September 1st 2012

.
.
.
. .અખંડ ભક્તિ
તાઃ૧/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો,ભક્ત શ્રી હનુમાનજી હરખાય
પગેલાગીને કુદતા પ્રેમે આકાશે,આખો દરીયો એ તરી જાય
. ………………….પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
અંતરમાં ખુબઆનંદ અનુભવે,જે તેમના વર્તનથીજ દેખાય
સીતારામની કૃપા મેળવવા કાજે,એ ભજન ભક્તિમાં બંધાય
પ્રભુરામની દ્રષ્ટિ મેળવવા,મા સીતાજીના સંગે સિંદુરે રંગાય
અજબ ભક્તિનો માર્ગ બતાવી,જગતમાં ભક્તિએ દોરી જાય
. ………………..પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
શ્રી રામ શ્રી રામનુ સ્મરણ કરતાં,કેસરીનંદન પણ કહેવાય
માળા મંજીરા હાથમાં રાખી,સતત સ્મરણ કરી એ હરખાય
અનંતકૃપા મેળવતાં શ્રીરામની,સીતાજીને પગેલાગી જાય
પળેપળમાં એ રક્ષણ કરતાં,જે શ્રી હનુમાનજીને ભજી જાય
. …………………..પ્રેમ મળ્યો જ્યાં સીતારામનો.
***********************************************************
August 28th 2012
. .સાથ સરળતાનો
તાઃ૨૮/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદરતાનો સાથ મળે જીવનમાં,જ્યાં ઇર્ષા નિર્મળ થઇજાય
અભિમાન આઘુ મુકતા મનથી,સાથ સરળતાનો મળી જાય
. …………………… સુંદરતાનો સાથ મળે જીવનમાં.
આધી વ્યાધી તો જન્મે વળગે,ના કોઇ જીવથી છટકાય
કર્મની કેડી સરળ બને જીવની,જ્યાં મોહમાયા દુર જાય
પ્રભુ કૃપાનો અણસાર મળે જીવને,જ્યાં શ્રધ્ધા સંગે હોય
મનથી કરેલ સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
. …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.
જલાસાંઇના આશીર્વાદે પ્રદીપને,સુખ શાંન્તિ મળી જાય
ભુતપ્રેત પણ ભાગેદોડી,જ્યાં ગદા હનુમાનજીની દેખાય
નિર્મળભક્તિનો સાથ રમાનો,જે નિર્મળસ્નેહ આપી જાય
સંતાનનેનિરખતા જલાસાંઇનો,સાચોપ્રેમપણ વર્ષી જાય
. …………………….સુંદરતાનો સાથ મળે જીવનમાં.
++++++++++++++++++++++++++++++++++++++++
August 25th 2012

. .લાડલાનો જન્મદીવસ
તાઃ૨૫/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહના વાદળ સંગે,રવિ સોપાન ચઢતો જાય
જન્મદીનનો આનંદપામી,આશીર્વાદ એમેળવતો જાય
એવો મારો લાડલો દીકરો,અ.સૌ હીમા સંગે છે હરખાય.
. …………………શીતળ સ્નેહના વાદળ સંગે.
પ્રભાત પહોરના પ્રથમ કિરણે,માબાપને એ વંદી જાય
પામી પ્રેમ જીવનમાં સૌનો,ધન્ય જીવન એ જીવી જાય
બેન દીપલનો લાડલો ભાઇ,ને નીશીતકુમારનો સાળો
અ.સૌ હિમાનો એ જીવનસંગી,ભક્તિભાવ સંગે હરખાય
. ………………….શીતળ સ્નેહના વાદળ સંગે.
લાડલો અમારો એક જ દીકરો,વ્હાલુ રવિ નામ બોલાય
મહેનત સંગે રાખતા જીવનમાં,ઉજ્વળતા મેળવી જાય
મનથી કરતા કામ જીવનમાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનમાં જીવતાં,જગતમાં સર્વ કામ થઈ જાય
. …………………..શીતળ સ્નેહના વાદળ સંગે.
મોહમાયાની કાતર ફેંકી જીવનમાં,એ સ્નેહ મેળવી જાય
સાથમળે સૌનો જીવનમાં,સરળતાને એ સંગે રાખી જાય
આજકાલને પારખી ચાલે,ને લાંબુ આયુષ્ય મેળવી જાય
એજ પ્રાર્થના જલાસાંઇથી પપ્પા મમ્મીની દીલથી થાય
. ………………..શીતળ સ્નેહના વાદળ સંગે.
**************************************************
August 20th 2012
. પ્રેમથી પધરામણી
તાઃ૨૦/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ રાહ મળે જીવનમાં,જ્યાં પ્રેમનો સંગ રખાય
નિર્મળતાના વાદળવરસે,જ્યાં પધરામણી પ્રેમે થાય
. …………………ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મનને શાંન્તિ અતુટ મળતી,ને પ્રભાત પણ ઉજ્વળ થાય
સુખ શાંન્તિને સ્નેહનીસાંકળ જીવને,મળી જાય પણઆજ
પ્રેમની કેડી છે અતુટ અનેરી ,આપના આગમને સમજાય
સરળતાની ભાવના મળતા,દેહને ના મોહમાયા અથડાય
. …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મુક્તિકેરો માર્ગ મળતાજીવને,લોભલાભ પણ છટકી જાય
સત્કર્મની રાહ બતાવી જીવને,ભવસાગરથીય બચાવાય
આંગણે આવી રાહ હું જોતો,પધરામણી પ્રેમથી કરાવાય
નિર્મળ જીવનમાં આશીર્વાદ મળતાં,જીવને શાંન્તિ થાય
. …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.
======================================
August 10th 2012

