August 31st 2007

રામ ભજન

                          રામ ભજન
                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરીલે, રે મનવા…(૨)
કોઇ નથી તારું આ જગમાં ..(૨)રે મનવા.
                                                    ….રામ ભજન.   

શાને કાજે વ્યથા કરે તું,
          જીવન એળે ઉતરતું, તારું..(૨)
કેમ કરીને સાથ મળે જો,ભવસાગર ઉતરજે.
                                                     ….રામ ભજન.

કથા સુણીલે,ભજન કરી લે,
          કરતાલ બજાવીલે રામનામની.(૨)
દુઃખની આ વાંકી કેડી પર,નિશદીન સ્મરણ કરીલે.
                                                      …રામ ભજન.
                 —–રામનામ રામનામ—–

August 30th 2007

હે ભોલેભંડારી

                       pappa-mammi.jpg               

                            હે ભોલેભંડારી
૧૯/૧/૧૯૭૫            આણંદ           પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે ચંન્દ્રમૌલી,હે ચંન્દ્રમૌલી…(૨)
હે ત્રીપુરારી,હે વિષધારી,હે પાર્વતી પતિ પરમેશ્વર.
વંદનપ્રદીપનાવારેવારે,સુણજો વિનંતી રોજસવારે.
                                              ….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.

એક હાથમાં ડમરુ ડમડમ બોલે, 
                   એક હાથે ત્રિશુળ બિરાજે
સાંગોપાંગે ભસ્મ છે છાજે, વિશ્વેશ્વરને અંગે આજે
                                          ….હે ચંન્દ્રમૌલી હે વિઘ્નહારી.

નિત્યઅનંત કામો દુજ કાજે,
                 સર્વે માયા વેશ ત્યજીને
ભક્તોની ભાવનાને કાજે,જગદીશ્વરને વંદન આજે
                                          ….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.

નિજ સુખોને વહાવ્યા જેણે,
               ગંગે શિરધરી ભક્તોને કાજે
જટા માંહી દિવ્ય જીવનની જ્યોત જલાવી આજે
                                          ….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
       વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્

August 28th 2007

ઓ રામ..

                          ઓ રામ..
                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુઃખમાં હું આજ  ફસાયો,  કરું વિનંતી  આજ
મારું આ જગમાં નથી કોઇ,સુણજે મારીવાત
મારા રામ પ્રભુજી મને તારો છે,  
                  મને તારો એક સહારો ઓ રામ ઓ રામ.

જગમાં ફરીને થાક્યો,તારા શરણમાં હું આવ્યો
મને તારી છે અભિલાષા,હું છુ પામર મરનારો
                 ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

તારા વિના હું ભુલી ગયો છું,સુખશૈયાની વાતો
દુઃખ સાગરમાં હું  ખોવાયો, મારે ક્યાં છે  આરો
                 ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

અંતર તરસે,મન પણ મલકે,કૃપા પામવા તારી
અંધકાર મયી,આ અવની પર,પ્રકાશ પામુંતારો
                ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

મલકી રહ્યુંછે મનડું પ્રદીપનું,આશ થોડી છેમને
ભટકી રહેલા ભવસાગરમાં, લો પકડોમારો હાથ
                ..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.

          ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ 

August 26th 2007

હે ચંદ્રમૌલી.

