June 19th 2012

લાગણી પ્રેમ

.                  લાગણી પ્રેમ

તાઃ૧૯/૬/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની સાંકળ પારકી બનતાં,વ્યર્થ જીવન થઈ જાય
સમજણને સાચવી વિચારતાં,પાવનરાહ મળતીથાય
.             ………………..પ્રેમની સાંકળ પારકી બનતાં.
મળતી માનવતા કાયાને,કળીયુગી ઝંઝટ જતીથાય
સરળતાનો જ્યાં સાથ મળે,ના વ્યાધી કોઇ અથડાય
ભક્તિનોસંગાથ નિરાળો,સાચીશ્રધ્ધાભક્તિએ લેવાય
કળીયુગી વાદળ ને છોડવા,નિત્ય જલાસાંઇને ભજાય
.           …………………પ્રેમની સાંકળ પારકી બનતાં.
સૃષ્ટિનોસહવાસ જીવને,જ્યાં દેહઅવનીએ મળીજાય
લાગણીપ્રેમ મળે દેહને,એ પરમાત્માની કૃપાકહેવાય
નિર્મળતાના વાદળ વરસે,જીવને અનંતઆનંદ થાય
સરળતાનો સાથ જીવને,જ્યાં લાગણીપ્રેમ મળી જાય
.             ………………..પ્રેમની સાંકળ પારકી બનતાં.

+++++++++++++++++++++++++++++++++++++

June 14th 2012

માગણી પ્રેમની

.                   માગણી પ્રેમની

તાઃ૧૪/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હૈયામાં જ્યાં મળી જાય આનંદ,ને મનમાં ઉમંગ ઉભરે
એવા પવિત્ર પ્રેમની માગણીએ,જીવે પ્રેમસાગર વરસે
.            ………………..હૈયામાં જ્યાં મળી જાય આનંદ.
પ્રેમ મળે જ્યાં સાચો મનથી,ના મોહમાયા કોઇ ભાસે
આંખો ભીની થઈજાય જ્યાં,ના શબ્દ કોઇ જીભે આવે
નિર્મળતાના વાદળવરસે,ને લાગણીપ્રેમ મળી જાય
નાઅપેક્ષા જીવની કોઇરહે,જે  વ્યર્થ જીવન કરી જાય
.            ………………..હૈયામાં જ્યાં મળી જાય આનંદ.
વડીલને વંદન મનથીથાય,ના દેખાવને કોઇ સંબંધ
સ્વાર્થનીસાંકળપકડીજીવે,તિરસ્કારની નાવ લેવાય
સંતાનનોસ્નેહ નિખાલસ લેવા,વાણીવર્તનસચવાય
આવીમળે પ્રેમજગતમાં,જ્યાં શિતળતાનીવર્ષાથાય
.             ……………….હૈયામાં જ્યાં મળી જાય આનંદ.

=====================================

June 12th 2012

આંધળો પ્રેમ

.                       .આંધળો પ્રેમ

તાઃ૧૨/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ આંધળો મેં અપનાવ્યો,ના સ્વાર્થ મને કોઇ જીવે
સંબંધીઓના પ્રેમ કરતા,સ્નેહીઓનો સાચોપ્રેમ જીતે
.             ………………..પ્રેમ આંધળો મેં અપનાવ્યો.
ભાવના સાચી અંતરથી નીકળે,નિર્મળતાનો છે સંગ
મોહમાયાની ના ચાદરમળે,કે ના સ્વાર્થનોકોઇ જંગ
પ્રેમ નિખાલસ અંતરમાં ઉભરે,જે અંતરમાં દે ઉમંગ
માનવતાની મહેંક પ્રસરે ,જ્યાં આંધળા પ્રેમનો રંગ
.            …………………પ્રેમ આંધળો મેં અપનાવ્યો.
જ્યોતપ્રેમની પ્રકટે જીવે,ને નિખાલસ ભક્તિનો સંગ
સાચી ભક્તિ પ્રેમથી કરતાં,મળી જાય પ્રેમનો ઉમંગ
મુક્તિમાર્ગની આ રીત નિરાળી,સરળપ્રેમ મેળવાય
ના અંતરમાં કોઇ આશા રહે,કે ના ઉભરેય ખોટો રંગ
.           ………………….પ્રેમ આંધળો મેં અપનાવ્યો.

