July 5th 2008
ઘટમાળ
તાઃ૫/૭/૨૦૦૮………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની આ ઘટમાળ નાઓળખી કે ઓળખાય
તારુ જગમાં જીવન જાય, ના જાણ્યુ કે જણાય
તારા અંતરમાં આનંદ થાય ના કહુ કે કહેવાય
…….. સંસારની આ ઘટમાળ
મિથ્યા મળતી જગની માયા ના છુટે કે છુટાય
તારા હૈયા ઉભરાઇ જાય ના ખમે ના સહેવાય
તને વળગી છે જે માયા તેમાં લબદે વારંવાર
………સંસારની આ ઘટમાળ
તારા પ્રેમ ભરેલા શબ્દજે હૈયાથી કહેવાઇ જાય
છે ઉભરાતા ઉમંગ જે મમતાથી લહેરાઇ જાય
છે આંખોના અણસાર મારુંમલકાઇ જીવન જાય
…….સંસારની આ ઘટમાળ
ઓ કરુણાના કરનાર દો ભક્તિ તણો અણસાર
નામાયા કે લગીર મોહ જીવનને ભરમાઇ જાય
દો જલારામ એવો સ્નેહ જીવન ઉજ્વળ દેખાય
………સંસારની આ ઘટમાળ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
July 3rd 2008
સવારનો નાસ્તો
તાઃ૩/૭/૨૦૦૮. …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
મઝા પડી અહીં ભઇ મઝા પડી
સવારના નાસ્તામાં મઝા પડી
મઝા પડી ગઇ અહીં ભઇ મઝા પડી ગઇ.
વઘારેલા મમરા ને સાથે નાયલોન પૌઆ,
. ભરી વાડકે લીધા જે ભાવે સૌથી પહેલા.
ચેવડો જોડે લીધોને થોડી રતલામી સેવ,
ચમચો હાથમાં રાખ્યો ખાવા નાસ્તો લીધો.
ભાવનગરી ગાંઠીયા ને જોડે ફણસી પુરી,
ખાતો નાસ્તો એવો ના ઇચ્છા રહે અધુરી
ફુલવડી તીખી મઝાની ને સાથે શક્કરપારા
ખાખરા ખાતો ભઇ સાથે લસણીયું મરચુ લઇ
ચા પણ સાથે લેતો તેમાં નાખીને બૉર્નવીટા
ભજન જલાના સાંભળુ ને નાસ્તો ધીમે કરુ
ના બ્રેડબટર કે ટોસ્ટ, નાકૉફી કે ના કોક લેતો
મસ્ત મઝાનો નાસ્તો, આતો વર્ષોથી હું ખાતો
ના હોટલ જાતા કે ના બહારનું કાંઇ ખાતા
ના ભેદ અમારે કંઇ જાણે આણંદમાં ખાતા અહીં
પ્રેમ જલાબાપાને કરતા,સાથે સાંઇબાબાને સ્મરણતા
ગમે ત્યાં અમે રહેતા ત્યાં સાચી ભક્તિ કરતા.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
June 26th 2008
૨૬/૬/૨૦૦૮ ……………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
Human life has a great relation with
WHEN, WHERE & WHY in His/Her LIFE
When He/She is Born.
When He/She is praying
When He/She is Laughing
When He/She is working
When He/She is sleeping
When He/She is taking care
When He/She is drinking
When He/She is happy
When He/She is cooking
Where He/She is living.
Where He/She is praying
Where He/She is Laughing
Where He/She is working
Where He/She is sleeping
Where He/She is taking care
Where He/She is drinking
Where He/She is happy
Where He/She is cooking
Why He/She is Born.
