November 13th 2008
ભક્ત કે ભગવાન
તાઃ૧૧/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું ભક્ત કહુ કે ભગવાન,તેમાં ના જગમાં કોઇનું અપમાન
જગે જીવને મળશે જ્યાં લક્ષ, માનજો મળશે તમને સ્વર્ગ
……હું ભક્ત કહુ કે ભગવાન.
ભકત તણા બંધંન સ્વીકારી, વળગી રહેશો જ્યાં ભક્તિને
મનને મળશે શાંન્તિ સાચી,જે નહીં મળે મિથ્યા વ્યાધીએ
રટણ પ્રભુનું મનથી કરતાં,સાર્થક જન્મ સફળ થઇ જાય
ના વળગે માયા આજીવને, જેની જરુર નથી તારે લગાર
……હું ભક્ત કહુ કે ભગવાન.
માનવતાની મહેંક મહેંકતી,ને ઉજ્વળ તારું જીવન દેખાય
ભક્ત તણો સથવાર મળે ત્યાં,મહેંક માનવતાની મહેંકાય
મળશે મનને શાંન્તિ જાણે, લાગશે ભક્તિએ કર્યો ઉધ્ધાર
ના વળગે માયા આજીવને, જેની જરુર નથી તારે લગાર
……હું ભક્ત કહુ કે ભગવાન.
મુક્તિના દ્વારને ભક્તિથી ખોલાય,જ્યાં શ્રીજલારામ ભજાય
અંતરમાં આનંદઅનંત ઉભરાય,ને પરમાત્માનીકૃપા થાય
ભક્તિ સાગરમાં મન મલકાય, જ્યાં જગની ચિંતા જાય
ના વળગે માયા આજીવને, જેની જરુર નથી તારે લગાર
…….હું ભકત કહુ હે ભગવાન.
===============================================
November 11th 2008
ભક્તિથી ભજાય
તાઃ૧૦/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચો મનમાં સ્નેહ ભરીને, પ્રેમ લઇને હું આવ્યો
વિરપુરવાસી કરુણા કરજો, દેજો લ્હાવો ભક્તિનો
….મારા હૈયે સદા નિરંતર રહેજો
આવ્યો શરણે આજ તમારે, રાખજો અમપર હેત
ભક્તિ શક્તિની મળે મને, ને જીવને નારહે મોહ
…..મુજપર રાખજો બાપા મનથીહેત
રામનામની માળાજપતાં,રહું જલાબાપાનાશરણે
માયાનાબંધન ના ખટકે,જોજો મારોજીવના ભટકે
…રહે સદા નિરંતર દિલથી ભક્તિપ્રેમ
બાપા મારા શરણે લેજો,જીવન કરજો મારુ પાવન
નિર્મળ પ્રેમ સદા મળે પ્રદીપને,ના લાગે કોઇ ખોટ
….પ્રેમથીભક્તિ કરતો રાખી મનમાંટેક
વિરબાઇમાતાનો પ્રેમ મળે,તો જીવન ઉજ્વળથાય
સંસારની માયા દુર ભાગે,જ્યાં શ્રધ્ધા સાચી લ્હાય
…..મને બાળક માની ભુલો કરજો માફ.
____________________________________________________
November 4th 2008
જીવનો માર્ગ
તાઃ૩/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોહ લગાડી છે માયા સાથે, સંસારે જીવ ખટકાયો
ભક્તી સાચી,શ્રધ્ધા રાખી, જગજીવનથી અટકાવો
મળતા માનવદેહ ધરતી પર,સેવા સાથે મળનારી
સમજુ જીવ મુક્તિ માગે,આજગે જે સાચી કરવાની
દુનીયાઆખી વિશાળ લાગે,પ્રભુકૂપા જ્યાં લેવાની
આતમદીપની જ્યોતજાગે, જીવને મુક્તિમળવાની
અંતરે આનંદ ને હૈયેહેત,જ્યાં પ્રેમ પ્રભુથી થવાનો
મીથ્યા જગની માયા એવી,જે સાથે તારે સથવારો
આવ્યા પામી દેહ અવનીપર,સાર્થક જીવે કરવાનો
એક પ્રેમની ભક્તિ મળતાં, જગજીવન તુ તરવાનો
દેખ આંખમાં પ્રેમ અનેરો, જલાબાપા મનમાં રાજી
મળે વિરબાઇ માતાની આશીશ,નારહે કોઇ વ્યાધી
++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 31st 2008
વિનંતી સ્વીકારો
તાઃ૩૦/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધનતેરસના ધનનેવિનવું,પ્રેમથી આપ પધારો
જગજીવનને મુકી કિનારે, જીવને આપ ઉગારો
……….એવી વિનંતી આજ સ્વીકારો.
આંગણે આવ્યા આપ અમારે કંકુ ચોખાથી વધાવુ
ઉજ્વળ જીવન કરવા કાજે,હું મન પ્રભુમાં લગાવું
આવ્યા આજે,રહેજો સાથે,મનથીભક્તિ કરવા કાજે
માનવદેહને મુક્તિ દેજો, ને પ્રેમે જીવને ઉગારો
……….એવી વિનંતી આજ સ્વીકારો.
