July 20th 2009
છેલ્લો દિવસ
તાઃ૨૭/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે અજાણે પણ તેની સાથે બંધાયેલ છે,ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર હોય. પરમાત્માની આ અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇપણ રીતે પારખી શકતો નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય તો પણ પોતાનું અસ્તિત્વ પોતે શોધી શકતો નથી.
છેલ્લો દીવસ ………….. ક્યાં નથી આવતો?
# લગ્ન થતાં દીકરીનો માબાપને ત્યાં દીકરી તરીકે નો છેલ્લો દીવસ આવે કારણ હવે તે પત્ની થઇ,પારકાની થાપણ થઇ.
# પ્રસુતીની પીડાનો છેલ્લો દીવસ એટલે બાળકનો જન્મ જે જન્મદાતાને માનુ સ્થાન મળે.
# શીશુવિહારમાંથી પાસ થતાં શીશુવિહારમાં છેલ્લો દીવસ.
# હાઇસ્કુલમાંથી પાસ થતાં હાઇસ્કુલમાં છેલ્લો દીવસ.
# શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય એટલે કે અવસાન થાય તો તે શરીરમાં જીવનો છેલ્લો દીવસ.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 12th 2009
મારી લાયકાત
તાઃ૧૧/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એબીસીડી ના આવડે મને,ને કખગધમાં હુ કાચો
કેવી રીતે હુ સાંભળુ, કોઇ કહે આ તમે ભઇ વાંચો
……એબીસીડી ના આવડે.
ચોપડીપછાડુ ને ખુણો ગોતુ જ્યાં નિહાળ માટે હોધે
માડી મને જ્યાં બુમ પાડે ત્યાં કાન મુકી દઉ નેવે
પગપછાડુ ત્યાં ખેંચેમાડી પરાણે પકડુ હું પાટીપેન
બીક લાગે મને માસ્તરની ત્યાં ચુપ થઇ હુ રહેતો
……એબીસીડી ના આવડે.
લખોટી રમતા તાકુ આંખે ને બીજીને ટકોરી દેતો
પેનની વાતમાં પાછળ રહેતો તોય ધીમે ભણતો
બુધ્ધિને જ્યાં દુર રાખવી ત્યાંજ હુ આગળ રહેતો
બારાખડીમાં બુધ્ધિ અટકે ત્યાં આંખ ભીની કરતો
……એબીસીડી ના આવડે.
એ એટલે અમદાવાદી ને બી ભઇ બરોડા છે માનુ
સી માં ના સમજુ કંઇ ત્યાં ડી ને કેવીરીતે હું જાણુ
મતી મારી ના દોડે ભઇ પણ પેન ખીસ્સામાં રાખુ
આવતાજતારસ્તામાં કોઇમાગે તો તુરત પેનઆપુ
……એબીસીડી ના આવડે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
June 7th 2009
ધરેલ હાથ
તાઃ૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાથ ધરીને માગવું તેને, જગમાં દાન ના કહેવાય
જ્યાં હાથદાનમાગવા લંબાય,તેને ભીખજ કહેવાય
……..હાથ ધરીને માગવું.
આત્માના કલ્યાણનુ બહાનુ, કાગળમાં બતાવાય
ભક્તિ સાચી કઇ છે તે, જગના જીવોને સમજાય
ના કલ્યાણ આત્માનું થશે,કે નહીં થાય કોઇપુણ્ય
ભગવુ પહેરી ભીખમાગવી,એ તો ભીખારીનીભુખ
………હાથ ધરીને માગવું.
દાનપેટી એ ધાર્મીક સ્થાને,હાથ પ્રસારવાની રીત
પૈસા મુકતા માનવી સમજે, પામી ગયો એ પુણ્ય
પત્થરમાં ના પ્રાણ હોય,તો કોણ કલ્યાણ કરીજાય
જીવનુ જતન પ્રભુ કરે, હરખમાં જીવે જે જોડાય
………હાથ ધરીને માગવું.
કરતાં કામ પ્રેમે જીવનમાં,જે જગત જીવને હરખાય
મળે જ્યાં માનવતા,એ સાચી પ્રભુ પ્રીતથી જ થાય
ડગલે પગલે જીવની સંગ રહે,જે પરમાત્મા કહેવાય
ના ભીખ માગવી પડે જગે, કે ના ધરવા પડે હાથ.
………હાથ ધરીને માગવું.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
May 31st 2009
લોટી,ટકલો અને વાળ
તાઃ૩૧/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્ય કીરણ જ્યાં પડે અવનીએ, પ્રભાત થયુ કહેવાય
કુદરતનીછે અકળલીલા,માનવ જુદી રીતે ઓળખાય
……..સુર્ય કીરણ જ્યાં પડે.
