December 19th 2010
પુણ્યનું પારણુ
તાઃ૧૯/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહની અજબલીલા,ના સમજાય આમ તેમ
મળે સાચી રાહ જીવનને,ત્યાં મળી જાય પ્રભુ પ્રેમ
………… માનવદેહની અજબલીલા.
બાળક દેહની નિર્મળતાને,માની પ્રીતથી પરખાય
ધોડીયાના ગુણલા મેળવતા,દેહને ઉંઘ આવી જાય
ઉંમરની સીડી પકડતાં દેહથી,બાળપણ છટકી જાય
જુવાનીનો શ્વાસ મળતાં,જીવને સમજણ મળી જાય
………..માનવદેહની અજબલીલા.
આધી વ્યાધી ઉપાધી જગમાં,જ્યાં દેહથી ઓળખાય
સમજણ સાચી આવીજાય,ત્યાં પુણ્યની કેડી પકડાય
મોહમાયાથી છટકી લેવા,દેહે પુણ્યનુ બારણુ શોધાય
મળી જાય ભક્તિ સાચી,ત્યાં પુણ્યના પારણે ઝુલાય
………..માનવદેહની અજબલીલા.
++++++++++++++++++++++++++++++
August 2nd 2010
મળેલ માર્ગ
તાઃ૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજી લીધા ભગવાન મનથી,
જીવને મળી ગયા સદમાર્ગ
શ્રધ્ધા રાખી હેત પ્રેમમાં મેં,
દીઠા નિર્મળ ભક્તિને સન્માન
………ભજી લીધા ભગવાન મનથી.
આંગળી પકડી ચાલતુ બાળક,માતા નિરખીને હરખાય
સમયની સાથે જીવ જીવતાં,ના જગે વ્યાધી ભટકાય
મળતી માયા આંગણે કળીયુગે,જે લોભ થકી લઇ જાય
મમતાની મોહકતા લેતાં,આશિર્વાદની વર્ષા થઇ જાય
………..ભજી લીધા ભગવાન મનથી.
સંતની છાયા પડતાં દેહે,જીવનના માર્ગ મોકળા થાય
સંસારની શીતળતા મળતાં,આ જન્મ સફળ થઇ જાય
જલાસાંઇની જ્યોત પ્રેમની,સીધી ભક્તિ બતાવી જાય
જન્મદેહનો સફળથતાં કૃપાએ,જીવને મુક્તિ મળી જાય
………..ભજી લીધા ભગવાન મનથી.
===============================
June 1st 2010
શબરીના રામ
તાઃ૧/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની અજબ શક્તિ,જે ભક્તિએ જ મેળવાય
જન્મની સાર્થકતા જ એમાં,જ્યાં પ્રભુ પરીક્ષા થાય
……….રામનામની અજબ શક્તિ.
શબરી જેની ભક્તિ સાચી,ઝુંપડીએ પ્રભુ આવી જાય
શ્રધ્ધા સાચી પ્રભુમાં રાખી,ત્યાં મીઠા બોર થઇ જાય
પરમાત્માને મોંએ પહોંચતા,સાચી ભક્તિએ હરખાય
આંગણે આવી કર્તાર માગે,ત્યાં સાચો સ્નેહ મેળવાય
…………રામનામની અજબ શક્તિ.
મમતા મોહ ને માયા પ્રભુથી,ત્યાં દુનીયા દુર જાય
મંદીર,મસ્જીદ ના મહેલેમળે,પ્રભુ જંગલમાં પણજાય
તાંતણો ભક્તિનો છે મજબુત,જે રામનામથી ભજાય
પ્રેમ પામી પરમાત્માનો,શબરીનુ જીવન ધન્ય થાય
……….. રામનામની અજબ શક્તિ.
અયોધ્યાપતિ શ્રીરામને,મળ્યો તો જંગલમાં વસવાટ
મહેલની માયા પાછળ રહેતા,દીધા જન્મોના સોપાન
રાવણનો સંહાર કરી જગતમાં,દીધો સત્કર્મોનો મુકામ
હનુમાનની ભક્તિબતાવી,કર્યો છે ભક્તોનો જ ઉધ્ધાર
………રામનામની અજબ શક્તિ.
===========================
May 11th 2010
@@@@
પુજ્ય શ્રી મોટાને પ્રણામ
તાઃ૧૧/૫/૨૦૧૦ (૧૧/૫/૧૯૭૧)પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠી મધુર વાણી સાંભળી,મન મારુ લલચાય
પુ.મોટાના આશ્રમમાં મને,અનંત આનંદ થાય
……..હરિ ૐ,હરિ ૐ સંભળાય.
