December 6th 2008
અપેક્ષા પ્રેમની
તાઃ૧૮/૮/૧૯૮૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે મને પ્રેમ જો તારો, લાગે મને જીવન વ્હાલુ
માગ્યું મને એટલુ મળે તો,જીવનમાં જીવી હુજાણું
……મળે મને પ્રેમ જો તારો.
જશો કદીના તમે રુઠીને, મને તો તમારો બનાવો
કદીના મનમાં લાગશે,મને છોડી બીજુ અપનાવો
……મળે મને પ્રેમ જો તારો.
તમારા પ્રેમની જ્વાળાને, હુ તરસી આજ રહ્યો છુ
જીવનમાં માગુ સાથ તમારો,લો પકડી હાથ મારો
……મળે મને પ્રેમ જો તારો.
અવની પરના આ સંબંધને,દીલમા આજ વસાવો
ના ના કરતા ભુલી જગને, મારા હૈયે સાથ લાવો
……મળે મને પ્રેમ જો તારો.
==========================================
November 29th 2008
અવનીએ અપેક્ષા
તાઃ૨૮/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારે રોટલી જોઇએ, મારે પાણી જોઇએ
મારે નોકરી જોઇએ, મારે છોકરી જોઇએ
મારે કામ જોઇએ, મારેનામપણ જોઇએ
મારે માન જોઇએ, મારે મોટાઇ જોઇએ
મારે ગાડી જોઇએ, મારે આવક જોઇએ
મારે ઘરજ જોઇએ, મારે ઘરવાળી જોઇએ
મારે બોયફ્રેન્ડજોઇએ,મારે ગર્લફ્રેન્ડ જોઇએ
મારે લાલી જોઇએ, મારે લીપ્સ્ટીક જોઇએ
મારે તો દેખાવ જોઇએ, મારે લફરું જોઇએ
મારેઆઝાદીજોઇએ,મારે નાબંધન જોઇએ
મારે નાપૅન્ટજોઇએ, મારે હાફપૅન્ટ જોઇએ
મારે લવારી જોઇએ,મારેનાગુલામીજોઇએ
પણ મારે તો….કહુ છુ…મારે તો
ભઇ મારે તો ભક્તિ જોઇએ
ને મારે પરમાત્માની જોઇએ કૃપા.
ના મારે હાય જોઇએ,કે ના જોઇએ બાય
ના મારે જોઇએ લફરુ,કે નાદેખાવી પ્રીત
ના મારે છે જગે કોઇ જીદ,મારે તો જલાસાંઇથી પ્રીત.
=============================
November 27th 2008
મહેનત,જુવાનીનો જોશ
તાઃ૨૬/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુવાનીમાં જોશ જગાવી, જીંદગીની કરજે તું કમાણી
મહેનત સાચા મનથી કરજે,મળશે જીવનમાં ઉજાણી
…… જુવાનીમાં જોશ જગાવી
નજર રાખજે આવતી કાલને, લગની મનથી લાગશે
મક્કમ મનનેમહેનત સાચી,જોશેઆવતીકાલ મઝાની
ઉજળી જીવનપગથી જોતાં,મનમાંશાંન્તિ પણઉભરાશે
રહેશે નહીં કોઇ આશા જગે, જ્યાં હૈયે આનંદ મહેંકાશે
…… જુવાનીમાં જોશ જગાવી
ઝળહળ જીવન ઝલકશે,ને સૌનો મળશે પ્રેમજીવનમાં
અંતરનીઆશાઓ મહેંકશે,જ્યાં જુવાનીની જ્યોતજલે
સુખીસંસારની જ્યોતરહેશે,ને દુઃખનો નાકોઇ અણસાર
માનવતાની મહેંક મળતા,જીવન ઉજાશે સદામહેંકાય
…… જુવાનીમાં જોશ જગાવી
______________________________________________________
November 21st 2008
પ્રેમના આંસુ
તાઃ૨૦/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લકીર દીઠી એક પ્રેમની ને ઉજ્વળ સ્નેહ દેખાય
મમતાની મીઠી લાગણી હૈયે આજ મારે ઉભરાય
….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
અજબ એવા સંસારમાં,ગજબ મળે જગતમાં પ્રીત
ઉભરો અંતરમાં ત્યાંઆવે,જ્યાં સાચી પ્રેમની રીત
મળી ગઇ મહેંક માનવતાની, ના બીજી કોઇ શોધ
પ્રેમની પાવક સૃષ્ટિ મળી, જ્યાં નથી બીજો લોભ
….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
પલકએક પૃથ્વી તણીને બીજી પળે મળે નિરાકાર
અજબ લીલા આકુદરતની,જેને નથી જગે આકાર
બંધન પ્રેમના મળી જાય,ત્યાં પ્રેમનાઆંસુ દેખાય
મનનીમાયા સાકાર બને ને ભાવના પુરીથઇ જાય
….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
લાગણી હૈયે ને હેત રહે, ના મનમાં રહે કોઇ દ્વેષ
મારુ તારુ તો દુર જ રહે, જેમાં ના મારે કોઇ મેખ
અવની પરના આગમનને,લાગે માનવતા અનેક
મળતીમાયા ને હેતપ્રેમ જ્યાં આવે આંસુલઇ સ્નેહ
….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
========================================
November 18th 2008
Shame,Shame
Dt:18/6/1985 pradip brahmbhatt
Shame,shame is not a game
look through the little eye
when I pass the way
Be a little, nice like a heart
I will keep you as my lovely wife
…..Shame, shame is.
