August 12th 2009
शेरडी के बाबा
ताः१०/८/२००९ प्रदीप ब्रह्मभट्ट
शेरडी वाले बाबा तुम घर मेरे आ जाना
भक्ति प्रेमकी ज्योतसे, घरको पावन करना.
………..शेरडी वाले बाबा तुम.
दर्शन करने तरसे ये मन प्रेम तुम्हारा है पाना
द्रष्टि प्रेमकी करके जीवनको भी उज्वळ करना
हरपल दीलकी लगनको आके पुरण कर जाना
महेंके ये मानव जीवन मेरा भक्ति सागर पाकर
………..शेरडी वाले बाबा तुम.
बाबा तुमने भक्ति दी ओर प्यार भरा ये जीवन
द्रष्टि प्रेमकी मुझपे करके कीया भक्तिका सन्मान
पाकर प्यार तुम्हारा बाबा ना रहे बाकी अरमान
पावन जीवन पावन भक्ति ओर पाया पावनप्रेम
……….शेरडी वाले बाबा तुम.
+++++++++++++++++++++++++++++++++++++=
August 2nd 2009
અજબ સહવાસ
તાઃ૨/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાથી તારા સહવાસથી જ મનડાં મલકાઇ જાય
દીલના તુટેલા તાંતણા પણ પ્રેમથી બંધાઇ જાય
…….સાથી તારા સહવાસથી.
મળી ગઇતી માયા મને ને જીંદગી વિખરાઇ ગઇ
મનને માયા વળગી ગઇતી છુટી ગઇ એ કળથી
તારા એક અણસારથી જીંદગી પ્રેમે ઉભરાઇ ગઇ
મોહ માયા ના બંધન છુટ્યા ને શાંન્તિ મળી ગઇ
…….સાથી તારા સહવાસથી.
સમજણ સાચી ના મળતી શોધે જીવન પુરુ થાય
અવિનાશીની અજબ છે લીલા શાંન્તિએ સમજાય
જલાસાંઇનો સહવાસ મળે ત્યાં પ્રેમે પ્રભુ પરખાય
ભક્તિનોટેકો જ દે જીવનમાં એક અજબ સહવાસ
…….સાથી તારા સહવાસથી.
++++++++++++++++++++++++++++++++++++++++++
July 29th 2009
મા તારા શરણે
તાઃ૨૯/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી માગું મા પ્રેમ તારો, પ્રભાતના પહેલા કિરણે
ઉજ્વળ જીવન પાવન કર્મ,ભક્તિ સંગે આવજો અંગે
……મનથી માગું મા પ્રેમ.
રાખુ શ્રધ્ધા વિશ્ર્વાસ મા તારો,પકડજે મા હાથ મારો
આવી આંગણે કૃપા દેજો મા,મુક્તિ દેજો મા આ જન્મે
નારહે અપેક્ષા કે કોઇભાવના,જીવને શાંન્તિ મળે જગે
પામર જીવન ને મિથ્યા મોહ, વળગી ચાલે આ દેહે
…….મનથી માગું મા પ્રેમ.
પકડજો મા હાથ મારો,રહેજો આ પામર જીવન સંગે
ના માયા ના મોહ વળગે,ને કર્મથી રાખજો ઉજવળ
આવી આંગણે દર્શન દેજો,માનવ જીવનની પ્રભાતે
તારાચરણે નમન નિશદીન,રાખી સ્નેહશ્રધ્ધા આદેહે
……. મનથી માગું મા પ્રેમ.
===============================
July 28th 2009
શ્રાવણનો સોમવાર
તાઃ૨૭/૭/૨૦૦૯ સોમવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહાદેવને ચરણે વંદન, પુંજન અર્ચન કરીએ
આરતી કરીએ પ્રેમ ભાવથી, ધુપદીપ ધરીએ
……મહાદેવને ચરણે વંદન.
આવજો સોમવાર પ્રભાતે, શ્રાવણ માસના રંગે
ધુપદીપને દુધ છે હાથે, લાવજો ગૌરીમાને સંગે
ભોલેનાથના ચરણેવંદન,ડમરુ મૃદંગ જ્યાં ગાજે
કૃપા પામવા પ્રદીપ વંદે,સંગે લઇ રમાને આજે
……મહાદેવને ચરણે વંદન.
