April 28th 2008

સ્વપ્ન!!! ના સાકારતા

                            સ્વપ્ન!!! ના સાકારતા
૩૧/૮/૧૯૭૮  
                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

     હજુ જ્યારે એકલો બેઠો હોઉ ત્યારે મારા મનમંદીરમાં તે દેવી આવી બેસે છે.
તેનો એ ચહેરો, એ નિખાલસ ભાવ, મારા પ્રત્યેની એની લાગણી એની સ્નેહાળ
આંખોમાં જોવા મળતી હતી.આજે જ્યારે મને  મારાજીવનની યાદદાસ્ત ઘડીઓ
યાદઆવે છે.ત્યારે સૌથીપહેલી એનીતસવીર મારી આંખો સામી ઉપસી આવે છે.
આજે તેનાઅસ્તિત્વનો મને ખ્યાલ નથી,પણ હાલતે આ દુનિયાપર છે એમમારો
આત્મા માને છે..ના સાચીવાત છે અને હજુ મારા હ્રદય પરસવાર થઇને બેઠી છે.
આ વાત ને જાણે એક જ દીવસ થયો હોય તેમ લાગે છે.
           મારી અને તેની આંખોનું  મિલન  તેના ઘરની નજીકનાગામમાં થયું હતું.
યુવક મહોત્સવના એ પ્રસંગે જાણે બે માછલીઓ એક જાળમાં ફસાવા આવી ગઇ.
મારો અને તેનો પહેલો પરિચય તો તે પણ  જાણતી ન હોતી. પણ છતાં   અમારી
આંખો એક બીજાને જોવા લાગી જાણે વર્ષોનો સચવાઇ રહેલો પ્રેમ નૈનોથી આજે
મળી રહ્યો છે. ન મારું મોં ખુલ્યુ કે નમારી આંખો ફેરવી લેવાઇ. તેનોસાદોપહેરવેશ,
મોં પરનો નિખાલસ હાવભાવ મારા મનપર સવાર થઇ ગયોહતો.સાદાપહેરવેશમાં
પણ તેનામાં કલાનીઆરાધ્યતા જોવામળતી હતી જ. એમારે મન મનની દેવીહતી,
કારણ મેં મારા મનમંદીરમાં કલાને સ્થાન આપેલ હતું જ, અને આથી જ કલાનીએ
દેવીને મારા મનની દેવી બનાવવાની ભાવના મનમાંજાગી.પ્રથમ પરીચયમાં ફક્ત
હું જ જાણતો હતો કે તે મારા મનની દેવી થવાને લાયક છે.જ્યાંસુધી સાથે રહ્યાત્યાં
સુધી તેના પર મારી નજર, મારું દીલ કુરબાન હતું.પણ હોઠ હલ્યા જ નહીં, સીવાઇ
રહ્યા. જો હાલ્યા હોત તો આજે   એકલો અટુલો ના હોત, તે દેવીને મનના મંદીરમાં
બેસાડી મારા મનનીરાણી બનાવી લાવ્યો હોત,અરે મારા ઘરની રાણી બનાવીલાવ્યો
હોત..પણ!!!
             સમય ક્યાં વહીગયો છે તેમ માની ફરી મળ્યો.એના તરફથી પ્રથમવાર
મારા પરના પ્રેમની વાત તેના મુખેથી સાંભળી.મન હાથમાં ન રહ્યું આમતેમ ઘુમવા
લાગ્યું અને તેના એ ભોળા અને પ્રેમાળ મુખડાને જોઇ મન નાચી ઉઠ્યું. તે પણ મારી
ને તેનીવણ કલ્પી યાદ બની ગઇ. હજુ તો મારા ખભા પર મુકેલા માથાના વાળના
ટુકડા આજે પણ ખભા પર પડેલા છે તેમ લાગે છે. એનો એ પ્રેમાળ ચહેરો,સ્નેહાળ
સ્પર્શ મને અને મારા આત્માને ચીર શાંતિ અર્પી ગયો.એ પ્રેમ મનઆજે ભુલીશકતું
નથી.હજુ તેની એ ધીમી ગતીને નિહાળવા તત્પર છે.તેની બે શબ્દોની લીપીમાં
તેની પ્રેમમાં નિષ્ઠા, કુટુંબ પ્રત્યેની ભાવનાને પામવા હું સમર્થ બનીશ કે નહીં? તે
માટે પ્રયત્ન કરતો જ રહીશ તેમ આત્મા માની રહ્યો છે.દીવાની જ્યોત જેમ બળે છે
તેમ વધુ પ્રકાશ અર્પે છે.જ્યોતને સીધો સંબંધ દીવા સાથે જ છે.પરકાજે સળગતી
જ્યોત જો પોતાની સાચી ભાવનાથી દીપ સાથે સંગ રાખે તો એ જગતમાં હંમેશા
પ્રકાશ આપી શકે છે.પણ આ માટે એકની કુરબાની જગતમાં લખાયેલી જ છે. મારા
પરના અત્યાચારોને હું ભુલવા તૈયાર થયો ત્યારે તેની મહાન ભાવનાને ન ડગાવી
શક્યો. જ્યોતને ન સમાવી શક્યો . જો એ ભાવના ડગાવી શક્યો હોત તો જ્યોતના
સહવાસથી દીપ જગતને પ્રકાશ આપી શક્યો હોત!!!
            અને મને વિશ્વાસ છે કે મારી ભાવના અમર છે એમ લાગતું હતું કારણ
આ જાતની સ્થિતિ મારી આંખો સ્વપ્નામાં પાંચમી વાર જોઇ ચુકી હતી અને તેપણ
પરોઢના સમયે. કારણ જ્યારે જ્યારે આ સ્વપ્ન આવ્યુ ત્યારબાદ સવારના
પાંચના ટકોરાથી જાગીજવાયું હતું.
      કહેવત છે કે વહેલી પરોઢનું સ્વપ્ન સાચું જ પડે છે. શું મારે પણ??????