સંસારી સરગમમાં ચાલતો માનવ, પ્રેમાળ છે દેખાય
ભાગેજે સંસારની સૃષ્ટિથી,કાઢીવાળ લોટીયો થઇજાય
મુંડન કરીને માળા પકડી,આમતેમ ભમતો એ દેખાય
માયાથી બચવાને કાજે,બહેનોથીએ દુર ભાગતો જાય
……..સુર્ય કીરણ જ્યાં પડે.
સકળ જગતના કર્તા જેને,જગે અવિનાશી છે કહેવાય
પ્રેમમળે ને માનવતા મળે,પણ ઉંમરના સંતાઇ જાય
વાળ ખરવા માંડે જ્યારે, છુટે મોહ જગના ધીરે ધીરે
સમયથી બચવા ખેલ કરે,તો ય ટકલો તે થઇ જાય
……..સુર્ય કીરણ જ્યાં પડે.
સૃષ્ટિના સકંજામાં આવી, અવનીએ મળે માનવદેહ
જુવાનીના જોશમાં રહેતો ત્યાં,વાળ ગોઠવતો અનેક
ગુચ્છો વાળનો ગોઠવી રાખી,સ્ટાઇલ પણ પકડી છેક
આજુ બાજુ જોતાં ચાલે,ને લટકા વાળ કરાવે અનેક
……..સુર્ય કીરણ જ્યાં પડે.
+++++++++++++++++++++++++++++++++++
May 23rd 2009
સ્નેહની સાંકળ
તાઃ૨૨/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કડી કડીના બંધનછે એવા;વળગી વળગીને ચાલે,
બંધન એવા છે બંધાયેલા;જે મળે મળે મળી જાય.
……..કડી કડીના બંધન.
જીગરનુબંધન જગમાંન્યારુ;આગળ હિંમતે લઇજાય,
સાચી મહેનત સાથે રહેતા;કડી કડી એક થઇ જાય,
એક એકની કડી મળે જ્યાં;સાંકળ સોની એક થાય.
……..કડી કડીના બંધન.
મનમક્કમને ધ્યેય વણેતો;વર્ષા સફળતાનીથઇજાય
એક હાથમાંજ્યાં મળેબીજો,ત્યાં સાહસનીથાય કતાર
મળતોપ્રેમજગમાં અચાનક,ત્યાં સ્નેહની સાંકળ થાય.
……..કડી કડીના બંધન.
=================================
May 3rd 2009
વળગે લફરાં
તાઃ૩/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લફરાં લટકે છે ચાર, જગમાં શોધે સુખ અપાર
નામળે જ્યાં સાચોપ્યાર,ત્યાંથઇજાય તે બહાર
…….લફરાં લટકે છે ચાર.
એક લફરુ છે માયાનુ,જે કાયાને વળગી જાય
ફાંફમારી શોધે જ્યાંએક,ત્યાંમળે લફરાં બેચાર
…….લફરાં લટકે છે ચાર.
લફરું બીજુ સંબંધતણું,જે બહાર ફરે મળી જાય
આવી ઉભુ જ્યાં બારણે,ત્યાં ઉજાગરાથઇ જાય
…….લફરાં લટકે છે ચાર.
ત્રીજુલફરું તડફડતુ,ક્યાંક મુસાફરીએ મળીજાય
આંખમારતાં એમળી જાય,ત્યાં બૈડેએ પડીજાય
…….લફરાં લટકે છે ચાર.
લફરું મળે જો ભક્તિનુ,સાચા રસ્તે તે લઇ જાય
જીવને લફરુ નામળે,ત્યાં ઉધ્ધાર આજન્મે થાય
…….લફરાં લટકે છે ચાર.
++++++++++++++++++++++++++++++++++
April 6th 2009
દેખાઇ ગઇ
તાઃ૫/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખોને ના અણસાર મળે,કે ના કોઇથી પણ સમજાય
એવી આ દેખાવની વૃત્તિ,તમને ક્યાંથી ક્યાં લઇ જાય
…….આંખોને ના અણસાર.
લીપ્સ્ટીક,લાલી ને પાવડર, તમને લાગે દેખાવે સુંદર
લટક મટક તો આવી જાય,જ્યાં આવે અમેરીકા અંદર
નાની કે ના મોટી ઉંમર,સૌની દેખાય જુવાની પગભર
…….આંખોને ના અણસાર.
આંખમાંથી જ્યાં લેન્સ પડે,ત્યાં જુવાની જણાઇ ગઇ
વરસાદની એક બુંદ પડે, ને વાળ સફેદ દેખાઇ જાય
મટે મૅટ,મનુ કે મનુભાઇ, ત્યાં તો મનુકાકા થઇ જાય
…….આંખોને ના અણસાર.