Why He/She is praying
Why He/She is Laughing
Why He/She is working
Why He/She is sleeping
Why He/She is taking care
Why He/She is drinking
Why He/She is happy
Why He/She is cooking
& Finally When ,Where & Why He/She is Eating.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 25th 2008
ભુતપલીત
તાઃ૨૫/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરે અલખ નિરંજન, છે તપેલીમાં ત્રણ જણ
બોલો ભુત ભયંકર ભટકતા આવ્યા છે અંદર
કરુ જંતર મંતર ચપટી વગાડી ભગાડું બંદર
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં
જ્યાં નાકોઇ આરો કે કોઇ કિનારોત્યાં બનુસહારો
છે નેક અમારો સદાઇરાદો પડે લાઠી ભુતભગાડું
ધુણી ધખાવી ભુતનસાડુ,મરચુ નાખી હું નચાવુ
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં
મોરપીંછ પછાડું ને મરચુ નાખી મંત્રો હું ઉચ્ચારું
બુમોપાડી સોટીપછાડું ને શરીરને હું પીંખીનાખું
આવીગયુ મારાએહાથે ફરીનાઆવે કદી આ દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં
પકડ્યા વાળ ને ઝાપટ્યો બૈડો બુમો ભુત પાડે
જુવોજુવો આ મૈલીશક્તિ ના ઉભીરહે અહીં હારે
ડમ ડમ વગાડું ડમરુ હાથે ત્યાં કોઇ નારહે દેહે
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં
અલખ નિરંજન (૨) બોલતો જ્યાં ભઇ હું હાલુ
ભુતભાગે પલીત પણ ભાગે કદી નઆવે સામે
ત્રણભાગે ને તેરપણ ભાગે સાંભળી મંત્રો મારા
………….હું ભુવો એવો ભઇ ભુત ભગાડું ને ભવને સુધારું અહીં
************************************
June 18th 2008
જંગલમાં મંગલ
તા૧૮/૬/૨૦૦૮………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
જંગલમાં મંગલ થાય ને આનંદ હૈયામાં થાય
…………….મલકાતા મનડા આજ, જીવન જીવવાને કાજ
હૈયાને મળતી હામ, કૃપાજલાની મળતી આજ
…………..માનવતાની મહેંક જ્યાં.મહેકે,મળે સૃષ્ટિનો સાથ
અગમનીગમના ભેદ ખુલેને.થાય પ્રભુથી પ્રીત
……………આત્માની ઓળખાણ થાય ત્યાં છુટે જગની.રીત
જંતરમંતરનીજ્યાંપડેચોકડી,ભુતપલીત દેખાય
……………સાથ ના રહે હેત પ્રેમ ત્યાં,મળે ઇર્ષાનેસાથે દ્વેષ
સમયની સાથે ચાલતી નૈયા,હાલમ ડોલમ થાય
…………..મનમાં નારહે ક્યાંય હેતભાવ ને સદાદુખીદેખાવ
આવતી ઝંઝટ સામેચાલી,સુખ શોધતામળે દુઃખ
…………..ના આરો કોઇજોતા થાયમનમાં વ્યાધીઓઅપાર
સર્જનહારની અકળલીલા નાકોઇશક્યું છેજાણી
…………..ના અણસાર મળે કે નથી સાંભળી પ્રભુની વાણી
મનમાં હેત હશે મંગલકારી,તો જંતર નહીં દીસે
………….પરમાત્માની કૃપા પામી ને સૃષ્ટિથી જીવન દીપે
________________________________________
June 13th 2008
…………………… . વિચારું કે…….
તાઃ૧૨/૬/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, વિચાર મને કેમ આવે
સંકટનીજ્યાં સીડીજોતો ત્યાં,કેમમારીપાસે એ આવે
…………………………………………………..ક્યાંથી આવ્યો.
મુંઝવણ વધતી જાય મનમાં,જે કોઇને ના કહેવાય
સારુ નરસુ હુ વિચારતો, ને સુખદુઃખમાંય લપટાતો
…………………………………………………….ક્યાંથી આવ્યો.