************************************************************************

November 26th 2007

પંકજ નો સુરજ

*******************પંકજ નો સુરજ
—————————————————————————પ્રદીપ બ્રહ્મભટ્ટ
…………..પંકજને આજે એવું લાગતું હતું કે દરરોજ કરતાં આજની સવાર તેને માટે કાંઇક નવી જ છે દરરોજ સવાર થતાં પંખીઓના ટોળા આકાશમાં સર્પાકારમાં આવતાં હોય,પૂર્વ દિશામાંથી ગુલાબ છાંટી કોઇ છડીદાર મહારાજનાઆગમનની જાણ કરતો આવી રહ્યો હોય અને આગળ છડી પોકારાતી હોય તેમ આકાશના ભુરા રંગને હળવેથી દૂર કરી લાલગુલાલ જેવા ગુલાબી વાતાવરણને જગતના આવરણને બાંધતો સુરજ ભગવાનનો રથ આવતો હતો.સર્વે પક્ષીઓનો કલરવ જાણે તેમની છડી પોકારતો હોય તેમ સૂરજદાદાના આગમનને બીરદાવતો હતો.પણ આજનો સૂરજદાદાનો રથ આકાશમાં આવતા પહેલાં જાણે ગુલાલની સાથે બે હાર ન મોકલતો હોય તેમ વચ્ચે કિનારીઓને ઓપ આપતો આવતો હતો.પંકજ તો એ બે હારને આજના ઉમંગમાં ઉમેરવા સૂરજદાદા પાસે માગી રહી હતી, કારણ એ બંન્ને હારની તેને આજે જરુર હતી.આજે કેટલાય વર્ષો બાદ પંકજને પ્રાણથી પણ વ્હાલો તેનો મોટો ભાઇ સુરજ અમેરીકાથી પાછો આવી રહ્યો હતો.
………..પંકજ,સુરજને ખુબ જ સતાવતી,ઘણી વખત તો પિતાજીને તેના વિરુધ્ધ ભરવી માર પણ ખવડાવતી અને ઘણી વખત વ્હાલથી બચી પણ કરી લેતી.પંકજ જ્યારે નવ વર્ષની હતી ત્યારે સુરજ અઢાર વર્ષનો હતો.બંન્ને એકબીજાને એટલા બધા ચાહતા હતા કે જે જોતાં લાગે કેક્યાંક ગયા ભવનો બાકી રહેલો ભાઇબહેનનો પ્રેમ મેળવવા આ ભવે એક જ ઘેર આવ્યા. આગળ વધી રહેલા આ હેત પ્રેમના કિસ્સામાં ભુતકાળ તરફ ડોકીયું કરતાં એક ઉદ્દાત દાખલો મળે છે.જે જીવનભર ન ભુલાય. ભાઇબહેનનો પ્રેમ તો જે નસીબદાર હોય તેઓને જ મળે છે,તેમાં ખોટું નથી.
…………..સુરજ અને પંકજ એક જ માબાપના સંતાન.સુરજ મોટો અને પંકજ નાની.બે જ બાળકો. તેમના પિતા એક ખ્યાતનામ ડૉક્ટર અને માતા પણ ભણેલી. બંન્ને એકના એક સંતાન એટલે લાડપ્યાર ખુબ જ મળેલા.માબાપનો અનહદ પ્રેમ બંન્ને પર વરસતો. માબાપના સપ્રમાણ પ્રેમને કારણે બંન્નેના જીવનમાં પ્રેમને સ્વચ્છંદતા મળી ન હતી. તેઓ અમદાવાદમાં રહેતા હતા.બંન્ને બાળકો અભ્યાસમાં પણ તેજસ્વી.ભુતકાળના વમળમાં અંદર ઉતરતાં દેખાય છે કે સંસ્કારનું સિંચન પેઢીગત મળેલ છે જે જોતાં લાગે કે મોરના ઇંડા ચિતરવાના ન હોય.
