March 18th 2009

આવી એ ઘડી

                          આવી એ ઘડી                      

તાઃ૧૭/૩/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો જીવનમાં જ્યાં લાગ્યો રંગ
         આવી ગયો જીવનમાં ભઇ ત્યારનો ઉમંગ
મનમાં ના કોઇ વ્યાધિ મળતી
          જીવને જગતમાં ત્યાંઅનંત શક્તિ મળતી.
                                  …….ભક્તિનો જીવનમાં જ્યાં.
માળા રાખી હાથમાં ને હૈયે જલારામ
        પળપળ મને વ્હાલી લાગતી સંગે સાંઇરામ
ભજન ભક્તિની પ્રીત છે જગે નિરાળી
         ના જગમાં બીજી સાચી રીત છે આવી
ભક્તિભાવને પ્રભુપ્રીત મળે જગમાંજ્યારે
        દ્વારખુલે ત્યાં મંદીરનાજ્યાં શાંન્તિ મળીજાય.
                                 …….ભક્તિનો જીવનમાં જ્યાં.
દુર દીસે નહીં જગે પ્રેમના ડુંગર
       માનવમનની પ્રીતસદારહે સંસારનીઅંદર
લાગણી પ્રેમ મળશે આ નાશ્વત જગે
      મળશે મુક્તિ આ જીવને શાશ્વત જીવનથાશે
આજની આ ઘડીની પળપળને પારખી લેતા
       જીવ જગતમાં ત્યારે પરદીપ બની મહેંકશે.
                               …….ભક્તિનો જીવનમાં જ્યાં.

++++++++++++++++++++++++++++++++++++++++++++

March 14th 2009

અંતરમાં ઉમંગ

                     અંતરમાં ઉમંગ

તાઃ૧૩/૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં આનંદ ઉભરાતો,
          સફળ માનવ જન્મ થઇ જાતો
અનંત મોહથી દુર થઇ જાતો,
               પાવન પ્રભુની કૃપામાં ખોવાતો.
                              …..અંતરમાં આનંદ ઉભરાતો.
સાચા સંતના શરણે હું જાતો,
          જન્મોના બંધનથી મુક્ત હુ થાતો
પામી કૃપા અવનીએ હરખાતો,
               ના મોહ જગતનો રહી જાતો
વંદન કરતાં માયા અહીં છુટે,
ઉજ્વળ જીવન પામી જગતના દુખો છે તુટે.
                             …..અંતરમાં આનંદ ઉભરાતો.
પ્રેમ ભાવના મેળવી હું રહેતો,
           માનવી મનથી ના કદી ભરમાતો
આવે આંગણે સંત હું મલકાતો,
                 પાવન ઉજ્વળ જન્મ થવાનો
મળેલ કૃપામાં સદા હરખાતો
મોહ માયાના બંધનમાં ના કદી ભટકાતો.
                             …..અંતરમાં આનંદ ઉભરાતો.

++++++++++++++++++++++++++++++++++++++++++

March 5th 2009

મનથી સ્મરણ

                             મનથી સ્મરણ

             (ઢાળઃ રઘુપતી રાઘવ રાજારામ)
તાઃ૬/૫/૩૦૦૯                  પ્રદીપ ભહ્મભટ્ટ

મનથી સ્મરુ જય જલારામ, પ્રેમે ભજુ ભક્તિ કાજ
જયજલારામ જયજલારામ,પ્રેમે બોલો જયજલારામ
                             …….મનથી સ્મરુ જય જલારામ.
રોજ સવારે સ્મરુ રામ, ભક્તિથી થાય ઉજ્વળ કામ
મનમાંનારહે મોહ લગાર, જીવન પાવન ભક્તિકાજ
                            ……. મનથી સ્મરુ જય જલારામ.
સંધ્યા કાળે હું વંદુ રોજ, ધુપદીપ ધરી માગુ હેત
મુજ જીવનમાં પામુ પ્રેમ,પ્રભુ ભક્તિમાં રાખુ ટેક
                             …….મનથી સ્મરુ જય જલારામ.
આવજો વ્હેલા મારે ઘેર, વંદન પ્રેમે હુ કરુ અનેક
વીરબાઇ માતાને લાવજોસંગ,દેજો ભક્તિનો એક રંગ
                             …….મનથી સ્મરુ જય જલારામ.
અંતે જીવનમાં દેજો સાથ,લેજો પકડી મારો હાથ
ના ભટકે આ જીવ ફરી,દેજો જીવને સાથ અહીં
                            ……. મનથી સ્મરુ જય જલારામ.