Love is bright without light
keep it, look it ,see it right
wait before keep open heart
I will enter in your lovely life
…..Shame, shame is.
we will be keeping high
our love from the world eye
lots of love with every kiss
will always try not to mis you
….Shame, shame is.
single sight with thinking right
never you lose it never wait
I will keep my heart bright
to look the way my highly love
…..Shame, shame is.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 10th 2008
ચાં હાલ્યા
તાઃ૭/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ મગનભાઇ,ઓ કાનજીભાઇ.ઓ છોટાલાલના ભાઇ
આ મુકી માયા તમે ચાં હાલ્યા, આ લફરાં લટકે અહીં
….ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ
મને ના હુઝે ના મન મારુ ડુબે,આ લટકી લાંબી કતાર
નાહુ ભુલ્યો કેનાકાંઇ હું બોલ્યો,ચાં હાલ્યા છોડીઘરબાર
….ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ
મારું લટકેમન નાઅટકેતન,મજદુરી કરે મનદઇઅપાર
જગ છોડી ઝંઝટ ના દઉ હું પળ,જે વળગે જગેપળવાર
…..ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ.
તમે છટકી નાસી ગયા ને મારી મુઝવણ વધી દસબાર
મનેસાથેરાખો ને મારાદુઃખડાંકાપો જે મને મળ્યાઅજાણ
…..મને મુકીને તમે ચાં હાલ્યા.
મારી કાયાકાચી પણલાગી માયા આ જગમાં વારંવાર
એકને છોડું ને બીજી વળગે,જેની મને કદી નાપહેચાન
…..મને મુકીને તમે ચાં હાલ્યા.
ફ્ફ્જ્જ્જ્ક્ફ્જ્સ્જ્ક્જ્ક્જ્જ્જ્ક્જ્ફ્જ્ક્જ્ક્જ્ક્જ્ક્જ્ક્જ્જ્જ્સ્જ્ક્જ્જ્ક્ક્ક્સ્જ્લ્જ્જ્સ્લ્જ્સ્સ્લ્જ્સ્જ્સ્
November 9th 2008
ખટારાની આત્મકથા
તાઃ૮/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ટીપા ટીપ કરતાં કરતાં ભઇ હાથ પગને બનાવ્યા
સ્ક્રુ હથોડી હાથમાં લઇને, શરીરના ભાગ લગાડ્યા
વેલ્ડીંગ કરી ભાગ જોડ્યા,ને કમરને પાટો બાંધ્યો
હેડ ઉચું કરી બનાવ્યુ મોટું,ને ટેંક લગાવી છે નીચે
ટાયર શોધી લગાવીદીધા,સ્ટીયરીંગ લાંબુ લાવ્યા
બ્રેક પૅડ ને પકડી રાખી, સ્ક્રુ લગાવ્યા ચારે બાજુ
હાથ કમરને હેડ બનાવી,માનવીએ મહેનતકીધી
મળ્યો દેહ જાણે ધરતી પર, રંગે સજધજ કીધી
ખુશહાલીના ખેલ જોતાંતો ભઇ કમરે ભાર લદાણો
મણ બેમણ નામુકતા આ તો ટન બેટન મુકી દેતા
ઉંમરની ચબરખી મારેલી જોઇ,લઇ ગયા લેનારા
મનથી મહેનત કરતાં કરતાં,વિત્યાં વીસેક વર્ષ
ફાટ્યા ટાયરને પંચરથયા,નેહવે બ્રેક બગડી ગઇ
ઉતાવળની નાટેવ રહી,હવે ગતી ધીમી થઇઅહીં
લાગ મળતા લાત મારી,મારામાલીક હતા જેભઇ
ખખડતાં ને હવે ના ચલાતાં,ભંગારે વેચાયો અહીં
માનવતાની મહેંક સાંભળેલી,જે અનુભવાઇ ગઇ
મનથી મહેનત કરતાં તો પણ,મૃત્યુ બગડ્યુંઅહીં
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
November 7th 2008
વિદેશી દુનીયા
