September 19th 2014

કાયામાયા

.                      .કાયામાયા

તાઃ૧૪/૯/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મના બંધન છે કાયાને,અને જીવના બંધન છે માયાથી
કાયામાયા એ અદભુત છે લીલા,એ આગમને  સમજાતી
.                     …………………..કર્મના બંધન છે કાયાને.
પરમાત્માની છે એકજ કેડી,સાચીભક્તિએ સમજાઇ જાય
કર્મ કરેલા જીવે અવનીએ,ત્યાં માગણી કોઇથી ના રખાય
જન્મમરણ છે  જીવનાબંધન,જલાસાંઇની કૃપાએ છુટાય
મળે મુક્તિમાર્ગ  જીવને,જ્યાંભોલેનાથની ભક્તિપ્રેમેથાય
.                  ……………………..કર્મના બંધન છે કાયાને.
કર્મ છે માયાના બંધન,જ્યાં કળીયુગના પ્રેમને ના પરખાય
વાણી વર્તન જીવને જકડે,ના એમાંથી કોઇનાથીય છટકાય
અદભુતલીલા આવિનાશીની,એ કુદરતની કૃપાએ સમજાય
માન અભિમાનને નેવે મુકતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                  ……………………..કર્મના બંધન છે કાયાને.

++++++++++++++++++++++++++++++++++++

 

January 31st 2013

પિઝા કે વિઝા

.                    પિઝા કે વિઝા

તાઃ૩૦/૧/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિઝા જોઇને જીભડી ચટકે,જાણે અમૃત જોયુ અહીં
વિઝા લેવા લાઇનમાં રહેતાં,તબીયત લથડી ગઈ
.               ………………….પિઝા જોઇને જીભડી ચટકે.
બે દીવસનો બનેલો માવો,તે પર ચીઝ મુકાઇ ગઈ
માઇક્રોમાંમુકી ગરમકરતાં,તમને તાજુ દેખાય ભઈ
મોંમાં મુકતા ગરમ લાગતાં,જીભને ફ્રેશ લાગે અહીં
ઘેર પહોંચતાજ પેટ પકડાતા,પથારી બગડતી થઈ
.               …………………..પિઝા જોઇને જીભડી ચટકે.
આનથી ને તેનથી તેમ કહીને,ધક્કા ખવડાવતા અહીં
બહાર જવાની મોહમાયામાં,ના કામ કોઇજ થતું ભઈ
અંતે વિઝા મળતા લાગે તમને,સ્વર્ગ મળશે ત્યાં જઈ
અહીં આવીને ના જોબ ના સાથ,નાકોઇ રાહ મળે ભઈ
.                …………………..પિઝા જોઇને જીભડી ચટકે.

+++++++++++++++++++++++++++++

November 23rd 2012

શબ્દની કાતર

                    શબ્દની કાતર

તાઃ૨૩/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દે શબ્દની કિંમત છે અજાણી,ના કોઇથીય એ અંકાય
સમજીવિચારી શાંન્ત રહેતાં,અંતરની ભાવનાએ પકડાય
.               ……………….શબ્દે શબ્દની કિંમત છે અજાણી.
સુખના શબ્દથી સ્નેહ મળે,ને દુઃખના આંસુ આપી જાય
અદભુત આઅતિથીનીકૃપા,જીવને અનેક રીતેમળીજાય
મુંઝવણનો છે સંગ દેહથી,ના કોઇથીય એનાથી છટકાય
પ્રેમનીસાંકળ શબ્દથી વરસે,જે સુખ યાદુઃખ આપી જાય
.              ……………….શબ્દે શબ્દની કિંમત છે અજાણી.
સંગાથીનોસાથ મળીજાય,જે જીવનમાં અચાનક મેળવાય
પળનેપકડી સંગેરાખતાં,દુઃખના ડુંગર બહુ દુર ભાગી જાય
પ્રીતની પ્યાલી હાથમાં રાખતાં,સૌ મળવાને આવી જાય
શબ્દનીસાચી સમજપડે જીવને,જે હાથમાં હાથ આપીજાય
.                ………………..શબ્દે શબ્દની કિંમત છે અજાણી.

==================================

July 14th 2012

કુદરતની લીલા

.                     .કુદરતની લીલા

તાઃ૧૪/૭/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીલા અપરંપાર પ્રભુની એ પૃથ્વી પર દેખાય
.               .ચંન્દ્ર પરથી દ્રષ્ટિ કરતાંજ સાચી વાત સમજાય

 

 

 

 

 

 

 

 

 

 

 

અગમનિગમના ભેદ ના જાણે એ માનવી કહેવાય
.            નાસાએ બેસી વિશ્વ નિરખે એ જ વૈજ્ઞાનિક કહેવાય.

