April 6th 2010
ગણનાયક
તાઃ૬/૪/૨૦૧૦ (મંગળવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગણનાયકનુ સ્મરણ કરતાં,કામ સરળ સૌ થાય
પાવકપ્રેમથી ભક્તિકરતાં,જન્મ સફળ થઇજાય
……….ગણનાયકનુ સ્મરણ કરતાં.
મંગળવારના પવિત્ર દીને,પુંજન અર્ચન થાય
ભાગે વ્યાધી બારણેથી,ના દ્રષ્ટી કરે એ લગાર
ઉજ્વળ પ્રેમની વર્ષા થાતાં,જીવન ધન્ય થાય
ડગલેપગલે વિધિ વિનાયક,આંગળી પકડીજાય
………ગણનાયકનુ સ્મરણ કરતાં.
માયામમતા મોહપ્રભુથી,જ્યાં નિત્યસવારે થાય
દીનસાર્થક ત્યાં થઇજાય,ને કામ સરળ સૌ થાય
ગણપતિની કૃપા પામતા,દેહ પણ પવિત્ર થાય
મળે આશીર્વાદની હેલી,ને કર્મવર્તનછે બદલાય
…………ગણનાયકનુ સ્મરણ કરતાં.
મુક્તિ કેરા દ્વાર ખોલવા,હૈયે થી જ હેત રખાય
ધુપદીપને માળાકરતાં,ગણનાયક પણ હરખાય
અમી દ્રષ્ટિ થતાં જ દેહપર,નાવળગે કોઇ લોભ
મળે જીવને પ્રેમ પ્રભુનો,ત્યાં ભાગે જગના મોહ
……….ગણનાયકનુ સ્મરણ કરતાં.
==============================
March 31st 2010
જીવનનો અરીસો
તાઃ૩૧/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે ભક્તિના વ્હેણ જીવને,તો જીવન પાવન થાય
આવે પ્રભુકૃપાની દેણ,જે જીવને મુક્તિ આપી જાય
………મળે ભક્તિના વ્હેણ જીવને.
સકળ જગતના પિતાનીકૃપા,એ અજાણતા મળી જાય
નામાયા નામમતાની પ્રીત,જે કળીયુગમાં આવી જાય
પ્રેમ જગતમાં પામવાજીવ,સાચી ભક્તિને પકડી જાય
ઉમંગ આવે ને ઉત્સાહ વધે,ને પરમાત્માય રાજી થાય
…………મળે ભક્તિના વ્હેણ જીવને.
ડગલે પગલે પવિત્ર જીવન,ને જીવો સૌ પણ હરખાય
પાવકપ્રેમની જ્વાળા રહેતા,આનંદ પણ હૈયે જ થાય
કરતા કામ સંસારમાં જીવને,સરળતા ને જ સહેવાય
અડચણ ભાગે દુર તમથી,જે સાચી ભક્તિએ મેળવાય
………..મળે ભક્તિના વ્હેણ જીવને.
માનવીજીવન પાવન લાગે,સાચો સ્નેહ પ્રેમ મળીજાય
પળપળને પારખીને રહેતા,સાચા સંતનો મેળાપ થાય
કૃપાતણી વર્ષાને પામવા,ભક્તિનો આશરો મળી જાય
માળાના મણકે મણકે,જ્યાં નામ પરમાત્માનુ જદેવાય
………..મળે ભક્તિના વ્હેણ જીવને.
=================================
March 15th 2010
જીવની પકડ
તાઃ૧૫/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી લીધો મેં હાથ પ્રભુનો,મળી જીવને શાંન્તિ
આધિ વ્યાધી દુર ભાગતી,જીંદગી પણ મલકાતી
………પકડી લીધો મેં હાથ પ્રભુનો.