કુદરતનો એક અણસાર મળે,કે ના જુવાની એળે જાય
સમયનેપારખી સમજી લેતાં,શાંન્તિ મનને આવીઅહીં
છાનુછપનું સૌ રહીજ ગયું,ને આખરે ઉંમર દેખાઇ ગઇ
…….આંખોને ના અણસાર.
##############################################
March 30th 2009
બટાકાની કાતરી
તાઃ૨૯/૩/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બટાકાની ભઇ કાતરી ઉત્ત્મ છે કહેવાય
ઉપવાસના પવિત્રદીને જ તે છે ખવાય
………બટાકાની ભઇ કાતરી.
માગણી ઉપવાસના દીને,જીવનમાં શાંન્તિ થાય
આધી વ્યાધી નાઆવે ઉપાધી,દુરજ ભાગી જાય
ભોજનને મુકી છાપરે,પ્રભુથી મનથી માગે મહેર
પામર જીવન પાવન થાય,ને ભાગે મનનાવ્હેમ
………બટાકાની ભઇ કાતરી.
દેહના છોડવા દર્દને,ભઇ સાચીસમજ જ્યાં થાય
ઉપવાસ અઠવાડિયે એક થતાં પેટને રાહતથાય
કાતરીખાતા પેટને કંઇકમળીજાય નાભારેકહેવાય
સેહદ સાચવી જીવન જીવતાં,શરીર સુડોળ થાય
………બટાકાની ભઇ કાતરી.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
March 29th 2009
ઉંમરની અદેખાઇ
તાઃ૨૯/૩/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ડગલુ માંડુ એક ત્યાં, મળે ના માતાનુ હેત
માંડવા એક ડગલુ મારે,લેવી લાકડીની ટેક
……..ડગલુ માંડુ એક ત્યાં.
કુદરત કેરી કમાલમાં, જ્યાં ઉંમર હોય એક
મળે હેત ને મળે પ્રેમ, ડગલું માંડતા અનેક
બાળપણનીબહુ બલીહારી,નામાગેમળી જાય
નાનીનાની પગલી નિરખી,ઘરનાસૌહરખાય
……..ડગલુ માંડુ એક ત્યાં.
એક,વીસ,પચાસવટાવતા,આવે લાકડીહાથે
દેખેત્યાંથી દુરજવાને તરસે,શબ્દો મળેઅનેક
માગણી મારે કમને કરવી, ના મળે કોઇ હેત
સૃષ્ટિ કેવીપ્રભુની,એકનેએંશીનીઉંમરમાંછેભેદ
……..ડગલુ માંડુ એક ત્યાં.
બચપણ હુ મલકાતો,જ્યાંમળે મોટાનાઆશિશ
સાચા દીલથી મળી જાય,ત્યાં કૃપા મળેઅનેક
ઉંમરને ઓવારે આવતાં,પગે લાગી માગે હેત
હાથ મુકી માથે સૌના,વિનંતી કરતોરામને છેક
……..ડગલુ માંડુ એક ત્યાં.
ઉંમર જ્યાંવળગે શરીરને,આધાર રાખવાઅનેક
બાળપણમાં વળગી રહે, ને એંશીએ ભાગે છેક
અદેખાઇ મનેમનથી આવે,કેમ ઉંમરમાં આભેદ
રામનામની લગની હવે,છુટીજાય આ જન્મેદેહ
……..ડગલુ માંડુ એક ત્યાં.
++++++++++++++++++++++++++++++++++++++++
March 23rd 2009
तेरी धमाल
ताः२२/३/२००९ प्रदीप ब्रह्मभट्ट
कैसी तुने की धमाल जीससे हो गइ ये कमाल
तुमको मीलगया सबका प्यार,वो होगये तेरेयार
……..कैसी तुने की धमाल
अब तक तेरे यार नहीं थे, वो दुश्मन थे हरबार
आते जाते हर राहो पे, वो चलते थे सब चाल
तेरे मुश्कील हो जाते थे,वो प्यार भरे सब काम
मंझील तुझको नहीं मीलती, ना होते पुरे काम
……..कैसी तुने की धमाल
आजकादिन है बडानिराला, पहेंचान गये सबलोग
आखिर पायी मंझीलतुने,श्रध्धा प्रेम लगनकाजोग
चार मिले चंडाल तो, जीवन बन जाये बीन मोह
मीलजाये जब सथवार प्रभुका, तोडदे सबके द्रोह
……..कैसी तुने की धमाल
॰#ऽ%॰#ऽ%॰ऽ#ऽ%॰#%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ#ऽ॰#ऽ