બંમબંમ ભોલે મહાદેવ, દેવાધીદેવ જગે કહેવાય
કૃપા મળીજાય આભવે,તો પાવન જન્મ થઇજાય
ગજાનંદનો પ્રેમ મળે જ્યાં,ભવ જ બદલાઇ જાય
દુધઅર્ચન શિવલીંગે થાય,ત્યાં જગનાબંધનજાય
……મહાદેવને ચરણે વંદન.
((((((ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય))))))
July 24th 2009
શુક્રવાર
તાઃ૨૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર થી રવિવાર એ સાત દિવસ કહેવાય
શુક્રવાર મા સંતોષીનો જે પવિત્રદીન ઉજવાય
…….સોમવાર થી રવિવાર એ
ભક્તિ સ્નેહ ને શ્રધ્ધા રાખીને વંદન માને કરવા
ઉજ્વળ જીવન દીસે સદા જ્યાંલાગે કૃપા મળવા
મા સંતોષી અતિ દયાળુ જો જીવ જગતમાંભજે
આવે આંગણે મા કૃપાળુ જેની પ્રેમે રાહ જોઇએ
…….સોમવાર થી રવિવાર એ.
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી અમૃત મેળવી લઇએ
જીવને મુક્તિ મળી જાય જ્યાં માનાચરણે જઇએ
મા સંતોષી અતિદયાળુ નામાગણી કરવી જોઇએ
મુક્તિ દ્વારે આવે માડી જ્યાં અંત અવણીએ આવે
…….સોમવાર થી રવિવાર એ.
+++++++++++++++++++++++++++++++++
July 21st 2009
શ્રધ્ધાની સાંકળ
તાઃ૨૦/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા મારી સાંકળ જેવી,ના કદી એ તુટે
રાખુ હૈયે હંમેશા સાથે, કેવી રીતે એ છુટે
……..શ્રધ્ધા મારી સાંકળ.
ભક્તિની એક કડી મળીછે,સાથે જોડી મેં દીધી
અંત ન આવે તેનોક્યારે,જ્યાં પ્રેમેભક્તિ લીધી
મન અને માનવનો છેડો,ભક્તિએ આવી રહેતો
……..શ્રધ્ધા મારી સાંકળ.
જલાસાંઇની પ્રેમનીસાંકળ,મેં મનથીરાખીલીધી
પ્રેમને રાખી પરમાત્માથી,જેછોડે જીવની ઝંઝટ
મળતીજાય અવનીપરઆવી,નારહે કોઇ ખટપટ
……..શ્રધ્ધા મારી સાંકળ.
મધુરપ્રેમની આલીલા છે,જગતજીવની આ પીડા
વળગી ચાલે વ્યવહારો ,જે સાંકળથી ના અળગા
મુક્તિમાગતાં મળે જીવને,જ્યાંછેશ્રધ્ધાની સાંકળ
……..શ્રધ્ધા મારી સાંકળ.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
July 20th 2009
પાર્વતીપતિ નંદેશ્વર
તાઃ૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નંદીની સવારીએ આવી રહ્યાછે ત્રિલોકીઅવીનાશી
શંખચક્રને ત્રિશુલધારી,ત્રિપુરારી છો જગત આધારી
ઓ ભોલેનાથ ઓ વિષધારી ઓ ભક્તોના ભગવાન
કરજો કરુણા અપરંપાર,આપના ચરણે અમારા જીવ
……. નંદીની સવારીએ આવી.
માયાના તો અનોખા બંધન,ના અળગા જગમાં રહે
પ્રેમ પામવા અંતરથી,ૐ નમઃશિવાયનુ સ્મરણકરુ
દ્વાર મુક્તિના ખુલશે ત્યારે,જ્યાં જીવ જગતથી જાશે
આવશે ત્રિશુલ ધારી ત્યારે, દ્વારે ભક્તને લેવા કાજે
……. નંદીની સવારીએ આવી.
માનો પ્રેમ મને સદામળે,જ્યાં ભક્તિ પ્રેમથી હું કરુ
આશીશ માની જ્યાં મળે,ત્યાં ગજાનંદની કૃપા મળે
સૃષ્ટિ નિયંતા જગતવિહારી,કરુણા મુજપર વરસીરહે
અંત જીવનનો સાર્થક સાથે,જીવને મુક્તિ મળી જશે
……. નંદીની સવારીએ આવી.