આજકાલની ચિંતા તેને,ના જેને કોઇ છે સંગાથી
જન્મમૃત્યુ પણ મળતુ જીવને,ભક્તિથી જે અળગુ
મન વિચારને વાણી એવી,પ્રભુ કૃપાને વરસાવે
માગણી મનથી નાદેહથી,જે મુક્તિ માર્ગ બતાવે
………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.
ભક્તિ એછે શક્તિ જીવની,જેઉજ્વળતા સંગે રાખે
આવે આંગણે પ્રેમ લઇને,સંત બનીનેએ સહવાસે
સાચી રાહની કેડી મેળવતાં,મોહ માયા ના વળગે
મળશે મુક્તિદેહને ત્યારે,જ્યારે જીવ પ્રભુકૃપા લેશે
……….પકડી લીધો મેં હાથ પ્રભુનો.
જીવને મળશે પ્રેમ પ્રભુનો,ના વ્યાધી કોઇ મળશે
દુરદુરથી એ જોતીરહેશે,પણના નજીકએ ભટકાશે
કુદરતની આઅપારલીલા,નામાનવીથી સમજાશે
જલાસાંઇની ભક્તિકરતાં,મુક્તિના દ્વાર ખુલીજાશે
………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.
====================================
March 6th 2010
ભક્તિનુ માપ
તાઃ૬/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી જાય માયા જ્યાં જગની,દેહને આનંદ થાય
કુદરત કુદરત કરતો માનવી,જગમાં જ ભટકી જાય
……….મળતી જાય માયા જ્યાં.
બાળપણની ભઇ લીલા એવી,જે માબાપથી દેખાય
મળે દેહને પ્રેમ નેસંસ્કાર,ઉજ્વળ જીવને દોરી જાય
ભક્તિ કેરી દોરી દેતા જીવને,અનંતકૃપા મળી જાય
જન્મ સફળ થઇજાય જીવનો,જ્યાં કર્મ પાવન થાય
………..મળતી જાય માયા જ્યાં.
જન્મમૃત્યુનો સંબંધ ન્યારો,નાજગે કોઇથીએ છોડાય
ભક્તિ સાચી થાય અંતરથી,ના દેખાવની કોઇ રીત
કર્મ બંધન સાથે ચાલી જગમાં,રાખો ભક્તિનો સંગ
મળી જાય કૃપાપ્રભુની દેહને,જન્મ સાર્થક થઇ જાય
………..મળતી જાય માયા જ્યાં.
===============================
March 2nd 2010
કલ્યાણના માર્ગ
તાઃ૨/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવ દેહ જગતમાં,કૃપા પરમાત્માની કહેવાય
જન્મધરીને આવતાં જીવને,મુક્તિના માર્ગ મળીજાય
……….મળે માનવ દેહ જગતમાં.
માબાપનો પ્રેમ મળી જાય,જ્યાં બાળપણને સચવાય
મળીજાય જ્યાંનિર્મળસ્નેહ,જે જીવનુ કલ્યાણ કરીજાય
આશીર્વાદ જ્યાં મનથી મળે,ત્યાં જીવને શાંન્તિ થાય
વાણીવર્તનવિચારસાચવતાં,માર્ગ સફળતાનોમેળવાય
……….મળે માનવ દેહ જગતમાં.
મહેનત મનથીકરતાં ભણતરે,જીવન ઉજ્વળ થઇ જાય
સાચી રાહ જીવનમાં લેતાં,સઘળી વ્યાધીઓ ટળી જાય
મનને શાંન્તિ મળે આવીને,ત્યાં પ્રેમની વર્ષા જ થાય
સંબંધ અને દેહના માર્ગ,જીવથી આજન્મે જ છે લેવાય
……….. મળે માનવ દેહ જગતમાં.
