August 30th 2008
મનમાં મુંઝવણ
છે રસ્તો?
તાઃ૨૯/૮/૨૦૦૮…………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
# અમેરીકામાં વિજળી જતી રહે તો….શું થાય?
# અમેરીકાને પેટ્રોલ ન મળે તો….શું થાય?
# અમેરીકામાં કોમ્પ્યુટર ના હોય તો શું થાય?
# અમેરીકામાં લાલી લીપ્સ્ટીક નો સૌથી વધુ ઉપયોગ થાય છે તો તેનુ કારણ
અહીંયાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તે, કે પછી પુરુષો ફાંફા ના મારે તે?
# ઇરાન,ઇરાકમાં મુસ્લીમ કુટુંબો રહે છે કોઇ અમેરીકન રહેતા નથી તો
ત્યાં અમેરીકન લશ્કર શું કરે છે?
# શ્રી કૃષ્ણ મંદીરમાં કૃષ્ણની મુર્તિ સાથે રાધાની મુર્તિ જ હોય છે તો તેમની
પત્નિ રુક્ષ્મણી ક્યાં?
# સ્વામિનારાયણ મંદીરમાં સ્વામિનારાયણની કોઇ મુર્તિ જ નથી તો તે સ્વામિનારાયણ
મંદીર કેમ્?
# વીરપુરમાં સંત શ્રી જલારામના મંદીરમાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારાતુ નથી
તમે મુકેલ કોઇપણ રકમ તરત પાછી લેવા જણાવે છે જ્યારે બીજા ધાર્મિક સ્થળો
પર મુર્તિના પહેલા દાનપેટી મુકે છે અને પ્રસંગોપાત તમને આમંત્રણ મોકલી
દાનનો મહિમા સમજાવે છે કેમ?
# ભગવું ધારણ કરેલ વ્યક્તિ સ્ત્રીથી દુર કેમ ભાગે છે? તેમને જન્મ આપનાર કોણ?
# સ્વામિનારાયણ મંદીરના સાધુ પડદો બંધ કરી મુર્તિઓને કપડા પહેરાવે છે
ત્યાં રાધાના કપડાં પણ તેઓ બદલે છે તો તે સ્ત્રી નથી?
# જન્મ અને મૃત્યુ પરમાત્માના જ હાથમાં છે મનુષ્યનુ અસ્તિત્વ તેમનાથી
જ છે તો પત્થરની મુર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરી શકે? તેમની કઇ
લાયકાત? જેને પોતાના મૃત્યુની જ ખબર નથી કે તે ક્યારે છે?
# જગત અને જીવ એ પરમાત્માની કૃપા છે પૃથ્વી પર જન્મેલ મનુષ્ય ચાંદ
પર શું શોધવા જાય છે? તેની શી જરુર છે? લોકોના પૈસાનું પાણી કે પત્થર
લઇ આવવાનો ખર્ચ?
# સૃષ્ટિના સર્જનહાર જીવની જરુરીયાતને સમજી તેને અસ્તિત્વ આપે છે
જેને પોતાના જન્મ કે મૃત્યુ નો અણસાર પણ નથી તે જીવ શુ કરી શકે?
# દુનીયામાં ખુબ મજબુત સમજતા અમેરીકાને એક વાવાઝોડાની ઝપટની
કેમ બીક લાગે છે? લોકો ઘરો ખાલી મુકી દેહ બચાવવા જતા રહેતા, ગાડીમાં
પેટ્રોલ ફુલ ભરી બીકથી ટીવી સામે તાકી રહી કેમ બીએ છે?
?????????????????????????????????????????????????
August 29th 2008
ખાવાની મઝા
તાઃ૨૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સબવે ની ના સેંડવીચ જોતો,
કે ના જોતો બરગરના બ્રેડ
મૅકડૉનલની ફ્રાઇઝ ના ખાતો.