…………..પ્રણાલિગતને પારખી લેતાં અરીસાની જેમ સ્પષ્ટ દેખાય, જેમાં કોઇ ચિતરામણની જરુરત ના પડે. સુરજના માતાપિતા પણ તેમના માબાપના એકનાએક સંતાન હતા. સુરજના પિતા શ્રી રમેશલાલ એક ખ્યાતનામ ડૉક્ટરના દીકરા હતા. એકનાએક સંતાન અને હોશિયાર તેથીઘણાને ઇર્ષા પણ આવતી.પણ જ્યાં સંસ્કાર અને સાચો પ્રેમ હોય ત્યાં ઇર્ષા સ્પર્શી શકતી પણ નથી. કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની તેજસ્વીતા જોઇને ગીતા નામની છોકરી તેમનો પ્રેમ મેળવવા પાગલ હતી. ગીતા તેમને દરેક કામમાં સહાય આપવા પ્રયત્ન કરતી.સહાધ્યાયીથી સહચારિણીના સ્વપ્ના સેવતી ગીતા રમેશને તેનો પ્રેમી સમજી બેઠી હતી.જ્યારે રમેશ, ગીતાને બહેનની દ્રષ્ટિએ જોતો હતો.એકવાર ગીતાએ તેમની સામે પ્રસ્તાવ મુક્યો કે “તમે મારે ઘેર આવશો?” તો રમેશે પુછ્યું, “ઘેર શું કામ છે?” તો ગીતાએ કહ્યું, “મારા માતાપિતા તમને બોલાવે છે.” રમેશે નિર્દોષતાથી ‘હા’ કહી. ગીતાએ રમેશને આ વાત કહેતા પહેલા પોતાના માબાપને સઘળી પરિસ્થિતીથી વાકેફ કર્યા હતાં અને પોતાના લગ્ન માટેની તૈયારી બતાવી હતી. તેણે તેની બહેનપણીઓને આ વાત કરી હતી જેમાં તેઓએ પણ તેની ‘હા’માં ‘હા’મેળવી હતી.
…………..રવિવારે સાંજે ફરવાના સમયે રમેશ શાહપુરમાં આવેલ ગીરધરરાવ કાશીશ્વરના ‘ગીતેશ’ નામના બંગલાના દરવાજા આગળ આવી દરવાનને પુછી દાખલ થયો. ગીતાએ આપેલ સરનામે બરાબર આવી ગયો તેનો આનંદ તેને થયો. ગીતાએ તો બારીએથી જ તેના માનેલા પ્રેમીના આગમનની રાહ જોઇ મનમાં પાથરેલ ગુલાબના ફુલની પાંદડીઓની પગદંડી પર રમેશને આવતો જોયો.વણ કલ્પેલ હ્રદયના ચુંબનો રમેશને દેવા દોડી અને’કોઇ તકલીફ તો નથી પડીને? તેમ બોલી તેને આવકારવા લાગી.ગીતા તેને માબાપની પાસે તેને બેસાડી પાણી આપી ચા-નાસ્તા માટે રસોડા તરફ ગઇ. ગીતાના માબાપે રમેશના માબાપની માહિતી મેળવી ગીતાના વિચારો તથા લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ગીતા તને ખુબ ચાહે છે અને તેની ઇચ્છાથી જ તને અહીં બોલાવ્યો છે તે લગ્ન કરવા તૈયાર છે. આ સાંભળી રમેશના તનમન પર વજ્ર્નો ઘા પડ્યો હોય તેમ લાગ્યું તે સફાળો બેબાકળો બની ગયો. તને ખુબ જ આઘાત લાગ્યો. જે ને પોતે સહાધ્યાયી ગણી બહેન માની હતી તેની સાથે લગ્ન કરવાના? તેણે ઘણી જ નમ્રતાથી અને આંસુ સાથે ગીતાના માબાપને પોતાના હ્રદયની વાત કરી. પોતે ગીતાને તો પોતાની સહાધ્યાયી બહેન માને છે તેને માટે તો આવી કલ્પના પણ ન થાય. આ સાંભળ્યા બાદ ગીતાના માબાપને પણ ઘણું જ દુઃખ થયું. રમેશની ભાવના અને પ્રેમ માટે તેઓને પણ અભિમાન થયું. કાશ અમારે આવો પુત્ર હોત. રમેશ વ્યથીત મને ઘેર પાછો ફર્યો.રાત્રે ઘણી જ વિટંમણાઓમાં મન ભટકવા લાગ્યું પણ તેને કાબુમાં રાખીને સુઇ ગયો સવારે નિત્યકર્મ પરવારી ૧૧ વાગે કૉલેજ ગયો. મનમાં દ્રઢ નિશ્ચય સાથે ગયો હતો પણ તે દિવસથી આજદિન સુધી તેણે ગીતાને ફરી જોઇ નથી.
