September 2nd 2007
गरीबकी दुआ.
२९/१/१९७९. प्रदीप ब्रह्मभट्ट
अमीरोकी नगरीमें, एक गरीब मांगने आया
हो सच्चे दीलसे प्यार,कर जाना दीलसे दान.
हम गरीब है, अनाथ है, है कोइ नहीं सहारा
देताजा हमको कोइदान उपरवालेने तुझकोदीया.
….हम गरीब है.
महेनतमजदुरी करतेकरते,हमहोगये बुढेबेजान
जीसकी किस्मतमें लीखानही पैसायाकोइप्यार
हम हाथ पसारे सामने, आये है तुम्हारे पास
पैसे या दो पैसे से, हम करते सबको प्रणाम.
….हम गरीब है.
होता नहीं हमसेकोइकाम,परकरने को हैतैयार
तुम्हारे ये दो बच्चे है,जो हाथ है मानवताके
करते रहे दुआए दीलसे,कुदरत जरुर सोचेगी
एक पाकर सो वो देगाही,अपने सच्चे अरमान.
….हम गरीब है.
——————-
August 28th 2007
રેશમદાઢી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાઢી કરાવો,રેશમ બનાવો
મારા હાથથી દાઢી બનેતો,
એનો આનંદ આવે અનેરો…મારા હાથથી
આવો યારો દાઢી કરુ હું, બ્રશ અને સાબુ સાથે
દાઢી એવી બ્લેડ હું વાપરુ,કડક અને લીસ્સી અનેક
દોડી આવો જલ્દી જલ્દી, ફરી નહીં આવે આ મેળ..
..મારા હાથથી
અસ્ત્રો ચલાવું હું ગીતો ગાતો,રેશમ જેવો આ મારો
જુવો જુવો આ એક ધાર થઇ,બીજી ધારે દાઢીગુમ
એવો ચાલે આ અસ્ત્રો મઝાનો,જાણે તિરછી આંખે નૈન
..મારા હાથથી
————-
August 28th 2007
ઓ મારી રાણી.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા નયનમાં તું છે સમાણી સુણજે મારી વાણી
જો જે કહું છું હું તને રહીશ તને આ ઘરમાંઆણી
ઓ મારી રાણી ..(૨) મારા દીલમાં તુ સમાણી
બાગમાં ને ઘરમાં,બહાર અને અંદર
તારી યાદ મને સતાવે છે
જેવી ઘરમાં વસી છે,તેવી મનમાં વસી છે તું
મને કેમ પડે કંઇ ચેન, ઓ મારી રાણી…(૨)
જવાદે ને જાવાદે.દુનીયાના આ ભભકા
તું તારા નખરા ને ચટકા
હું તંને કહું છુ તુ છાનીમાની આવી જાને ઘરમાં
મને ચેન પડશે મનમાં, ઓ મારી રાણી..(૨)
+++++++++++
August 27th 2007
છેલ્લી આશ.
૧૩/૧૦/૧૯૭૫. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળશો મને બીજા ભવમાં
મારી આશ છેલ્લી એ જ છે
સુખદુઃખમાં અમે વીતાવીશું
છેલ્લે મળેલ પ્રીતને…….મળશો મને.
મળતાં મળાયું,આ જીવનમાં
સાથ દીધો અમથી બનતો
જીવન જીવ્યાં નિરાંતનું
મારી પાસે છેલ્લી પ્રીત હતી..મળશો મને.
ગમતા મુજને,મનડાં માન્યાં
તુજ પ્રીતે જીવન છોડ્યું છે
પ્રીતડી તું ક્યાં છુપે
અમ અંતરે છેલ્લી પ્રીત છે…મળશો મને.
##############
August 22nd 2007
દીનચર્યા
૨૬/૫/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુપતિ રાઘવ રાજારામ, પતિ તપાવન સીતારામ.
મનમાં જપતાં વ્હાલારામ, પ્રભુને પ્યારા જલારામ.
ઉઠતાં મુખમાં સંતનું નામ, જીવન ઉજ્વળ કરવા કાજ.
હસ્ત પ્રક્ષાલય પહેલું કામ, કૃપા સરસ્વતી લક્ષ્મી કાજ.
વંદન ધરતીમાંને થાય, બોજ ભુમી પર કરવા કાજ.
દેહ શુધ્ધી કરણ થતું જાય, હર હરગંગે બોલાતું જાય.
ભક્તિકેરા બંધન પુરણકાજ,સ્મરણ જલાસાંઇ જલાસાંઇનુંથાય.
પુજન અર્ચન કરીને આજ, ભક્તિનું ભાથું ભરવાને કાજ.
હરેરામ હરેકૃષ્ણ બોલતા જાય,ભક્તિગંગા ઘરમાં વહેતીથાય.
પ્રભાતે રમાજાગે રવિ જાગે, જય જલારામ કહેતા જાય.