અપારલીલા કુદરતનીભઇ,જ્યાં જીવથી સમજાઇજાય
ભક્તિમાર્ગની કેડીલેતાં,જીવથીપ્રભુકૃપા મેળવાઇજાય
સંતને વંદન કરતાં દેહથી,સદમતિ દેહને દેખાઇ જાય
પામી પ્રેમ પરમ પિતાનો,કલ્યાણનામાર્ગ મળી જાય
……….મળે માનવ દેહ જગતમાં.
================================
February 24th 2010
દયાની વર્ષા
તાઃ૨૫/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોળાનાથની પાવન ભક્તિ,જે નિર્મળ હૈયે થાય
કૃપા પ્રભુની વરસે જ્યારે,જન્મ સફળ થઇ જાય
………..ભોળાનાથની પાવન ભક્તિ.
સોમવારની સવાર ટાળે,જ્યાં શ્રી નાગદેવ પુંજાય
દુધઅર્ચન કરતાંશિવલીંગે,ૐ નમઃશિવાય બોલાય
મળે ભોળાનાથની કૃપા,ને માના પ્રેમનીવર્ષા થાય
ઉજ્વળ જીવન જીવનુથાશે,જ્યાં દયાનીવર્ષા થાય
………..ભોળાનાથની પાવન ભક્તિ.
ગણપતિના પુંજનઅર્ચને,પાવન જીવને રાહ મળે
ગજાનંદની કૃપા વરસતાં,જન્મસફળ સ્પંદન મળે
કૃપાથતાં પ્રભુની જગમાં,જીવને મુક્તિના દ્વારમળે
ભક્તિમાં એ શક્તિ છે,જ્યાં દયાની વર્ષા પ્રભુ કરે
………..ભોળાનાથની પાવન ભક્તિ.
================================
February 22nd 2010
ભક્તિનો સહવાસ
તાઃ૨૨/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મુંઝવણ આવે જીવનમાં,ત્યાં અકળામણ આવી જાય
સમજનો સથવાર નારહે,ત્યાં દુઃખનોભંડાર મળીજાય
………..મુંઝવણ આવે જીવનમાં.
સમજણનો સહવાસ મળે,ત્યાં ડગલેપગલે વિચારાય
આવતી વ્યાધી અટકીજાય,જ્યાં પ્રભુકૃપામળી જાય
શીતળસ્નેહની વર્ષાવરસે,પણ નાજીવનમાંસમજાય
લોભમોહનો સંગાથ જ્યાં રહે,ત્યાં ભવિષ્યબગડીજાય
………..મુંઝવણ આવે જીવનમાં.
ભુતકાળની ભ્રમણામાં રહેતા,આવતી કાલ વિસરાય
જીવનીઝંઝટને વળગીચાલતાં,જગેજીવન છે ક્ષોભાય
મળે જીવનેસહારો સાચાસંતનો,ભક્તિમાં મતીદોરાય
સહવાસમળે જ્યાં ભક્તિનો,ત્યાં જીવન ઉજ્વળ થાય
……….મુંઝવણ આવે જીવનમાં.
================================
February 21st 2010
વિધાતાનો અણસાર
તાઃ૨૧/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખ ખોલતા સવાર દીધી,ને સાંભળ્યો પંખીનો અવાજ
મધુર મહેંક પણ મળીમને,જાણે મળ્યો કુદરતનો પૈગામ
………આંખ ખોલતા સવાર દીધી.
મનને શાંન્તિને તનને ટાઢક,ને સાથે મંદ પવનની લ્હેર
લાગ્યુ આજે પ્રભુ પધારશે,ઉજ્વળ જીવન સંગે માનવદેહ
બારણુખોલતા સહવાસ સુર્યોદયનો,જાણે પ્રભાતનો પોકાર
સૌ સંગે પધારે દ્વારઅમારે,દેવા માનવ જીવનમાં સહવાસ
………..આંખ ખોલતા સવાર દીધી.