નિત્ય સવારે પ્રભુ પોકારે,ઉજ્વળ જીવન થાય
તનમનના સંબંધ નિરાળા,પ્રભુ કૃપાએ લેવાય
મીઠી,મધુર,મહેંક જીવનમાં,સંતસહવાસે દેખાય
મળ્યો પુ.મોટાનોપ્રેમ અમોને,જન્મ સફળ થાય
……જ્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.
સોમાકાકા રોજસવારે,ભાવથી ભક્તિગીતો ગાય
આશ્રમ આખો સ્વર્ગ લાગે,જ્યાં હરિ ૐ બોલાય
નિર્મળ ભાવે ભક્તિ જોતાં,પરમાત્માય હરખાય
પુ.મોટા આંગળી ચીંધે,જીવને સ્વર્ગ મળી જાય
………ત્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.
+++++++++++++++++++++++++++++++
March 25th 2010
પ્રભુને પ્રાર્થના
તાઃ૨૫/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણા કરજો પરમ કૃપાળુ,જીવન ઉજ્વળ થાય
ભક્તિ પ્રેમનો જ સંગ દેજો,મુક્તિ જીવની થાય
……….કરુણા કરજો પરમ કૃપાળુ.
અવનીપરના આગમનમાં,જગતે જીવ અટવાય
મોહ માયાના બંધન મલતાં,જીવ જગે મલકાય
પ્રેમ મળે જ્યાં કરતારનો,મતી જીવની બદલાય
શ્રધ્ધા રાખી પકડી લેતાં,જીવને સદગતી દેખાય
………..કરુણા કરજો પરમ કૃપાળુ.
મળશે કૃપા કરુણાસાગરની,જે લાયકાતે મેળવાય
નામાગણી કે અપેક્ષારહે,જ્યાં ભજન પ્રભુના થાય
એક ભક્તિ મોહ જીવને રહેતાં,પ્રભુ પ્રેમ મેળવાય
આવી આંગણે પ્રભુ રહે, જ્યાં પ્રેમે જ દર્શન થાય
………કરુણા કરજો પરમ કૃપાળુ.
================================
March 17th 2010
મુક્તિનો સંકેત
તાઃ૧૭/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જન્મ મળે જીવને,ત્યાં દીસે મુક્તિના દ્વાર
ભક્તિ સાચી પારખી લેતા,તક મળે ના વારંવાર
………માનવ જન્મ મળે જીવને.
શરણુ પ્રેમથી પામીલેતાં,અનંત શાંન્તિ મળી જાય
માયામોહના જ્યાં બંધનતુટે,ત્યાં જીવ જગે હરખાય
અમૃતતણા એક ટીંપાએ,જીવને મુક્તિ એ લઇ જાય
આગમન વિદાયના તુટે તાંળા,પ્રભુ કૃપા મળી જાય
………. માનવ જન્મ મળે જીવને.
આજ કાલના મોહ ખોટા,ના સમયને પકડી લેવાય
ઉંમરનાઓવારા જગે એવા,જે જીવને લટકાવીજાય
કળા જગતપિતાની ભટકાવે,જે ભક્તિએ ભાગીજાય
મળીજાય કૃપા કરતારની,મુક્તિનો સંકેત મળીજાય
………..માનવ જન્મ મળે જીવને.
++++++++++++++++++++++++++++++++++
January 28th 2010
અપેક્ષાનો સંગ
તાઃ૨૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતાં અવનીએ,જીવનેઅનંત આનંત થાય
માનવ દેહને પામતા જગમાં, ખુશી ખુશી થઇ જાય
……..જન્મ મળતાં અવનીએ.
કર્મનાબંધન છે જીવને,જે અવનીએ જ લાવી જાય
દેહ સાર્થક કરવા જગમાં,અણસાર માનવીએ થાય
પ્રભુ કૃપાને પામવા કાજે, ભક્તિના લઇ લે છે દ્વાર
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરતાં,પાવનપ્રેમ મેળવાય
………જન્મ મળતાં અવનીએ.
જીવનેમાયા વળગે જગતની,જન્મે જન્મે મળીજાય
વ્યાધી સાથે અડચણ આવે,જ્યાં મોહમાયા જોડાય
ભક્તિ મનની સાચા સંતની,ખોલે પ્રભુ કૃપાના દ્વાર
જન્મમરણને ત્યજવા,જીવની અપેક્ષા મુક્તિનીથાય
………જન્મ મળતાં અવનીએ.