માયાના બંધન તો વળગે, જન્મ મળતાની સાથે
કામણકાયા ને નાશ્વંત જીવન,વળગે જીવને ત્યારે
માગુ પ્રેમની ભક્તિ જીવથી, થાય સદ જીવ કાજે
દ્વાર હ્રદયના ખુલ્લા કરજો,મુક્તિમાં દેજો સહાય
……….એવી વિનંતી આજ સ્વીકારો.
મનનોમેળના ધનથી થાતો,જ્યાં વળગી છે માયા
સાચીશ્રધ્ધા ને ભક્તિ સાથે,મનથી દઉ સેવાસાથે
આચમન પ્રેમથી કરીએ, સ્વીકારજો પ્રેમ અમારો
આંગણે આવ્યા પ્રેમથી રહેજો,શ્રધ્ધા સાચિ રાખી
……….એવી વિનંતી આજ સ્વીકારો.
////////////////////////////////////////////////////////////////////////////////
October 15th 2008

હૈયાને હામ
તાઃ૧૪/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા હૈયામાં રાખીને હામ, હું પ્રેમે સ્મરુ પ્રભુનું નામ
મારા હૈયે આનંદથાય,ને ઉજ્વળ જીવનપણ દેખાય
……..મારા હૈયામાં
મતીની ગતિ છે નિરાળી ,જે સાચી સમજણ શોધે
ના મળે જો સામે અણસાર, તો જીવન દુષ્ટ બને
માગ્યા નથીમળતા વ્હાલ,જેમાં જીવનદેખાય ન્યાલ
પ્રેમ પ્રભુનો પામવા જીવે, ભક્તિ કરવી જગમાંય
……..મારા હૈયામાં
સુખમાંરામ ને દુઃખમાં રામ,મનમાં રટુ હું જલારામ
પરમાત્માનો પામવા પ્રેમ, હૈયે મળે ભક્તિનો ભાવ
જગમાયા ના કામની, રાખવી મનમાં પ્રીત પ્રભુની
મળશે જીવને મુક્તિ દ્વાર,જ્યાં સાચી ભાવની ભક્તિ
……..મારા હૈયામાં
==============================================
October 11th 2008
રહેમ નજર
તાઃ૧૦/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શેરડી ગામ પર પડી દ્રષ્ટિ ત્યાં પરમાત્માની રહેમ મલી
જ્યોત જગાવી કૃપા કરી ત્યાં સાંઇબાબાની જ્યોત જલી
….. આતો અલ્લાની રહેમ નજર થઇ
પ્રેમ દીસે ને પ્રેમ મળે જ્યાં માનવ જીવન સંગાથ ફરે
આવતા મળતા જગતજીવોનું ઉજ્વળજીવન મહેંકી રહે
હૈયાથી નીરખી હામ મળે ત્યાં મનડાં પ્રેમથી દીપી ઉઠે
નાતજાતનો ના સથવારો કોઇને શેરડી ગામે પ્રેમે મળે
…..આતો અલ્લાની રહેમ નજર થઇ
સંત શેરડીના સાંઇબાબા જે પ્રેમથી સૌમાં સમાઇ ગયા
ના કહે હિન્દુ કોઇ કે ના કોઇ મુસ્લીમ કે કોઇ ઇસાઇ
પ્રેમથી સૌમાં વસી ગયા અલ્લાહ, ઇસુ ને રામકૃષ્ણ
બાબાએ દીધી ભક્તિ પ્રેમની ના જેમાં ના સ્વાર્થ દીસે
….. આતો અલ્લાહની રહેમ નજર થઇ.
=========================================
October 10th 2008
ભોળાના ભોલેનાથ
તાઃ૯/૧૦/૨૦૦૮ ……. ………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ ભોળાના ભગવાન, તમારી ભક્તિ કરુ અપાર
ઓ ભોલેનાથ ભગવાન, કરો મુજ જીવનો ઉધ્ધાર
…………………….. ……………………ઓ ભોળાના ભગવાન.
શિરે ચંન્દ્ર ધર્યોને હાથેડમરુ,જોઇ ભક્તોરાજીથાય
કરુણા માગે ભક્તિકાજે,તરવા નાશ્વંત આ સંસાર
…………………..ઓ ભોળાના ભગવાન.
સ્નેહ તમારો ઓ ગૌરીશંકર,જપુ હું પ્રેમે શીવશંકર
મનથી માળા કરુ હું, જીવન ઉજ્વળ કરવા રટું હું
……………………. ……………………ઓ ભોળાના ભગવાન.
છે ગજાનંદ પુત્ર અનોખા,મને માનજો પુત્ર તમારો
શીવશક્તિની ના કોઇ સીમા,કરજો કૃપા ભક્તિકાજ
……………………… ………………….ઓ ભોળાના ભગવાન.