દીપલકહે પપ્પા જયજલારામ,નિશીત કહે જયસ્વામિનારાયણ.
પેટ પુંજા પતી ઝટપટ લાગે, જ્યારે ચાનાસ્તો પુરો થાય.
બારણું ખોલી ઘેરથીનીકળતા,દાદાઅમારાસાથે રહેજો અમારે.
બોલે સાયંકાળે પેસતા ઘરમાં,હેમખેમ અમે આવીગયા કામેથી.
સાથેબેસી ભોજનકરતાં જોઇ, જલાદાદાખુશ અમો નીરખતા.
આનંદની પળ ઘરમાં મેળવી,પરમાત્માનો પ્રેમ અમે મેળવતાં.
રાત્રે સુતાજલાબાવની વાંચી, નિંન્દ્રાધીન દેહ જલાબાપાનેદેતા.
પ્રદીપનાવંદન જલાબાપાને, દીધા સંસ્કાર ને જીવન ઉજ્વળ.
રમા,દીપલને સંસ્કાર દીધાને, કર્યા રવિ,નિશીતના પાવન જન્મ.
મોંધેરો માનવ જન્મ અમારો ,જલાસાંઇને ચરણે ઉજ્વળ થાય.
——–************——–
ઉપરોક્ત દીનચર્યા અમારા જીવનની છે.જે અમારા જીવનમાં જ્યારથી સમજ
આવી ત્યારથી સંતપુજ્ય જલારામ બાપાની તથા સંતપુજ્ય સાંઇબાબાની કૃપાથી
આચરણ કરી મનુષ્ય જીવન સાર્થક કરવાનો પ્રયત્ન છે.
હ્યુસ્ટન થી પ્રદીપકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટના જયજલારામ.
——————————–
August 22nd 2007
બે માંથી એક
૨૨/૧/૨૦૦૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જગતમાં કોઇપણ કામમાં બે માંથી એક શબ્દ કાયમ છુપાયેલ છે.જે નીચેના વિધાનો જોતા સ્પષ્ટ થશે.
* કોઇપણ મનુષ્યના જીવનમાં સુખદુઃખ વણાયેલ છે.ક્યાં તે સુખી હોય યા દુઃખી હોય.
* કોઇપણ પરિક્ષા આપશો તો તમે પાસ થશો યા નાપાસ થશો તે નિશ્ચિત છે.
* કોઇપણ ખોટું કામ કરશો તો પરમાત્મા મારશે યા પ્રજા મારશે તે નક્કી છે.
* તમે બોલ ફેંકશો તો પાછો આવશે યા દુર જતો રહેશે.
* તમે ભણશો તો તમે સુખી થશો નહીં તો દુઃખી થશો.
* તમે લખશો તો કોઇ વાંચશે યા નહીં વાંચે.
* તમે વાંચશો તો પાસ થશો નહીં તો નપાસ નક્કી છે.
* તમે કપડાં પહેરશો તો સભ્ય લાગશો નહીં તો અસભ્ય જરુર દેખાશો.
* તમે માબાપને પુજનીય ગણશો તો કલ્યાણ થશે,નહીં તો અકલ્યાણ નક્કી છે.
* તમે સેવા કરશો તો જીવન પવિત્ર બનશે નહીં તો નર્ક નક્કી છે.
* તમે સ્વીચ પાડશો તો લાઇટ થશે યા નહીં થાય.
* તમે લગ્ન કરશો તો સુખી થશો યા વિચ્છેદ થશે.
* તમે ચુંટણીમાં ઉભા રહેશો તો જીતશો યા હાર થશે.
* તમે કાર ચલાવશો તો સહીસલામત ઘેર પહોંચશો યા અકસ્માત થશે.
* તમે લોટરી લેશો તો લાગશે યા નહીં લાગે.
* તમે કોઇપણ કામ કરશો તો તે કામ પુરુ થશે યા નહીં થાય.
* અને છેલ્લે…
** હું કાંઇક લખીશ તો વાંચકો તો વાંચશે પણ કદાચ ન પણ વાંચે.જેમાં કોઇ શંકા મને નથી.
——–@@@@——-@@@@——-
August 22nd 2007
ત્રણનો સંબંધ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવને ત્રણ રુપ મળે – માતા,પિતા અને સંતાન.
જીવને ત્રણમાં જન્મ મળે – મનુષ્ય,પ્રાણી યા પક્ષી.
જીવને ત્રણ સંબંધ – જન્મ,જીવન અને મૃત્યુ.
દેહને ત્રણ સ્વરુપ મળે – બાળપણ,જુવાની અને ઘડપણ.
જગતના ત્રણ અતુટ સંબંધ- માતા,પિતા અને સંતાન.
ત્રણ માટે પ્રયત્ન કરવો પડે- પ્રેમ,પૈસો અને ભણતર.
ત્રણ ભાગ્યશાળીને મળે – સંસ્કાર,ભક્તિ અને સન્માન.
