January 24th 2021

પવિત્ર શક્તિશાળી

નવરાત્રિ દરમિયાન જરૂર થી કરવા જોઈએ આ દસ કામ, પ્રાપ્ત થશે માતા ના આશીર્વાદ અને મળશે શુભફળ

.         પવિત્ર શક્તિશાળી  

તાઃ૨૪/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની,જે અવનીપર માદુર્ગાથી આવી જાય 
આવ્યા પવિત્રશક્તિશાળી માતા,જે નવદેહલઈ ભક્તોને પ્રેરી જાય
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પવિત્ર માતાને શ્રધ્ધાથી વંદન કરે,મળેલદેહને પાવનકૃપા મળી જાય 
નવરાત્રીના નવ દીવસમાં,ગરબે ધુમતા ભક્તોને માદર્શન આપી જાય
માતાએ લીધેલ નવસ્વરૂપ ભારતમાં,જે ધરતીને પાવનપણ કરી જાય
શ્રધ્ધાભક્તિથી પવિત્ર જીવન જીવતાદેહથી,માતાની પરમકૃપા મેળવાય 
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પાવનપ્રેમ મળે માતાનો જીવનમાં,જે મારા દેહને પરમશાંંતિ દઈ જાય
માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે નમો નમઃથી,વંદન સંગે પ્રાર્થના કરી પુંજાય
દુર્ગામાતાના નવ સ્વરૂપના મને,નવરાત્રીમાં પવિત્રદર્શન પણ થઈજાય
એ પવિત્રકૃપા અવનીપર માતાની,જે હિંદુધર્મને જગતમાં પાવનકરીજાય 
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
**********************************************************
January 18th 2021

પવિત્ર ભારત

આવો જાણીએ ભારતની કેટલીક પવિત્ર અને ધાર્મિક નદીઓ વિષે….

.           .પવિત્ર ભારત

તાઃ૧૮/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
અનેકદેશ અવનીપર છે,જે તેમના નામથી જગતમાં સૌને ઓળખાય
પરમપવિત્ર દેશ દુનીયામાં ભારત,જ્યાં પવિત્રરાહે જીવન મળી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
જન્મમળ્યો મને પવિત્ર ભારતમાં,જ્યાં દેહથી જીવનમાં કર્મ થઈ જાય
દેહપર પરમાત્માની કૃપા જીવનમાં,શ્રધ્ધાભાવનાથી ભક્તિરાહ મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકધર્મમાં પરમાત્મા દેહથી પધારી જાય
પવિત્રભુમીમાં જન્મ લઈ જીવન જીવતા,સમયે દુનીયામાં પ્રસરી જવાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
ભારતના ગુજરાતમાં જીવને જન્મ મળે,જે જીવનમાં પાવનકર્મ કરી જાય
પવિત્રકર્મથી કામકરે જીવનમાં,જેદુનીયામાં પહોંચી મહેનત કરતાથઈજાય
પાવન ગાથા ગુજરાતીઓની કહેવાય,જે મળેલ દેહના કર્મથીજ સમજાય
પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે દુનીયામાં પવિત્ર ભારત દેશ કરી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
###########################################################
January 8th 2021