.
.
.
.
. કૃષ્ણકનૈયો
તાઃ૧૦/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. (જન્માષ્ટમી)
કરુણા સાગર ના અવતાર,આવ્યા મુક્તિ દેવાને કાજ
આવી અવનીએ કર્તાર,કરે લીલા મનુષ્ય રૂપે અપાર
. ………………કરુણા સાગર ના અવતાર.
ગોકુળનો એ છે ગોવાળીયો ,ને મથુરાના મુરલીધર
દ્વારકાના એ ધીશબન્યા,ને રુક્શમણીની લીધી પ્રીત
લીલા કીધી કનૈયારૂપે,જગતમાં જીતી લીધાછે દીલ
ગોવાળીયાની પ્રીત ગજબની,અવનીએ લીધી જીત
. ………………..કરુણા સાગર ના અવતાર.
અર્જુન કેરા સારથી થતાં,મહાભારતમાં જોઇ પ્રીત
સાથ દીધો સંગાથી બનીને,પાંડવોને દીધીછે જીત
આગમને અણસાર દીધો,નેઉજ્વળ કીધીમાનીકુખ
પ્રેમે કૃષ્ણકહો કે કનૈયોકહો,નામળે જીવનેકોઇ દુઃખ
. ………………..કરુણા સાગર ના અવતાર.
…….++++++……….++++++………..++++++…..
August 4th 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .શીવશક્તિ હનુમાન
તાઃ૪/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બોલો પવનપુત્ર હનુમાન,બોલો શીવ શક્તિ હનુમાન
ભક્તિ કેરી ગદા રાખીને,જીવના ખોલતાએ મુક્તિદ્વાર
એવા પવનપુત્ર હનુમાન,બન્યા સીતારામના સંગાથ
. ……………………બોલો પવનપુત્ર હનુમાન.
વર્તનવાણી પ્રભુને સોંપી,રીઝ્યા વિષ્ણુ સ્વરૂપ શ્રીરામ
રાવણ જેવા ભક્તને આપી,સાચી શ્રધ્ધાની સીધી દોર
સિંદુર લગાવી દેહે લીધો,લક્ષ્મીસ્વરૂપ માસીતાનોપ્રેમ
અવનીપર લાવીરુદ્રાક્ષને,શીવજીએદીધોભક્તિનો દોર
. …………………….બોલો પવનપુત્ર હનુમાન.
ભક્તિની છે અજબ શક્તિ,એ જગતમાં સમયે સમજાય
પાપ પુણ્યની સમજ જીવને પડે,જ્યાં સાચી દ્રષ્ટિ થાય
નિર્મળતાના વાદળ વરસે,જ્યાં શ્રીસીતારામને ભજાય
મુક્તિના ખોલે દ્વાર પ્રભુજી,જ્યાં સ્મરણ શ્રધ્ધાએ થાય
. …………………..બોલો પવનપુત્ર હનુમાન.
……………………………………………………………….
July 31st 2012
. .નિર્મળ પ્રેમ
તાઃ૩૧/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં,મળતી વ્યાધીઓ ભાગી ગઈ
જલાસાંઇની પરમ કૃપાએ,જીવનમાં શાંન્તિય આવી ગઈ
. ………………..નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
શ્રધ્ધાનીસાંકળ છે ન્યારી,જીવને સાચીરાહપણ મળી ગઈ
પ્રેમભાવના સંગે રાખતાં,જીવનમાં સૌની પ્રીત મળી ગઈ
માન અપમાનને નેવે મુકતાં,મનની મુંઝવણો ભાગી ગઈ
શીતળતાના સહવાસે જીવનમાં,ના આશાઓ કોઇ જ રહી
. ………………….નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
જાગીને જોતા જીવનમાં ભઈ,કળીયુગની કાતર છે અહીં
સાચવતાનીરાહ જોતાં જીવનમાં,નિર્મળતા આવતી ગઈ
પ્રેમ એતો છે પાવનકેડી જીવની,જે ભક્તિએ સંધાઇ ગઈ
આશીર્વાદની શીતળ વર્ષા,ને માતાની મમતા મળી ગઈ
. …………………નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
+++++++++++++++++++++++++++++++++++
July 15th 2012

