January 6th 2009

રઘુવીર રામ

                              રઘુવીર રામ

તાઃ૫/૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

રઘુવીર રામની ભક્તિ છે કામની
         જીંદગીની છે કમાણી મળે જીવને શાંન્તિ
                                 …….રઘુવીર રામની ભક્તિ
મનની મુરાદોમાં વ્યાધી અપાર છે
           વળગે એ જીવને છે સૌને એ જાણ છે
માગી મળેનહીં જ્યોત જલી જાયછે
           સૃષ્ટિના સહવાસમાં જીવન ઝુમી જાય છે
                                …….રઘુવીર રામની ભક્તિ
સાચી શ્રધ્ધામાં ભક્તિ લઇ જાય છે
           નામથી જગમાં પરચા અપાર છે
મુક્તિના માર્ગમાં રામનામ અણસાર છે
           જાગી જો જાય જીવ મુક્તિ પળવાર છે
                                …….રઘુવીર રામની ભક્તિ
જીવને જગતમાં પ્રેમનો સહવાસ છે
          રાઘવની ભક્તિ એ તેનો આધાર છે
જલારામની ભક્તિ એ તેનુ દ્રષ્ટાંત છે
          વળગીને ચાલસો તો જીવનો ઉધ્ધાર છે
                                …….રઘુવીર રામની ભક્તિ

###########################################

January 5th 2009

રામનામથી સવાર

                      રામનામથી સવાર

તાઃ૫/૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનુ રટણ કરતા કરતા સવાર વહેલી થઇ
મહેંક જીવનમાં મળી જતાં ભઇ શાંન્તિ મળી ગઇ
                                  …….રામનામનુ રટણ કરતા
ઉજ્વળ જીવન સંગે શાંન્તિ જ્યાં મળે પ્રભુનો પ્રેમ
મળે જન્મ સફળના એંધાણ જીવે ના રહે જગે મોહ
રામરામનું રટણ થતાં પ્રેમની પાવક જ્વાળા મળે
સ્વર્ગાનંદની એક લહેર લહેરમળે જ્યાં રામથી હેત
                                   ……રામનામનુ રટણ કરતા
ભક્તિના સહવાસમાં જીવે દુર રહે મનથી આવેશ
કામણકાયાના ના મોહ રહે ને મળે પ્રભુનો આદેશ
નિજજીવનની હરેકપળને જ્યાંપારખી લેતો આદેહ
મળે રામનામમાં સહવાસ ના રહે જગમાં કોઇ ફેર
                                     ……રામનામનુ રટણ કરતા
પરમકૃપાળુ પરમ દયાળુ આપે જીવને પરમ સુખ
મન કર્મ વચનવાણીમાં સદા હેતરહે નાતેમાં મેખ
જ્યોતજીવનમાં પ્રેમનીજલે નાદીસે તેમાં કોઇ ભેદ
આવતી કાલ ઉજળી થશે ને નહીંરહે જગે કોઇમોહ
                                      ……રામનામનુ રટણ કરતા

+++++++++++++++++++++++++++++++++++++++++++++

January 3rd 2009

શ્રધ્ધાથી મા ભક્તિ

                              શ્રધ્ધાથી મા ભક્તિ

તાઃ૩/૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું શ્રધ્ધા રાખી મા તારી ભક્તિ કરી લઉ
હૈયાથી રાખી હેત મા કાયમ હું રટી જઉ
                           …….હું શ્રધ્ધા રાખી મા તારી

લઇ ભક્તિ દોશક્તિ માઅંતરમાં શાંતિ લઉ
જગ જીવન ઉજળુ થાય મા તારી કૃપા લઇ
જીવનમાં જ્યોત જલે જે પ્રેમે મહેંકાવી દઉ
                            …….હું શ્રધ્ધા રાખી મા તારી

અનંતનાઓવારે હું તારો મા પ્રેમપામી જઉ
આ મનની માયાથી મા હુ અળગો થતોજઉ
ભક્તિનો પાવકપ્રેમ હું જીવનમાં પામી લઉ
                             …….હું શ્રધ્ધા રાખી મા તારી

મા સૃષ્ટિના સહવાસમાં ના તને હું ભુલી જઉ
મને દેજે શક્તિ મા જીવનને મહેકાવી હું દઉ
નાઆશા કોઇ રહે ના અરમાન જીવનમાં અહીં
તારીદ્રષ્ટિ મને મળે શ્રધ્ધાને જીવે લગાવી દઉ
                             …….હું શ્રધ્ધા રાખી મા તારી

###########################################

January 3rd 2009

ઓ ગદાધારી

                                   ઓ ગદાધારી

તાઃ૩/૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ સંકટહારી ઓ ગદાધારી
         ઓ ભક્તિ આધારી ઓ નિરંકારી
છે ભક્તિ તમારી પ્રભુ રામને પ્યારી
              મળે મુક્તી જીવને જ્યાં ભક્તિ તમારી
                           ……..ઓ સંકટહારી ઓ ગદાધારી.
પાવન જીવન મળે ભક્તિ એ
          ના રહે જગે અંતે કોઇ અભિલાષા
દીસે જગતમાં શાંતિ અનોખી
              પ્રીતે જ રહેતી લાગણી ના શોધવી
                           ……..ઓ સંકટહારી ઓ ગદાધારી.
સિંદુર સરખો સાથ લીધો જ્યાં
         મળ્યા પ્રેમ ને આશીશ મા સીતાના
પ્રભુ રામ નો પ્રેમ મળ્યો ત્યાં
             ઉજ્વળ જીવન ભક્તિ એ કરી દીધુ
                           ……..ઓ સંકટહારી ઓ ગદાધારી.