દુઃખની જ્યારે સમીપ રહેતો, મનડુ મુંઝાઇ જાતુ
સુખની શૈયા શોધવા સારુ,મહેનત હુ ખુબ કરતો
…………………………………………………..ક્યાંથી આવ્યો.
લાગણી મનમાં ઘણી રહે પણ ઉભરો કદી ના લાવું
જાણી ગયો આ જગનુ જીવન,જે મીથ્યા મોહ લાવે
…………………………………………………..ક્યાંથી આવ્યો.
પાછળના હું જોતો જ્યારે,સોપાન આગળ ચઢીજતો
મનમક્કમ જ્યાંકરીલેતો,ત્યાં સુખનીલહેર મળીજતી
……………………………………………………ક્યાંથી આવ્યો.
પગદંડી છે એકલવાયી, પણ જલાબાપાથી પ્રીત
આનંદ લાવે હૈયે ત્યાં, જ્યાં આવી ભક્તિની રીત
……………………………………………………..ક્યાંથી આવ્યો.
ભોલેનાથની કૃપા પામવા, હર હર ભોલે ભજતો
સંસારની ઝંઝટથી છુટવા,હું ભક્તિ મનથી કરતો
……………………………………………………..ક્યાંથી આવ્યો.
જન્મ મરણ કેમ જીવને વળગે,સૃષ્ટિ કેમ અનેરી
માનવ માત્ર ચિંતીત હૈયે,જ્યાંત્યાં જગે કેમભટકે
……………………………………………………..ક્યાંથી આવ્યો.
++++++++++++++++++++++++++++++++++++++++++
June 11th 2008
જરુર નથી
તાઃ૧૧/૬/૨૦૦૮ …………………………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
- ભક્તિ સાચા દિલથી કરશો તો દેખાવ કરવાની કોઇ જરુર નથી.
- માબાપની સેવા મનથી કરશો તો આશિર્વાદ માગવાની જરુર નથી.
- બાળકોને સંસ્કાર આપશો તો હડધુત થવાની જરુર નથી
- ભણતરનો પાયો જેનો મજબુત છે તેને નોકરી માટે ભટકવાની જરુર નથી
- લગ્ન કરી અહીં આવેલાના માબાપને અહીં આવવાની જરુર નથી.
- ઘરડા માબાપને બોલાવી બેબી સીટીંગ કરાવવાની કોઇ જરુર નથી.
- દીકરાની વહુનો છણકો સાંભળવાની કોઇ જરુર નથી.
- સાચી ભગવાનની સેવા ઘરમાં થાય છે બહારજવાની કોઇ જરુર નથી.
- દેશમાં એક ધર્મના જુદા જુદા ફાંટા કરવાની કોઇ જરુર નથી.
- જ્યાં ઘરમાં જ ભક્તિ થતી હોય ત્યાં મંદીરો પાછળ ખર્ચાઓની કોઇ જરુર નથી.
- એકજ ગામમાં એકજ સંપ્રદાયના જુદાજુદા મંદીરો કરવાની કોઇ જરુર નથી.
- ભગવું ધારણ કરેલ સાધુને સેલફોનની કોઇ જરુર નથી.
- સત્ય સ્વીકારી જીવનારને ભટકવાની કોઇ જરુર નથી.
- જન્મ મળેલ છે તેણે મૃત્યુથી ડરવાની કોઇ જરુર નથી.
- સંતાનોનો સાચોપ્રેમ તેમનાલગ્ન બાદમાબાપને જોવા મલે છે જે કહેવાની કોઇ જરુરનથી.
- માની આંખ ખુબ આનંદ થાય ત્યારે અને સંતાન તરછોડે ત્યારે ભીની થાય જે કહેવાની જરુર નથી.
