August 6th 2008

રામની ભક્તિ
જલારામ સાંઇરામ
તાઃ૪/૮/૨૦૦૮ પ્રદીપ ભહ્મભટ્ટ
છે મનમાં એકજ આશા ના બીજી કોઇ અભિલાષા
દો ઉજ્વળ જીવન અમને જે સાર્થક જીવન તરસે
…..મારા વ્હાલા જલારામ ને વ્હાલા સાંઇરામ
ઓ કરુણાના કરનાર છો તમે સંત તણો અવતાર
સંસારની પકડીકેડી ને તમે ઉજ્વળ કરી સાતપેઢી
ભક્તિ તણો લીધો સહારો જે જગતનો છે કિનારો
…..મારા વ્હાલા સાંઇરામ ને વ્હાલા જલારામ
મારા હૈયે છે જલારામ ને સાથે વ્હાલા સાંઇરામ
નિર્મળ જીવન જીવતાં ને પાવનસંતનો પ્રેમ લેતા
ભજતા રામનું નામ ને રાખતા ભક્તિથી હૈયે હામ
…..મારા વ્હાલા જલારામ ને વ્હાલા સાંઇરામ
પળપળ કરતાં પરોપકાર જ્યાં રામ કૃપા મળતી
અંતરમાં એક ભક્તિભાવ જ ના બીજી અભિલાષા
કળીયુગમાં અણસાર કે જેમાં ભક્તિ એકલી દીઠી
…..મારા વ્હાલા સાંઇરામ ને વ્હાલા જલારામ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0000000000
August 1st 2008
…………. ભક્તિભાવ
તાઃ૩૧/૭/૨૦૦૮. …………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવે ભક્તિ કરુ હું, હૈયે રાખી હામ
સ્નેહ પ્રેમથી રટણ કરુ છું, જીવે ભક્તિ થાય
મળે ભક્તિ તણો એક ભાવ
મનની આશા ઉજ્વળ જીવન, મહેંકે ભક્તિ રંગે
અનંત પામવા કૃપાપ્રભુની,પળપળ સંગે રહેતી
ત્યારે થાતો ભક્તિ તણો એક ભાવ
પુષ્પતણી આ મૃદુ વાણી, સ્મરણ પ્રભુનું કરતી
નાઆશા કે અભિલાષાકંઇ,મુઝવણ નાકંઇ રહેતી
જ્યારે મળે ભક્તિ તણો એક ભાવ
સાંત્વન હૈયે જલાથીમળતું,સાંઇસ્મરણ પણ થાય
સંસાર થકી સહવાસ હતો,પણ જીવન મહેંકીજાય
. તેથી મળે ભક્તિ તણો એક ભાવ
પ્રભુસ્મરણના તાલમળ્યાંને,જગની માયાજતીરહી
સાચી જીવનેરાહ મળીજ્યાં,મુક્તિ જીવનેમળીગઇ
. જ્યાં મળે ભક્તિ તણો એક ભાવ
લાગી માયા પ્રભુ સ્મરણની,નેસાથ સૃષ્ટિનો મળે
મનમાં ના કોઇ શંકા જાગે,રામનામની કડી મળી
ત્યાં મળે ભક્તિનો એક ભાવ
=====================================
June 11th 2008
ભજન
ભક્તિનો એક રંગ
તાઃ૧૦/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન છે ભક્તિનો એક રંગ,જે લાવે જીવનમાં ઉમંગ
મળતે જેને હૈયે તેનો સંગ, ના જોઇએ બીજો કોઇ છંદ
………………………………………………………ભજન છે ભક્તિનો
લગની લાગી મનથી જ્યાં,મનને મળતી શાન્તિ ત્યાં
આવ્યા અવની પર લઇ જન્મ, વળગે કરેલા જે કર્મ
મનને શાન્તિ મળતી જાય, ભક્તિ પ્રેમે વહેતી થાય
………………………………………………………ભજન છે ભક્તિનો
શ્યામ રામ કે રામ શ્યામ, જલારામ કે સાંઇ રામ
મળે પ્રેમ ને વદે સ્નેહ, ના જીવનમાં કોઇ રહે ભેદ
અંતરમાં ઉભરે આનંદ ને જીવન ઉજ્વળ થતું જાય
…………………………………………………… ભજન છે ભક્તિનો
સંત સમાગમ મળ્યા કરે,જગની વ્યાધી ટળ્યા કરે
ના મોહ માયા મમતા રહે,નેજગનો મોહ છુટી જશે
સાચો સંબંધ પરલોકથી, ના આ મિથ્યા જીવન રહે
……………………………………………………..ભજન છે ભક્તિનો
“““““““““““““““““““““““`
May 16th 2008
અલૌકિક હિસાબ
૧૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ના હાથમાં મારા કે ના હાથમાં તેના
