June 12th 2008
પ્રભુથી પ્રીત
તાઃ૧૨/૬/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં સાચી પ્રેમની રીત, ભક્તિમાં જેને છે પ્રીત
રામરામ જે રટ્યા કરે, ઉજ્વળ જીવન તે જીવ્યાકરે
………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
સંત સમાગમ પ્રેરે પ્રીત,મુક્તિ મેળવવા કરેજે જીદ
નામ સ્મરણ છે સાચી રીત,પ્રભુ પ્રેમમળશે હરદીન
. ……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
માયાના બંધન છે અનેક,જે છુટશે જ્યારેમળશે હેત
દર્શન કરતાં રહેશે રંગ,જગની લીલા ના રહેશે સંગ
……………….જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
કાયામાયાની જો જાશે દુર,છે ભક્તિમાંજીવનચકચુર
જલારામની ભક્તિ અદભુત, જાણે તે છે પ્રભુના દુત
………………જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
મનથીરટણ નેમાળા થાય,તેનું જીવન ઉજ્વળદેખાય
સાંઇબાબાનો છેઅણસાર,પ્રભુનીભક્તિ જગમાંઅપાર
……………..જેને પ્રભુથી છે પ્રીત તેને જીવનમાં ના કોઇ બીક
…શ્રીરામ શ્રીકૃષ્ણ જયજય રામ જયજય કૃષ્ણ હરેરામ હરેકૃષ્ણ…
June 4th 2008
જય જય સીતારામ
તાઃ૪/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય રામ જય સીયારામ,ભક્તો બોલો જય જય જલારામ
ઉઠતા બોલો જય જય રામ, પોઢતા સાંજે બોલો જય જલારામ
સુંદર મોહક પ્રભુનુ રુપ, અનંતકોટી બ્રહ્માંડના છે નાથ અદભુત
અંતરમાં લઇ એક જ આશ, રટણ કરી લઉ પરમાત્માનું આજ
દયા કૃપાએ શ્રધ્ધા સાથ,મળે જીવનમાં જ્યાં ભક્તિની છે લાજ
રામ શ્યામની લગની આજ,ભવસાગરના બંધન ના લાગે સાથ
કરુણાનિધાનની છે કરુણા અપાર,ના જીવનમાં તેની કોઇ ખોટ
લાગશે જીવન વણકલપ્યુ છેક,જ્યાં જલારામને સાથે સીતારામ
માયા વળગી જ્યાં જન્મ મળ્યો,મળી જીવનને ઝંઝટ જાણેઅનેક
ના છુટશે કે કોઇ છોડાવે,જે મળે જીવને જન્મ મળે વળગે છેક
કુદરતના આ અનંત રુપ, જાણી છોડજો મોહ ને કરજો હૈયાથી દુર
ના રાખજો માયાનો કોઇ લોભ, કરજો અંતરમાં કાયમ પ્રભુનો મોહ
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
May 31st 2008
ઓ કરુણાનિધાન
તાઃ૩૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અકળ આ અવતારને સાર્થક તું કરનાર
જગતના તારણહાર તારા અનંત છે અવતાર
ના મિથ્યા આ જન્મ મળશે તારો આધાર
તું સર્જનહાર ને તારો સૌ જીવો પર ઉપકાર
…ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
માયા લાગી જન્મ મળ્યો જ્યાં જગમાંય
સ્નેહપ્રેમ ના માગે મળતાં નિર્ધન કે ધનવાન
કૃપા પ્રેમ એ ર્સ્પશે તેને હૈયે જ્યાં જલારામ
નમન જગમાં મળશે તેને જેના હ્રદયે સાંઇરામ
…ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
આત્માની ઓળખ અજાણ ન કળી કળાય
જ્યાં શ્રધ્ધાનેવિશ્વાસ આત્મા ઉજ્વળથતો જાય
લગનીલાગે મનથી જ્યારે ભક્તિ થતીજાય
શક્તિ એવી છે અનોખી જેની તુલનાના કરાય
…ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
May 27th 2008
ઇર્ષાસ્નેહ
૨૭/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાગરમાં એક ઝેરનું ટીપું, લે જીવો છે અનેક
ના જુએ તે પ્રાણી માનવ, મિથ્યા બનાવે છેક
અમૃતની જો મીઠી બુંદને,વહેતી કરી દો એક
પ્રાણી માત્રના જીવન સ્પંદન,સદા મહેંકે અનેક
સ્નેહ પ્રેમની જ્વાળા પ્રકટે,અખંડ માનવ દેહે
ઉજ્વળજીવન પાવનજીવ જ્યોતસુવાસની સોહે
ખોલતા ઇર્ષાનોપટારો ,અનંત જીવોઅટવાશે
ના આરો કોઇ રહેશે,જ્યાં સાગર ઝેર તમને દેશે
સ્નેહસમેટશો પામશોપ્રેમ,દ્વેશઇર્ષા છુટશેઅનેક
સાર્થક જીવનસાર્થક જન્મ,નહીંમળે ફરી આ નર્ક
ઇર્ષાનો તો સાગર છે, જગતમાં વ્યાપો છેક
સ્નેહનું બીદુંએકમળે પાવનજીવન તેમાં ના મેખ
લાગણી મનમાં થાય ઘણી,ને ઉભરાથાયઅનેક
પ્રેમ જોસાચાદિલથી હશેનહીં દુશ્મન જગમાંએક
માનવીની માનવતામાં છે જીદગીનીથોડીઝંઝટ
પાર પ્રેમથી પડી જશો, છોડજો ઇર્ષા કરજો સ્નેહ
++++++++++++++++++++++++++++++++++++++
May 26th 2008
શરણું આપનું સાચું
ઓ જલાબાપા ઓ સાંઇબાબા
૨૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરમાં આનંદ ઉભરાતો, ને મનમાં સ્મરણ સંતનું થાય
આજકાલની વિટંમણાઓમાં,જ્યારથી જીવને મુઝવણથાય
…તે સાચા સંતના સ્મરણથી જાય.