************************************************

November 15th 2011

કળીયુગી વરદાન

.                      કળીયુગી વરદાન

તાઃ૧૦/૧૧/૨૦૧૧    (આણંદ)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગેથી ના મળતો પ્રેમ,કે નામાગેથી મળતાં ધનદાન
મળતી માયા સંગે રહેવા,એતો છે કળીયુગના વરદાન
.                         ……………..માગેથી ના મળતો પ્રેમ.
સુંદર કાયાને માયા વળગતાં,જીંદગી આ વેડફાઇ જાય
પ્રેમપ્રેમની રાહ જોતાં જીવનમાં,દેહનો અંત આવી જાય
કળીયુગની આ અજબલીલા.જે સાચી ભક્તિએ સમજાય
વંદન કરતાં જલાસાંઇને,મળેલ આજન્મ સફળ થઈજાય
.                        ……………….માગેથી ના મળતો પ્રેમ.
મોહમાયાનાછે  બંધન સૌને,જગમાં ના કોઇથીય છોડાય
સરળજીવનની એકજ કેડી,જે જીવને ભક્તિમાર્ગ દઈજાય
લાગણી પ્રેમ એ જીવનીજ્યોત,જે આનંદમંગળ કરી જાય
મળે જીવનેકેડી આશીર્વાદની,જે વડીલના વંદને મેળવાય
.                         ………………માગેથી ના મળતો પ્રેમ.

=========================================

May 6th 2011

છુમંતર

                            છુમંતર

તાઃ૬/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભેદભરમમાં ભરમાવીને,માનવી મન લટકાવે
અંતરમંતર છુછમંતર સંભળાવીને,એ ભટકાવે
એવી કળીયુગની આલીલા,અહીંતહીં એ ફસાવે
                     …………ભેદભરમમાં ભરમાવીને.
હું અમર મારી કાયાય અમર,સૌને એ સમજાવે
એક લાકડી તો હાથમાંરાખે,ને બીજીએ બૈડે મારે
સંભળાવે તમને એ જાણે,બીજી દુનીયા એ પાડે
ભુતપલીતની માયાબતાવી,તમનેએ ગાંડા રાખે
                      ……….ભેદભરમમાં ભરમાવીને.
પૈસાની પોટલી બતાવી,ભીખ તમથીજ એ માગે
અગડં બગડં એબોલી જાય,જે તેનેય ના સમજાય
વશીકરણની પોટલી બતાવી,માનવીમન ભરમાય
મરચુ ફુંકી આંખ દઝાડી,ને છુમંતર એજ થઈ જાય
                       …………ભેદભરમમાં ભરમાવીને.

================================

July 19th 2010

કર્મના સંબંધ

                            કર્મના સંબંધ

તાઃ૧૯/૭/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજર,અમર ને અકળલીલા,ના કોઇથીય એ પરખાય
મળતાદેહ અવનીએ જીવને,કર્મના સંબંધ છે સમજાય
                         …………અજર,અમર ને અકળલીલા.
પરમાત્મા તો છે પરમ કૃપાળુ,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
શરીરના સંબંધ તો દેહથી,ક્યારે ક્યાં ક્યાંથી મળી જાય
અગમ નિગમના ભેદ ભ્રમમાં,માનવી તો અટવાઇ જાય
સંગ રાખતા માનવતાનો જીવે,જગે પાવનકર્મ  જ થાય
                           ………..અજર,અમર ને અકળલીલા.
પ્રાણી માત્ર દયાને પાત્ર જગતમાં,નિરાધાર એ કહેવાય
સંગે સ્નેહ ને પ્રેમરાખતાં,માનવતાએ સાચો પ્રેમ દેવાય
કર્મ કરેલા જગતમાં જીવે,ના મિથ્યા કોઇથીય એ કરાય
સંબંધ કર્મના આવે સંગે,જે સાચવવા જન્મ સાર્થક થાય
                          ………..અજર,અમર ને અકળલીલા.

+++++++++++++++++++++++++++++++++

June 15th 2010

શીતળ લહેર

                         શીતળ લહેર

તાઃ૧૫/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ પવનની એક લહેર મીઠી,શીતળતા દઇ જાય
આવે મનને શાંન્તિ ત્યાં તો,ધન્ય દીવસ થઇ જાય
                  ………..મંદ પવનની એક લહેર મીઠી.
સહવાસ સુર્ય કિરણનો,પ્રભાતને પાવન કરી જાય
આવે લહેર જ્યાં પવનની,જે શીતળતા દઇ જાય
માનવદેહે મહેંકમળતાં,નિર્મળ સ્નેહપણ મળી જાય
લાગે જીવને શાંન્તિ ત્યારે,ત્યાં પ્રભુ કૃપા થઇ જાય
                   ………..મંદ પવનની એક લહેર મીઠી.
આજનો આનંદ આજે માંણતાં,સમયને ય સચવાય
આવતીકાલ ઉજ્વળબને,જ્યાંમનથી પ્રભુને ભજાય
જીવની વ્યાધી દુર જ ભાગે,ને જન્મ સફળ દેખાય
શીતળ લહેર પ્રેમનીમળે ત્યાં,સૌ વ્યાધી ભાગીજાય
                   ………..મંદ પવનની એક લહેર મીઠી.

