February 12th 2011
પુજ્ય ગુરૂજીને
તાઃ૪/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
વરસે પ્રેમની વર્ષા,ત્યાં ઉમંગ આવી જાય
શીતળ સ્નેહની સીડીએ,અમને સાહેબ મળી જાય
…………..વરસે પ્રેમની વર્ષા.
વંદન કરતાં વડીલને,નિખાલસ પ્રેમ મળી જાય
પારેખ સાહેબની કૃપાએ,અમને સ્વર મળી જાય
…………..વરસે પ્રેમની વર્ષા.
સારેગમ કરતાં કરતાં તો, જીભને સ્વર મળી જાય
તાલ મળતાં તબલાના,સાંભળવા કાન હરખી જાય
…………..વરસે પ્રેમની વર્ષા.
ચરણોને સ્પર્શ કરતાં,અમોને આશિર્વાદ મળી જાય
શીખાઇ જાય જ્યાં તાલ,ત્યાં મધુર સર્જન થતુંજાય
…………..વરસે પ્રેમની વર્ષા.
વંદન પ્રદીપના સાહેબને,મારું જીવન મહેંકી જાય
આશીશ મળતાં તેઓની,મારોજન્મ સફળ દેખાય
…………..વરસે પ્રેમની વર્ષા.
દેજો પ્રેમ ખોબો ભરીને,મારું જીવન તરસે આજ
વંદનકરતાં હૈયેથી તમોને,સ્નેહસાગર મળીજાય
…………..વરસે પ્રેમની વર્ષા.
**********************************************
આણંદમાં સંગીતના શિક્ષક શ્રી ઇશ્વરભાઇ પારેખ સાહેબની સંગીત વિધ્યાલયની
સ્થાપનાને ૧૧ વર્ષની ઉજવણી નિમીત્તે તેમના આમંત્રણને માન આપી હાજર રહેતા
ખુબજ આનંદ થતાં યાદગીરી રૂપે આ કાવ્ય તેમના ચરણોમાં પ્રેમ સહિત અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટના વંદન.
January 17th 2011
ગામડાની પ્રીત
તાઃ૧૭/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને વ્હાલુ આણંદ ગામ,જ્યાંથી મળ્યુ પ્રદીપ મને નામ
પાવન પ્રેમને પામી લેતાં,જીવનમાં મળી ગયુ સુખધામ
………..મને વ્હાલુ આણંદ ગામ.
પાપા પગલી પહેલી ભરતાં,આંગળી મારી પકડી લેતા
પ્રેમની વર્ષા વરસી જાતાં,જીવને શાંન્તિય મળી રહેતા
ઉજ્વળ જીવન દેહનેમળતાં,અંતરથી માબાપ હરખાતા
શીતળતાના સહવાસમાં જાતાં,પ્રેમ હૈયેથી જ ઉભરાતા
………… મને વ્હાલુ આણંદ ગામ.
બાળપણની કેડી માનવતાની,ઉજ્વળ જીવનજીવાડનારી
સંસ્કારની સાચી રાહની સંગે,ભણતરથી છે પ્રીત બંધાણી
ધરતીની રજકણની કિંમત,નિર્મળ જીવનથી જ મેં જાણી
ગામડાની ભઈ પ્રીત સાચી,જે જગતના જીવોથી વંચાણી
…………મને વ્હાલુ આણંદ ગામ.
*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*
December 29th 2010
ગુજરાતી પ્રેમ
તાઃ૨૯/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાન્તીભાઇ કહે કેમ છો,ને ભોગીભાઇ તો છે ભાવનાવાળા
સતીશભાઇનો સાગર પ્રેમ,ને મણીભાઇ મધુરવાણીવાળા
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈદે પ્રેમ માગતા પહેલા
જીભ દીધી છે પરમાત્માએ,ને સાથે મન વચન ને વાણી
જન્મ લેતા સાથેજ આવે,ક્યાં વપરાય નાકોઇએ તે જાણી
શીતળતાનો સહવાસ કુટુંબમાં,ને ભાઇ ભાંડુમાં અતિ પ્રેમ
પળપળ પ્રેમને સાથેરાખી,સુખદુઃખમાં સાથે રહેછે હેમખેમ
એવી નિર્મળ ભાવના રાખી,ગુજરાતીજ જગમાં જીવે એમ
એવા આ ગુજરાતી ભઈ સારા,દઈ દે માગતા પહેલા પ્રેમ
મધુર મીઠી ભાષા અમારી,શબ્દે શબ્દમાં મળીજાય છે સુર
ૐ શબ્દથી પ્રેમ ઉભરે હૈયે,જે દઈ દે જીવને ભક્તિ ભરપુર
માનવતાને માણતા જીવો,સંગે રહેવા ના રહે કોઇથીએ દુર
કૃપાના વાદળ હમેશાં વહે,ને સંત સહવાસે ખુલે ભક્તિ દ્વાર
મુંઝવણ ભાગે આવતાપહેલાં,ને જીવને શાંન્તિ પળપળથાય
એવા આ ગુજરાતી ભઈ સારા,જીવનો જન્મ સાર્થક કરીજાય
*********************************
December 15th 2010
પ્રેમની અસર
તાઃ૧૫/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતાં તારો પ્રેમ જીવનમાં,માયા ભાગી જ ગઈ
નિરાંતની એક સીડી મળતાં,જીંદગી નિર્મળ થઈ
……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
સમજના જ્યાં દ્વાર ખુલ્યા,ત્યાં મતી સુધરી ગઈ
સહવાસની સાચીરાહ શોધતા,આંગળીઝલાઇગઈ
……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
મનને તો મળેલી માયા,જે આતુટ આતુટ છે લાગે
શ્રધ્ધાશોધવા નીકળેલ મન,અહીંતહીં ભટકી ભાગે
……….મળતાં તારો પ્રેમ જીવનમાં.