ભક્તિનો એકદોર મળ્યો,ને લાગી લગની જલારામબાપાની
આધીવ્યાધીની ના ઉપાધી,પ્રેમથી પ્રભુકૃપાએ ઉકલી જાય
…જે સાચા સંતના સ્મરણથી થાય.
માગણી પરમાત્માથીકરવી,કે સદાઅંતરથીવહે હ્રદયમાંપ્રેમ
લાગણીમાં ના ભટકવું સંસારે,રાખવો સંત જલાસાંઇનો સંગ
…જે ઉજળા જીવનથી સદા છલકાય.
કીર્તન અર્ચન માળા કરતાં, હૈયે રાખવી પ્રભુ સંતથી પ્રીત
સંસારીસંતની ભક્તિસાચી,છે પરમાત્માને પામવાની રીત
…જ્યાં હાર્યા અવિનાશી ને થઇ સંતની જીત.
*********************************************************
May 19th 2008
જલાસાંઇ ને રામ
તાઃ૧૫/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાન ભજી લઉ મનથી,તો થઇ જાય બેડો પાર
જલાસાંઇનો સ્નેહમળે,ઉજ્વળ જીવન પાવન થાય
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
રામ નામનું રટણ કરુ, કે સ્મરું હું રાધેશ્યામ
પ્રેમનો સંગ થતાં પ્રભુથી,ના ચિંતા રહે લગાર
જલાબાપાનીજ્યોત નેમળે સાંઇબાબાનોપ્રેમ
અનંત કરુણા પ્રભુની મળતાં નહી મળેફરી દેહ
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
હાથમાં માળાને જીભે જલારામ,હ્ર્દયે સાંઇબાબા
રહેતા મારી સંગે હરપળ, જ્યારથી લાગી માયાં
માગુ પ્રેમથી ભક્તિ દેજો,ને રહેજો પળપળ પાસે
રમા,રવિ,દીપલને જગમાં,દેજો ઉજ્વળ જીવન
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
પાવનજીવન પામતા જગમાં,ના લાગે કહીં મોહ
આનંદ હૈયે રહેતો હમેશાં,જેની જગમાં છે ખોટ
પ્રદીપનો પામર દેહ આ,સદા રહે પ્રભુને ચરણે
મુક્તિ માગતો હરપળ કહેતો લેજો તમારે શરણે
..રટુ હું જલાસાંઇ ને રામ,રટુ હું જલાસાંઇ ને રામ
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
May 19th 2008
સવાર સોમવારની
૧૯/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવારની સવારમાં, છે સોમેશ્વર હરખાય
આનંદ ઉમંગે હરખાય, ઢોલનગારા જ્યાં છવાય
…..આજે સોમવાર ઉજવાય.
આરતી કરતાં અંતરમાં, હરહર ભોલે થાય
ડમડમ ડમરુ મૃદંગ ને મંજીરા,તાલે મેળવે તાલ
ભક્ત જનોની ભાવના, ને અંતરના ઉમંગ
દેતા ભક્તોને આનંદ,જે દેતો જીવનમાં એક રંગ
…..આજે સોમવાર ઉજવાય.
માયા મા પાર્વતીની,ને શણગાર્યા વિષધર
ભક્તિનો સંગાથ મળ્યો, ને આધાર છે નાગેશ્વર
અંતરે ઉમંગને સ્નેહમળે,જ્યાં ભક્તિનો છે સંગ
જીવન ઉજ્વળ ચરણેદીસે, સદાહૈયે વસેછે પ્રીત
…..આજે સોમવાર ઉજવાય.