કે ના સી સી ના પીઝા
……અરે ભઇ હું તો ખાતો મોટા રોટલા
કૉક,પૅપ્સી કે સ્પ્રાઇટ ના જોતો,
કદી ના મીનરલ વૉટર
પેટની પીડા જાતે વ્હોરતા ત્યારે,
ડૉક્ટર શોધવા પડતા અહીં
……માટે પ્રેમથી રોટલા હું ખાતો અહીં
ચીઝના લેતો,પનીર ના ખાતો,
શરીરે ચરબી ચઢી જતી ભઇ
ખાતો લેટસ સાથે ગાજર લેતો,
એપલ કરતાં કેળા ઉત્તમ લાગે
…..તેથી રોટલા સાથે કેળા ખાતો અહીં
કૅચપ કે ના શૉસ શોધતો,
કુકી સીરીયલ ના હેલ્થ માટે
ના જોઇએ ૨% મીલ્ક મારે,
સૉલ્ટ પૅપર કે ના ગાર્લીક બ્રેડ
……ક્યારેક રોટલા સાથે લેતો હોલ મીલ્ક
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ
August 22nd 2008
બારાખડી કે એબીસીડી
તાઃ૨૨/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારાખડીનો કક્કો ને ભજનની એબીસીડી
ક્યાંથી મેળ પડે જ્યાં પડી ગઇ ભઇસીડી
જીવનના પહેલા સોપાને સમઝણ પડીગઇ
ગુજરાતનો હુ ગુજ્જુ ને ગુજરાતી માતૃભાષા
કખગઘ મળ્યુ ગળથુથીમાં નામારુ ભઇફાંફા
પફબભમાં ખચકાતો ત્યાં પપ્પા તેડી લેતા
સશષહઃ પહોચી ગયો પછી સ્કુલ છુટી ગઇ
બીજા સોપાને ચઢી હાઇસ્કુલમા ચાલ્યો ભઇ
મહેનત મનથી કરીલેતાં બીક પણજતી રહી
ભુતકાળમાં નાભરમાતો આગળ હંમેશા જોતો
કૉલેજ કૉલેજ બોલતો ત્યાંતો કૉલેજપતીગઇ
મળ્યુ ભણતર જીવનમાં ત્યાં સાચી મતી થઇ
લાગી માયા સંસારની ત્યાં મહેનત કરુ ભઇ
જીદગીના સોપાનો ચઢતા ભક્તિ ભુલાઇ ગઇ
સંસારનો સહવાસ થતાં કામની ઝંઝટ શરુથઇ
સવારસાંજની ખબરપડે ના એવી જીદગીઅહીં
એબીસીડી અહી મળતા ભજનની ભુલાઇ ગઇ
——$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$——-
August 22nd 2008
સોનેરી કીરણ
તાઃ૨૨/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજના સોનેરી કીરણ,પ્રભાતને સોહાવે
કલરવ કરતાં પંખીઓ પણ મધુર સ્વર રેલાવે
….સુરજના સોનેરી કીરણ
વાદળ કાળા વિદાય લેતા, જ્યાં પ્રભાતનો પોકાર થતો
નિર્મળ જગતના આસાગરમાં,માનવ મસ્તબનીને ન્હાતો
…..સુરજના સોનેરી કીરણ
કોયલની કુઉ કુઉ સંભળાતી ને ચકલી ચીં ચીં કરતી
દાણો એક અનાજનો મળે ત્યાં જીવનનો લ્હાવો લેતી
…..સુરજના સોનેરી કીરણ
સંતાન જગતના જાગી કુદરતની અજબકૃપાને જોતા
પ્રભાતનો જ્યાંસહવાસ મળે ત્યાં નિંદરને ત્યજી દેતાં
…..સુરજના સોનેરી કીરણ
ખળખળ વહેતા પાણી નદીના. મધુર મિલનમા રહેતા
પનીહારીના બેડલામાં સમાઇ, જગતને તૃપ્ત કરતા
…..સુરજના સોનેરી કીરણ
_________________________________________
August 17th 2008
નામની રામાયણ
તાઃ૧૭/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
મારું નામ છે શાન્તિભાઇ,પણ મારે જીવનમાં શાન્તિ નહીં
ફાંફા મારુ અહીં તહીં, પણ ઘરમાં કંઇ આવક થતી નહીં
…………..આ વાત ના કહેવા જેવી થઇ જેની મુઝવણ રહેતી ભઇ
આ સામે આવ્યા ચતુરભાઇ જેમની વાત મેં સાંભળીઅહીં
નામ ચતુરભાઇ પણ કોઇ જગ્યાએ ચતુરાઇ વપરાયનહીં