લટક મટકતી આ દુનીયા,ઉંમરે તો દેખાઇ જ ગઈ
મર્કટ મનને રોકે ના કોઇ,તારા સાથથી બચી ગઈ
………મળતાં તારો પ્રેમ જીવનમાં.
એકનજર પડી મારાપર,મને શીતળતા લાગીગઈ
આવીઆંગણે દ્વારખોલતાં,મારીજીંદગી સુધરી ગઈ
………મળતાં તારો પ્રેમ જીવનમાં.
==============================
December 14th 2010
જીવનદોર
તાઃ૧૪/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેળવી લેજે ભક્તિસાચી,માબાપના આશીર્વાદથી
કરી લેજે ઉજ્વળ કામ તનથી,મળેલા સહવાસથી
………..મેળવી લેજે ભક્તિ સાચી.
જ્યોત જીવનની પ્રકટે છે જ્યારે,વર્ષે પ્રેમની વર્ષા
આદર્શ ને અવિનાશીજીવન,જે માબાપ જોવાતરસે
મળે માનસન્માન એવા,જેઆંખો ભીની કરવા લાગે
જીવને મળે દોરનિરાળો,જે દેહનેઉજ્વળ જીવનઆપે
………મેળવી લેજે ભક્તિ સાચી.
માટીનીકાયા મળી માયાથી,જીવને મુક્તિ દઈ જાય
ભક્તિની શક્તિ સાચીછે,જ્યાં પ્રીત માબાપથી થાય
ના માગણી કે અપેક્ષાજીવની,ને સરળ જીવન લાગે
અંત દેહનો ઉજ્વળ થાય,ને મુક્તિ પ્રભુકૃપાએ પામે
………મેળવી લેજે ભક્તિ સાચી.
=============================
December 9th 2010
પ્રીત સાચી
તાઃ૯/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રીત સાચી પરમાત્માથી,જ્યાં જીવને થઈ જાય
મળે જીવને કૃપાપ્રભુની,આજન્મ સફળ થઈજાય
……….. પ્રીત સાચી પરમાત્માથી.
જન્મ મળતાં જીવને,જગતમાં ઝંઝટ મળી જાય
દેહના સંબંધ સાચવતાં,ના ભક્તિય સાચી થાય
શરણુ લેતાં જ જલાસાંઇનું,ભક્તિદ્વાર મળી જાય
મોહમાયા દુરજતાં જીવને,સાચી રાહપણ દેખાય
…………પ્રીત સાચી પરમાત્માથી.
પ્રીત સાચી સહવાસીથી,ત્યાં સંસારઉજ્વળ થાય
પ્રેમ મળે જ્યાં એક બીજાનો,ના કોઇ દુઃખ દેખાય
સંતાનનો સાચો પ્રેમ લેતાં,માબાપ પણ હરખાય
નિર્દોષ પ્રેમનીકેડી મળતાં,મોહમાયા ભાગી જાય
…………પ્રીત સાચી પરમાત્માથી.
સમજણ સાચી પ્રીતની,જે પ્રભુ કૃપાએ મેળવાય
માયાના બંધન છુટતાંજ દેહના,પ્રભુપ્રીત દેખાય
સંતોની સાચી ભક્તિરાહે,કર્મનાબંધન છુટી જાય
મળીજાય સેવા પ્રભુની,ત્યાં જન્મમરણ ટળીજાય
……….પ્રીત સાચી પરમાત્માથી.
બાળકના બંધન છે વ્હાલા,જે પ્રીત સાચી કહેવાય
મળતાં સાચોપ્રેમ માબાપનો,ત્યાં રાહપવિત્ર થાય
જાગી જતાં આ દેહથી,સાચી જીંદગીંય મળી જાય
લાગે જ્યાં માયાપ્રભુની,પ્રીતનીવર્ષા વરસી જાય
………..પ્રીત સાચી પરમાત્માથી.