દુધ અર્ચન શીવલીંગે, ને પુષ્પ દીપે છે હાથે
સોહે સુંદર અર્ધચંદ્ર શીરે,ને ત્રિશુલ બીજા હાથે
ગણેશજી ગૌરીમાને ખોળે, ને કંકુ શોભે કપાળે
પ્રદીપ વંદન પ્રેમથી કરતો,સાંજ સવાર બપોરે
…..આજે સોમવાર ઉજવાય.
*****હર હર ભોલે મહાદેવ*****હર હર ભોલે મહાદેવ*****
May 18th 2008
પ્રેમની કેડી
૧૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાનને વાંસળી,જલાને લાકડી
ત્રિશુલે શોભે ભોલેનાથ
પ્રેમથી પોકારતી,ભક્તને શોભાવતી
ત્રણે લોકમાં ભક્તિ અપાર
ઓ જગત આધારી,ઓ સંકટહારી
તારી પ્રેમની કેડી અજાણ
રાધાના સંગમાં પ્રેમના બંધનમાં
રાસ રમાડી માયા જગાડી
દીધો જગમાં ભક્તિનો અણસાર
તેં દીધો ભક્તિનો રણકાર
રામશ્યામની ભક્તિ કીધી
જગ સંસારે લપટાઇ સીધી
મુક્તિ તણા દર્શાવ્યા દ્વાર
જલા તારી ભક્તિછે પુંજાય
સકળ જગતની સૃષ્ટિ હરતા
ઓ ભોલેનાથ પ્રેમના ભંડાર
પ્રેમ ભક્તિનો દીઠો જ્યાં છે
મુક્તિ જીવને મળી ત્યાં છે
ઓ વિષધારી,ઓ ડમરુધારી
ઓ કૃષ્ણમુરારી,ઓમુરલીધારી
ઓ જગતવિહારી,હો અંતરયામી
દો મુક્તિ જીવને બની દયાળુ
—————————————————————
May 8th 2008
જીવની ઝંઝટ
૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવો દોડો, ઝંઝટ છોડો, જીવનની અપાર
વળગી માયા,વળગ્યો મોહ,છોડેનહીં પળવાર
અપરંપાર છે માયા એવી,નહીં જેનો કોઇ પાર
મિથ્યા વળગે,જન જીવનમાં,જેની લાલચ છે અપાર
જીવને લાલચ છે અપાર
પ્રેમ જગતમાં,માગે ના મળતો,સ્નેહ દીસે જગમાંય
કાચી કાયા લોભાઇ જાશે તો નહીં જીવનમાં ઉજાસ
એક પ્રેમની આશ જગતમાં,જીવને લાગે જેની ખોટ
ભક્તિ પ્રેમની,સીડી મળે તો,ઉજ્વળ જગજીવનછેક
પ્રદીપ દેતો એક અણસાર,સાચોપ્રેમ પ્રભુથી કરજો
માનવ માત્ર એકજ જન્મે,ઝંઝટ છોડશે આ અપાર
જેની લાલચ અપરંપાર.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
May 7th 2008
ભક્તિનીશક્તિ
તાઃ૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી જેને શક્તિ ભક્તિની,સ્નેહ દીસે તે જગમાં
મનમાં ના કોઇ વ્યાધી તેને, ના ચિંતા ભઇ તેને
આવો મિત્રો સૌની સંગે,લઇએ આજે લ્હાવો
…ભઇ લઇએ આજે લ્હાવો.
માળા લીધી જ્યારે હાથમાં, સ્મરણ પ્રભુનુ રહેતું
મનની છુટી મિથ્યા માયા,નામોહ રહ્યાછે સ્પર્શી
આંગણે આવેલાની સેવા,મનથીમાની લઇએ
…ભઇ મનથીમાની લઇએ.
તારુંમારું જાણી મેં લીધું,રહી ના હવેકોઇ વ્યાધી
આધી વ્યાધીની સૌ ઉપાધી,ભક્ત્ જલાથી છુટી
માગવી તારે જીવન મુક્તિ,ભક્તિ કરવીભાવે
…ભઇ ભક્તિ કરવીભાવે.
એકજીવ ને અનેક સ્વરુપ,તોય કર્મનાબંધન લાગે
લાલચ છુટીને કામના તુટશે,નમતા પ્રભુના ચરણે
માનવ જન્મ મહેંકીરહેશે,રોજ નમે તુ શીવને
…ભઇરોજ નમે તુ શીવને.
+++++++++++++++++++++++++++++++++++++++++++++