કૃપાનો પ્રેમ

@@@ ગુજરાતી કવિતા | Gujarati Kavita Sangrah | Best Gujarati Poems@@@

          .કૃપાનો પ્રેમ

તાઃ૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અજબશક્તિશાળી સુર્યદેહ કહેવાય,જગતમાં સવારસાંજ આપી જાય 
અબજોવર્ષોથી પૄથ્વીપર કૃપાનો પ્રેમ આપી,જીવોને જીવન દઈ જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
પરમાત્માની પાવનકૃપા જ કહેવાય,જે સુર્યદેવ થઈ દર્શન આપી જાય
પાવનકૃપાજ મળે મળેલ દેહને,જયાં જીવનમાં સવારસાંજ મળતી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે સુર્યદેવની કૃપાથીજ મળી જાય
પરમકૃપા સુર્યદેવની જગતપર,જે દરરોજ દીવસની ઓળખાણથી દેખાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
માનવ જીવનની શરૂઆત થાય,જ્યાં સુર્યદેવની કૃપાએ સવાર મેળવાય
પ્રત્યક્ષદેવની કૃપાથાય જગતપર,જે માનવજીવનને સવારસાજ આપીજાય
કર્મબંધન એ દેહનોસ્પર્શ અવનીપર,જે દેહને દીવસમાં કર્મ કરાવી જાય
પ્રભાતે સુર્યકિરણનો સાથ લેતા,જીવનમાં નાકોઇ આફતકેરોગ અડી જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
************************************************************

                 

December 28th 2020

સવાર આવી

###હાલારમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ ઝાકળ સાથે છુટો-છવાયા કમોસમી ઝાપટા###

.           . સવાર આવી  

તાઃ૨૯/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પરમકૃપાળુ સુર્યનારાયણનુ આગમન થતા,અવનીપર સવાર આવી જાય
પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,જે દરરોજ સવારસાંજથી મેળવાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
કુદરતની આલીલા અવનીપર,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ આપી જાય
અનેકદેહ મળે જીવને અવનીપર,એ સમયસંગે પરમાત્મા પ્રેરણા કરી જાય
માનવદેહને સંગાથ સમજણનો,જે પશુ,પક્ષી,પ્રાણીથી કૃપાએ દુર રહેવાય
કર્મનાબંધન સ્પર્શે કરે માનવદેહને,એ મળેલદેહથીજ જીવને સમજાઇ જાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
સુર્યદેવની પાવનકૃપા એ સવારના આગમને દેખાય,જગત આખુ જાગી જાય
પ્રભાતમાં તેમના આગમને વંદન કરી,જીવનમાં સુર્ય સ્નાન શક્તિ દઈ જાય
સુર્યદેવ એ પાવનકૃપા છે જગતમાં,તેમના સ્પર્શથી દુનીયાઆખી જીવી જાય
સવાર સાંજને સમજીને જીવતા જીવોને,પરમપ્રેમ સુર્યદેવનો મળતો થઈ જાય
.....એ અજબશક્તિશાળી પરમાત્મા,જે અનેકરાહે અવનીપર કૃપા કરી જાય.
************************************************************

	
December 17th 2020

આંગણે પધારજો

**ક્લાસિક કવિતા | Classic poems in Gujarati | StoryMirror**

.         .આંગણે પધારજો   

તાઃ૧૭/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પરમપ્રેમની કૃપા મળી શ્રી કૃષ્ણ ભગવાનની,જ્યાં શ્રધ્ધાએ પુંજા થઈ
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળ્યો,સત્કર્મથી સમજાયો અહીં
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ.
શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં આંગણે આવી પ્રાર્થના કરુ
પ્રેમથી પધારો વ્હાલા કૄષ્ણ ભગવાન,જીવનમાં અનંતપ્રેમ મળી જાય
લાગણી મોહને પારખીને પારખીલેતા,આંગણે પધારજો એમ કહેવાય
પરમકૃપાળુ શ્રીકૃષ્ણ દ્વારકામાં જન્મલઈ,માતાયશોદાનો પ્રેમ દઈ જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
નિર્મળભાવનાથી વંદનકરી પ્રાર્થનાકરૂ,પ્રેમથી અમારે ધેર પધારીજાવ
રાધેકૄષ્ણ રાધેકૃષ્ણનુ સ્મરણ કરતા,તમારી કૃપાનો અનુભવથઈ જાય
અનંતપ્રેમાળ સંગે પાવન આશિર્વાદ મળે,જે નિર્મળ જીવન દઈજાય
માનવદેહને આપનીજ કૃપા મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
************************************************************

 

 

 

 