.
.
.
.
.
.
.
.
.
. બાબાની પ્રીત
તાઃ૧૫/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાબા તમારા ચરણે આવતાં,મન પ્રદીપનું હરખાય
શાંન્તિ આવી મળે જીવનમાં,લાયકાત મારી કહેવાય
. …………………બાબા તમારા ચરણે આવતાં.
સાંઇ સાંઇનું સ્મરણ કરતાં,જીવને શાંન્તિ મળીજાય
ઉજ્વળ પ્રભાત મળતાં દેહને,પાવનકર્મ થતા જાય
બાબાની આ પ્રીત નિરાળી,મારા જીવનમાં સહેવાય
અદભુત કૃપાછેસાંઇબાબાની,વાણી વર્તનથી દેખાય
. …………………બાબા તમારા ચરણે આવતાં.
માગણી મારી વ્હાલા બાબાથી,જીવનમાં રહેજો સાથ
આધીવ્યાધી તોઆવે જીવનમાં,ઉગારજો પકડીહાથ
સદા જીવનમાં સાથે રહીને,દેજો ભક્તિ પ્રેમની પ્રીત
નિર્મળ જીવન જીવી જગતથી,અંતે મુક્તિ દેજો એક
. …………………બાબા તમારા ચરણે આવતાં.
=====================================
July 7th 2012

.
.
.
.
.
.
.
.
.
. ડૉ.કમલેશભાઇનું સન્માન
તાઃ૭/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
થાય સન્માન સરસ્વતી સંતાનનુ,અમારું ગૌરવ એ કહેવાય
કલમની કેડી સંગે રાખીને,વૈજ્ઞાનિક કમલેશભાઇ ઓળખાય
. …………………થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
વડોદરાને વિદાય આપીને,લાયકાતે નાસાનો સંગ લીધો અહીં
મનથી કરતાં સાચી મહેનત,ઓળખાણ વૈજ્ઞાનિકની મળી અહીં
મા સરસ્વતીની અસીમ કૃપાએ,સાથે કલમ પણ પકડી છે અહીં
માન અને સન્માનના સંગ રાખતાં,ઉજ્વળ જીંદગી મળી અહીં
. ………………….થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
સ્નેહનાવાદળ વરસી રહ્યાછે,જ્યાં જીવનમાંમહેનત સાચી થઈ
શ્રધ્ધા ને વિશ્વાસને પકડી ચાલતાં,તેમને સફળતા મળતી થઈ
કદરથાય જ્યાં કરેલ કામની,જીવનમાં ઉજ્વળતા આવતી થઇ
હ્યુસ્ટનના કલમ ધારકોમાંય,તેમની અજબઓળખાણ પણ થઈ
. …………………..થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
સાથ મળ્યો જ્યાં સહવાસીનીનો,ત્યાં ઉજ્વળ કેડી પકડાઇ ગઈ
સંતાનોનો સ્નેહ મળતા તેમને,જીવનમાં પાવનરાહ મળી ગઈ
અનેક સફળતાનો સંગાથ મળતાં,જીવનમાં સિધ્ધી આવી ગઈ
પ્રદીપને હૈયે આનંદ અનેરો,કે તેમણે કલમને રાખી સંગે અહી
. ………………….થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
=========================================
. .અમેરીકા આવી જેમણે પોતાની લાયકાતે નાસામાં વૈજ્ઞાનીક તરીકેની પદવી
મેળવી ગુજરાતને ગૌરવ અપાવેલ છે તેઓ એક સરસ્વતી સંતાન તરીકે પણ પોતાની
કલમ ચલાવે છે તેમને અમારા સૌના અભિનંદન
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમ ધારી સંતાનો. તાઃ૭/૭/૨૦૧૨
July 2nd 2012
. લહેર પ્રેમની
તાઃ૨/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લહેર પ્રેમની મળે જીવનમાં,ઉજ્વળ આનંદ થાય
શાંન્તિનો સહવાસ મળે જીવને,સુખ સાચુ કહેવાય
. …………………લહેર પ્રેમની મળે જીવનમાં.
કળીયુગની કેડી મળે જીવને,અશાંન્તિ આવી જાય
સાચીરાહ મળતાં ભક્તિની,આવતીએ ભાગી જાય
સરળજીવનની કેડીનાની,નાઆફત કોઇ અથડાય
સુખ શાંન્તિની કૃપાપ્રભુની,જીવ મુક્તિએજ બંધાય
. ………………….લહેર પ્રેમની મળે જીવનમાં.
પરખ પ્રેમની મળેજીવને,જે બીજાનાવર્તને જોવાય
મળે જીવનમાં સદગુણ ધારી,શાંન્તિને સાથે લેવાય
આજકાલની નાકોઇ વ્યાધી છે,જે જીવનેજકડી જાય
જલાસાંઇની પ્રેમનીલહેર,જીવ ભવસાગર તરીજાય
. ………………….લહેર પ્રેમની મળે જીવનમાં.
======================================