ત્રણનું વળતર વણકલ્પ્યું છે- મહેનત,શ્રધ્ધા અને વિશ્વાસ.
મનુષ્ય – જન્મ,જીવન અને મૃત્યું.
જન્મ – બાળપણ,જુવાની અને ધડપણ.
કાળ – ભુતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ.
લોહીનો સંબંધ- માતા,પિતા અને સંતાન.
દીવસ – સવાર,બપોર અને સાંજ.
સમજ – મર્મ,કર્મ અને ધર્મ.
અવસ્થા – દેવ,માનવ અને દાનવ.
સમય – કાલ,આજ અને આવતી કાલ.
પ્રકૃતિ – સાત્વિક,રાજસી અને તામસી.
****************
August 17th 2007
કોને ખબર? પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું જાગ્યો, સવાર પડી, બપોર પણ થયાં, સાંજ થશે? કોને ખબર?
હું ભણ્યો, કોલેજ પણ ગયો, ડીગ્રી મળી, નોકરી મળશે? કોને ખબર?
હું ભારતથી આવ્યો, ગ્રીનકાર્ડ મલ્યું, સારી જોબ મળશે? કોને ખબર?
હું રાત્રેજોબકરું,પત્નિદીવસે જોબકરે,બાળકોનેસંસ્કારમળશે?કોને ખબર?
હું બડાશો મારું,મોટીમોટી ડંફાસો મારું,મારું સાંભળશે કોણ?કોને ખબર?
હું સર્જનકરું કે વિસર્જનકરું,સહિયારાસર્જનમાં કોઈઅસરપડશે?કોને ખબર?
———સહિયારું સર્જન માટે————
August 3rd 2007
પેટ કરાવે વેઠ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પેટ કરાવે વેઠ જગમાં પેટ કરાવે વેઠ,
જીવન જીવતાં છેક ભૈયા જીવન જીવતાં છેક.
ચકલી આવે દાણા ચણવા ને ફરર ભડકી ઉડી જાય
ગોળ ગોળમટા ખાતી બીલ્લી મ્યાઉ મ્યાઉ કરતી ફરતી જાય
દાણા નિરખી ચકલી ચણતી ને દુધ જોઇને બિલ્લી પીતી જાય.
..પેટ કરાવે વેઠ ભૈયા જીવન જીવતાં છેક.
કેડ દુઃખે કે કમર લચકે તોય માથે લદાયેલ છે બોજ
રોજે રોજના પોષણ માટે દોડ લગાવી ગ્રાહક શોધે છેક
રોજી મળતા રોટી આવશે આશા કાયમ મનમાં રહેતી.
..પેટ કરાવે વેઠ ભૈયા જીવન જીવતાં છેક.
વનમાં કરતા રાજ એવા વનરાજ સિંહ કહેવાય
એકલ દોકલ માનવીથી તો સામે પણ ના જવાય
સર્કસમાં સોટીની સામે ખેલ નીચી ડોકીએ કરી જાય.
..પેટ કરાવે વેઠ ભૈયા જીવન જીવતાં છેક.
—-૦૦૦૦૦૦૦૦—–૦૦૦૦૦૦—–
August 3rd 2007
ભીમ હતો હું ત્યારે
પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાંચાલીના પાંચ પતિમાં ભીમ હતો ભઈ ભારે,
ભીમ હતો ભઈ ભારે.
કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને,
ભીમ હતો ભઈ ત્યારે.
ભીમ હતો ભઈ ત્યારે.
પત્થરને ના પુછે પેટ આચર કુચર બધું ખપે ભઈ મારે,
રબ્બર જેવું પેટ છે મારું માટી સાથે બધું પચે.
…કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
કહેતા મારા માતાપિતા પણ હું ખાતો બહું ત્યારે,
આગળ ઉપર જાણ્યુ મેંતો હું પાંડવનો અવતાર હતો.
…કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
કાંદા કોબીચ ચપચપ ખાઉ ના માગું હું પાણી,
લાડુ વ્હાલા મોતીચુરના હલકે હૈયે પેટ પચાવે જ્યારે.
…કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
પૃથ્વી પર દઉ એક જ ઠેકો ધરણી થરથર ધ્રુજે,
લાગી પાયે માનવ વિનવે લુછે આંસુ આંખે.
…કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
મસ્ત બનેલા તનની સાથે મસ્ત મનને રાખુ,
આવે મરચુ હાથમાં જ્યારે લાખને વસમાં રાખું.
…કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
પ્રદીપ કેરો સંગ મળે જ્યાં સ્વર્ગ રમાને લાગે,
રવિ,દીપલ આગળ ત્યારે નિશીત સાથે ચાલે.
…કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
કુદરત કેરા રંગ દીસે ત્યાં માનવ જન્મ મળી રહે,
મનમાં જ્યારે હેત ઉભરે ત્યાં ભાવતા ભોજન મળી રહે.
…કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
…..જય જલારામ બાપા જય જલારામ…..