=================================

May 28th 2012

તારો ચહેરો

.                 .તારો ચહેરો

તાઃ૨૮/૫/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારો નિખાલસ ચહેરો જોતાં,મારી મુંઝવણ ભાગી ગઈ
તારા શીતળ સહવાસે જીવનમાં,સુખશાંન્તિ મળી ગઈ
.                 ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.
અજોડ એવા પ્રેમનીજ્યોત,મારા જીવનમાં ઝબકી ગઈ
શાંન્તિઆવી ઉભી બારણે,ત્યાં તારા પ્રેમની ઓળખ થઈ
માયાની ના કેડી માગી જીવે,કળીયુગી પ્રીત ભાગી ગઈ
સરળ જીવનમાં તારા સાથે,બધી વ્યાધીઓ ભાગી ગઈ
.                  ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.
મારીઆંગળી પકડી લેતાં,જીવનમાં ઉજ્વળ સવાર થઈ
પ્રકાશનીકેડી જીવનમાંમળતાં,તારાસંગાથની જાણ થઈ
જોઇ લીધો જ્યાં તારોચહેરો,સાચીપ્રીતની કેડીમળી ગઈ
સુંદરતાનોસાથ મળતાંજીવનમાં,ઉજ્વળપ્રભાત થયુભઈ
.                   ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.

======================================

May 27th 2012

પ્રીતીની પ્રીત

 

.

 

 

 

 

.

 

.

.

 

 

.                   .પ્રીતીની પ્રીત

તાઃ૨૭/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતીની છે પ્રીત અનોખી,સરળ પ્રેમથી મળી જાય
પ્રેમની કોમળ કેડી લેતાં,પ્રીતીની પ્રીત મળી જાય
.                        …………….પ્રીતીની છે પ્રીત અનોખી.
શબ્દનો સહવાસ રાખીને,ભોજનમાં સૌને આવકારાય
વડીલબંધુને ઓળખી લેતાં,સૌના પ્રેમનીવર્ષા દેખાય
આશીર્વાદની કેડીને નીરખી,દુઃખનાવાદળ ભાગીજાય
આવીમળે પ્રેમસૌનો તેને,એજ તેની લાયકાત કહેવાય
.                      ………………પ્રીતીની છે પ્રીત અનોખી.
સહવાસમળ્યો જ્યાં અલ્પેશનો,જીવનનૈયા ચાલીજાય
સાર્થક જીવન કરવા કાજે,શ્રીજલાસાંઇનીકૃપા થઈ જાય
પતિ પ્રેમને સંગે રાખતાં,વ્હાલા સંતાને જીવન બંધાય
આજકાલને સમજીલેતાં,પાવનજન્મ થતો સૌને દેખાય
.                      ……………….પ્રીતીની છે પ્રીત અનોખી.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

May 27th 2012

મંદીરના બારણે

.                    .મંદીરના બારણે

તાઃ૨૭/૫/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો પ્રભુ હુ બારણે આજે,કરજો કળીયુગથી મને દુર
ના આવી મળે વ્યાધી ઉપાધી,ચરણે લાગી કરુ હુ ધુન
.                    ……………….આવ્યો પ્રભુ હુ બારણે આજે.
જીવનેશાંન્તિ મળીમાગતાં,આપનીકૃપા મળતી દેખાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરું હું,જેનાથી પ્રેમ તમારો લેવાય
માયા ભાગે દુર જગતની,મળે જીવનમાં પ્રેમ ભગવાન
દેજો મુક્તિ મળેલ જીવથી,જીવનો જન્મસફળથઇ જાય
.                  ………………..આવ્યો પ્રભુ હુ બારણે આજે.
પ્રભુ રામનું સ્મરણ કરતાં,મંદીરનુ બારણુ ખુલ્યુ છે ભઈ
મનનેશાંન્તિ મળતીઆવી,જ્યાં જલાસાંઇની ભક્તિથઈ
ના માગું હું મોહ કે માયા,કે ના કદી અભિમાન મળે અહીં
મુક્તિ મેળવવા કાજે,માગુ કૃપા મારા મંદીરના દ્વારે જઈ
.                  …………………આવ્યો પ્રભુ હુ બારણે આજે.