…………….ભણતર પુરુ કરી રમેશ ડૉક્ટર બની ગયો.તેના લગ્ન એક સારા ઘરની સંસ્કારી કન્યા સાથે થયા આજે તે અમદાવાદમાં પોતાનું ખ્યાતનામ દવાખાનું ચલાવે છે. આવા એક સંસ્કારી કુટુંબનું સંતાન એટલે સુરજ. બાળપણમાં પપ્પાની જેમ ભણવામાં હોશિયાર એવો ભાઇ, બહેન પંકજને ભણવામાં માર્ગદર્શન આપતો. તે તેની બહેનને કહેતો ‘જો તું નહીં ભણે તો તારી સાથે કોઇ લગ્ન નહીં કરે.કારણ પંકજ ભણવામાં થોડી પાછી હતી.ભણ્યા વગર કુંવારા રહેવું પડશે તેમ સાંભળ્યા બાદ કમને પણ ભણવાની લગની પંકજને લાગી હતી અને એટલે જ એક સમય એવો આવ્યો કે અભ્યાસના દરેક સોપાને તે પ્રથમ આવતી.સુરજની ધગસ જોઇ પિતા પણ તેને ડૉક્ટર બનાવવા માગતા હતા.સુરજની પોતાની ઇચ્છા પણ પ્રબળ મનથી ડૉક્ટર થવાની હતી. પિતાજીએ સુરજને અભ્યાસ કાળના સમયમાં પોતાના જેવા ચકકરમાં ન આવે તે કાળજી રાખવા તથા જીવનની સાચી સુવાસ મેળવી શકે તે ગણતરીએ અમેરીકા મોકલ્યો.
………….પંકજ માટે આજે સોનાનો સુરજ ઉગ્યો હતો.કારણ બાળપણમાં જ્યારથી તે સમજણી થઇ ત્યારથી તે દરેક રક્ષાબંધનના પવિત્ર તહેવારે પોતાના પ્રાણથી પણ વ્હાલા ભાઇને રાખડી રુપી બહેનના બંધનથી બાંધી બહેનનો પ્રેમ અર્પણ કરતી.તે પોતે જાણતી હતી કે વર્ષમાં એક જ વાર આવતો આ પવિત્ર તહેવાર વર્ષમાં ફરી નહીં આવે તેથી તે દિવસે સવારે સૌથી વહેલી ઉઠી નાહી ધોઇ માબાપને પગે લાગી કંકું,ચોખા ભાઇના કપાળે લગાડવા રાખડી સહીત થાળી તૈયાર કરી પ્યારા સુરજની રાહ જોતી. કંસાર તૈયાર થતાંની સુવાસ વચ્ચે ભાઇ નાહી ધોઇ તૈયાર થતાંપોતાના પ્રાણથી પણ પ્યારા ભાઇને કપાળે કંકુ ચાંલ્લો કરી આંખોમાં છુપાઇ રહેલા વ્હાલના આંસુ સાથે મોટાભાઇના ગાલે ધીમી ટપલી મારી મહામહેનતે બે ત્રણ ચક્કર મારી બજારમાંથી શોધી લાવેલ રાખડીને ભાઇના હાથ પર બાંધતી અને જાણે પ્રેમનો સાગર ઉભરાઇ જતો હોય તેમ ભાઇને ગાલે બચી કરી લેતી અને આંખોમાં પ્રેમ દર્શાવતા ટીપાં દર્શાવી દેતી.ભાઇને ભેટી પડતી. ભાઇ બહેનને ભેટી બન્ને એકબીજાના પ્રેમનો ઉભરો આંખથી આટોપતા જ્યારે માબાપ જોતાં તો તેમને પણ તેમનો આ પ્રસંગ યાદ આવતાં આંખમાં પાણી જરુર આવી જતાં.આજ આવાપ્રસંગને પાંચ પાંચ વર્ષથી જોયો ન હતો કારણ સુરજ અભ્યાસ અર્થે બહેનથી ઘણો જ દુર હતો એ પરાઇ ભૂમિ પર ક્યાંક પ્રકાશવા ગયો હતો.અને ખરેખર એ ત્યાં સર્વ પ્રથમ આવી પ્રકાશી આવ્યો હતો. અભ્યાસકાળ દરમ્યાન પંકજ પોતાના વ્હાલા ભાઇને પત્ર દ્વારા જ પ્રેમ દર્શાવતી હતી.પંકજનો અઘાતપ્રેમ ફક્ત એક જ પત્ર પર નજર કરીએ તો પણ જણાશે જ.