તાઃ૬/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ લટક મટકતી દુનીયામાં, ભઇ હું ઠુમકા મારતો ચાલુ
આગળ પાછળનો વિચાર ના કરુ તો ગયો કામથી માનુ
…..આ લટક મટકતી દુનીયામાં
પહેર્યુ પૅન્ટ કે હાફ પૅન્ટ ને મનમાં સમજુ હું થયો વિદેશી
કોલરશર્ટના ઉચા રહ્યાત્યાં માન્યુ કે અહીં જીંદગી ઉચીથઇ
લફરુ એક લટકે ત્યાં ભઇ જાણે ચાંદ પર જોડી પહોંચીગઇ
…..આ લટક મટકતી દુનીયામાં
શંભુમેળો ભેગો થયો જ્યાં મોટી મોટી વાતો ચાલતી થઇ
મેંઆ કર્યુ નેતે કર્યું તેમ મોંમાંથી આજે વાચા છુટતી ભઇ
સમજમાં જ્યાં ન આવે ત્યાંઅમે તો વાત બદલતા અહીં
…..આ લટક મટકતી દુનીયામાં
દુનીયાની આ સમજમાંથી ભઇ, છુટવા હું મથતો અહીં
સંસ્કાર સિંચનને વળગીરહેતા, મનમાં વાત ઉતરતી થઇ
લાતલફરાને મારીત્યાં વિદેશનીહવા મગજથીનીકળી ગઇ
…..આ લટક મટકતી દુનીયામાં
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ
November 2nd 2008
જનેતાની જય હો
તાઃ૧/૧૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવન મહેંકી ઉઠે,ને સદા હૈયે રહે હેત
પ્રેમની પાવક જ્વાળાથી, જીવનમાં રહે મહેંક
અવની પરના આગમનને,ઉજ્વળ કરવા છેક
જન્મદાતાની અસીમ કૃપાએ, વહે પ્રેમ અનેક
સન્માન મળ્યા છે જગમાં,ને પામે સૌનો પ્રેમ
માતાપિતાનિ કરુણા એવી,બાળક બને છે નેક
લાગણી હૈયે સંતાનને,જેને મળે માતાનો પ્રેમ
વહે સરીતા પ્રેમની, ને હૈયે ઉભરે અનંત સ્નેહ
એવી જનેતાના સંતાન,કરે જનેતાનો જયજયકાર
કરુણા હૈયે વસી રહે, ને લાગણી થાય અપાર
સૌની સાથે સ્નેહ રહે,ને મનમાં સદાઉભરે હેત
મારું મારું વળગે ના,જ્યાં સંસ્કારે વહે છે સ્નેહ
આતમદીપની જ્યોતજલે, ને દુઃખડાં ભાગે દુર
શુરવીરતાની સાંકળ તુટે, જ્યાં આર્શીવાદે હેત
એવી જનેતાના સંતાન,કરે જનેતાનો જયજયકાર
—————————————————–
October 31st 2008
કેલ્શીયમ મળ્યું
તાઃ૩૧/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેલ્શીયમ કેલ્શીયમ કરતો તો ત્યાં કેળુ સામે દીઠુ
ખાવા માડ્યુ પ્રેમથી જ્યારે,કૅલેરી મળી ગઇ ત્યારે
……..ભઇ કેળુ કેલ્શીયમ આપે
સ્ફગેટીની જરુર ના મારે,સલાડ મળ્યુ અહીં જ્યારે
પીકલ થોડું કાપી લીધુ, ને પૅપર હૉટ થવા કાજે
ઑલીવ જોઇને ટાઢક લીધી,ના જાંબુ શોધુ આજે
કૅબેજ લીધુ મેં શૉશ સાથે, ને લેટસ કાપી લીધુ
મીલ્ક મલ્યું ત્યાં નજર સુધરી, ને કૉફી કૅફ માટે
સુગરની લીધી પડીકી હાથે ને ચાની પકડી પત્તી
……..ભઇ સલાડ સારી સેહદ આપે
કુકી કેરી માગણી કરતાં, ભઇ બીસ્કીટ સામે દીઠા
ચીપ્સને જોતા હાશ દીઠી ત્યાં ગેસની ગરબડથઇ
બર્ગરજોયા ટોસ્ટરમાં,ત્યાંઅમુલબટરનીયાદઆવી
એપલ ખાતા આયર્ન મળશે ને ચેસ્ટ્નીકળશેબહાર
મળી ગયુ જ્યાં કૅલ્શીયમ પણ વિટામીનના મળતું
લીધી હાથમાં ટૅબલૅટ, ત્યાં સેહદ ઉભરી છે આજે
…….ભઇ વાઇટામીન શક્તિ આપે
//////////////////////////////////////////////////////////////////////////////////////////