July 25th 2010
કદીક મળશે
તાઃ૨૫/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરખી જગતના જીવને,ખુદ પરમાત્મા હરખાય
દેહ મળેલ જીવ જ્યાં,આંટીઘાંટીથી નીકળી જાય
………નિરખી જગતના જીવને.
સરળ લાગતું જગતનુંજીવન,મોહમાયાએ બંધાય
ડગલેપગલે સમજણરાખતાં,જગે તેનાથી છટકાય
શ્રધ્ધા રાખતાં મનમાં,ને જ્યાં વિશ્વાસને સહેવાય
કુદરતની એક અસીમ કૃપા,કદીક મળશે પળવાર
………..નિરખી જગતના જીવને.
સોપાન જીંદગીના જોતાં,તો ઉતારચઠાવ છે દેખાય
સમજ નાઆવે દેહથીજીવને,ક્યાં મળશે કેવો મુકામ
વિશ્વાસ રાખવો મહેનતમાં,ને શ્રધ્ધાએ ભક્તિ થાય
જલાસાંઇનીભક્તિએ,કદીક મળશે સંતના આશિર્વાદ
……….નિરખી જગતના જીવને.
)))) ))))) ))))))) ))))))(((((( (((((( ((((( (((
July 14th 2010
મળેલ દેહ
તાઃ૧૪/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગી જાણી જીવતા જીવને,જગતમાં કેડી મળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવનો જન્મસફળ થઇ જાય
……….જીંદગી જાણી જીવતા જીવને.
દેહ મળે જ્યાં હિન્દુમાં જીવને,ત્યાં મંદીરે પ્રાર્થના કરાય
સવાર સાંજનો ખ્યાલ રાખીને,પ્રભુને ચરણે વંદન થાય
સુખદુઃખનો સહવાસ દેહને,જે અન્નઆચમને જ મેળવાય
શરણું સાચુ પ્રભુ રામનું લેતા,મળેલ દેહનો ઉધ્ધાર થાય
……….જીંદગી જાણી જીવતા જીવને.
મુસ્લીમ કુળમાં જન્મ મળતાં,દેહે અલ્લાહનુ સ્મરણ થાય
પરવરદીગારની કૃપા મેળવવા,બંદગી મસ્જીદે પોકારાય
રહેમ નજર જ્યાં પડે દેહ પર,જીવને શાંન્તિ મળી જાય
ઉજ્વળ જીવન મળેજીવને,ત્યાં દેહનો જન્મ સફળ દેખાય
……….જીંદગી જાણી જીવતા જીવને.
બારણા ખોલી ચર્ચના દેહે,જ્યાં ઇસુ ખ્રિસ્તના ચરણે જાય
જન્મે મળેલ ખ્રિસ્તી ધર્મ,પાવન બાઇબલ પઠનથી થાય
સહન કરેલા સંસારના સુખદુઃખ,જે ઇસુના દેહથી દેખાય
દેહને મળતી સાર્થકતા જગતમાં,સાચી શ્રધ્ધાથી ટેકાય
……..જીંદગી જાણી જીવતા જીવને.
દુનીયાતો એક ડંડો છે,જે જીવને જન્મ મળતાં જ દેખાય
ભક્તિના સહવાસને સાથે રાખતાં,જીવ ડંડાથી બચી જાય
પ્રાણી પશુ એ નિરાધારી દેહ,અહીં તહીં ભટકી પુર્ણ થાય
માનવ જન્મ સફળતાની દોરી,સાચી ભક્તિ એજ પકડાય
……….જીંદગી જાણી જીવતા જીવને.
***************************************
July 11th 2010

ઘંટાકર્ણ મહાવીર
તાઃ૧૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હાલુ મહુડી એવું છે ગામ,કે જે છે મહાવીરનું ભક્તિધામ
લેવાય જ્યાં ઘંટકર્ણનું નામ,ત્યાં થાયજીવના સઘળાકામ
………..વ્હાલુ મહુડી એવું છે ગામ.
