July 9th 2011

દેજો પ્રેમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                         દેજો પ્રેમ

તાઃ૯/૭/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી સાંભળજો પુકાર,અમોને દેજો પ્રેમ અપાર
ઓ શેરડીના સાંઇબાબા,મારીસામે જોજો લગાર
                       ……….મારી સાંભળજો પુકાર.
મનમાં એક છે આશા,મારી પુરી કરો અભિલાષા
ઉજ્વળ જીવન જીવતા,મને મળે કૃપા એ આશા
સદવિચારે છાયા મળતાં,મારાદ્વાર ઉજ્વળ થાતા
નિત્ય પુંજનઅર્ચન કરતાં,અમે જીવે શાંન્તિ લેતાં
                      ………..મારી સાંભળજો પુકાર
બાબા છે પ્રદીપની વિનંતી,મને ભક્તિ રાહ દેજો
કરજો થોડી કૃપા બાળક પર,મુક્તિ દ્વારને ખોલજો
આવીઆંગણે ભક્તિપ્રેમલેજો,જીવન ઉજ્વળકરજો
સાંઇબાબા નિર્મળજીવન દઈને,મુક્તિ અમને દેજો
                      …………મારી સાંભળજો પુકાર.

++++++++++++++++++++++++++++++

July 9th 2011

दर पे आया

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                       दर पे आया

ताः९/७/२०११                       प्रदीप ब्रह्मभट्ट

सांइ तेरे में दर पे आया,लेकर श्रध्धा और सबुरी
उज्वळ जीवन करही देना,नामाग रहे कोइ अधुरी
                       ………..सांइ तेरे में दर पे आया.
भक्ति जीवके संग ही रखना,मोह माया दुर रखना
प्रेमसे भरना जीवन झोली,ना माग रहे कोइ मेरी
प्यार सच्चा दीलसे  ही देना,नारहे उसमें कोइ देरी
मनको श्रध्धाऔर विश्वास मिले,नारहे उसमे अधुरी
                       …………सांइ तेरे में दर पे आया.
दीलमे रहेना प्रदीपके सदा,और रमाको साथ रखना
रविको देना प्रेम दादाका,दीपल निशीतको संभालना
शरण तुम्हारी आतेहै बाबा,उज्वळ राह हमको देना
जन्ममरणका छुटे बंधन,मुक्तिमे साथ सदाही रहेना
                       …………सांइ तेरे में दर पे आया.

++++=++++=++++=++++=++++=++++=++++=

June 29th 2011

આંગણે મારે

 

 

 

 

 

                 

   

.                         આંગણે મારે

તાઃ૨૯/૬/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલી મારી બેનને આજે,અમારી પ્રીત લાવી અહીં
ઉજ્વળ જીવન નીરખી અમારા,મારીબેન રાજી થઈ
                       …………વ્હાલી મારી બેનને આજે.
અદભુત લીલા કુદરતની,અમને આજે સમજાઇ ગઈ
આવીઆજે મળી આશીશ બેનની,હેતથી દેખાઇ ગઈ
યાદમને આવી માબાપની,જ્યાં મોટીબેન આવીઅહીં
આશીર્વાદની એકનજરથી,અમારીજીંદગી સુધરીગઈ
                        …………વ્હાલી મારી બેનને આજે.
ભાઇબહેનના પ્રેમની જોળી,આજે ભરવા આવી અહીં
લાગણી પ્રેમ લઈ નિરખી,બેનને રાજી થતી મે જોઇ
આંગણું મારું પવિત્ર કર્યુ,આજે આગણે આવીને અહીં
નિર્મળપ્રેમ સદા મળે બહેનનો,આશા છે અમારી ભઈ
                      ………….વ્હાલી મારી બેનને આજે.

++++++++++++++++++++++++++++++++

        હ્યુસ્ટનમાં શ્રી વિજયભાઇના મોટીબહેન પુ.પ્રતીમાબેન
અમારે ત્યાં  પધાર્યા તેની યાદ આ કાવ્ય દ્વારા લખાઇ ગઈ છે.
——————————————–