=============================================

January 1st 2009

સાચો ભક્તિપ્રેમ

 

                           સાચો ભક્તિપ્રેમ

 

તાઃ૧/૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં આનંદ આનંદ થાય
મમતાની ના ખોટ રહે ને ભક્તિમાં મન મળી જાય
માનજો મારાસ્નેહીઓ ત્યાં સાચો પ્રેમ જ વસી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
સુખ દુઃખની સાંકળ તો ચાલે મનની મતી લઇ જાય
સાચી પ્રેમની જ્યોત જીવનમાં ના માગી મળી જાય
ભક્તિનો સથવાર મળે ને સાચાસંતનો આશરો થાય
મળશે માયા પ્રભુ થકીના સૃષ્ટિમાં કોઇખોટ રહી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
આશાના અપરાધમાં માનવમન જગમાં ઘુમી જાય
ના ઉમંગ કે કોઇ આનંદદીસે મનમાં માયા મળી જાય
દીલથી માનવતા જતી રહે ને ના ભક્તિએ મન જાય
જગજીવનથી મુક્તિ મળતા ના આશા કોઇ રહી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.
આજકાલની આશા જુઠી માન અપમાનમાં રહી જાય
નાસાચો સહવાસ જીવનમાં ના કોઇ ઉમંગ મળી જાય
દેખાદેખની આ સૃષ્ટિમાં માનવી મનમુકી જડાઇ જાય
મળીરહે મનને શાંનિ ને ઉન્નત જીવનજગે આવી જાય
                             …….જ્યાં હૈયે વસે હેત ને જીવનમાં.

—————————————————–

December 31st 2008

જાગી જજે

                               જાગી જજે

તાઃ૩૧/૧૨/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યોદયના અણસારને સમજી જીંદગીને તુ પામી લેજે
મળતી માનવતાના સહવાસને જીવનમાં મેળવી લજે
                               ………સુર્યોદયના અણસારને સમજી.

આગમનનોઅણસાર જીવનમાં પરમાત્મા તને કરી દેશે
સાચી કમાણી તારી મળી જતાં જગતજીવથી છુટી જશે
કરતાં સારા કામ જીવનમાં મહેંક માનવતાની દઇ જશે
નારહેશે અવનીએઆશ જીવનમાંજ્યાં સવાર મળી જશે
                                ………સુર્યોદયના અણસારને સમજી.

કરજે કામ દાન જીવનમાં ને દેજે અવનીધર આધારીને
સફળતાના સહવાસને માણી લેજે કર્મતણા બંધન જાણી
અવની તણા અવતારની મહેંક મેળવી મુક્તિ માણીલેજે
ના આશા કે નિરાશા રહેશે ધરતી પર સહવાસરહી જશે
                                 ………સુર્યોદયના અણસારને સમજી.

++++++++++++++++++++++++++++++++++++++++

December 23rd 2008

ત્રિલોક નાથ

                               ત્રિલોક નાથ 

તાઃ૨૨/૧૨/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રી બ્રહ્માજીની કૃપા થાય ત્યાં, જીવ અવનીએ આવી જાય
આગમન અવનીએ થતાં, પ્રભુકૃપાથી માનવજીવ મલકાય
મા સરસ્વતીની ભક્તિ કરતાં,માનવ જન્મ સફળ થઇ જાય
ના હા ના હા કરતાં જીવને,મુક્તિ આ જગમાંથી મળી જાય
                       ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
ભક્તિ કરતાં જીવને નિરખી, પ્રભુ શ્રી વિષ્ણુ પણ હરખાય
નારાયણ નારાયણ સ્મરણતાં, જીવને આનંદ આનંદ થાય
મા લક્ષ્મીની મહેંર મળતાં, જગની વ્યાધી સૌ ટળી જાય
લક્ષ્મી પુંજન જગમાં જોતાં, શ્રી નારાયણ પણ રાજી થાય
                        ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
માનવજીવનમાં મહેંક મળે તો, અંત જન્મનો ઉજ્વળ થાય
સંહાર સૃષ્ટિનો હાથમાં જેના,તેવાપ્રભુ શ્રીભોળાનાથ હરખાય
કરતાં મનથી ભક્તિ કાયમ,નારહે બાકી જગમાંકોઇ અરમાન
માતા પાર્વતીની કૃપા થાય,ને શ્રીગૌરીનંદન પણ રાજી થાય
                         ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.
રીધ્ધી સીધ્ધીને સાથમાં લઇને, જ્યાં જીવનમાં આવી જાય
ના વ્યાધી જગતમાં જીવને,સદામહેંક માનવતાની મળીજાય
સિધ્ધિવિનાયક ને વિઘ્નહરતા,માનવજીવનને મહેંકાવી જાય
અંત માનવદેહનો સફળ થાય,ત્યાં સ્વર્ગ જીવને જ મળી જાય
                         ……જ્યારે સાચી શ્રધ્ધાથી જગત પિતા પુંજાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