દેહની ઉજ્વળતા દેખાય,સ્મરણ સવાર સાંજ જ્યાં થાય
મુક્તિ જીવને મળીજાય,ને મળેલ જન્મ સફળ પણ થાય
કામધામનો નાઅણસાર,લેવાય જ્યાંમનથી તેમનુ નામ
નિર્મળ જીવન થતું જ જાય,ને પળપળ પણ મહેંકી જાય
……….. વ્હાલુ મહુડી એવું છે ગામ.
શ્રધ્ધાની જ્યાં જ્યોતજલે,ત્યાં સદા મહાવીરનો પ્રેમ મળે
યુગ કળીયુગનો અણસાર ત્યજે,ને પાવનજીવને રાહ દીસે
ભાગે ભુત અને પલીત,જ્યાંહોય ધંટાકર્ણ મહાવીરનું નામ
ઉજ્વળજીવન બને દેહનું,ના રહે કોઇ બંધન આ અવનીનું
………..વ્હાલુ મહુડી એવું છે ગામ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
July 2nd 2010
પ્રભુ પ્રેમ
તાઃ૨/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ જગતમાં પરમાત્માનો,ના માગણીએ મેળવાય
મોહમાયાના બંધનછોડતાં,સાચી ભક્તિએ મળીજાય
……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
ઉજ્વળજીવન પાવનકર્મ,જીવની સાચી ભક્તિનોમર્મ
મનથી કરેલી ભક્તિ પુંજા,જીવનમાં નારહે કોઇ દ્વીધા
મોહ તો છે આ દેહનાબંધન,અને માયા છે આજીવના
ક્યારે છુટે એ કોઇ નાજાણે,આ તો પરમાત્માની લીલા
……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
શીતળતાનો સહવાસ રહે,જ્યાં અભિમાનને ભગાડાય
દેખાવની દુનીયાનેછોડતાં,જીવને સદમતી મળીજાય
સહવાસમળે જ્યાં જલાસાંઇનો,ભક્તિની પ્રેરણા થાય
પાવનકર્મનો સંગ મળતાં જીવને,પ્રભુ પ્રેમ મેળવાય
………..પ્રેમ જગતમાં પરમાત્માનો.
જગનીમાયા એ નીર ઝાંઝવાના,વ્હેણ ક્યારે બદલાય
કર્મબંધન જીવની સાથે,અવનીએ દેહ મળતાં દેખાય
મનથી થતી ભક્તિનીશક્તિ,જીવનેમુક્તિએ લઇ જાય
જન્મમરણના છુટે બંધન,કૃપાથી પ્રભુ પ્રેમ મળી જાય
……….પ્રેમ જગતમાં પરમાત્માનો.
============================
July 1st 2010
ભક્તિસંગ
તાઃ૧/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મતણા બંધનથી જગતમાં,જીવ અવતરણે લબદાય
સરળતાની સાંકળનેસમજતાં,પ્રભુ ભક્તિમાં વળીજાય
……….કર્મતણા બંધનથી જગતમાં.
લાયકાત મળતાંજીવને,અવનીએ પ્રાણીપશુ જન્માય
આરો ચારો શોધીને જીવતા,જગે જન્મ પુરો થઇ જાય
કુદરતની આ લીલામાં જીવને,માનવજન્મ છે દેવાય
સમજ અને સમયને પારખી,કર્મે જન્મ સફળ લેવાય
……….કર્મતણા બંધનથી જગતમાં.
દેહ મળે જ્યાં માનવનો,ત્યાં બાળપણે આનંદ થાય
પ્રેમ મળે વડીલોના જગે,તેને આશીર્વાદ છે કહેવાય
લાયકાતનુ બારણું ખોલતાંજ,સરળ જીવન થઇ જાય
ઉજ્વળજીવનનો અણસારમળતાં,જન્મ સફળ દેખાય
……….કર્મતણા બંધનથી જગતમાં.