June 28th 2011

भाષા

                             भाષા

તાઃ૨૮/૬/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

राष्ट्र्भाषा मेरी हिन्दी है,પણ ગુજરાતી મારી પ્રાંન્ત
कैसे हो कहेनेसे अच्छा है,કેમ છો માં લાગે છે સ્નેહ
એવા અમે ગુજરાતી ભઈ,विश्व भरमे रहेते है अनेक.
                        ………..કેમ છો માં લાગે  છે સ્નેહ.
लाडीको हम साथही रखते,ગાડી વગર પણ ના ચાલે
આવે ના ઉપાધી અમને,जहां महेनत रखते बाहोंमे
जीवनकी हर राहोंपे नाडरते,જ્યાં મળે મિત્રોનો સાથ
કદીક મન નામળે તો,हम रहेतेहै भक्ति भावके संग
                         ………. कैसे हो कहेनेसे अच्छा है.
ભેદભાવથી દુર રહીને,हर राहमे श्रध्धासेही डग भरते
मिल जाताहै प्यार जगमें,જ્યાં પ્રેમ ભાવથી જીવીએ
આવી મળેછે પ્રેમ સૌનો,जहां आशिर्वाद बडोंके मिलते
अंतरकी अभिलाषा पुरण हो,જ્યાં જલાસાંઇને ભજીયે
                          ……….કેમ છો માં લાગે છે સ્નેહ.

=========કેમ છો માં લાગે છે સ્નેહ.=========

June 20th 2011

ખુશીનો ભંડાર

                       ખુશીનો ભડાર

તાઃ૨૦/૬/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પગલું માંડતા મળે સંગ સાચો,જીવ હરખાઇ જાય
શાંન્તિનો સહવાસ જોતાં,ખુશીનો ભંડાર મળીજાય
                ……….પગલુ માંડતા મળે સંગ સાચો.
મળે મા બાપનો પ્રેમ બાળકને,ઘોડીયે ડોલી જાય
હાલરડાની પ્રીત ન્યારી,માતાના શબ્દોથી લેવાય
આંખો ભીની પણ થાય,જ્યાં માનોપ્રેમ મળી જાય
મળી જાય ભંડાર ખુશીનો,બાળકના વર્તને દેખાય
                ……….પગલુ માંડતા મળે સંગ સાચો.
જીવન સાથીનો સંગ મળે ત્યાં,પ્રેમનો ઉભરો થાય
એકબીજાના વિચાર પારખી,પગલુભરતાં થઈજાય
એ બને જ્યાં કેડી જીવનની,ત્યાંજીવન મહેંકી જાય
ઉભરો ના જ્યાં અતિપ્રેમનો,આજીવન સાર્થક થાય
              …………પગલુ માંડતા મળે સંગ સાચો.

૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=૧=

June 19th 2011

પિતા કે ફાધર

                         પિતા કે ફાધર

તાઃ૧૯/૬/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતા એતો પાલનહાર,ને જીવનેજન્મ પણ દેનાર
ઉપકારની સીમા ના સંતાને,એ કેમ કદીય ભુલાય
                          ………….. પિતા એતો પાલનહાર
અવનીપરના અવતરણને,પિતા પ્રેમથી મેળવાય
માતાનીમાયા મળતા,જીવનો જન્મસફળ થઇજાય
અગણીત ઉપકાર કરે તો ય,ના અભીમાન દેખાય
માફી દઈદે ભુલની થયેલી,જે સંતાનથી કોઇ થાય
                             …………પિતા એતો પાલનહાર.
પિતાપ્રેમ તો સદાય વરસે,ના કોઇકવાર મેળવાય
ફાધરડેની રસમ અહીંની,ના માતૃભુમીએ ઉજવાય
સંસ્કારની હેલી વહે ત્યાં,જે જન્મ ભુમી જ કહેવાય
માતાપિતાનો પ્રેમ પામતા,જન્મ સફળ થઈ જાય
                             …………પિતા એતો પાલનહાર.

==============================

June 18th 2011

खुशीका दीन

                     खुशीका दीन

ताः१८/६/२०११             प्रदीप ब्रह्मभट्ट

चाहे बच्चा हो या बुढा,सबसे प्यार लेते है
मीलजाये जब दीलसे,खुशीके साथ जीते है
उसे हम जीवनमें सबका,प्यार ही कहते है
                      ……….चाहे बच्चा हो या बुढा.
लेकर सबका प्यार यहां, खुशहाल वो रहते है
दिलमे है अरमान छुपे,जो हरबार उभरलेते है 
इन्सानकी नियत देखके,वो हरबार संभलते है
सच्चे प्यारकीज्योत हमे,खुशीका दीनही देतीहै
                      ……….चाहे बच्चा हो या बुढा.
अपनोका इन्तजार करे,और गैरोसे मीलता प्यार
कैसी ये करामत कुदरतकी,ना समज पडे नाचैन
जीवनकी हर डगरपे सबको,मिलजाता थोडा प्यार
ला देताहै खुशी संभलके,जो ना मीले हमें हरबार
                     ………..चाहे बच्चा हो या बुढा.