……………………………………………………………………………………૩ જુલાઇ ૧૯૬૯
……………………………………………………………………………………અમદાવાદ
વ્હાલા ભાઇ સુરજ,
……………..આંખોમાં નીર ન હોવા જોઇએ છતાં તને પત્ર લખતાં તો જરુરથી ટપકી પડે છે,વહી જાય છે. આજે બે વર્ષથી તારા હાથે મેં રક્ષા બાંધી નથી. તારા ગાલને ચુંબન કરેલ નથી.તું જલ્દી પાછો આવ અને નાની બહેનની ટપલી તો ખા.આ સાથે મોકલેલ રાખડી નાની બહેનના હેતના પ્રતિક રુપે સ્વીકારી લેજે કારણ મારા હાથ ત્યાં આવી શકે તેટલા લાંબા નથી નહીતર તારા હાથે બાંધી દેત.પણ..ભગવાનની ઇચ્છા નથી અને એટલે જ તને મારા હ્રદય રુપી કવરમાં મોકલી રહી છુ. મને વિશ્વાસ છે કે મારો મારા ભાઇ પરનો પ્રેમ અમર છે અને અમર રહેતા મારા વ્હાલ ભાઇને મળી રહેશે કારણ
-.-.-.-.-.-..-.- “ભાઇબહેન કા પ્યાર રહેગા જબતક હૈ સંસાર”-.-.-.-.-.-.-.-.-
ભાઇ હવે જલ્દી પાછો આવ. નહીં તો હું વિરહમાં ખોવાઇ જઈશ.
…………………………………………………………………………. લી.નાની બહેન પંકજના વ્હાલ.
…………………………..તો સુરજે તેનો જવાબ આપેલ
…………………………………………………………………………………….૧૫ જુલાઇ ‘૬૯
…………………………………………………………………………………….ન્યુજર્સી. યુ.એસ.એ.
વ્હાલી નાની બહેન પંકજ,
…………તારી પ્રેમથી મોકલેલ રક્ષા મળી.મળતાં જ જાણે આંખો કાબુમાં ના રહી.કાગળ વાંચતાપહેલા જ તે અંદરનું લખાણ વાંચી ચુકી હોય તેમ ઉભરાઇ આવી. બહેન મારા હાથ પણ તારા હાથે રાખડી બંધાવવા તૈયાર છે, મારા ગાલ પણ….મને ભગવાન પર વિશ્વાસ છે કે મનેતારા સુધી જલ્દી આવવા દેશે જ. બહેન તારી રાખડીની કિંમત તો મારાથી ચુકવી શકાય તેમનથી પણ તારી રક્ષા મારાથી થશે તેટલી જરુરથી કરીશ.આ પત્ર સાથે જ તને ગમતા રંગની સાડીનું પાર્સલ કરું છું આશા છે કે તને ગમશે ભાઇનો ગાલ સમજી બચી તો કરી જ લેજે. અઠવાડિયામાં મળી જશે જ.મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે, તબિયત સાચવજે.કોઇ કામ હોય તો જણાવજે.
લી.તારો ખોવાયેલ ભાઇ
સુરજ
આમ ભાઇબહેનના પ્રેમનો ઉદ્દાત દાખલો પંકજ અને સુરજ આપે છે.