+++++++++++++++++++++++++++++++++
July 14th 2009
ભીખ અને ભરોસો
તાઃ૧૩/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાગર વિશાળ કરુણાનો,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નદીની થઇ જાય નહેર ,જ્યાં ભીખ મંગાતી થાય
…….સાગર વિશાળ કરુણાનો.
સત્ય વચન ને વાણીના, વહેણ જ્યાં વહેતા જાય
મળે માનવતા ને હેત, જે ભીખથી પણના મંગાય
અંતરમાં ઉભરે આનંદ,ને મનમુંઝવણથી દુર થાય
સફળથાય આમાનવજન્મ,જ્યાં ભીખ ભાગતીજાય
…….સાગર વિશાળ કરુણાનો.
નિત્ય સવારની ઉજાસમાં,જ્યાં મન પ્રભુમાં પરોવાય
માયાભાગેદુર ત્યાંથી,ને સરળતા જીવનમાં મળીજાય
કૃપા વરસે અવિનાશિની, જ્યાં શ્રધ્ધા ભક્તિથી થાય
ભીખજગતમાં છે કાયરતા ને ભરોસે ભવસુધરી જાય
…….સાગર વિશાળ કરુણાનો.
================================
July 12th 2009
भक्ति आइ
ताः११/७/२००९ प्रदीप ब्रह्मभट्ट
तेरे आने से बहार है आइ,
साथमें तेरे खुशी भी लाइ
महेंका प्यारसे घर ये मेरा,
हर जीवने ज्योति है पाइ
…….तेरे आने से बहार.
मनमें शांन्ति,तनसे शांन्ति,जीवनमे भी है शांन्ति
प्यारमीले ओर प्यार देदे,ऐसी शामसुबह हो न्यारी
जीवन नैया डोलती भी तब,अबखुशी नैयामे आइ
……तेरे आने से बहार.
लगन लगी जब भक्तिकेसंग,बहार जीवनमें है आइ
अपना सब अब मील गया, ना रहा है कोइ पराया
आकर पालो प्यारभक्तिसे,जीवनमें हो जाये उजाला
……तेरे आने से बहार.
मान मोहकी चलती ये नैया, अब दुर हमसे है भागी
जलासांइकी पावन भक्ति,मेरे जीवनमें महेंक है आइ
पवित्र मन ओर उज्वल जीवन, दर्शनदेने भक्ति आइ
……तेरे आने से बहार.
========================================
July 12th 2009
પ્રભુ સ્મરણ
તાઃ૧૧/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નારાયણ નારાયણ જપતાં,મનમાં શાન્તિ થાય
ભક્તિ સાચી મનથીકરતાં,જીવનની મુક્તિ થાય
……નારાયણ નારાયણ.
પાવક પ્રેમની જ્વાળા મળતાં,રામનુ રટણ થાય
અવધ વિહારી આંગણે આવે, ઘરમાં શાંન્તિ થાય
મળે સ્નેહનીધારા આ જન્મે,ને મહેંક જગે લહેરાય
લાવે જીવની મુક્તિ દેહથી,હરખતેનો ના કહેવાય
………નારાયણ નારાયણ.
કુંજવિહારીની લીલા ન્યારી,કૃષ્ણ સ્મરણમાં દેખાય
રાસે રમતા સંગતમળતા,જીવે જ્યોત મળી જાય
કરુણાની એક લહેર આવતા, જીવને શાંન્તિ થાય
મળતોસ્નેહ ને છુટતીમાયા,મુક્તિએ જીવ લહેરાય
……..નારાયણ નારાયણ.
રામ રટણ સદા રાખતાં હૈયે,પ્રભુ નારાયણ હરખાય
પાવકપ્રેમને ઉજ્વળ જીવન,પ્રભુ કૃપાએ મળી જાય
કૃષ્ણ સ્મરણમાં પ્રેમ છે એવો જ્યાં નિર્મળ પ્રીતથાય
મનઅને માનવ મળતાં,જગમાં ઉજ્વળ જીવન થાય
……નારાયણ નારાયણ.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()