==============================

June 7th 2011

પ્રેમે પધારો

                               પ્રેમે પધારો

તાઃ૭/૬/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પધારો મા સરસ્વતી સંતાન,અમારા પ્રેમને પકડી આજ
કલમથી દેજો સૌને સાથ,જે અમને જીવનમાં દઈદે હાશ
                        …………પધારો મા સરસ્વતી સંતાન.
બારણએ આવી ઉભો છુ આજે,પુષ્પગુચ્છની માળા લઈને
આવજો વ્હેલા લઈ પ્રેમની ઝોળી,નામળે જીવનમાં એવી
નિર્મળપ્રેમની જ્યોત લીધીછે,સંધ્યાકાળે એ દીપ બનીછે
પ્રદીપ,રમાની પ્રેમનીદોરી,સ્વીકારજો અહીં આંગણે આવી
                      …………..પધારો મા સરસ્વતી સંતાન.
મળી ગઈ મને પ્રેમની કેડી,કલમ થકી પકડી મેં જીવનમાં
કદર કલમની થતીજગતમાં,આજે પ્રસંગલઈ આવી ઘરમાં
મળ્યા ચાહકો ગુજરાતી ભાષાના,પરસ્પરનો પ્રેમજ દેવાને
પ્રેમ જગતમાં અખંડઅનોખો,ગુજરાતીઓથી જ એ લેવાનો
                         ………….પધારો મા સરસ્વતી સંતાન.

*******************************************

May 28th 2011

જલાબાપા

 

 

 

 

 

 

 

 

 

 

 

                          જલાબાપા

તાઃ૨૮/૫/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જલારામ બાપા, જય જય જલારામ
નિર્મળ ભાવથી આરતી કરતા,વંદન જલારામ
                          ……….બાપા જય જય જલારામ.
નિત્ય સવારે વંદન કરું,મા વિરબાઇ ને જલારામ
ભક્તિભાવને રાખી હૈયે,સદા સ્મરણ કરું દીનરાત
ઉજ્વળ જીવન દેહને દેજો,સ્વીકારજો ભક્તિ આજ
આવજોઆંગણે સદાઅમારે,જીવને મુક્તિદેવા કાજ
                          ………બાપા જય જય જલારામ.
આશા એક અંતરની છે,ઉજ્વળ કરજો ઘરના દ્વાર
મોગરાની એક મહેંકમળતાં,પાવન ઘર થઈ જાય
માતા વિરબાઇ આશીશ દેજો,સંતાનને દેજો સાથ
થાય ભક્તિ પવિત્રમનથી,જીવને મળે મુક્તિ દ્વાર
                         ……….બાપા જય જય જલારામ.
અંતરના અજવાળા ખોલી,દેજો ભક્તિનો સંગાથ
મન,કર્મ,વચન સાચવીને,પકડજો ભક્તિએ હાથ
ભુલચુક જો આસંતાન કરે,તો દેજો એક અણસાર
જન્મસફળની રાહ બતાવી,દેજો કરૂણા અપરંપાર
                       ………..બાપા જય જય જલારામ.

=============================

May 19th 2011

જલીયાણ જ્યોત

.

.

.

.

.

.

.

.

                 જલીયાણ જ્યોત

તાઃ૧૯/૫/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલીયાણ તમારી જ્યોત છે ન્યારી;
               ઉજ્વળ જીવન ભક્તિએ કરનારી.
મીઠી માયા મોહને એ છોડાવનારી;
             મનને શાંન્તિ સદાય એ છે દેનારી.
                    …………જલીયાણ તમારી જ્યોત.
પિતા પ્રધાને જલાને પ્રેમ દીધો છે
             ને માતા રાજબાઇએ દીધા સંસ્કાર
વ્હાલા કાકાનો વ્હાલ મેળવી લીધો,
             અને પત્નીએ પ્રભુ માન્યા ભરથાર
                    …………જલીયાણ તમારી જ્યોત.
સંત ભોજલરામની મેળવી છાયા;
             છોડ્યા જગતના બંધનને મોહમાયા,
ભુખ્યાને ભોજન મનથી દઈ દીધા;
             જગત પિતાના પ્રેમને પામી લીધા
                    …………જલીયાણ તમારી જ્યોત.

================================

« Previous PageNext Page »