એતો વ્હાલા જીવે,કરેલ કર્મ ગત જન્મે કેવા
આગળ ના જ્યારે તું જોતો અહીં પળવાર
મિથ્યા બનશે પામર દેહ ના મળશે અણસાર
મળી જીંદગી માનવની માનજે તું ઉપકાર
સમજી થોડું દેજે હરિને જેણે દીધું તને અપાર
સર્જનહાર કદી ના ભુલે કરે દયા ક્ષણવાર
માણવા તારે મહેનત કરી ભક્તિ દેવી લગાર
ક્યાં જવુ કે ક્યાં ના જવું સૃષ્ટિ કરે હિસાબ
કરજે કામને લેજે હામ,તને જલો કરેઅણસાર
દીધા બંધન માયાના જે સ્નેહ ભરેલ અનેક
પળપળ તારી જમાથશે જ્યાં ભક્તિમાં વિવેક
અવની પરનું આગમન નહીં મળે અનેક
જીવજે સાર્થક જીવન જે ,દે શાન્તિ જીવને છેક
———————————————————————
May 1st 2008
ભક્તિનો પોકાર
તાઃ૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તતણા ભક્તિના પોકાર,સ્નેહે સુણજો વારંવાર
દેજો પ્રેમ તણો સથવાર, રાખી હૈયે અમારે હામ
ઓ ત્રિપુરારી,ઓ ગિરધારી, ઓ મોહન વનમાળી
તારીઅગણીત લીલા અપાર,ને માયાનો નહીં પાર
દિનરાત મને લાગે ન્યારા, કરુ સ્મરણ સાંજ સવાર
ઓ અંતરયામી,ઓ ભોલેશંકર,છે ડમરુ ડમડમ થાય
મુક્તિની માયા લાગી આ દેહે, જીવ બંધાણો તમથી
ભક્તિ મળે જ્યાં પ્રેમે તુજને, હૈયે હામ મળે છે ત્યારે
ઓસીતારામ,ઓ રાધેશ્યામ,ઓ લક્ષ્મીનારાયણદેવ
જીવન જીવવા પ્રેમેપુકાર ઝાલી હાથ અમારો લેજો
સંત સમાગમ સ્નેહે મલેને ઉજ્વળ આ દેહને કરજો
ઓદ્વારકાધીશ,ઓવ્રજવિહારી,રાસ અમો સંગ રમજો
મા માયા તારી ભોલે સંગે, ઑમ નમઃશિવાય જપુ
ડમરુનાનાદે મનડોલતુ આજે,પ્રેમથી મા હું રટણ કરું
ઓ સાંઇબાબા,ઓ જલાબાપા,પ્રેમે પ્રદીપ સ્મરણકરે.
====================================
April 7th 2008
૨૨-૫-૧૯૮૧ સતની ગાડી પ્રદીપ બ્રહ્મભટ્ટ
સતની ગાડી ચાલી રે ભેરુ ચાલો,સતની ગાડી ચાલી
આવો સાથી ભવસાગરની આ ચિંતા મટશે સારી.
..આ સતની ગાડી ચાલી.
ઓ કરસનકાકા,ઓ કરસનકાકા,તમે ક્યાં જઈ આવ્યા
તમે ક્યાં જઈ આવ્યા
કેમ લેટપડ્યાછો,તમે લેટપડ્યા કેમ,ચાલે છે ધમધમ
..આ સતની ગાડી ચાલી.
ઓ કાશીકાકી ઓ વ્હાલા કાશીકાકી,નહીં મળે સવારી.
આવી નહીં મળે સવારી.
ના ભેદભાવ કંઈ ના મેલું મન અહીં,સાચી પ્રીત બધાને.
..આ સતની ગાડી ચાલી.
ઓ મુન્નારામ ઓ મુન્નારામ,તમે રહી ગયા કેમ બાકી.
તમે રહી ગયા કેમ બાકી.
આ મેળ મઝાનો ને પ્રેમબધાનો,નહીં અવસર ફરીઆવો
..આ સતની ગાડી ચાલી.
ઓભોળા ભગુભાઈ તમે ક્યાં ભોળવાયા ગુમ થયાકેમ અહીંથી.
ગુમ થયાકેમ અહીંથી.
આ સતની ગાડી,લઈ ભક્તિની ઝડપે, જાય છે સીધી સ્વર્ગે
..આ સતની ગાડી ચાલી.
ઓપ્રદીપ બ્રહ્મભટ્ટ,તમેપરદીપ બનીને,લાગો છો ન્યારા ન્યારા.
લાગો છો ન્યારા ન્યારા.
જો ચુકી ગયા તો,ભલા ચુકી ગયા તો,ભવોભવ ભટકાશો.
..આ સતની ગાડી ચાલી.
આ અંતર છુટશે છે જીવજન્મના,જાણે મંતર મનને લાગે.
જાણે મંતર મનને લાગે.
કોઈ કહીં ગયું કાંઈ કોઈ કહી રહ્યું છે મનની સૌ કરે વાતો.
..આ સતની ગાડી ચાલી.
આ ભવની ભવાઈ જે લખી લખાઈ નહીં છુટી થનારી.
કદી નહીં છુટી થનારી.
છે એક જ રસ્તો શાણો ને સીધો,પ્રેમ પ્રભુને કરજો હેતે
..આ સતની ગાડી ચાલી.