 ……………………………………………………………………………

March 1st 2009

તનમનથી વંદન

                                તનમનથી વંદન

તાઃ૧૦/૫/૧૯૮૬                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંજ સવારે સ્મરણ તમારુ,શરણે તમારે મનડુ અમારું
તનથી વંદન મનથી વંદન,વંદન તમને છે અંતરથી
લેજો સ્વીકારી સેવા અમારી,કરીએ તમને નિત્યસવારે
                                …….. સાંજ સવારે સ્મરણ તમારુ.
સાચી સેવા જીવન અર્પણ,તુજ ચરણોમાં પામર જીવન
દેજો ટેકો હાથ અમારે, હું તરવા નીકળ્યો જીવન સાગર
માગણી મનથી હેતે કરતો, મુક્ત જીવનમાં સાથે રહેજો
                                …….. સાંજ સવારે સ્મરણ તમારુ.
લાગી તમારી માયા મુજને, જલા તમારે ચરણે જીવન
સાંઇની માયા લાગી જીવને, ભવસાગર તરવાને કાજે
લેજો હાથ ને દેજો હામ,નારહે જીવનમાં બાકી કોઇ કામ
                                …….. સાંજ સવારે સ્મરણ તમારુ.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

February 26th 2009

શરણે વિરપુરવાસીને

                      શરણે વિરપુરવાસીને

તાઃ૧૯/૧૧/૧૯૮૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો તમારે શરણે, ઓ જલાબાપા
             વિરપુર ધામના છો તમો વાસી
                                ……..ઓ જલારામ બાપા.
નીત સ્મરણ થાય મારા મનમાં
            જાય પડતાં તન પરના દુઃખો
શરણાનો છે સંગ એવો
             ભુલુ બધા હું તનને પડતા દુઃખો
                               ……..ઓ જલારામ બાપા.
શીતળ છાયા અમ પર તમારી
             લાગે જ્યાં ત્યાં જ્યારે ત્યારે
મુજ પર છે આપની છાયા
             જન્મ સુધરશે જ અમારો.
                               ……..ઓ જલારામ બાપા.
લગની તમારી મને છે લાગી
             બીજી બધી લાગે મને વૈરાગી
શરણુ તમારુ લીધુ છે મનથી
            બાળ ગણીને બચાવો આભવથી
                              ……..ઓ જલારામ બાપા.

——————————————–

February 22nd 2009

મહા શિવરાત્રી

                  

                         મહા શિવરાત્રી

તાઃ૨૨/૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમ ભોલેમહાદેવ બોલો બમબમ ભોલે મહાદેવ
હર હર ભોલે મહાદેવ  બોલો હર હર  ભોલે મહાદેવ
ૐ નમઃ શિવાય બોલોં નમઃ શિવાય ભોલે નમઃશિવાય
                                  ……..બમબમ ભોલે મહાદેવ.
મહા શિવરાત્રીના પવિત્ર દીને, ડમરુ ડમડમ થાય
શંખનાદની સરીતામાં,જ્યાં મૃદંગ તાલ લઇનેઆવે
ભોળાનાથના તાંડવમાં મસ્ત માનવમન થઇ જાય
આવે આજે મધુર મહેંક લઇ માપાર્વતીજી પણસાથે
                                     ……..બમબમ ભોલે મહાદેવ.
ભુત પલીતની ટોળી આવે, સાથે સર્પ તણો ભંડાર
મુક્ત મને નાચે સૌ આજે, ગાય શુભરાત્રીના ગાન
બમબમ ભોલે કરતા ભક્તો, ભાંગ પીને મસ્ત થાય
ચંન્દ્ર શીરે લઇને શીવજી આજે,ગંગાધારી થઇ નાચે
                                      ……..બમબમ ભોલે મહાદેવ

————————————————–
         આવતી કાલે તાઃ૨૩/૨/૨૦૦૯ ને સોમવારના મહાશિવરાત્રીના પવિત્ર દીવસે
શ્રી શંકર ભગવાનના ચરણમાં ભક્તિ ભાવથી આ પર્વ પ્રસંગે કાવ્ય અર્પણ.

લી.પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ તાઃ૨૨/૨/૨૦૦૯

February 20th 2009

सांइबाबासे स्नेह

                         

                              सांइबाबासे स्नेह                  

ताः१९/२/२००९      गुरुवार      प्रदीप ब्रह्मभट्ट

जयजय जय सांइराम,बोलो जयजय जय सांइराम
भक्ति भावसे करु आरती, करदो जीवनका कल्याण
                      ……..बोलो जयजय जय सांइराम.
स्नेह प्रेमसे रटण करु मैं, पावन करदो द्वार
                      बाबा पावन करदो द्वार
अनंत आनंद पाकर मैंने,पाया शेरडी धाम
                     बाबा पाया शेरडी धाम
मुक्तिदेकर प्यारदेना,करना जीवनका कल्याण
                      बाबा जीवनका कल्याण
                      ……..बोलो जयजय जय सांइराम
शामसवेरे रटणकरु मैं,दीलमे मेरेसदा रखुमै
                      बाबा दिलमे मेरेसदा रखुमै
स्मरण करु मै स्नेहभावसे, मुक्तिमे देना साथ
                           बाबा मुक्तिमे देना  साथ
शेरडी वाले सांइबाबा, सदा मेरी भक्तिमेआना
                        बाबा सदामेरी भक्तिमैआना
                       ……..बोलो जयजय जय सांइराम
रटण करुमै मालालेकर,साथरहेना सदाहमारे
                       बाबा साथरहेना सदाहमारे
मोह मायाका बंधन छुटे, आकर देना प्यार
                          बाबा आकर देना प्यार
पानाहमको प्यारतुम्हारा, सुखदुःखमें रहो साथ
                         बाबा सुखदुःखमै रहो साथ 
                          …….बोलो जयजय जय सांइराम.