++++++++++++++++++++++++++++++
December 6th 2010
બાળકની દોડ
તાઃ૬/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દડબડ દડબડ દોડતું બાળક,નિરખી પ્રેમ હરખાય
મળે ક્યાં પ્રેમ સાચો તેને,એ તેનાથી જ પરખાય
………દડબડ દડબડ દોડતું બાળક.
માની મમતા લાગે ન્યારી,જ્યાં જન્મ મળી જાય
ભીનુ સુકુ સમજી લેતાં જ,માની આંગળી પકડાય
ખોળો નાછુટે બાળકથી,લાગણીમીઠી જ્યાં લેવાય
બંધ આંખે સ્વર્ગ સહે,એજ માની લાગણી કહેવાય
……….. દડબડ દડબડ દોડતું બાળક.
પરખ પ્રેમની ના દેહથી,એ તો જીવથી જ સમજાય
મળે જીવને પ્રેમ અંતરનો,ત્યાં એ તરત દોડી જાય
નિર્દોષ માયા મળે માતાથી,નાના બાળકને દેખાય
દોડે બાળક આંખખોલતાં,જ્યાં સાચો પ્રેમમળી જાય
………..દડબડ દડબડ દોડતું બાળક.
===============================
December 1st 2010
ચપટી સિંદુર
તાઃ૧/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચપટી સિંદુર મારા માથાનું,મારા જીવનનો પ્રકાશ
મારા રહેજો સદાય કપાળે,ને દુઃખડા ભાગે બધાય
……….ચપટી સિંદુર મારા માથાનું.
બંધન દેહના મળેછે સૌને,જ્યાં જન્મ જગે મેળવાય
સાચી પ્રીત નિરાળી લાગે,જે સદાય દીલથી દેવાય
મળે નારીને ભરથાર જીવનમાં, ત્યાં કેડીને પકડાય
સિંદુરની કિંમત સાચવતાં,પ્રેમ સંસારના મળીજાય
………..ચપટી સિંદુર મારા માથાનું.
મળેલપ્રેમ માબાપનો સંતાનને,સંસ્કાર સિંચી જાય
દીકરી બની સાર્થકજન્મે,પતિના પ્રેમની સંગીથાય
મળેલ દેહના બંધન જગતના,ના કોઇથીય છોડાય
પ્રેમ પતિનો મળી ગયો,જ્યાં ચપટી સિંદુર સેંથાય
…………ચપટી સિંદુર મારા માથાનું.
=-==-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
November 27th 2010
મીઠી ભેંટ
તાઃ૨૭/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવતાએ જગમાં,જ્યાં સાચા સ્નેહની વાત
આવી પ્રેમ મળે હૈયાથી જગે,એ મીઠી ભેંટની વાટ
………..મળે માનવતાએ જગમાં.
માયાને મુકી દે દ્વારે,ને લાવે સંગે પ્રેમનીજ જ્યોત
પગલેપગલે પાવનતા છે,ને લાગે ના જગના ખેલ
મળીજાય સહવાસ સંગે,ત્યાં આવે હળવો હૈયા પ્રેમ
એકબેનીના ચિંતાતેને,જેને મળીજાયછે શીતળસ્નેહ
……….. મળે માનવતાએ જગમાં.
કુદરતની આ લીલા અજાણી,ના મનથી સમજાય
મળતર ભણતરને સ્વીકારતા,પ્રેમજ પરખાઇ જાય
સ્વાર્થની સીડીને છોડતાદેહને,મીઠી ભેંટ મળી જાય
સફળતા આવે દોડીસામે,જેની અપેક્ષાય ના રખાય
………….મળે માનવતાએ જગમાં.
==============================
October 21st 2010
શું માગુ?
તાઃ૨૧/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીધા મને સંસ્કાર માબાપે,જે આશીર્વાદની સાથ
દીધી દોર ભક્તિની પિતાએ,ને માતાએ સદભાવ
………દીધા મને સંસ્કાર માબાપે.
સંસ્કારની સીડી પ્રેમ દઈદે,જે અતુટપ્રેમ સહવાય
ઉભરો કદી વધુ ના આવે,કે ના હદનેય ઓળંગાય
માતાએ દીધી લાગણીએવી,જે સમયેજ સચવાય
હદમાં રહીને મીઠાશને લેતાં,ના કદીયએ ઉભરાય
………દીધા મને સંસ્કાર માબાપે.
પિતાએ ચીંધી છે આંગળી,કે સાચવી ચાલજે આજ
ભવિષ્ય તારા હાથમાંજ રહેશે,જે ઉજ્વળ કરશેકાલ
હિંમત તો તારા હાથમાં છે,મનથી વિચારીને કરજે
માગવાની નાજરૂરમારે,મળેલુ જીવન પાવન કરશે
………..દીધા મને સંસ્કાર માબાપે.
==============================