……..સુરજ સવારના પ્લેનમાં આવવાનો હતો.બધા તૈયાર થઇ એરોડ્રામ પર પહોંચી ગયા.સમય થયો. સુરજનું વિમાન દૂરથી સમડી આવતી હોય તેમ નજીક આવવા લાગ્યું. પંકજ આંખમાં હર્ષના આંસુ સાથે પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેસવાની તૈયારીમાં હતી પણ જ્યાં સુધી સુરજને ન જુએ ત્યાં સુધી તો કાબુમાં હતી જ. પંકજ તલપાપડ હતી. સુરજની સ્થીતિનો ખ્યાલ શું હશે તે બહેન કલ્પી શકે તેમ ન હતી.પણ છતાં કલ્પનાની પાંખ પર બેસી તેના મગજની સ્થિતી બહેન પંકજ જાણી શકી હતી.વિમાન ધીમે ધીમે ધરતી નજીક આવવા લાગ્યું અને હવે ઘણા જ મોટા અવાજ સાથે રનવે પર ઉતરી દોડવા લાગ્યું.આ ઘોંધાટ પંકજને તો એવો લાગતો હતો કે તેના ભાઇ સુરજના આગમનની છડી પોકારાતી ન હોય. વિમાન અટકતાં ધીમેથી દરવાજો ખુલ્યો, સીડી ગોઠવાઇ.મુસાફરોની બહાર નીકળવાની શરુઆતથી જ પંકજ પોતાની જાતને કાબુમાં ન રાખી શકી હર્ષના આંસું ધ્રુસકા સાથે આવી ગયા..અને ત્યાંજ દરવાજા બહાર આવી સુરજે પોતાના આગમન પેટે હાથ ઉંચો કર્યો. માબાપને પોતે સલામત આવ્યાની જાણ કરતી નાની બહેનને શોધતી આંખ પંકજ પર દુરથી મંડાતા ફરીવાર હાથ હલાવ્યો. પંકજ પોતાનો હાથ અડધો ઉચો કરી આંસુને લુછવા લાગી.સમય વિતવા લાગ્યો લાંબા ગાળા બાદ પણ સુરજ, પંકજને ઓળખી શક્યો. બધી કસ્ટમની વિધિ પતાવી તે દોડતો આવી બહેનને ભેટી પડ્યો.બહેને ઘણા વખતના સંગ્રહી રાખેલ વ્હાલના ચુંબન ભાઇના ગાલે વરસાવી દીધા.માબાપ આ અદભૂત પ્રેમ, દ્રશ્ય જોઇને આંસુ વિભોર આંખે નીચા નમેલા પુત્રને આશિર્વાદ આપવા લાગ્યા.પંકજને ભાઇ મળ્યો,માબાપને પુત્ર મળ્યો.ઘણો જ આનંદ આનંદ થઇ ગયો.
…………….રાત્રે બધાએ સુખદુઃખની વાતો કરી.બધા આનંદની પળો પસાર કરતા હતા ત્યાંજ સુરજને ટપલી મારી પંકજ બોલી,’પપ્પા ભાઇને પુછો કે ત્યાં ભાભીને તો નથી મુકીને આવ્યોને?’ સુરજે પંકજને હળવી ટપલી મારતા કહ્યું,’એ તો હજી વાર છે’…………
………………અને બધા ખડખડાટ હસી પડ્યા……..રાતની વિદાય લેવા…………
——-#################################———