જ્યાં ત્યાં વીલામોઢે મોં ખુલ્લુ રાખે ના જવાબ આપે કંઇ
..આ વાત ના કહેવા જેવી ભઇ
આ મળ્યા મને સ્વરુપભાઇ, જેમને જોઇ બીતા અનેકઅહીં
નામ સ્વરુપ પણ દેખાવને નાસંબંધ ત્યારે આવુ બને ભઇ
અરજીવાંચી સાહેબ ખુશ,પણતેમને જોઇને બીક લાગીગઇ
…આ વાત ના કહેવા જેવી ભઇ
મનોહરભાઇને જોઇને લાગે કે આ કામ મન લગાવી કરશે
મનમાં ના કોઇ મનોરથ કે ના ભણતરને કાંઇ લાગે વળગે
પૈસા આપી પાસથયા ત્યાં અહીં આવી નોકરી કેમની કરશે
…આ વાત કેમ કરીને કહેવી અહીં
મોં દબાવી નીચે જોઇ અહીં ઓફિસમાં ચાલતા દીઠા આજે
નામ હસમુખભાઇ પણ મોં દીવેલ પીને આવ્યા લાગે અહીં
ના લાગે વળગે જ્યાં નામને ત્યાં બહેનોને કામ કરતી દીઠી
…આ વાત તમારે જાણવા જેવી ભઇ
=======================================
August 13th 2008
મહેંક મળી જાય
તાઃ૧૩-૮-૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પુષ્પ મહેંકે જ્યાં કળી ખીલી જાય
માનવી વખણાય જ્યાં મહેનત મળી જાય
સ્નેહ દીસે જ્યાં અંતર ઉભરાઇ જાય
પ્રેમ દીપે જ્યાં સહવાસ મળી જાય
માબાપ હરખાય જ્યાં સંતાન મળી જાય
લાગણી ઉભરાય જ્યાં પ્રેમ મળી જાય
જીવન ઉજ્વળ થાય જ્યાં મન મલકાય
હૈયા મળી જાય જ્યાં પાવન પ્રેમ થાય
આંસુ આંખોમાં દેખાય જ્યાં હૈયા મળી જાય
આંખો આંસુથી છલકાય જ્યાં લાગણી દુભાય
પ્રદીપ પ્રેમથી હરખાય જ્યાં GSS મળી જાય
હૈયુ ખુબ મલકાય જ્યાં સર્જકો આવી જાય
જીવનમાં શાંન્તિ થાય જ્યાં સાચી ભક્તિ થાય
જન્મ સફળ થાય જ્યાં જલાબાપા મળી જાય
સંસાર,સંતાન ને સહવાસ જ્યાં સારો મળી જાય
માનવ મનને જીવનમાં ત્યાં મહેંક મળી જાય.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
(GSS -Gujarati Sahitya Sarita,Houston)
August 9th 2008
હાય,ક્યાં થાય
તાઃ૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બેટા આ હાય કનુભાઇ, હાય મનુભાઇ
હાય રોબી,હાય બોબી, હાય ડોલી કેમ બોલે
પગ જ્યારથી મુક્યો આ ધરતીપર મન મુઝવણમાં ડોલે
અહીં જ્યાં સાંભળુ ત્યાં હાય સૌ પહેલુ બોલે
બેટા દરરોજ આવું કેમ બોલે
જ્યાં મળ્યા સંસ્કાર અમોને, ત્યાં હાય હાય કોઇના બોલે
મૃત્યુ પામે સગાસ્નેહી જ્યાં,લાગણી સૌ સ્નેહીઓને થાય
બહેનો આવે દુઃખી હૈયેને આંસુ સાથે હાયહાય કરી જાય
લાગણી હૈયે રાખી મુક્તિમાટે પ્રેમથી પ્રભુને વિનંતીથાય
પણ બેટા અહીં આવુ કેમ થાય
દીઠા બાપુ ચોતરે ગામના, હાથ મેળવી ખુબ મલકાય
અંતરમાં જ્યાં આનંદ ઉભરે ત્યાં બૈડે થપ્પો દેતા જાય
પ્રેમ દેખાડવો જગને ના કોઇ, એ તો હૈયે વસતો હોય
માગતા ના એ મળતો, ખોટ જ્યાં તમારા દીલમાં હોય
બેટા અહીં હાય હાય કેમ બોલાય
++++++++++++++++++++++++++++++++++++++++++++
August 6th 2008
.Com
તાઃ૩/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
છગનભાઇ આવી ગયા અહીં, તમે ચિંતા કરતા નહીં
કખગધ શીખ્યા છો તમેતહીં, ABCD જાણી લેજોઅહીં
એકડો બગડો ભુલી ગ્યા ભઇ, વાધો કંઇ આવશે નહીં