//શ્રીરામ જયરામ જયજયરામ શ્રીરામ જયરામ જયજલારામ//
April 7th 2008
નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(ઢાળઃ દાદા હો દીકરી)
નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
….. નંદકિશોર, મુરલીવાળો.
જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
…નંદકિશોર.
ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
…નંદકિશોર.
કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
…નંદકિશોર્.
****************
January 9th 2008
……………………..બોલો જય જલારામ
૯/૧/૦૮………………………………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બોલો જય જલારામ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બાપા જય જલારામ
વિરપુરવાસી જય જલારામ, બાપા વિરપુરવાળા જય જલારામ
………………………………………………..બોલો જય જલારામ બાપા.
આરતી ઉતારુ બાપા હૈયે રાખી,પ્રેમે પુકારુ બાપા સ્નેહે સ્વીકારજો
લેજો સ્વીકારી બાપા બાળ તમારા જાણી, હેતે મુક્તિ દેજો દેહને
થાય અમોને આનંદ અનેરો, લેજો પાવન ભક્તિ ઓ જલાબાપા
……………………………………………….જય જલારામ,જય જલારામ.
વીરબાઇ મા તમે હેત વરસાવી, મુક્તિ કાજે સેવા સ્વીકારજો
દેજો પાવન ભક્તિ અમોને,સંગે માડી રહેજો ભક્તિ સથવારે
બાળ અમે તો ભક્તિ પંથે, દોરજો મુક્તિ દ્વારે ઓ વ્હાલાબાપા
………………………………………………..જય જલારામ,જય જલારામ.
દુઃખીયોના બેલી તમો ,ને ભક્તોના વ્હાલા પરવરદીગાર છો
વંદન છે ચરણે તમારા બાપા ,કોટી કોટી સ્વીકારો અમારા
સંસારસાગર જકડી રહ્યોછે,હાથ ઝાલી પ્રદીપને ઉગારો બાપા
………………………………………………..જય જલારામ,જય જલારામ.
…….—-જય શ્રી રામ…બોલો જય જલારામ…જય શ્રી રામ—–………
જગતમાં સંસારમાં રહી પરમાત્માને જેણે મેળવ્યા છે તે સંસારી સંત
પુજ્ય જલારામ બાપાની ભક્તિના આધારે પરમાત્માની કૃપાને પાત્ર
થવાના એક ઉત્તમ માર્ગ તરીકે તેમને પ્રાર્થનારુપે આ કાવ્ય અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર,હ્યુસ્ટન
December 27th 2007
…………………………ઓ ડમરુધારી
તાઃ૨૭/૧૨/૦૭……………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ ભોલે ઓ ભોલે ઓ ભોલેશંકર
……………જગ બોલે જગ બોલે જગ બોલે ચંદ્રેશ્વર
………………………………………………………..ઓ ભોલે…
વિષ ધરીને વિષધર બન્યા, ને ડમરુ ધરી ડમરુધારી
લાગી માયા પ્રદીપને જ્યારે,કરી અળગી માયા ત્યારે
ઓ દયાનિધાન,ઓ પરમ કૃપાળુ,ભક્તિથી લો જકડી
દો ભાવ ભક્તિનો,કરો માર્ગ મુક્તિનો,ઓ ભોલે સોમેશ્વર
…………………………………………………………ઓ ભોલે…
માયાલાગી મને ત્યારથી,જન્મમરણ હું સમજ્યો જ્યારથી
સ્મરણ કરું ને રટણ કરું, પળ ના બની મિથ્યા ત્યારથી
ઓ મુક્તિ દાતા,ઓ કૈલાસ વાસી,સૃષ્ટિ તણા અવિનાશી
લો હાથ ઝાલી,લો કુટુંબ ઉગારી,ઓ પાર્વતીપતિ પરમેશ્વર
…………………………………………………………ઓ ભોલે…
***************************************
———————–ઑમ નમઃ શિવાય——————
***************************************
December 19th 2007
………………………પ્રાર્થના પરમાત્માને
૧૪/૧૨/૦૭…………………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરોપકારીને પરદુઃખ ભંજન,પરમ કૃપાળુને શોભિત સુંદર;
અજરઅમર ને અવિનાશીને, ચરણે નિશદીન કરું હું વંદન.
……………………………………………….……પરોપકારી ને
સૃષ્ટિ તણા સર્જક તમોને, મુક્તિ તણા છો દાતા;
અવનીના અવતારી તમોને,ભક્તિતણા છો જ્ઞાતા.
……………………………………………..…..એ અવિનાશીને
કુદરત કેરા કામણ જગમાં, જીવન આ લપટાય;
આશા અંતરમાં છે મુજને, દેહે જીવ નહીં ભટકાય.
……………………………………………..…..એ અવિનાશીને
હરે કૃષ્ણ હરે રામ, હૈયે મારે જય જય જલારામ;
નમઃશિવાય ઓમનમઃશિવાય,ભોલેશંકર દયાનિધાન.
…………………………………………………..એ અવિનાશીને
-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-