==============================

October 18th 2009

પ્રેમની તાકાત

                પ્રેમની તાકાત
તાઃ૧૭/૧૦/૨૦૦૯    (હ્યુસ્ટન)       પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પ્રેમની તાકાત ભઇ એવી,ના જગમાં દીસે એ ઓછી
      આણંદથી હ્યુસ્ટન લઇ આવી,મારા મિત્ર બ્રીજ જોષી
 
સંગીતના તાલ મેળવી, જ્યાં કદમ મીલાવી ચાલ્યા
      પ્રેમની જ્યોત જલાવી,ત્યાં મિત્રો ભેગા થઇને હાલ્યા
આણંદની શેરીઓમાં સૌ, જેના પ્રેમથી ગુણલા ગાતા
      લાવ્યા સરગમ પ્રેમની અહીં, ના જેની જગમાં ગાથા
 
સમ્રાટ બની સંગીતના, ભક્તિ મા સરસ્વતીની લીધી
      ના માન અપમાનની કેડી,કે ના અભિમાનની સીડી
સાંકળ પ્રેમની છે એવી,ના જગમાં એ કોઇથી અજાણી
     તોય દીઠા ના મેં તમે,કે ના તેની છે પ્રેમમાં માગણી
 
મળે સ્નેહ ને માયા, જેમ સાંકળના જગમાં છે બંધન
     કડીકડીનો મેળ રહે,ત્યાં સદા હૈયામાં પ્રેમના સ્પંદન
મેળવી પ્રેમ જગતમાં,જ્યાં જીવનમાં ઉજ્વળતા લાવે
     પવિત્રભાવના ને માયા જે સદાઆનંદ હૈયે લઇ આવે
 
સંગીતની સરગમ લઇને,શ્રી બ્રીજ જોશી આગળચાલે
     તાલના બંધન રાખવાને,ઢોલી મસ્તીથી ઢોલ વગાડે
વાંસળીના વ્હેણ લઇને, મધુર સંગીતના સુર જમાવે
     મંજીરાના રણકાર મળે, મળતા જે હ્રદયે સુર જગાવે
 
અંતરાની આંટીધુટીમાં રહેતા,સરગમ પકડી સૌ ચાલે
     હૈયે હેત વરસે ને ઉભરે પ્રેમ,ને સાંભળતા સ્નેહ લાવે
મળે પ્રદીપને પ્રેમઅનેરો,જે પ્રેમની તાકાત લઇ આવે
     આવશે આંગણે પ્રેમ સઘળો,સૌ સંગીતના સહભાગીનો
 
=========================================================
       આણંદથી મારા મિત્ર અને મા સરસ્વતીના સંતાન શ્રી બ્રીજભાઇ જોશી
અહીં હ્યુસ્ટન આવ્યા અને મને મળવાની તક મળી તેની યાદ રુપે આ લખાણ પ્રેમ
સહિત અર્પણ કરુ છુ.
       લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરીવારના સપ્રેમ જય જલારામ.
  તાઃ૧૭/૧૦/૨૦૦૯   શનીવાર  આસો વદ-૧૪(કાળી ચૌદસ) સં.૨૦૬૫.   

 
August 23rd 2009

मैं रोटीवाला

                      मैं रोटीवाला

ताः२२/८/२००९                     प्रदीप ब्रह्मभट्ट

मैं रोटी ऐसी बनाउ, जो मुहमें पानी लाये
खाओ सबजीके साथ,ना भुल पायेवो खाके
                                      …….मैं रोटी ऐसी बनाउ.
बनती ऐसी गोलमटोल,जल्दी पेटमे पचती
एक खाओ दुसरी तोडो,
        दो दो खाके ख्वाबोसे नाता तुम जोडो
                                       …….मैं रोटी ऐसी बनाउ.
सबजी थोडीही लेते,पर रोटीकोप्रेम वो देते
उंगली दांत तले दबजाये,
       जब रोटी मेरी आप प्यारसे है खाते
                                      …….मैं रोटी ऐसी बनाउ.
गरमागरम जब होती,गांवकी याद देजाती
दौडे आते सामने वाले,
      महेंकसे आती सेहदमें और एक तेजी
                                        ……मैं रोटी ऐसी बनाउ.

=================================

« Previous PageNext Page »