાપ્રેમની વર્ષાથાય
અંતરમાં આનંદ માબાપને,સ્નેહાળજીવન આપીજાય
.                           …………………..મળતાં પ્રેમ માબાપનો.

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

September 26th 2012

વ્હાલની કેડી

.                     વ્હાલની કેડી

તાઃ૨૬/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનનો સ્નેહ પામવા કાજે,મા બાપના હૈયા છે હરખાય
જન્મ જીવનો સાર્થકજોતાં,જલાસાંઇની કૃપા થઇ કહેવાય
.                  ……………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
નિર્મળતાની  વર્ષા વરસે,ત્યાં  હૈયે હેત સાચુ જ ઉભરાય
કદમ કદમને પકડી ચાલતાં,સંતાને સાચીકેડી જ દેખાય
આશીર્વાદ અંતરથી મળતા,ના  દેખાવની રીત સમજાય
આવેઆંગણે સદાપ્રેમસંગ,સદકર્મના વાદળ વેરાઈ જાય
.               ………………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
મારુતારુની નામાયા માબાપને,સંતાનને હેત પ્રેમથી થાય
વ્હાલની કેડી અંતરથી દેતાં,સદા સ્નેહ સાચી મળી જ જાય
ના લાગણી વળગે જીવને,કે ના મોહ માયા ક્યાંય ભટકાય
લીધી સાચી રાહ જીવનમાં,જ્યાં સાચી ભક્તિરાહ મેળવાય
.                  …………………….સંતાનનો સ્નેહ પામવા કાજે.

=================================

September 11th 2012

માડીની કૄપા

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       .માડીની કૃપા

તાઃ૧૧/૯/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અસીમ કૃપાએ,હાથથી કલમ પકડાઇ ગઈ
એક બે લખતા લખતા,આજે લેખોની નદી ભરાઇ ગઈ
.                 ………………….માડી તારી અસીમ કૃપાએ.
કલમની પવિત્ર કેડી મળતાં,મારી ભક્તિય સાચી થઈ
મળતા માડી પ્રેમ તમારો,જીવને સાચી રાહ મળી ગઈ
સાચોસ્નેહ કલમધારીનો મળતાં,પ્રેમનીવર્ષા મળી ગઈ
એક બીજાની આંગળી પકડતાં,સૌની કલમ નોંખી થઈ
.                …………………..માડી તારી અસીમ કૃપાએ.
જ્યોત પ્રકટે  મા સરસ્વતીની,દેહને માન મળશે ભઈ
સાચી ભાવના મનમાં રહેતા,પ્રેરણા પણ મળશે અહીં
માગણી માતા ચરણે તારા,જન્મસફળ કરજે મા અહીં
પ્રેરણા  માડી કલમથી કરજે,યાદ જગતમાં રહે અહીં
.               ……………………માડી તારી અસીમ કૃપાએ.

**************************************************

September 8th 2012

વ્હાલનું આગમન

.                     .વ્હાલનું આગમન

તાઃ૮/૯/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમની કેડી ન્યારીએ,જીવને સાચીરાહ મળી જાય
ભીની આંખે પ્રેમ ઉભરાતા,સાચા વ્હાલનું આગમન થાય
.                  …………………..કદમ કદમની કેડી ન્યારીએ.
શીતળતા એ છે સંસ્કાર જીવના,સાચી શ્રધ્ધાએ મેળવાય
ઉજ્વળતાની કેડી ન્યારી બને,જ્યાં સજ્જનતાને સચવાય
વાણીવર્તન એ મળતર જીવના,માબાપનાપ્રેમે મળીજાય
વ્હાલના વાદળ મળે નિખાલસ,જ્યાં ઉજ્વળતા સહેવાય
.                …………………….કદમ કદમની કેડી ન્યારીએ.
માટીની આ કાયા અવનીએ,કર્મના બંધને જ ફરતી જાય
ક્યારે ક્યાં એ અટકીજાય,ના જગતમાં  કોઇનેય સમજાય
શ્રધ્ધા પ્રેમ ને વિશ્વાસ રાખતાં,જલાસાંઇનીકૃપા થઈ જાય
સાચા વ્હાલનો સંગ મળતાં જીવનો,જન્મ સફળ થઈ જાય
.                   ……………………કદમ કદમની કેડી ન્યારીએ.

****************************************************

September 7th 2012

પ્રેમ માતાપિતાનો

.                  .પ્રેમ માતાપિતાનો

તાઃ૭/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન ના માને મારુ આજે,ક્યાંય ક્યાંય ભટકાય
સમજની કેડી દુર રહેતાં,મુંઝવણ વધતી જાય
અલ્યા ભઈ કોઇ છે ઉપાય બોલો છે કોઇ ઉપાય

આંગળી પકડી હું ચાલતો ત્યારે,મા મારી હરખાય
પડીજઉ કદીક ભુલથી,ત્યારે મને ઉભો કરીએજાય
સરળ જીવનમાં સંસ્કાર પકડતાં,ખુબ આનંદ થાય
ભુલકણો હું જીવનમાં ઘણુંય,ના માનો પ્રેમ ભુલાય
.                   ………………..મન ના માને મારુ આજે.
કર્મનીકેડી લાગે ન્યારી,એતો સમયે સૌને સમજાય
ભણતર પામી જીવન જીવવા,પિતાની પ્રેરણાથાય
આંગણી ચીંધી માર્ગ બતાવ્યો,રાહ ઉજ્વળ દેખાય
સમજી વિચારી કેડી ભરતાં,સાચીરાહજ મળી જાય
.                    ………………..મન ના માને મારુ આજે.

+++++++++++++++++++++++++++++++++++++

September 4th 2012

સંકટ મોચન હનુમાન

 

 

 

 

 

 

 

 

 

.

.

.

.

.                   સંકટ મોચન હનુમાન

તાઃ૪/૯/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચન હનુમાનની જય,બોલો બજરંગબલીની જય
બોલો રામદુત ની જય,બોલો પવનપુત્ર હનુમાનની  જય
જય જય હનુમાનની જય,બોલો જય જય હનુમાનની જય

આછે ભક્તોના ભરથાર,સાચી શ્રધ્ધાને ભક્તિમાંછે વિશ્વાસ
અગણિતપ્રેમમળે શ્રીરામનો,નેમળે માતા સીતાજીનો સ્નેહ
કીધા કામ જગતમાં એમ,સાચી ભક્તિમાં નારહે કોઇ વ્હેમ
શત્રુનો સંહાર કરતાં જગતમાં,રાજા રાવણને હરાવ્યો એમ
.              ………………….બોલો જય જય હનુમાનની જય.
બજરંગબલી છે ભક્તિના રંગી,સદાબની રહ્યાશ્રીરામનાસંગી
સમુદ્ર મંથન કરતા શ્રધ્ધાએ,કૃપાય મળી ગઈ માતા સીતાની
સ્મરણ માત્ર અંતરથી કરતાં,ભુત પિશાચનેએ ભગાડી મુકતાં
શરણુસાચુ મળતાં હનુમાનકાકાનું,સદા જીવનમાં સુખ દેનારું
.               …………………બોલો જય જય હનુમાનની જય.

————————————————————————–
શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રીરામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ

« Previous PageNext Page »