પ્રભુકૃપાના દ્વારખુલ્યા,મળ્યા સંતાનોને ભણતરના સોપાન
નિત્ય કર્મમાં ભક્તિના સંગે,પુંજા પ્રભુની કરતા સાંજસવાર
મહેનતમનથી કરતાં દીને,મળીગયા ત્યાં પદવીનાસોપાન
સગાસંબંધીનો સંગાથ મળ્યો,ત્યાં જ કુટુંબ પ્રેમ છે ઉભરાય
……..આંખ ખોલતા સવાર દીધી.
કર્મના બંધન તો ભક્તિથી લીધા,ને મહેનતના ધરતી સંગે
આવી ઉભા આ અવનીપર,જ્યાંમળ્યો વિધાતાનો અણસાર
પાવન જીવન કરવા કાજે,બુધ્ધીને બચાવી ભક્તિસંગે દોરી
પધાર્યા પવિત્ર દેહોના પગલાં,ને જીવને અમૃતવાણી દીધી
………આંખ ખોલતા સવાર દીધી.
——————————————————————–
February 19th 2010
જીવનું કલ્યાણ
તાઃ૧૯/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને,ત્યાં પ્રભુ કૃપા મળી જાય
આગમન અવનીપરનું માનવીનું,ત્યાં સાર્થક થઇ જાય
………ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
જન્મે જીવના પાવન કર્મે,જીવનું કલ્યાણ થતું જ જાય
મળીજાય પરમાત્માનો પ્રેમ,જ્યાં સાચા મનથી પુંજાય
સુર્યદેવનો સહવાસ મળતાં જ,દેહનો દિવસ શરૂ થાય
મનથી પુંજનઅર્ચન કરતાં,દેહેજીવન પવિત્ર થતું જાય
………..ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
દેહનાબંધન જે જીવનેછે,જે ક્યારે ને ક્યાં એમળી જાય
માનવજીવન સાર્થક કરવા,પરમાત્માની કૃપા કહેવાય
આવી અવનીએ સત્કર્મ સંગાથ,ને પવિત્રપ્રેમ વહેવાય
જીવનેકલ્યાણનો માર્ગદીસે,જે પકડતાં ઉધ્ધાર થઇજાય
……….ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
ટેકા દેહને મળે અનેક,કયો કેવો તે મનથી ના સમજાય
અનુભવનીસાંકળ પકડીચાલતાં,નાતકલીફ કોઇ ભટકાય
સંતનો લેતાં સહારો જીવે,ભક્તિ એ આંગળી ચીંધી જાય
કેવી ભક્તિપવિત્ર ને કેવીદેખાવની,તેઅનુભવે સમજાય
………..ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
================================
February 18th 2010
મોગરાના ફુલ
તાઃ૧૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેંક જીવનમાં મળે જગે,ત્યાં અનંત આનંદ થઇ જાય
મોગરાના ફુલની મહેંક મળતાં,દેહને શાંન્તિ મળી જાય
……..મહેંક જીવનમાં મળે જગે.
મનને શાંન્તિ દેહને શાંન્તિ,ને ઘર આખુંય મહેંકી જાય
પરમાત્માની એક લહેર મળે,ને સાચીભક્તિ મળી જાય
આવે જલાબાપાના રામ,જે દેહનોજન્મ પાવન કરીજાય
શુધ્ધતાનો સહવાસમળે,જીવની નાકોઇ અપેક્ષારહીજાય
………..મહેંક જીવનમાં મળે જગે.
શ્વાસે શ્વાસે સધ્ધરતા મળે,જ્યાં આંગણુંય પાવન થાય
ના રહે અપેક્ષા ના મોહ માયા,કે ના દેખાવનો કોઇ પ્રેમ
ભક્તિનોસંગ પાવનલાગે,જ્યાં ફુલનીસુગંધ પ્રસરીજાય
મોગરાના ફુલની સુગંધ ન્યારી,જે મોહ માયા તોડી જાય
…………મહેંક જીવનમાં મળે જગે.
+++++++++++++++++++++++++++++++++++