December 20th 2008

ઓ પવનપુત્ર

                           ઓ પવનપુત્ર

તાઃ૨૦/૧૨/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ પવનપુત્ર  હનુમાન તમારી કૃપા જગે છે અપાર
       નીશદીન વંદન કરીએ દ્વાર ગાઇએ ભક્તિથી ગુણગાન
કરજો કરુણા અમોપર આજ દેજો જન્મ સફળનુ દાન
       ઓ બજરંગ  બલી હનુમાન તમને  છે વંદન  વારંવાર
                  ….દેજો રામનામમાં સાથ કરજો ભક્તિમાં ઉજાસ.
તનથી વંદન કરુ પ્રભુને  સાથે મનથી કરુ હુ માળા
       ભક્તિમાં  રાખુ પ્રેમ તમોથી લેજો સ્વીકારી  હેત ભરી
અવની પરના આ આગમનને  સાર્થક  કરજો  પ્રેમે
       નામોહ મને વળગે કે ના માયાના કોઇ અભેદ બંધન
                   ….દેજો રામનામમાં સાથ કરજો ભક્તિમાં ઉજાસ.
રામનામની  ભક્તિ કરી ને કીધા ભક્તિના ગુણગાન
      પ્રદીપનુ  જીવન સાર્થક કરજો ને મુક્તિએ દેજો સાથ
જગતનીમથી દુર રહીને રામનામ માં રહુ ભગવાન
       કરજો મતી  નિરાળી ને મુક્ત કરજો  જગના બંધન
                  ….દેજો રામનામમાં સાથ કરજો ભક્તિમાં ઉજાસ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

December 6th 2008

જલાસાંઇના સંગે

                    જલાસાંઇના સંગે
                  
તાઃ૬/૧૨/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

રટણ કરીશ હું રામરામનું,ને ભજ્યા કરીશ જલારામ
સાંઇરામ સાંઇરામ મનન કરીશ,
                         ને ભક્તિ સંગે વળગી રહીશ હું.
                             ….એવું રટણ કરીશ હું રામરામનું
મન નાકદી માયા ને વળગે, ના લાગે કાયાને મોહ
શાંન્તિ મનને મળી રહી ત્યાં,
                        જ્યાં ભક્તિભાવની કડી મળી છે
                             ….ત્યાં રટણ કરીશ હું રામરામનું
લાગી માયા રામનામની,સમજ મળી જ્યાં સંસ્કારની
રવિ,રમાને દીપલની સાથે,
                       પ્રદીપ પણ કરે ભક્તિ મુક્તિ કાજે
                         ….કાયમ રટણ કરીશ હું રામરામનું
આજકાલની રાહ ના જોતા,પળપળને નિરખી હું રહેતો
જલાસાંઇના આવીને સંગે,
                       મુક્તિ લેવા જગતના આ રંગે
                          ….એવું રટણ કરીશ હું રામરામનું.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

December 6th 2008

ભક્તિ કેરી ચાવી

                            ભક્તિ કેરી ચાવી      

તાઃ૫/૧૨/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું આવી ઉભો છુ દ્વાર તમારે ,લઇ ભક્તિ કેરી ચાવી
પ્રેમભાવના લેજો સ્વીકારી,કરજો ઉજ્વળ જીંદગીમારી
                  …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

મનથી માળા રોજ કરુ છુ,ને સવાર સાંજ ધુપ દીપ
ભક્તિ હરપળ સંગે રાખી,રાખુ છુ પ્રભુ રામથી પ્રીત
શ્રધ્ધારાખી સ્મરણકરુ જ્યાં,લાગે ઉજ્વળ જીવનદીપ
મુક્ત જીવનેજ્યાં મળે શાંન્તી,ત્યાંછુટે જગતની રીત
                 …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

સાચા સંતથીમળી દ્રષ્ટિજ્યાં,મોહમાયા થયા વિદાય
ના લાલચ કે લોભ મને, ભક્તિ મનને વરી કહેવાય
બાબાની જ્યાં કૃપા મળે, ને મળે જલાબાપાનો પ્રેમ
સાધુઓનો ના સાથ જોઇએ કે ના મોહ ભરેલા મંદીર
                 …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

સંસાર સમાગમ સાથેહતો,તોય પ્રભુની મળીછે પ્રીત
સંતાનનો સહવાસ રાખીને,ભક્તિ મળી જીવને નીત
ના ભેખ લીધો કે ના જીદ,તોયમળી સાચી પ્રભુપ્રીત
સાચી રાહ મળે જીવનમાં,ના જીંદગી બને ભયભીત
                …….ઓ જલારામ બાપા,ઓ વ્હાલા સાંઇબાબા.

——————————————————-

« Previous PageNext Page »