કરુણા સાગરની કરુણા ન્યારી,જે નિર્મળતાએ લેવાય
સ્વાર્થ મોહને દુર ફેંકતા,સાચા સંતનો સહવાસ થાય
મળીજાય જ્યાં પ્રભુ સ્મરણ,રામનામની પ્રેરણા થાય
ઉજ્વળ જન્મ થાય જીવનો,સ્વર્ગની ધરતીએ જવાય
………..જન્મ મળતાં અવનીએ.
=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=
January 1st 2010
ભક્તિનુ સુખ
તાઃ૩૧/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન,પ્રભુ કૃપાએ જીવને અર્પણ
સંસ્કારના મળતા સિંચન,મટીજાય ભવભવના બંધન
………..ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
માનવદેહ પર દ્રષ્ટિ પ્રભુની,ભક્તિ સાચી એ દેખાય
પળને પારખીલેતા મન,મળીજાય ભક્તિનુ સગપણ
મતીમળે માબાપનાપ્રેમે,પવિત્ર જીવન એ જીવ દેખે
મનથી કરતાં પ્રભુનીભક્તિ,મળી જાય જીવને મુક્તિ
……….ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
પુંજા એ તો પ્રેમ પ્રભુથી,નિશદીન પ્રભુથી એ થાય
સાચી કેડીમળે જીવનને,જ્યાં સંત જલાસાંઇ ભજાય
મુક્તિનાએ માર્ગનીરીત,મળેજ્યાં પ્રભુથી સાચીપ્રીત
પુંજનઅર્ચન કરતાંઘરમાં,મળીજાયપ્રેમપ્રભુનોપળમાં
………..ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
પ્રેમજગતમાં પ્રભુથીકરવો,મળશે જીવનેઅખંડ લ્હાવો
સાચા પ્રેમનીરીત મનથી,ના દેખાવનીછે કોઇ પ્રકૃતિ
આવી આંગણે પ્રભુપધારે,જીવથીમળે જ્યાં સાચોપ્રેમ
વર્તન એતો દેહની દોરી,જીવનને ના મળે એ અધુરી
………..ભક્તિ,પુંજા,પ્રેમને વર્તન.
=================================
June 17th 2009
બ્રહ્માંડના અધીપતિ
તાઃ ૧૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અખીલ બ્રહ્માંડના અધીપતિને વંદન વારંવાર
સરળ શ્રધ્ધાને વિશ્વાસથી,ભજુ હું સાંજ સવાર
….અખીલ બ્રહ્માંડના અધીપતિ.
માનવીજીવન કૃપાએપામી,મળ્યો ભક્તિનો સંગ
કરુણાસાગરની લીલાને નિરખી,મળી ગયોએ રંગ
ભક્તિ પ્રભુની ને સ્નેહ સંતનો, આવી ગયો ઉમંગ
સવાર સાંજની આ લીલામાં,ભક્તિથી આવ્યો રંગ
….અખીલ બ્રહ્માંડના અધીપતિ.
ગાગરમાં સાગર જ્યાં નીરખ્યો મોહ છુટ્યો તુરંત
અજબ લીલા અવિનાશીની, પામી ગયુ આ મન
ભજનકીર્તનનો જ્યાં સંગથયો ત્યાં દીઠી મેં પ્રીત
મળીગઇ મને આજીવનમાં સાચી જીવનની રીત
….અખીલ બ્રહ્માંડના અધીપતિ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 1st 2009
કડી મળી
તાઃ૧/૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલાસાંઇ ની ભક્તિ કરતાં,જીવને શાંન્તિ થઈ
જન્મ મળ્યો આ માનવનો,કર્મના બંધન લઈ
મુક્તિ કેરા માર્ગની,મને સાચી કડી મળી ગઈ
.......જલાસાંઇ ની ભક્તિ કરતાં.
નીત સવારે પ્રેમથી કરતો,પ્રભુ ભક્તિ એકવાર
મળતી શાંન્તિ મનને ત્યારે,પ્રેમથી માળા કરતો
આવે આંગણે પ્રભુ પિતાજ્યાં,સુર્યકીરણને જોતા
વંદન કરતાં માનવદેહે,ઉજવળ મહેંક મેળવતો
.......જલાસાંઇ ની ભક્તિ કરતાં.
અવની પરના આગમનની,મીઠી ચાદર હુ લેતો
જલાસાંઇની ભક્તિ ભજનમાં,મોહમાયાના જોતો
ઉજ્વળ જન્મ અને જીવન,માનવ મને મહેંકતો
પ્રભુ શરણમાં જ્યારથી રહ્યો,મનની શાંતિ લેતો
.......જલાસાંઇ ની ભક્તિ કરતાં.
++++++++++++++++++++++++++++++++++++++++