…….ભલા તમે ચિંતા કરતા નહીં
પાટીપેનહાથમાં હતા તહીં,keyboard જોઇ લેજો અહીં
ચોપડે પાનફેરવતા તહીં,screenસામે જોઇ લેજો અહીં
આંગળીએ વેઢાગણતાતહીં,Padના બટનદબાવજો અહીં
……ભલા તમે ચિંતા કરતા નહીં
નાઆવડે તો ચિંતા નહીં, .comની આગળ લખજોઅહીં
પ્રભુ ભજવા મંદીરજતા નહીં God.Comપરમળશેઅહીં
કૉલેજનાગયાત્યાં,college.comકરતાકૉલેજ જોશોઅહીં
…..ભલા તમે ચિંતા કરતા નહીં
તકલીફના બીજાને હોયતો,અહી આવીએકલુ લાગશેનહીં
movie.com કરતાં તમે, ફીલમ જોવી માણશો અહીં
જગતમાંકોઇખોટલાગેતો,duniya.comકરજો છગનભઇ
…..ભલા તમે ચિંતા કરતા નહીં
ચોતરે ચાલતા જતા તમે તો,ગામમાં સૌ કેમ છો કહેતા
આવ્યા ઉડી તમે અહીં જ્યાં , ચકલુ ય ફરકતુ ના જોતા
ring વાગે જ્યાં ઘરમાં ફોનની, હાય સૌ પહેલુ જ કહેજો
. …..ભલા તમે ચિંતા કરતા નહીં
ધોતીયું જતાં પેન્ટ આવ્યુ ને હવે લેંગો આવ્યો છે અહીં
જુવાનીફરી આવી તેમસમજી,.com પર મારોકરશોનહીં
ભુલ કોઇ શબ્દની થઇ જશે તો આંખો બંધ કરજો અહીં
……ભલા તમે ચિંતા કરતા નહીં
અહીં આવીને ઘરમાં જ રહેજો, બહારનો ખર્ચ કરશોનહીં
લાવ્યા તે ઉપકારગણાય તેમનો,બોલવાનું બીજુકાંઇનહીં
.com થી ગંગા મળતાં, અહીયાંઘરને જેલ ગણશો નહી
…..ભલા તમે ચિંતા કરતા નહીં
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
July 29th 2008
મને ગમ્યુ નહીં
તાઃ૨૯/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તમે સાચું ના બોલ્યા મને ગમ્યુ નહીં
તમે મારે ઘેર ના આવ્યા મને ગમ્યુ નહીં
તમે ભણ્યા નહીં મને ગમ્યુ નહીં
તમે પરમાત્માને ભુલ્યા મને ગમ્યુ નહીં
તમે જમ્યા નહીં મને ગમ્યુ નહીં
તમે અમેરીકા ગયા મને ગમ્યુ નહીં
તમે સંસ્કાર ભુલ્યા મને ગમ્યુ નહીં
તમે વડીલને ત્યજ્યા મને ગમ્યુ નહીં
તમે જુઠ્ઠુ બોલ્યા મને ગમ્યુ નહીં
તમે લાગણી દુભાવી મને ગમ્યું નહીં
તમે રખડ્યા કરો મને ગમ્યુ નહીં
તમે લબડી પડ્યા મને ગમ્યુ નહીં
તમે જીંદગી વેડફી મારી મને ગમ્યુ નહીં
+++++++++++++++++++++++++++++++
July 8th 2008
. વ્યથા મનની
તાઃ૮/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન આજીવવાની, જ્યાં મનમાં ઇચ્છા થઇ
આધીવ્યાધી ફેકી ઉપાધી જ્યાં, ત્યાંમનને શાન્તી થઇ
મક્કમ મનમાં ધ્યેય કર્યો જ્યાં, જીવનમાં જ્યોત થઇ
અંતરમાં આનંદને હૈયેહેત મળતાં,સાર્થક જીંદગી રહી
માનવ જીવની માગવાની રીત,હવે મને પરખાઇ ગઇ
જે જગમાં જોતાં પામર દેહથી, મને દ્રુણા લાગતી ગઇ
પ્રેમ શાનો ને લાગણી ક્યાંની, આજે સાચી દેખાઇ ગઇ
મળતા દેહ ને મળતી આંખો, ના હોય કાંઇ હૈયામાં હેત
સૃષ્ટીના સથવારે જોતાં ત્યાં,સકળ વિશ્વમાં પ્રભુ છે નેક
પરમાત્માની અકળ લીલાને, સમજી ના કોઇ શકવાનું
જીવન જીવતા દેહે,ઝંઝટ સાથે,વ્યાધી મનમાં રહેવાની
પ્રદીપ માગે જલાબાપાથી,એ ભક્તિ જેસાથે આવવાની.
=====================================