May 16th 2007

અમેરીકાની હવા

                                     અમેરીકાની હવા….
                                                                એક શુધ્ધ ભારતીયની નજરે.
દીકરો.                                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા પહેલા આંસુ આવતાં ને તું યાદ આવતી,આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
જે દીકરાઓના જન્મ વખતે માબાપે પેંડા વહેંચ્યા તે જ દીકરાઓએ મોટા થઇને માબાપને વહેંચ્યા.
મંગળસુત્ર વેચીને કરજ કરીને પણ તને મોટો કરનાર માબાપને  ઘરની બહાર કાઢનાર દીકરા હવે તારા જીવનમાં અમંગળ સત્ર શરુ થઈ ગયું છે તે જાણી લેજે.
ભાગ માટે ભાંજગડ કરનાર દીકરાઓ બે ચીજ માટે કાયમ ઉદાર બને છે અને તે છે માબાપ.
શ્રવણ બનીને તીર્થયાત્રા ન કરાવી શકો તો ચીંતા નહીં પણ ધરડા માબાપની જીવનયાત્રાને યાતનામયી ન બને તેનું ધ્યાન દીકરો બનીને રાખજે.
માબાપની આંખમાં બે વખત આંસું આવે છે,દીકરી સાસરે જાય ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.
બાળપણમાં ગોદ દેનારને ઘડપણમાં દગો દેનાર ન બનતો.માબાપની કુરબાનીને ધ્યાનમાં રાખી કર્મ કરજે જેથી તેમના મસ્તક ઉંચા રહે અને તો જ તમારા બાળકો પણ રાખશે.
બાળપણના આઠ વર્ષ આંગળી પકડીને જે માબાપ તને સ્કુલે લઈ જતા હતા તે માબાપને ઘડપણના આઠ વર્ષ આંગળી ઝાલીને મંદીરે લઈ જજે.
ઘરની માને રડાવે ને મંદીરની માને ચુંદડી ઓઢાડે તો યાદ રાખજે દીકરા,મંદીરની મા ખુશ નહીં જ થાય પણ ખફા તો જરુર થશે જ.
બચપણમાં જે દીકરાને માબાપે બોલતા શીખવાડ્યું એ જ દીકરો ઘડપણમાં માબાપને ચુપ રહેતાં  શીખવાડે છે.
જે દીવસે માબાપ તમારા કારણે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ આંસુમાં વહી જાય છે.
તેં જ્યારે પ્રથમ શ્વાસ લીધો ત્યારે તારા માબાપ તારી પાસે હતાં.તારા માબાપ જ્યારે છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહેજે.
પત્ની પસંદગીથી મળતી ચીજ છે માબાપ પુણ્યથી મળતી ચીજ છે,પસંદગીથી મળતી ચીજ માટે પુણ્યથી મળતી ચીજને ઠુકરાવશો નહીં.
ઘરનું નામ માતૃછાયા કે પિતૃછાયા પણ તે ઘરમાં માબાપનો પડછાયોય ન પડવા દે એ મકાનનું સાચુંનામ પત્નીછાયા રાખવું એ ઊત્તમ થઈ પડે.
                           ભાગ્યાશાળી ભારતીય.
મા
મારે ખરી પણ માર ના ખાવા દે તે મા.
માબાપના આર્શિવાદ જ જીંદગીને ઉજ્વળ અને ઉન્નત બનાવી શકે છે.
પરમાત્માનું અવતરણ થાય ત્યારે તેમને પણ માની ગોદમાં રમવું પડે છે.મા એતો મા જ છે ત્યાં સૌને નમવું પડે છે અને તે સૌને ગમે છે.
માબાપે આપેલો સાચો વારસો પૈસો નહીં પણ પ્રમાણિકતા અને પવિત્રતા છે.
ગમે તેવા ગુણીજન હોય તોય મા ના સૌ રૂણીજન છે
                                    અને અંતે
ઉપર જીસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ,જીસકે બીના જહાં નહીં ઉસે મા કહેતે હૈ.

                                     ————————-

April 10th 2007

અપમાન

અપમાન                                                                                                                                                                                                     

 પ્રદીપ બ્રહ્મભટ્ટ , હ્યુસ્ટન 

                  પતિનો   પરલોક-વાસ  દર્શાવતી  સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી. તેણે છીકણી રંગનો  સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી     રાહ જોઇ રહી હતી.   એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે કે આજ્થી ચાલીસ વર્ષ પહેલા માબાપે જેને પોતાના જમાઈ તરીકે નીહાળી લીધા હતા તેમની સાથે ત્યારથી સંસારની દોર બંધાઈ.એ વાતને આજે વર્ષો વીતિ ગયા પણ છતાં  તેને ઘણી સ્પષ્ટતાથી યાદ છે. મા-બાપના એક નાના ઘરમાં સંસ્કારની જ્યોત મેળવી બહાર આવેલી આ નારી માતાપિતાના પૃથ્વી પર જન્મ આપ્યાનો ઉપકાર કદી ન ભુલાય તેવો પ્રાપ્ત થયેલો જે અવિસ્મરણીય છે.મા-બાપ ભલે ગરીબ હતા પણ  તેમની બાળકો પર અસીમ કૃપા હતી,છાયા હતી.બાળકોના આનંદને તેઓ પોતાનો આનંદ સમજતા.બાળકોના મનમાં કોઇ દુઃખ થાય તો તેની ચાર ઘણી અસર માબાપ પર પડતી હતી.આવા પ્રેમને મેળવવા માટે જગત ગાંડુ બને છે તે સ્નેહ  પણઆ બાળકીને મળ્યો હતો.ખુબ લાડકોડથી ઉછરેલી એ બાળાને જીવનમાં દુઃખ ના દેખાય તે ભાવનાથી તેઓએ એકપ્રતિષ્ઠીત કુંટુંબનa નબીરા સાથે બાળપણમાં જ લગ્ન નક્કી કય્રુ હતું.                         