December 5th 2020

કલમની કૃપા

   વસંત પંચમી 2020,પૂજા મુહૂર્ત અને મહત્વ વિષે જાણો… - Family Circle Time
.             કલમની કૃપા      

તાઃ૫/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે અનેકરાહેજ દેહને મળતી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પરમાત્માની કૃપાએ મેળવાય
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.
માતા સરસ્વતીની કૃપા મળે કલમપ્રેમીઓને,એમાતાને વંદનથી મળી જાય
કલમથી રચેલ રચનાઓ જીવનમાં,અનેકને પાવનરાહે સમજણ આપી જાય
સમયની સંગે સમજીને ચાલતા કલમપ્રેમીઓ,દુનીયામાં લેખકથી ઓળખાય
મળેલ માનવદેહ પર કલમની કૃપા થાય,જે સમયસંગે દેહને સમજાઈ જાય
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.
કલમપ્રેમીઓનો પ્રેમ સૌને પાવનરાહે મળી જાય,ના કોઇજ અપેક્ષા રખાય
સુંદર રચના કલમથી કરે અવનીપર,જે અનેક રીતે કલાકારોનેય દોરી જાય
અવનીપર અનંત કૃપાળુ એ માતા છે,એ શ્રધ્ધા ભાવનાથી સૌને પ્રેરી જાય
મોહ માયા કે અભિમાનના નાસંબંધ જીવનમાં,એ લખેલ રચનાથીજ દેખાય 
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.

****************************************************************



 

January 20th 2018

માતા સરસ્વતી

.....Related image.....
.           . માતા સરસ્વતી   
     (મહા સુદ પાંચમ  માતાનો જન્મ દીવસ)
તાઃ૨૦/૧/૨૦૧૮    (૨૨/૧/૨૦૧૮)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા થઈ પરમાત્માની અવનીપર,માતાનો દેહ મળી જાય
કલમની પવિત્રરાહ આપી જીવોને,જે કલમની કેડીએ મેળવાય
......એજ કૃપા માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાઇ જાય. 
પાવનરાહની ચીંધે આંગળી,જે શબ્દના સહવાસથી અનુભવાય 
નિર્મળભાવથી પકડેલ કલમથી,અનેકજીવોને આનંદ આપીજાય
સુખનો સાગર સ્પર્શે જીવને,જ્યાં માતા સરસ્વતીની કૃપા થાય
પવિત્ર દીવસે અવનીપર આગમન થતા,સુખશાંન્તિ આપી જાય
......એજ કૃપા માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાઇ જાય.
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય
અનેકદેહને આશિર્વાદ મળે શ્રધ્ધાએ,જીવોને મુક્તિ મળી જાય
પવિત્રરાહ ચીંધે પ્રેમીઓને કલમથી,જે માતાની કૃપાજ કહેવાય
એજ માતા પર પરમકૃપા,જે મહાસુદ પાંચમે જન્મ મેળવી જાય
......એજ કૃપા માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાઇ જાય.
==========================================================
    કલમપ્રેમીઓના પવિત્ર માતા સરસ્વતીનો જન્મદીવસ મહાસુદ પાંચમે
જે જગતમાં કલમથી સૌને આનંદ આપી જાય અને પ્રેરણા પણ આપી જાય
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના માતાજીને પરિવાર સહિત વંદન અને પ્રણામ.
November 25th 2017