                             હે ચંદ્રમૌલી.
                                                                  પ્રદીપ ભ્રહ્મભટ્ટ
હે ચંદ્રમૌલી ,હે ચંદ્ર શેખર,હે શંભુ ત્રિલોચન,
                                     હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
હે જય જય ભોલે શંકર, હે ભસ્માંગ સુંદર,
                                 હે પશુપતિ  હરિહર,પાર્વતીપતિ પરમેશ્વર.
                                                                           …..હે ચંદ્રમૌલી.
કંઠે ધરી છે સર્પોની માળા,  તવ તાંડવે બાજે  છે ડમરુ  નિરાલા..(૨)
તેં શીલ કાજે તપો કંઇક સાધ્યા,ત્રિનેત્ર ખોલીને રતિકંથ બાળ્યા..(૨)
                                                                            …..હે ચંદ્રમૌલી.
પ્રભુ વિશ્વકાજે તે શિર ગંગા ધરી, પર્વત દુહીતાની પુજા સ્વીકારી.(૨)
જન મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,પિને હળાહળ તેં પથ કંઇક તાર્યા.(૨)
                                                                              …..હે ચંદ્રમૌલી.
         ——–=========———=============——-

August 18th 2007

ચરણે વંદન

                              bholenath.jpg    

નાગપાંચમના પવિત્ર દીવસે પરમ કૃપાળુ પરમાત્માના
                                   ચરણે વંદન
 …………પ્રદીપ બ્રહ્મભટ્
તાઃ૧૮/૮/૦૭                                                 શ્રાવણ સુદ-૫.
ઑમ રીમ નમઃ,મા ઑમ રીમ નમઃ…..(૨)
          મા અંબા તારા ગુણલા, હું ગાઉ દીન ને રાત;
                         પામવા તારી કૃપા હું વિનવું વારંવાર,
ઓ અંબેમા,ઓ અંબેમા,દયાળુ તું છે મા, તારાચરણે વંદુવારંવાર.
                                                    …મા તારા ચરણે વંદુ વારંવાર.

ઑમ શ્રીમ નમઃ,મા ઑમ શ્રીમ નમઃ….(૨)
          ઓ લક્ષ્મી મૈયા..(૨) તારા દર્શનની છે માયા;
                          ચરણે વંદુ હું તારા તું સદા રહે કૃપાળુ,
ઓ લક્ષ્મીમાતાઓ લક્ષ્મીમાતાકરતો પ્રદીપકાલાવાલા સદારાખજો છાયા.
                                                                       …મૈયા સદા રાખજો  છાયા.

ઑમ ગં ગણપતયે નમઃપ્રભુઑમ ગં ગણપતયે નમઃ..(૨)
           શ્રી ગજાનંદના શરણે જીવન અમારું શોભે;
                           છે કૃપાળુ જગના દેવ વરસાવે અમૃતધારા,
ઓ ગણપતિ બાપાપ્રદીપ્,રમા,રવિ,દીપલ,નિશીતપર રાખજોઅમીદ્રષ્ટી.
                                                                     …બાપા રાખજો અમીદ્રષ્ટી.

હરહર ભોલે મહાદેવ,બોલો ઑમ નમઃ શિવાય…(૨)
            રાખજો  હેતને કરજોપ્રેમ અમપર પાર્વતીમૈયા;
                              જીવન અર્પણ અમ સૌના ચરણે પ્રભુ તમારે,
ઓ ભોલે બાબા ઓ શિવશંભુ નિરાલા,સ્મરણ થાય ને ઉજ્વળ જીવન ચરણે.
                                                                         …અમ ઉજ્વળ જીવન ચરણે.

ઓ જલારામ બાપા,ઓ સાંઇબાબા..(૨)
                છે ભક્તિનીઅમનેમાયા નાબીજીકોઈ છે આશા;
                                 લો હાથઅમારોપકડી ભક્તિમાંલોને જકડી,
જયજલારામ ને જયસાંઇરામા ઉજ્વળજીવન પામી છુટેઆ જગનીમાયા.
                                                                      …પ્રભુ છુટેઆ જગની માયા.

                            *****જય શ્રી રામ,જય શ્રી રામ******

August 12th 2007

સાચો સગો છે સંત

૨૯/૧૦/૧૯૮૦      સાચો સગો છે સંત        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચો સગો છે સંત
                  ઓ  જ્ઞાની માનવ
                                    તારો સાચો સગો છે સંત.
                                                            …ઓ  જ્ઞાની માનવ
ભવસાગરના આ વમળોમાં
                           ઘુમી રહ્યો કેમ ડુબવાને..(૨)
             તરણા માટે તરસી રહ્યો તું..(૨)
                                  હાલ્યા જાય છે મોટા વહાણો.
                                                            …ઓ  જ્ઞાની માનવ
મનઅંતરની આ વિટમણા
                     ક્યાં જાવું ક્યાંથી છે તું આવ્યો.(૨)
            તારી સામે જીવન કાજે..(૨)
                                   પરદીપ સમા આ સ્વામી.
                                                           …ઓ  જ્ઞાની માનવ
તન અને મનની આસૃષ્ટિમાં
                          હાથ કશું નહીં આવે .તારે.(૨)
             માન્યા મનથી નારાયણને.(૨)
                                    બીજો  શાનો સહારો.
                                                          …ઓ  જ્ઞાની માનવ.

                    >>>>>/////////<<<<<

August 12th 2007

શોધ સંતાનની

૨૮/૧૦/૧૯૮૦    શોધ સંતાનની       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારમાં અહીં તહીં  ભટકી શોધી રહ્યા સંતાન
માબાપ વિનાના આજે છે  ભટકી રહ્યા સંતાન
                                                          …સંસારમાં અહીં
ક્યાં જાવું ક્યાં જાશે નહીં જેને થોડો પણ વિચાર
એક તારે આશ પ્રભુજી  બંન્ને  જીવી રહ્યા સંસાર
કુદરતની આ અકળ લીલા ના જાણે આ  અંજાણ.
                                                       …માબાપ વિનાના
દુઃખ હૈયેમળ્યું સુખદીઠુનથી જોઈગોદનથી માતાની
જીવન જીવવા આ જગમાં  લઈ ભેખ  ફરે છે આશે
માબાપથી સુની રાહો પર  છે વિચરી રહ્યા સંતાન.
                                                       …માબાપ વિનાના
છે મનમાં એક આશા  ભગવાનની મળશે  છાયા
છે પરીક્ષા કેવી અમારી  નહીં જાણે જગની માયા
ઓ તારણહારઓ પાલનહાર દોજગમાં જીવન આજે.
                                                        …માબાપ વિનાના
             =-=-=-=-=-=-=-=-

August 3rd 2007

સતની ગાડી

૨૨-૫-૧૯૮૧        સતની ગાડી              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સતની ગાડી ચાલી રે ભેરુ ,ચાલો સતની  ગાડી ચાલી
આવો સાથી,  ભવસાગરની અહીંયાં  ચિંતા મટશે સારી.
                                               ..આ સતની ગાડી ચાલી.

ઓ કરસનકાકા,ઓ કરસનકાકા,તમે ક્યાં જઈ આવ્યા 
                                                તમે ક્યાં જઈ આવ્યા
કેમ લેટપડ્યાછો,તમે લેટપડ્યા કેમ,ચાલે છે ધમધમ
                                               ..આ સતની ગાડી ચાલી.

ઓ કાશીકાકી ઓ વ્હાલા કાશીકાકી,નહીં મળે સવારી.
                                                આવી નહીં મળે સવારી.
ના ભેદભાવ કંઈ ના મેલું મન અહીં,સાચી પ્રીત બધાને.
                                               ..આ સતની ગાડી ચાલી.

ઓ મુન્નારામ ઓ મુન્નારામ,તમે રહી ગયા કેમ બાકી.
                                               તમેરહી ગયા કેમ બાકી.
આ મેળ મઝાનો ને પ્રેમબધાનો,નહીં અવસર ફરીઆવો
                                                ..આ સતની ગાડી ચાલી.

ઓ ભોળા ભગુભાઈ તમે ક્યાં ભોળવાયા ગુમ થયાકેમ અહીંથી.
                                                    ગુમ થયાકેમ અહીંથી.
આ સતની ગાડી,લઈ ભક્તિની ઝડપે, જાય છે સીધી સ્વર્ગે
                                                ..આ સતની ગાડી ચાલી.

ઓ પ્રદીપ બ્રહ્મભટ્ટ,તમે પરદીપ બનીને,લાગોછો ન્યારાન્યારા.
                                                  લાગો છો ન્યારાન્યારા.
જો ચુકી ગયા તો,ભલા ચુકી ગયા તો, ભવોભવ ભટકાશો.
                                               ..આ સતની ગાડી ચાલી.

આ અંતર છુટશે છે જીવજન્મના,જાણે મંતર મનને લાગે.
                                                જાણે મંતર મનને લાગે.
કોઈ કહીં ગયું કાંઈ કોઈ કહી રહ્યું છે મનની સૌ કરે વાતો.
                                              ..આ સતની ગાડી ચાલી.

આ ભવની ભવાઈ જે લખી લખાઈ નહીં કદી છુટી થનારી.
                                                 કદી નહીં છુટી થનારી.
છે એક જ રસ્તો શાણો ને સીધો,પ્રેમ પ્રભુને કરજો હેતે
                                              ..આ સતની ગાડી ચાલી.

  //શ્રીરામ,જયરામ જયજયરામ શ્રીરામ જયરામ,જયજલારામ//

August 1st 2007

ઓ શ્યામ.

ઑગસ્ટ ૧૩,૧૯૮૨                ઓ શ્યામ….           રમા બ્રહ્મભટ્ટ
શોધુ તને ઓ શ્યામ
                  મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
મનડાની માયા લાગી,મુખડું જોવાને કાજે
ક્યાં લગી રાહ જોઉ તારી હું દર્શન કાજે,
પ્રેમે વરી હું તાત માની,
                   મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
વાંસળીની મધુર વાણી,અધરથી ધીમી આવે,
માયાની જાળ બંધાણી,ચારે કોર દીસે નહીં,
જો જે આ જીવતરની કેડી,
             મોહન વનમાળી
                                 ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
શું કરું? ક્યાં જાઉ? કોઇ ના મળે સહારો, 
મેળ નથી કાંઇ જણાતો જ્યાં ત્યાં દર્શન હરજાઇ
કાંક મનડામાં તું મળી જાજે,
               મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
         —–હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે—–

July 26th 2007

પ્રકાશ દે પ્રભુ

૨૮/૭/૧૯૭૨           પ્રકાશ દે પ્રભુ              પ્રદીપ બ્રહ્મભટ્ટ
                        ( હરિઃઑમ આશ્રમ,નડિયાદ)
પ્રકાશ દે તુ, મુજ જીવનમાં, પામવાને સાચો રાહ,
પામીને હું,જીવન ઘડતર,તુજમાં આવ્યો સમાવાકાજ.
                                                            ….પ્રકાશ દે તુ.
રાહમાં તો દીસે નહીં મને, જીવનના આ રસ્તા,    
કષ્ટ સહન કરવાને કાજે, બળ દે મુજને આજ..(૨)
                                                            ….પ્રકાશ દે તુ.
આંખે આપ્યો અંધાપો તેં, કંઈ નહીં મને દીસે,
ઉજ્વળતાના આ સાગરમાં, અંધારું  વિસરાયું..(૨) 
                                                            ….પ્રકાશ દે તુ.
કશું નથી મારી પાસે,પણ આવ્યો તુજને મળવા,
પુષ્પ તણી આ પાંદડીઓથી,વરસાવું હું વર્ષા..(૨)
                                                             ….પ્રકાશ દે તુ.
               …હરિઃ ઑમ… હરિઃઑમ…
        —————————
સંત પરમ પુજ્ય શ્રી મોટાની સેવામાં અર્પણ.   પ્રદીપ બ્રહ્મભટ્ટ.

« Previous PageNext Page »