 =========बाबा जय जय जय सांइ राम=============

February 19th 2009

આરતી જલાબાપાની

                  

                     આરતી જલાબાપાની

તાઃ૧૯/૨/૨૦૦૯     ગુરુવાર         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરતી કરીએ જલારામનીને ભક્તિપ્રેમથી કરીએ
રામનામની માયા રાખી પ્રભુ સ્મરણ નીત કરીએ
                             ….ભઇ આરતી કરીએ જલારામની.
પ્રેમથીમાગણી ભક્તિનીકરીએ,જીવને શાંન્તિથાય
રહેજો સંગે સદા અમારે,ઉજ્વળ જીવન થઇ જાય
વિરબાઇમાતા સંગે રાખી,મમતા દેજો હૈયે લગાર
આરતી સંગે હેત નીત રાખી ધુપદીપ કરુ હું આજ
                             ….ભઇ આરતી કરીએ જલારામની.
જીવને શાંન્તિ પ્રેમે દેજો ને ઉજ્વળ કરજો અવતાર
માગણી પ્રેમથી ભક્તિની કરુ,જે વંદનથી મળીજાય
ચરણકમળમાં રાખી શીશ,કરીએ પ્રાર્થના નીશદીન
ભક્તિ દેજો એવી અમને,જ્યાં શ્રીરામની મળેપ્રીત
                              ….ભઇ આરતી કરીએ જલારામની.

=====જય જય જલારામ બોલો જય જય જલારામ=======

February 19th 2009

જીવની જ્યોત

                                જીવની જ્યોત

તાઃ૧૮/૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાવથી ભક્તિ કરતાં જગમાં જીવને જ્યોત મળે
પાવક જીવન બનીજાય ને ઉજ્વળ મન હરખાય
                                     ……..ભાવથી ભક્તિ કરતાં.
પ્રભુ કૃપા જ્યાં મળીજાય,ત્યાં સ્નેહ સદા લહેરાય
હૈયેહેત ને ઉભરેપ્રેમ,વળી ઉજ્વળ જીવનથઇજાય
અવની પરના આગમને, પરમપિતા મળી જાય
ના માયા ના મોહ રહે ,જ્યાં મનને શાંન્તિ થાય
                                     ……..ભાવથી ભક્તિ કરતાં.
જગજીવનમાં પ્રેમ મળે, જ્યાં સંતો સાચા પુંજાય
જલારામની જ્યોત મળે,ને વળીસાંઇબાબાનો સ્નેહ
સાચી ભક્તિ સંસાર થકી,જે સાર્થક જન્મે લઇ જાય
જીવ જગતથી મુક્તિ પામે,થશે અવનીથી ઉધ્ધાર
                                      ……..ભાવથી ભક્તિ કરતાં.
માનવજીવન મહેંકશે,ને વળી મનને મળશે શાંન્તિ
ભક્તિપ્રેમ ને માનવપ્રેમ,મળી જશે જીવનને રહેમ
ના વ્યાધી કે કોઇ ઉપાધી, ભક્તિએ જશે સૌ ભાગી
માગણી માનવમન થકી,નથી પરમાત્માથીઅજાણી
                                      ……..ભાવથી ભક્તિ કરતાં.

 +++++++++++++++++++++++++++++++++++++++++

February 18th 2009

ભક્તિનો તાલ

                          ભક્તિનો તાલ

તાઃ૧૭/૨/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ્

તાલીઓના તાલમાં,ને મંજીરાના રણકારમાં
ગુંજે જગમાં નામ જે, તે ભક્ત જલાસાંઇ છે
                              ………તાલીઓના તાલમાં ને.
પ્રેમ મહેંકને માનવમન, ઉજ્વળ જીવન છે હરદમ
મળેપ્રભુની ન્યારીપ્રીત,જ્યાં શ્રીરામની ભક્તિનીત
લીધી એક લકીર પ્રેમની, સાર્થક જન્મ એ છે રીત
મુખ માયાને રટણ હૈયે,ને જ્યોત પ્રભુથી સદા જલે
                               ………તાલીઓના તાલમાં ને.
જીવ જગતમાં સાચીરીત,પ્રભુ સ્મરણથી કરવીપ્રીત
લીધી માળા બદલે કાયા, મોહ માયાની જશે છાયા
સંત સમાગમ મળે સાચો,ના આવે જગે કોઇ વાંધો
પ્રેમ થયો જ્યાં જલારામને,સાંઇબાબાનો મળે સ્નેહ
                                ………તાલીઓના તાલમાં ને.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

« Previous PageNext Page »