જન્મમરણ ના સંબંધ દેહને,જે છે ઉંમરનો અણસાર
કામ ક્રોધ અને મોહ છોડતાં,આ જન્મ સફળ દેખાય
મુક્તિ ના દ્વાર ખોલવા,ના કોઇ લાલચ મોહ રખાય
ભક્તિનોસંગ ઘરમાં જ લેતાં,જન્મ સફળ થઇ જાય
………કર્મતણા બંધનથી જગતમાં.
==============================
June 22nd 2010
પાવન કર્મ
તાઃ૨૨/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગણનાયકનુ શરણું વ્હાલુ,જન્મ આ સાર્થક થાય
મળેલ માનવજીવન આ,પાવનકર્મે મહેંકી જાય
……….ગણનાયકનુ શરણું વ્હાલુ.
ઉગમણી ઉષા ને નિરખી,ઘરમાં ધુપઅર્ચન થાય
જીવનીઝંઝટ ત્યાં ભાગેદુર,જ્યાં ઘીનો દીવોથાય
ભોલેનાથ ખુબ હરખાય,ને માપાર્વતી રાજી થાય
ભક્તિ વર્ષા મળતાં જીવને,આજન્મ સફળ દેખાય
………ગણનાયકનુ શરણું વ્હાલુ.
રીધ્ધી સીધ્ધીના એદેવતા,ગણનાયક ઓળખાય
ગજાનંદના પ્રેમાળ સ્નેહે,ભક્તિ સાચી પણ થાય
મન વચનને વાણી વર્તન,એ ભક્તિએ બદલાય
પાવન કર્મ આજન્મે કરતાં,પ્રભુ કૃપા મળી જાય
………..ગણનાયકનુ શરણું વ્હાલુ.
કલમ ક્ળીયુગથી ભાગેદુર,જ્યાં ભક્તિપ્રેમે થાય
ભાગ્ય વિધાતાના લેખથી,જન્મ સફળ થઇ જાય
મુક્તીઆવે જ્યાં બારણે,ત્યાંજન્મમરણ ટળીજાય
લેખ વીધીના અટકે,જ્યાં પાવન કર્મ થઇ જાય
……….ગણનાયકનુ શરણું વ્હાલુ.
++++++++++++++++++++++++++++
June 20th 2010
बाबा के द्वार
ताः२०/६/२०१० प्रदीप ब्रह्मभट्ट
बाबा त्तेरे द्वार पे आज,मैं भक्ति लेके आया हु
पुंजन अर्चन प्रेम श्रध्धा,साथ मेरे मै लाया हुं
………बाबा त्तेरे द्वार पे आज.
सांइसांइका रटण मनमे,नमन हाथसे करता हुं
श्रध्धा के अतुट बंधनमें,भक्ति प्रेमसे करता हुं
ज्योतभक्तिकी मनमें जगाके,श्रध्धा सबुरी देना
आशीर्वादकी गंगालेके,बाबा द्वार मेरे तुम आना
……….बाबा त्तेरे द्वार पे आज.
आया शेरडी धाम में बाबा,पाने को मुक्ति द्वार
लेकर शरणमें प्रदीपको,उज्वल करो ये संसार
मन,वचनऔरवाणीसे,करदो जीवनका कल्याण
यही भावना रखके मनमें,आया बाबा के द्वार
………बाबा त्तेरे द्वार पे आज.
==+++++++++++++++++++++++++==
June 14th 2010
શરણુ ભક્તિનુ
તાઃ૧૪/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પરના આગમને,જગતમાં ઝંઝટ દેખાઇ ગઇ
શરણુ ભક્તિનુ જ્યાંલીધુ,જીવનમાં શાંન્તિ આવીગઇ
……….અવની પરના આગમને.