*****************************************************

April 19th 2012

શ્રવણની કેડી

.                        .શ્રવણની કેડી

તાઃ૧૯/૪/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આતમ જ્યોત પ્રગટે જીવનમાં,ત્યાં નિર્મળ જીવન થાય
કુદરતની આ અસીમ કૃપાએ,જીવને જન્મ સફળ દેખાય
.                     ……………આતમ જ્યોત પ્રગટે જીવનમાં.
જન્મ મળે જીવને જગતમાં,એ માબાપની કૃપા કહેવાય
મળેલ જન્મને રાહ મળે જીવનમાં,જે કર્મબંધન દેખાય
સંતાનને સાચી કેડી મળે છે,જ્યાં વાણીવર્તન સચવાય
ભક્તિની પવિત્રરાહ મળે છે,ત્યાં શ્રવણની કેડી પકડાય
.                      ……………આતમ જ્યોત પ્રગટે જીવનમાં.
સાચીરાહ મળતાં જીવનમાં,માબાપને સદા વંદન થાય
આશીર્વાદની આ નિર્મળ કેડી,જે જન્મ સાર્થક કરી જાય
પ્રેમસાચો મળે જીવનમાં,ના કોઇ આધીવ્યાધી ભટકાય
બંધ આંખે જેમસ્મરણ કરતાં,જલાસાંઇનીકૃપા થઈજાય
.                    ……………..આતમ જ્યોત પ્રગટે જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++++=

April 10th 2012

અગણીત લીલા

                        અગણીત લીલા

તાઃ૧૦/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત જેના હાથમાં છે,ને દેછે જીવને અવનીએ અવતાર
કયા દેહથી ક્યાં જવાનું છે, ના બીજા કોઇથી એ સમજાય
…..એવી અગણીત લીલા પ્રભુની,જગતમાં અનેક જીવો ભટકાય.
નિર્મળ જીવન ને સંગે શાંન્તિ ,પ્રભુ કૃપાએ જ મળી જાય
આવી અવનીએ દેહ ધરીને,એને કર્મના બંધન કહેવાય
સદમાર્ગ મળે જીવને દેહે,જ્યાં સાચી ભક્તિ મળી જાય
જલાસાંઇની નિર્મળ છે ભક્તિ,કર્મથી મુક્તિને મેળવાય
.                             ……………….જગત જેના હાથમાં છે.
આવતીઆંધીને બાંધી લેએ,જ્યાં સાચી ભક્તિને જોવાય
પ્રભુકૃપાની લીલા ન્યારી,ના મોહમાયા જીવનમાં દેખાય
ડગલે પગલે મળે શાંન્તિ,જીવનમાં પળપળને સચવાય
અંત દેહનો સરળ બનતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
.                           …………………જગત જેના હાથમાં છે.

++++++++++++++++++++++++++++++++++++++++++++

March 23rd 2012

तेरे बीना

                     तेरे बीना

ताः२३/३/२०१२                 प्रदीप ब्रह्मभट्ट

तेरे बीना क्या जीना साजन,तेरे बीना क्या करना
साथ जीना साथ रहेना,ये ही रहा मेरा एक सपना
…………………………………साजन तेरे बीना क्या जीना
महेंक प्रेमकी लेकरही तु आइ,जीवन साथ निभाने
तेरा मेरा सबकुछ है अपना,क्या और कोइसे लेना
………………………………….साजन तेरे बीना क्या जीना.
प्रेमभावकी ज्योत जलाई,जबसे आइ साथ तु साजन
महेंक गया ये मेरा जीवन,सदा याद जीवनमें रखना
……………………………………साजन तेरे बीना क्या जीना.
मीला मुझे सहवास जीवनमें,केडी जीवनमें है पाई
संतान संग रखके रहेना,उज्वल संसारभी तु लाई
…………………………………..साजन तेरे बीना क्या जीना.

*********************************************

March 22nd 2012

સાજનની યાદ

.                          સાજનની યાદ

તાઃ૨૨/૩/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારો પ્રેમ પકડતાં હૈયાનો,મારું જીવન મહેંક્યુ ભઈ
ના મોહ માયાની કાતર ફરી,ના તકલીફ મળી અહીં
.                              ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
સુખી સંસારની સાંકળ મળી,જ્યાં મને તારી સંગત થઈ
પ્રેમની વર્ષા જીવનમાં થતાં,મને સંતાન મળ્યા છે ભઈ
ભક્તિ પ્રેમની કેડી અમારી,જે જીવને શાંન્તિ આપી ગઈ
આનંદનોસાગર ઉભરાતાં,સાજન તારી યાદ આવી ગઈ
.                                ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
નિર્મળ તારો પ્રેમ હ્ર્દયનો,મારી જીંદગીય પાવન થઈ
નૈનો તારા પ્રેમે નિતરતા,જ્યાં અંતરમાં  લાગણી થઈ
માયા તારી હૈયે મળતાં,જીવનમાં પ્રેમની જ્યોતી  થઈ
શીતળસ્નેહ લેવા સાજન,એકાંતે તારી યાદ આવી ગઈ
.                                ……………….. તારો પ્રેમ પકડતાં હૈયાનો.

+++++++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »