September 24th 2008

રજકણ

 …………………….. રજકણ

તાઃ૪/૨/૧૯૭૭ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવેભવમાં ભટકી આવી,યુગેયુગના જોગીને જોતી
તરસે આ રજકણ સૃષ્ટીના સર્જક નિરાકાર પ્રભુને
 ………………………………………. ……..ભવેભવમાં ભટકી
વૃદાવનમાં કાનાને જોઇ, રાસ રમંતી રાધાને જોઇ
ગોપીઓના સંગમાં, ગીતોમાં ગરકેલી ટોળીનેદીઠી
રાસની રમઝટ કરતીઅનેરી, સાચીભક્તિ પણજોઇ
    ……………………………………………..ભવેભવમાં ભટકી
કળીયુગની કામણલીલાને જોતી આવી આયુગે
હૈયુના હેત દે મનડુ નામેળ કરે દુખડા દીઠાદ્વારે
આંખોમાં તેજ ના,દીસે ત્યાંપડરમાયાના અપાર
    …………………………………………..ભવેભવમાં ભટકી
સ્પર્શેના જીવને મનને નામોહ આ કામણકાયાનો
દુનીયા દેખાવની ભક્તિ ના ભાવની હૈયે દેખાતી
મળતી ના મનની પ્રીત નિરાળી ખાલી દેખાવની
    …………………………………………..ભવેભવમાં ભટકી
__________________________________________

September 23rd 2008

ना कोइ मेरा

                       ना कोइ मेरा 

ताः२०-११-१९७५               प्रदीप ब्रह्मभट्ट 

ना कोइ है यहॉ पर, ना कोइ होगा वहॉ
जीवनकी हरराह पर,होगे अकेले ही हम
…………………ना कोइ है यहॉ……

है निराले जीवनकी राह पे चलने वाला
नादेखा कोइ किनारा आगे हीआगे भासे
मेरा नाकोइ है ये जमीपे, नाकोइ सहारा
………………….ना कोइ है यहॉ…….

देदो हमेभी प्यारसे जीवनकी दो निशानी
हरदम हसतेगाते रहेंगे अपनेगीत निराले
थे अकेले नथा कोइहमारा नहीदेखी यारी 
………………….ना कोइ है यहॉ……..

++++++++++++++++++++++++++++++++++++++=

September 22nd 2008

ઓ માઝી

 ………….. ……………   ઓ માઝી

તાઃ૩૦/૮/૧૯૭૫ ……………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાવ નિરાંતે ચલાવ ઓ માઝી…(૨)
નદીની ધારા,વાદળ દીસે
ઉંડી છતાં એ ઓછી ભાસે
હોડીને તો ધીમી હંકાર……ઓ માઝી નાવ

બેઠા અમે તો જીવને લઇને
મધ્યે આવ્યા મુક્તિ પામવા
સંસારની આ, માયા છે અપાર..(૨) ઓ માઝી

જેવા તેવા જગને વરેલા
પ્રેમીને પણ એક કરીને
જીવનની માયા તુ છોડાવ …(૨) ઓ માઝી

યુગની માયા જીવ સાટે
નાછુટી એ જગની સાથે
વીણે તારા કર્મ ગુથાયેલા તુ મુકાવ….ઓ માઝી

++++++++++++++++++++++++++++++++++++++

September 15th 2008

પીંધા જાણી જાણી

 ………………….   પીંધા જાણી જાણી

તાઃ૧/૬/૧૯૭૫ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં સુધી મારુ મનડું ના માને
             મેં તો પીધા છે જાણી જાણી…..જ્યાં સુધી

કરમ લખેલા કોણે જાણ્યા….(૨)
  કીધા છે એણે મુજથી ય અળગા
કહ્યુ ના કેમ માને ,આ મારુ મનડું રે………..જ્યાં સુધી

તમને દીધેલા વચનો જ પાળ્યા
  કરશો તમે તોય દીલ પર પડદો
ગમેતેમ ના કહેશો આ મોહ્યું મનડું રે………..જ્યાં સુધી

દીવસ અને રાતન વૅણ જુદા છે
  ક્યાંથી એ મળશે મન કહે મારું
જોયુ જેમ જાણ્યું છે કરમ માણીશુ રે………….જ્યાં સુધી

  1. _________________________________________
September 15th 2008

કામિની

……………………….      કામિની

તાઃ૨૫/૮/૧૯૭૪ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગની શોભા કોને વારી જાય
             આંખોને આનંદ આપતી આ સૃષ્ટિ
ફુલો ધરેલી આ લતા ક્યાંથી?
આરાધના બની છે આ કામિનીની……..જગની શોભા

કેસુડાના ફુલોને હું નીરખી રહુ
                 ભમરાના ગુંજનને હું ગણગણું
ગુલાબની આ પાંખડીઓ પીખી રહું
પુષ્પની ગુણલતા છે કલા કામિનીની…….જગની શોભા

માનવીના દેહને જગમાં લાવી દે છે
               કામદેવની રચાયેલી આ કામિની
કોના લખ્યા ક્યાં લેખ કેમ કહું
લીલા અપરંપાર છે આ કામિનીની……..જગની શોભા

============================================

September 12th 2008

ભાવના

……………………  ભાવના

તાઃ૧૨/૯/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી જીવને વળગીચાલે ના તેમાં કોઇ મેખ
સાચી ભાવના પ્રેમમાં મળતી  ના છે તેમાં દ્વેષ

સાચુ સગપણ માબાપનું જ્યાં સંતાનસ્નેહ મળે
માતાપિતાની મળે કૃપા ત્યાં નાજીવને કોઇભુખ

અંતરમાંજ્યાંઉભરાય હેત ત્યાંમહેંકમનડાને મળે
અનંતનાઓવારે આવતા ઉજ્વળ જીવનછે દીસે

ભાઇબહેનના પ્રેમમાં અંતરના ઉભરાય સદા હેત
વ્હાલુ જગનુ આ બંધન જ્યાં સદા વહે છે પ્રેમ

ના સ્વાર્થનો અણસાર કે ના કદી દીસે કોઇ મોહ
ભાવના સાચી સ્નેહની જ્યાં ના બીજો કોઇ સાર

જીવની જ્યોત સદા મહેંકતી ને વહે હૈયાથી હેત
મહેંક પ્રસરે જગમાં જ્યાં માબાપનો મળે પ્રેમ

મહેંક પ્રસરતીજીવે જ્યાંદીપે ભાઇબહેનનો સ્નેહ
મળશે માનવતા ને પ્રેમ જ્યાં ભાવનાછે સાચી

———————————————

September 6th 2008

નૈનોના મેળ

………………………  નૈનોના મેળ

તાઃ૧૩/૭/૧૯૭૫…………………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

નૈનો મળ્યા છે,કાજળ કીધેલા
……………..કેમે હું વિસરુ શીતળ મળેલા
 …………………………….જંખે છે મનડુ, દુરથી નજીકમાં
………..નૈનો મળ્યા છે.

તમને મેં જ્યારે,મનથી જ માન્યા
……………..ક્યાંથી હવે એ અળગા બનો છો
………………………………દીઠ્યાતા મેં તો,સરવર કિનારે
…………નૈનો મળ્યા છે.

ભરશો એ ક્યારે,દીલડાના ઘાવો
……………..તમથી જ એ તો, પુરણ બને છે.
…………………………….મીથ્યા ના માનો, પ્રેમે સ્વીકારો
……….નૈનો મળ્યા છે.

ઝંઝટ જીવનની મળતી હમેશા 
……………..કાજળ ને નૈનો સ્નેહે મળેલા
………………………….પ્રેમે મળેલા પ્રેમે દીપેલા છો હમેશાં 
……….નૈનો મળ્યા છે.

=======================================

September 5th 2008

Who am I ?

                                  Who am I ?

તાઃ૪/૯/૨૦૦૮                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

I am a man, I have some friends,
                             My friends has future nice.
Because they are wise & nice
                         They remains front in their life.
They did best in their life
                         They help people so many time
I am not wise but I am right
                            Because I always thinks twice 
I have a  human mind
                            which  help me work in my life
I am the son of  bright father
                              And has a mother lovely nice
In this happy life I am Gujarati
                      I always love my Nation & Nature
Because I have thinking mind
                            Never take any step as a blind

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

                            

September 5th 2008

મર્કટ મન

                         મર્કટ મન

તાઃ૪/૯/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમે મનાવું ,મનને સમજાવું,મનને હું વ્હાલ કરું
મનની ચિંતા,મનની વ્યાધી, શાંન્તિથી હું પતાવું
                                    ……….ભઇ મન મારું મર્કટ જેવું
પાપાપગલી કરતો ત્યારે માન ખાવાને લલચાતું
હાથમાં કશું ના આવે ત્યાં હું ઉંઆ ઉંઆ કરી જાઉ 
                              ……….ભઇ મન મારું મર્કટ જેવું
ડગલી માંડતા શીખ્યો ને મનને સમજ પણઆવી
આ મારું ને આ તારુંમાં બીજાની સલાહ ના માગું
                              ……….ભઇ મન મારું મર્કટ જેવું
અગમનિગમની અકળામણ મનમાં ત્યારથી થઇ
જ્યારથી માનવજીંદગીની આ ગતી સમજાઇ ગઇ
                               ……….ભઇ મન મારું મર્કટ જેવું
મનને જ્યારે ખ્યાલઆવ્યો મારે જીંદગીજીવવી ભૈ
જલાસાંઇને પ્રાર્થના કરતાં મહેનતને મનાવી અહીં
                            ……….ભઇ મન મારું મર્કટ જેવું
મહેનત કરતાં મનથી જ્યારે શાંન્તિ થોડી મળતી
મર્કટમન જ્યાં ના માને ત્યાં તકલીફ ભૈ ભટકાતી
                              ……….ભઇ મન મારું મર્કટ જેવું
+++++++++++++++++++++++++++++++++++++++++++

September 5th 2008

જન્મોજન્મ કુંવારો

                          જન્મોજન્મ કુંવારો

તાઃ૩/૯/૨૦૦૮ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

ફટાફટ પેન્ટ બદલુ ને શર્ટના કૉલર રાખુ ઉચા
ચાલતો જ્યારે શહેરમાં, રાખતો ગરદન ઉંચી
…………………………    ………એવો હું જન્મેજન્મ કુવારો

લડકી સામે કદીના જોતો,લાકડીની જેમ બદલતો
લટકમટક જ્યાં દેખાઇજતી, ત્યાંબીજી બદલીલેતો
…………………………..  ……..ભઇ એવો હું તુમાખીવાળો

લાગણી જેવુ કંઇ નામારે,મળ્યુ નથીઆ અવનીપર
શાને કહેવો સાચો પ્રેમ,એ બાબતમાં ભઇ હું કાચો
 …                         ………તેથી ભઇ હું આજેય કુવારો 

ના સ્કટ કે નાજોતો હું સાડી,આંખ વાગી ત્યાં મારી
આવે સામે ચાલી સાથે, તોય હાય તેને ના કહેતો
…                          ……..તોય હું પ્રેમે વિંટળાઇ રહેતો

મન મળવાની ના ચિંતા મારે,લફરા મને જ મળતા
ના વેંચવાની ટેવ મને,તોય ઘણીવાર લબડી પડતો
…………………….  ………ભઇ હું લબડતા રહ્યો કુંવારો

 ########################################

« Previous PageNext Page »