કર્મતણા બંધન ના છુટે,કુદરતની અસીમ લીલા થઇ
દેહને ધારણ કરતા જીવની,જગતપર કસોટી શરૂ થઇ
વ્યાધીઓના વમળમાં જ રહેતા,ના રસ્તા દેખાય કોઇ
અંતનીવેળા નજીકઆવતાં,ભક્તિની સાંકળ મળીનહીં
………..અવની પરના આગમને.
મોહમાયા તો લીલાપ્રભુની,જે જીવનેજકડી રાખે અહીં
નાછુટેએ દેખાવ કેદમડીથી,છુટે એતો સાચી ભક્તિથી
મનથીકરતાં ભક્તિપ્રભુની,મળેદ્રષ્ટિ ત્યાંસાચા સંતોની
જલાસાંઇની પ્રેરણાસાચી,ત્યાંમળે સાચુ શરણુ ભક્તિનુ
…………અવની પરના આગમને.
=============================
June 7th 2010
મારી ભક્તિ
તાઃ૭/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું,મનથી સ્મરણ કરુ પ્રભુનુ
મોહ માયાથી દુરજરાખી,ઉજ્વળ જન્મ માગુ પ્રભુથી
……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
પ્રભાતઉજ્વળ જોવારોજની,સુર્યદેવનુ પુંજન કરુ છું
આગમને જેમ પૃથ્વીઉજાસે,જીવનમારું રહે સહવાસે
પ્રભુભક્તિ દે મનનેશાંન્તિ,ના મળે જીવને અશાંન્તિ
જલાસાંઇને શરણે હું રહેતાં,ભક્તિ મારી શાંન્તિ દેછે
………..શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
માસરસ્વતીની કૃપામળી,ત્યાંજીવનેસાચીરાહમળીછે
મહેનતતનથીકરતાંઆજે,સંસારનીસૌ વ્યાધી ટળીછે
સમયપારખી ભક્તિ કરતાં,ઉજ્વળ પ્રભુકૃપા લીધીછે
સરળજીવન નેસાચીરાહ,સહવાસીઓથી આજેમળીછે
……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
જગની માયા દુર રહીછે,ભક્તિ પ્રભુની મનથી કરી છે
માયાપ્રભુની મેળવી લીધી,શાંન્તિજીવને મળી ગઇ છે
ભક્તિનો અણસાર જલાથી,જીવને મુક્તિ દેશે જન્મથી
સાચીભક્તિની અજબશક્તિ છે.જીવે જગે જાણીલીધીછે
………… શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
============================
June 3rd 2010
નિરાળી ભક્તિ
તાઃ૩/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુની ભક્તિ,મળે છે શક્તિ
પ્રભુની ભક્તિ નિરાળી,જીવેમળે છે શક્તિ ન્યારી
કરેલા કર્મો,સંગે વહે છે
કરેલા સતકર્મો જીવનમાં,ગંગા જેમ સંગે વહે છે.
………પ્રભુની ભક્તિ નિરાળી.
મોહ માયા છે જગતમાં સૃષ્ટિ પ્રભુની
મળેલી મમતા માની જીવને જકડી ચાલે
છુટે ના તનમનથી એ,જન્મથી દેહે વળગે
જલાસાંઇની જ્યોત જ્યાંછે,લાગે સાર્થકજીવન ત્યાંછે.
………….પ્રભુની ભક્તિ નિરાળી.
મુક્તિ ના દે માનવી જીવને
મિથ્યા આપે માળા,જ્યાં દર્શન માટે માનવ તરસે
શ્રધ્ધાસાથે જીવચાલે,નાવ્યાધી જગમાં કોઇ આવે
મુક્તિ દ્વાર પ્રભુ ખોલી આવે,સંગે સાથે કરુણા લાવે
……….પ્રભુની ભક્તિ નિરાળી.
++++++++++++++++++++++++++++++++