કરુ તમારી નિશદીનસેવા,ના જોઇએ મારેકોઇ મેવા
મળે જીવને મુક્તિ અંતે, વળગે ના કાયાઆ જીવને
…………………….. …………………..ઓ ભોળાના ભગવાન.
પાર્વતી પતિ પરમેશ્વર,મળી કૃપા માબાપની જીવને
માનજો મનેભક્ત તમારો, નામાગુ વૈભવે કોઇવધારો
…………………….. …………………..ઓ ભોળાના ભગવાન.
ઓ શક્તિના છો ભંડાર, પ્રેમે કરુ જીવે ભક્તિ અપાર
હિંમત માગું ભક્તિ કાજે, કરજોમાફથાય ભુલ લગાર
…………………………………. ……..ઓ ભોળાના ભગવાન.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
October 7th 2008
…………………… . રામજી કે કાનજી
તાઃ૭/૧૦/૨૦૦૮ ……………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામજી ભજી લે તુ, કે કાનજી ને મનાવી લે તુ
પ્રેમથી ભજીશ ત્યાં ઉજ્વળ જીવન બનાવીશ તુ
……….. રામજી ભજી લે તુ
સંસારના સંગમાં ને ભક્તિના રંગમાં જાણી લેજે
લાલચ મોહ ને મિથ્યા જીવનમાં ગણીને જીવજે
મળશે જીવનમાં શાંન્તિ સાથે સ્નેહને પામીશ તું
માયાતારી રાખજે રામથી કાનાનીપ્રીતને પામજે
……..રામજી ભજી લે તું
સતની કસોટી મળશે હમેશા ડરતો નહીતુ જગમાં
સૃષ્ટિ કર્તા ને દુઃખ હરતા તારી સાથે પળપળમાં
કોઇ સહારો તને નામળે તોય જીવન ઉજ્વળદીસે
રામરામ સીતારામ કે કૃષ્ણ ને રાધેશ્યામ તું રટજે
……રામજી ભજી લે તું
=====================================
October 6th 2008
જય શ્રી હનુમાન
તાઃ૪/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લીધો અવની પર અવતાર,કરવા ભક્તિનો સત્કાર
લીધીગદા પ્રભુએ હાથ,કરવા જગે અસુરોનો સંહાર
….બોલો જય જય હનુમાન,બોલો જય શ્રી હનુમાન.
રામની લીધી છાયા, જ્યાં છોડી જગતની માયા
મનથી કીધી માળા, ને દુર કરી પાપની છાયા
પવનદેવનાપુત્ર ને મા અંજલીના વ્હાલાસંતાન
કીધા સેવાના કામ ને બન્યાછે ભક્તોના આધાર
…..એવા પવનપુત્ર હનુમાન બોલો જયશ્રી હનુમાન.
પાપનો પોકાર થયો, ત્યાં રાવણ ને કર્યા મહાત
સીતાજીના સૌભાગ્યનો જગતમાં કર્યો જયજયકાર
પરઉપકારી બનીરહીને કરી સાચા ભક્તોની સેવા
શ્રધ્ધા વિશ્રાસને રાખી સાથે, દીધી પ્રેમની જ્વાળા
….એવાહનુમાનદાદાપુજાય ને બોલાય જયશ્રીહનુમાન
કરતાંજગમાં કામજ એક,મળે શ્રધ્ધાનીમહેંક અનેક
આવી આંગણે પાવન કરતાં ન પ્રેમથી દેતા સ્નેહ
લાગણી હૈયે સદા રાખી ને જપતા શ્રીરામનીમાળા
સદા સ્નેહ ને ઉભરે પ્રેમ, જ્યાં સાચી ભક્તિ છે નેક
….એવા હનુમાનજી પુજાય ને બોલાય જયશ્રી હનુમાન
############################################
October 2nd 2008
…………. ………. ગરબે ઘુમતી નાર
તાઃ૧/૧૦/૨૦૦૮ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ઘુમતી નાર, મા અંબા જોઇ હરખાય
તાલીઓના તાલે ગાય,મા નીરખી રાજીથાય
…………………………….. …..નાર ગરબે ઘુમાતી જાય.
જળહળ જ્યોત થાય, જ્યાં માની મહેર થાય
આનંદ આનંદ વરતાય,ને માડી રાજી થાય
…………… ………………………નાર ગરબે ઘુમતી જાય.
શીતળ માનો છે સ્નેહ,ને આશીશ દેતી જાય
મનડાં રાજી થાય, ને અંતર આનંદે ઉભરાય
………………………………………નાર ગરબે ઘુમતી જાય.
લાગી માડી ભક્તિ તારી, ગરબે મહેંકી જાય
તાલતાલમાં રહેતી નારી,માવડી હરખે આજ
……………………………………….નાર ગરબે ઘુમતી જાય.
નવરાત્રીની ભક્તિનિરાળી, મૈયાની કૃપાથાય
ગરબે ઘુમતા નરનારી,જીવ ભક્તિએ બંધાય
……………………………………….નાર ગરબે ઘુમતી જાય.
===========================================