                   પ્રેમની જ્યોત જાગતા પહેલા તે તેના જીવનસાથીને વરી ચુકી હતી.પ્રભુનો તેના માતાપિતા પર અનેરો સ્નેહ હતો કારણ તેમને પુત્રીના જન્મની કોઈ વ્યાધી જણાતી ન હતી.પ્રેમની જ્યોત જલતા પહેલા  તેની  ગાંઠ  પતિ  સાથે   બંધાઈ  ગઇ  હતી.  અત્યંત  આનંદમયી  જીવન   હંમેશ  માટે  બને  તેવા અત્યારના કુદરતના આર્શિવાદ  લાગતા હતા.કુદરતની બનાવેલી એ માટીની   પુતળીની રમત જગત જાણે રમી રહ્યુ હોય તેમ આ માટીનો માનવી કઠપુતલીની જેમ જીવી રહ્યો     છે.ક્યાંક ક્યાંક કુદરતની અવક્રુપા પણ બનતી.પણ અંતે તો માનવીને  માટીમાં  મળી  પોતાની    ફરજ   બજાવવી   પડે છે.   તેમ   ખરી જીંદગીની શરુઆતના વર્ષોમાં જ  પોતાના  જીવનસાથીથી  એકલી પડી ગઇ,   તેના પતિનો   સ્વર્ગવાસ  થયો.  આનંદથી જીવતા  તે જીવડાને પરમાત્માએ બોલવી લીધો. સ્ત્રી વિધવા બની.          પોતાના જીવનમાં પોતાનું કહીં શકાય તેવું એક સંતાન હતું.તેને એક બાળકી હતી જે તેના પતિની નિશાની હતી અને તે જ તેની જીવનસંગીની પણ હતી.પુત્રીની ઊંમંર પણ હવે અત્યારના રીતીરિવાજ પ્રમાણે પરણવા લાયક થઈ હતી. ઊંમરના ઓવારે ઊભેલી તેની દીકરીને લગ્નના બંધનથી બાંધી સંસારના જીવનમાં બાંધવા માગતી હતી.પણ તે એકલી  સ્ત્રી જાત કેવી રીતે કામ કરી શકે. બે ચાર સંબંધી ભેગા થાય તો તેને તે કામમાં મદ્દદ્દ કરી શકે.દીકરી ના લગ્ન પતે એટલે તેને ઘણી શાંન્તિ મળશે જે નિર્વિવાદ વાત હતી.         

               પોતાની દીકરીને ભણાવી ગણાવી તૈયાર તો કરી હવે તેના માથે એકજ  જવાબદારી હતી અને તે હતી તેને પરણાવવાની.ઘણા  વલખા  બાદ એક  યોગ્ય પાત્ર મળ્યું     પણ સામે એક જ શરત મુકવામાં આવી જેમાં તો  નામનો એક  ન ઊચકી શકાય  તેવો  શબ્દ  આવ્યો.  છતાં તેના  ભાઇના  કાને  વાત નાખતાં તેના  ભાઇએ   તે  દુર કરવાનું  વચન  આપ્યું.  સામે  પક્ષને  ભાઇના આવેલા  કાગળ  પ્રમાણે   એ જ દિવસે બપોરે આવવાનો પત્ર લખ્યો કે જે દીવસે ભાઇ પૈસા લઇને આવવાનો હતો.                  

                     આજે  એ દીવસ હતો જે દીવસે બાર  વાગતા સુધીમાં  ભાઇ  આવવાનો   છે.અત્યારે  બહેન ભાઇના આગમનની રાહ જોતી બારણે ખાટલો નાખી બેઠી છે કારણ કે બપોરના બારને પંદર થવા આવ્યા છે  સામા છોકરા પક્ષના લોકો હવે આવશે તે દહેશત થવા લાગી.હ્રદયના ધબકારા વધવા લાગ્યા.પરમાત્માનું રટણ થવા લાગ્યું. હવે કોણ વહેલું આવશે?..જો છોકરાવાળા આવશે તો અપમાનથવાનું તે નિર્વિવાદ વાત હતી. જો ભા ઇ આવે તો લાજ બચવાની છે તે પણ નક્કી છે.એ અપમાનઅને લાજના ઝોલામાં તે બારણા બહાર ડોકાય છે  તો ભા ઇ અને છોકરા પક્ષનe સગા સાથે આવta જુવે છે અને અંતે …હાશ…….અને આંખો ભીની થઇ ગઇ….        

                                                 _______________________

                                                 XXXXXXXXXXXXXXXX

« Previous Page