<<><<<<<><<<<<<<<<<<><<<><><<><><><<<<><><><><<<<><><<<<><><<
June 9th 2008
ન માગે મળતું
તાઃ૯/૭/૨૦૦૮ પ્રદિપ બ્રહ્મભટ્ટ
સંકટની જ્યાં સીડીઓ ચઢતો,ના સાથ હતો જીવનમાં
એકલ હાથે મહેનત કરતા,સમજી ઉકેલતો પળભરમાં
મહેનત કરતો મનથી જ્યારે,થોડી હામ હૈયામાં રહેતી
ના ના કહેતા મિત્રોત્યારે,ચિંતામનમાં રહીરહીને થાતી
માગતો હિંમત પરમાત્માથી,નેસાથે રહેવા કહેતો પણ
જ્યા હીંમત દેતા જલારામ,ત્યાં સફળ કામ કરુ હુ ત્રણ
ના જગમાં છે કોઇ કામ કે જે,હું પુરુ નથી કરીશકવાનો
શ્રધ્ધારાખી મનથી કરતાં,ના કામ કોઇ અટકી રહેવાનું
આધાર જ્યાં તુ શોધે જગે,ના સાથ તને કોઇ મળવાનો
મક્કમ મનથી વળગી રહીશતો,અંતે જરુર તું જીતવાનો
રાખજેપ્રેમ ને રાખજે હેત,મનથી કરજે તારા કામ અનેક
સફળતાના સોપાને જોતા સૌ, નિશ્ચય કરશે મનથી હેત
***************************************
May 23rd 2008
એક છે અનેક
૨૩/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શબ્દ એક છે તેના અર્થ છે અનેક
સ્કુલ એક છે તેના ક્લાસ છે અનેક
જીભ એક છે તેના ઉપયોગ છે અનેક
મા એક છે તેના સંતાન છે અનેક
પ્રભુ એક છે તેના ભક્તો છે અનેક
વ્યક્તિ એક છે તેના લફરાં છે અનેક
કહેવાની વસ્તુ એક છે તેના રસ્તા છે અનેક
ઘર એક છે તેમાં રહેનારા છે અનેક
ભક્તિ એક છે તેની રીત છે અનેક
પ્રેમ એક છે તેના સ્વરુપ છે અનેક
ભારતદેશ એક છે તેના રાજ્યો છે અનેક
મુક્તિમળે છે એકને તેના રસ્તા છે અનેક
મનુષ્ય જીવન એક છે ને વ્યાધીઓ છે અનેક
??????????????????????????????????????????????????????????????????
May 23rd 2008
આ તો તમે રહ્યા..
ઘરના એટલે………
૨૩/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળપણમાં એકડો બગડો બોલવો ગમે નહીં
પાટી પેન પકડતા હાથમાં ના ઉત્સાહ હતો કંઇ
તોય કમને નિશાળે ગયો ને થોડું ભણ્યો તહીં
તેથી લખતાંવાંચતાં ફાવીગયું આવી ગયો અહીં
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
જુવાનીના જોશમાં ગામમાં દેખાવ કરતો બહું
વાળ ગોઠવું ગુચ્છો પાડું ચાલવાનું ઠેકાણુ નહીં
કસરત કરવા વહેલોઉઠી ના જતો અખાડે તહીં
શરીરદેખાય સુડોળ પણ મગજમાં ઉત્સાહ નહીં
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
લોકોને જોઇ ભણવા જતો મનમા ઉમંગ નહીં
કોલેજ જતોત્યાં કોલર ઉચારાખી ચાલતો તહીં
સ્ટાઇલમાં રહેતો હંમેશ જાણે નૌટંકીનો હું હીરો
મારતો વ્હીસલ જ્યારે બે ચાર મિત્રો દેખુ હારે
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
ઉત્સાહ મુકેલ પાછળ પણ ઉંમર તો થતીગઇ
ના ના કરતાં એક દીવસ હું પરણી ગયો ભઇ
લફરાં નાંના નાંના હતાંહવે વળગ્યું લફરુંમોટું
જીવન હવે ના ચાલે વાંકુ મહેનત ભરેલુ દીઠુ
…..આ તો તમે રહ્યા ઘરના તેથી કહું છું ભઇ
*********************************************************