October 7th 2007

હે ભોલેશંકર

                      હે ભોલેશંકર
                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે ભોલેશંકર, હે ડમરુધારી
            હે ત્રિશુલધારી,હે ભોલે ભંડારી
                     છો જગતઆધારી,છો પ્રલયંકારી
                                                   ……..હે ભોલેશંકર

છો મૃત્યુદાતા,છો જીવન આધારી
          તમે સૃષ્ટિધારી,છો પાપવિનાશી
                   દો મુક્તિ અમોને,લઇ હાથ અમારો
                                                    …….હે ભોલેશંકર

હે પાર્વતીપતિ,હે વિષધરધારી
          છો પરમકૃપાળુ,છો પરમદયાળુ
                  લો ભક્તિ અમારી,દો શક્તિ અનેરી
                                                    …….હે ભોલેશંકર

દો દર્શનદાની,લો ભવ આ સુધારી
        દો મુક્તિમાયાથી,લો ભક્તિસ્વીકારી
                   છો વિશ્વવ્યાપી,ઓ ત્રીશુલધારી
                                                    …….હે ભોલેશંકર
————————————————

September 19th 2007

અર્ચના

……………………..અર્ચના………………..
તાઃ૨૬/૯/૧૯૭૮…………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે જગતના તારણહારા રે,હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ સુખની કાજે ..(૨),સર્વની સાથે..(૨)
તુજ ચરણે શીશ નમાવીએ…(૨)
………………………………હે જગતના તારણહારા રે

આ શીતળ સંધ્યે, છે નિર્મળ હૈયે..(૨)
આત્મા સો પરમાત્મા..(૨)
સીતાપાર્વતી,લક્ષ્મીરાધે,રામશંકર,વિષ્ણુકૃષ્ણે;
છે અમ સૌ તુજને શરણે….(૨)
…………………………………હે વિશ્વંભર હે સ્વામી રે.

અમ જીવન સાટે,છે જ્યોત પ્રેમની..(૨)
જલે દીપ જેમ જગની કાજે..(૨)
અલ્લાઇશ્વર,ઇસુઇસાઇ,ગુરુગોવિંદ,જલાસાંઇ;
વંદન અમ સૌ ના તુજને….(૨)
…………………………………હે વિશ્વંભર હે સ્વામી રે.

.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.

September 19th 2007

રામ ભજીલે.

રામ ભજીલે.
તાઃ૧૧/૮/૧૯૭૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ ભજન કરી લે ,રે મનડા..(૨)
જંજટ તારી આ જનમની..(૨) ત્યજી લે.
રે મનડાં જંજટ તુ ત્યજી લે…..રામ ભજન.

કર્મની દોરે તુ બંધાયો,
જગના જીવન સાથે તુ સંધાયો..(૨)
મનથી માની લે આ ભવમાં..(૨)
દરીયો આ તરી લે રે મનડા..(૨)….રામ ભજન.

સર્વના સંગે તું ખેંચાયો,
મિથ્યા આબંધનમાં તું બંધાયો..(૨)
તનથી તારા થાય જેનું અર્પણ..(૨)
દીલથી રામને કરી દે રે મનડા..(૨)….રામ ભજન.

*********************

September 15th 2007

ઓ જશોદાના કાન.

                      ઓ જશોદાના કાન

તાઃ૧૫/૯/૨૦૦૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ઓ જશોદાના જાયા, ઓ કૃષ્ણ કનૈયા કાના

તમને કરતો કાલાવાલા,છોડીને જગની કાયામાયા

                                             …………ઓ જશોદાના જાયા.

વંદન કરતો,નિશદીન તમને,પ્રેમે ભોજન ધરતો

હેત કરીને હૈયે રાખજો,સ્નેહ વરસાવી દેજો.

ભેદ ભલે હું નાજાણું કંઇ,હેત મને તો કરજો

દેજો પ્રેમ વરસાવી હેત,ઓ નંદકિશોર નાના.

                                             …………ઓ જશોદાના જાયા.

કુંજ ગલીમાં,વાંસળી સાંભળી,ગોપીઓ સંગેનાચું

ભક્તિ દેજો આ જીવનમાં,બીજુ કાંઇ હવે નામાગું

અંતે આવજો, લેવા કાજે, મુક્તિ પ્રદીપને દેજો

પરદીપ બનાવી જ્યોતજલાવી,રમાને સંગે લેજો

                                             …………ઓ જશોદાના જાયા.

કદીનથીઆમોહજીવનનો,ના માગવાનીકોઇમાયા

દીપલદીપેઉજ્વળજીવન,રવિપ્રકાશીજગમાંજીવન

નિશીત પ્રેમની પડખે રહીને,રટણ તમારા કરીએ

ભવસાગરની આ ગલીઓમાં,ફરીનહી અવતરીયે 

                                             …………ઓ જશોદાના જાયા.

              

                    *******************

           

September 12th 2007

સાચું સગપણ.

                        સાચું સગપણ
તાઃ૨૧/૨/૧૯૭૬.                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભજીલે ભજીલે મનડાં, રામનું નામ  ભજીલે
ત્યજીલે ત્યજીલે તનડાં,કાયાના માન ત્યજીલે…ભજીલે.

જગમાં મળેલું જીવન,મોંઘું અમુલુ છે..(૨)
મનથી કરેલું કરમ, સૌથી અનેરુ છે…(૨)
તનના ને મનના મુકી..(૨)
માન અપમાન  ભુલી..(૨)
કાયાથી (તું) કામ કરીલે ….રે મનડાં…….ભજીલે.