निर्मळ प्रेम

.             निर्मळ प्रेम

ताः२५/११/२०१७              प्रदीप ब्रह्मभट्ट  

निर्मळ प्रेमकी ज्योत जीवनमें,मानवता महेंकाती है
    सुखदुःखकी नाकेडी स्पर्शे,उज्वळ जीवन दे जाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
कर्मबंधन ये जीवको स्पर्शे,जो अनुभवसे समजाती है
    अजबलीला ये कुदरतकी है,जो जन्ममरण दे जाती है
पावनकर्म मानवता महेंकाये,जीवनमें निर्मळप्रेम मिलजाये
    मीले कृपा परमात्माकी,जीवनकी ज्योतको प्रगटाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
मनमें श्रध्धा और प्रेम निखालस,कलमकीकेडी देजाती है
    ज्योत प्रेमकी प्रगटनेसे,अनंत प्रेमकी वर्षा होजाती है
मोहमाया ना स्पर्शे जीवनमें,उज्वळ जीवन वो कर जाती है
    निर्मळ जीवन येही कृपा है,जन्म सफल हो जाता है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
================================================





 

October 26th 2017

વિરપુરવાસી

…….Image result for જલારામ બાપા

. ………………વિરપુરવાસી

તાઃ૨૭/૧/૨૦૧૭ (કારતક સુદ ૭) પ્ર્દીપ બ્રહ્મભટ્ટ

વિરપુરવાસી નિર્મળ ભક્તિના સંગાથી,જગતમાં જલારામની નામના થાય
એવા રાજબાઈમાતાના સંતાન,પિતા પ્રધાનના એલાડલા સંતાન કહેવાય
….રામનામની માળાનો સંગ,એવા સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
અવનીપરના આગમનને ઉજ્વળ કરતાં,જગતમાં વિરપુરના સંત થઈજાય
અનેક જીવોને ભોજન આપતા પ્રેમથી,પરમાત્માનો અનંતપ્રેમ મળી જાય
પત્ની વિરબાઈની પવિત્રકેડી,મળેલ માબાપના સંસ્કારથી જીવન જીવાય
પરમાત્માની પરિક્ષાને સન્માનતા,ઝંડોઝોળી આપી પરમાત્મા ભાગી જાય
….એવા વિરબાઈ માતાના પતિદેવ શ્રી જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
મનથી કરેલકર્મ જીવનમાં સાચીભક્તિએ,અન્નદાનની આંગળી ચીંધી જાય
અનેક જીવોને ભોજન આપતા જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ મેળવા ય
નાકદી કોઇઅપેક્ષા જીવનમાં રાખી,કે નાકોઇજ મોહ જીવનમાં અડી જાય
એવા વ્હાલા નિખાલસ જીવન જીવેલ સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
===============================================================
…. પરમપુજ્ય સંત શ્રી જલારામનો આજે જન્મદીસ છે તે નિમીત્તે તેમના પરિવારને
પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.

October 24th 2017

.લાકડીનો ટેકો

………………લાકડીનો ટેકો

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને મળે સંબંધ લાકડીનો,જે ઉંમર અડતા દેહને મળી જાય
કુદરતની આ અજબકેડી,જે સહવાસ સંગે દેહને દુઃખજ આપી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
સાથમળે ઉંમર મળતા માનવીને,જેદેહને ધરતીપર ચાલન આપી જાય
કુદરતની કૃપાએ મળેલ પગલાં,માનવદેહને સમય સંગે ચલાવી જાય
મળે જ્યાં દેહને સંગાથ આવતીકાલનો,ત્યાં જ લાકડી પકડાઈ જાય
અહીંતહીંનો સંગાથ મેળવવા,ત્રીજા પગનોસાથ લાકડીએ મળી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
ના સમયના સંગની જરૂર કોઇને,જ્યાં અચાનક લાકડી પકડાઈ જાય
કોઈપણ દેહને જકડી નાખવા જીવનમાં,હાથમાં લાકડીજ આવી જાય
તેજલાકડી શક્તિદે દેહને,જે કોઇકવાર બીજા દેહને ઝાપટઆપી જાય
દુર રહીને ભાગતા રહેવાથી જીવનમાં,કોઇ દુશ્મન થઈને સ્પર્શી જાય
…….એવી આ લાકડી જગતપર,અદભુત પ્રસંગેજ દેહને દેખાઈ જાય.
=====================================================

« Previous PageNext Page »