મારું ને તારું અલ્યા,ક્યાં લગી જાણું..(૨)
પળઅનેબેપળ પછી,વિસરી જવાનું સારું..(૨)
વસમી વેળાઓ તારી..(૨)
પહેલેથી  જાણી લેજે…(૨)
મનથી (તું) રામ સ્મરીલે ….રે મનડાં…….ભજીલે.

કર્મનેમર્મ તો છે,જગમાં જ ઝાઝાતારા..(૨)
બાકીનથી અહીંતારું,સાથે નથી કોઇ વ્હાલું..(૨)
ભેદને જાણ મનડાં ..(૨)
ત્યજીલે માન મનના..(૨)
છેલ્લી સફર (તું) ભરીલે …..રે મનડાં…….ભજીલે.

    *************************

September 10th 2007

ભાવથી જમાડું.

                        brahmaji.jpg 

                             ભાવથી જમાડું

તાઃ૧૬/૮/૧૯૭૬.                           પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભાવથી જમાડું ભોજન,ઓ ગિરધારી ..(૨)
પુરી અને શાક થોડું,શીરામાં ઘી છે ઝાઝું.
                                                     … ભાવથી જમાડું.

ભક્તિ ને ભાવ મારો,સૌથી અનેરો સારો.(૨)
મેવા મિઠાઇ નથી,જે છે દીધુ છે અહીંથી.(૨)
તરસી રહ્યો હું મુક્તિ જગજીવન જગથી.
                                                       …ભાવથી જમાડું.

દાળઅનેભાતમીઠા,મનથીકચોરી છેકીધી.(૨)
ઝાલીલો હાથ મારો,જન્મોજનમથી તરસે.(૨)
સ્નેહ અને ભાવેવંદુ,જગના પાલનહારને.
                                                        …ભાવથી જમાડું.

અંતરના અજવાળે ને પ્રેમના પુરકપ્યાલે.(૨)
ભાવથીપીરસું તમને,મુક્તિમળવાનીઆશે.(૨)
સંતોના ગુણલાં ગાતાં,મનમાં ઉમંગો થાતાં.
                                                       …ભાવથી જમાડું.

પ્રેમે બીરાજજો હૈયે અમારે,શ્યામસુંદર બલિહારી(2)
ગિરધારી છો,વનમાળી છો,છો ચિતડાના ચોર,
હૈયે રાખી હેત અમોને,દેજો મુક્તિ જનમથી.
                                         ……માગું એટલું મનથી.
                         **************
                        

September 5th 2007

નંદકિશોર.

                      bal-krishna.gif                               

                                  નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
                          (ઢાળઃ દાદા હો દીકરી)  

નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
                                 ….. નંદકિશોર, મુરલીવાળો.

જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
                                                    …નંદકિશોર.

ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
                                                    …નંદકિશોર.

કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
                                                     …નંદકિશોર્.

                ****************

September 5th 2007

હે મુરલીધર.

                       krishna-arjun.jpg                        

                            હે મુરલીધર
                                                         પ્રદીપ  બ્રહ્મભટ્ટ
હે મુરલીધર હે ગિરધારી
                    વંદન આજે કરું વનમાળી.
                         હે કૃષ્ણ મુરારી,હે દુઃખ ભંજનહારી.

જીવન નૈયા, ડોલતી હાલે
                હૈયું ધડકે ,જીવન કાજે…(૨)
શાંન્તિ શાન્તિ ચહે જીવનમાં,
               ગીતગુંજન વહે નિરંતર…(૨)
                              ….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.

વંદન તમને સદેહે આજે,
                 ચહું હું તમને જીવનસાટે..(૨)
મુકુટ મનોહર શિરે શોભે
                મુરલીનીમાયાવહે નિરંતર.(૨)
                               ….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.

                      ***************

September 5th 2007

ओ मेरे राम.

                         poster-2.jpg                      

                            ओ मेरे राम.
                                                   प्रदीप ब्रह्मभट्ट
तेरे नाममे पाया सब संसार ओ मेरे राम
नाम तुम्हारा, काम हमारा,  होगा वैसे पार
                                                      …ओ मेरे राम.
जगकी चिंता करतेकरते होगये हमबदनाम
तबनाम तुम्हारा लेकरही, हम पुरेगये भान
                                                      …ओ मेरे राम.
शरणमेंआकर सबकोजीना मनकर्मओर प्राण
तुझकोपाकर सबकोपाया करदु नीजको दान
                                                      …ओ मेरे राम.
जीवनके सुख पैयोको हमचले चलाये आज
दुःखकीआती कोइचिनगारी उसे करदेते पार
                                                     …ओ मेरे राम.
            @@@@@@@@@@@@@

September 2nd 2007

પ્રાર્થના.

                             પ્રાર્થના
તાઃ૧૫/૫/૧૯૯૭.                પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરના અજવાળા
                  મારે જોઇએ અંતરના અજવાળા
મન મંદીરના તાળા
                  મારે,ખોલી દેવા સારા.
                                 ……અંતરના અજવાળા.
સકળ જગતમાં ભુલ્યો ભટક્યો
                 ભટકી રહ્યો ભવ સારા
નીશદીન કાલાવાલા કરતો
                નીરખી રહ્યો નભ સારા
                                ……અંતરના અજવાળા.
કર્મ મર્મ ન જાણી શક્યો હું
                કોને કહુ અજવાળા
તનમન શું તે સમજી શક્યો ના
                નિકળ્યો તરવા સારા
                                …… અંતરના અજવાળા.
દિપ પરદીપ હું બનવા નિકળ્યો
               રવિ,રમા,દીપલની સંગે
પારખી લેવા ભવસાગરને
                હું નીત સંગે જાગ્યો.
                                   ……અંતરના અજવાળા
              @*@*@*@*@*@*@*@*@

« Previous PageNext Page »