July 23rd 2022

પવિત્ર ભાવનાથી ભક્તિ

**આસુરી તત્વોના નાશ અને દૈવી શક્તિઓના સન્માનનો તહેવાર 'હોળી' - Morbi Update**

.                               .પવિત્ર ભાવનાથી ભક્તિ

તાઃ૨૩/૭/૨૦૨૨                                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ મળેલદેહને પાવનરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,માનવદેહને જીવનમાં સુખમળીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
માનવદેહને પાવનકૃપા મળે શ્રધ્ધાથી,જ્યાં ઘરમાં ભગવાનની પુંજાકરી જાય
જીવને સંબંધ અવનીપરના આગમનનો,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિન્દુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી જગતમાં કૃપાકરીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવને અનેકદેહનાજન્મથી બચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે દેહને સમયની સાથે ચલાવી જાય
લાગણી માગણીએ મળેલદેહને સમયે મળે,ના અપેક્ષા કે આશા કદી રખાય
મળેલદેહને સમયની સાથે ઉંમર મળી જાય,એ પ્રભુની પાવનકૃપાજ કહેવાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
####################################################

July 17th 2022

ભગવાનની પવિત્રકૃપા

 ***હૃદયનો પ્રેમ Hradyano Prem*** 
            ભગવાનની પવિત્રકૃપા
તાઃ૧૭/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં સમયે માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીંં મળીજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા મળી,જ્યાં અનેકદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાનની કૃપા થઈજાય
જગતમાં મળેલ માનવદેહને હિન્દુધર્મથી,પ્રેરણા મળે જે ભક્તિકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણથી સંબંધ મળે,એજ કર્મનીકેડીથી મળતોજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,ભગવાનની ભક્તિની પ્રેરણામળી
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,મંદીરમાં વંદન કરીનેપુંજાય
ત્યાં પરમાત્માની કૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય 
દેહને જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા રહે,એજ ભગવાનનીકૃપાકહેવાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
#####################################################################

 

July 5th 2022

પ્રેમની પહેચાન

  lucky priya - Author on ShareChat - love you
.            .પ્રેમની પહેચાન            

તાઃ૫/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપાએ જીવને,અવનીપર માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જેદેહને જીવન જીવાડીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય
મળેલદેહથી સમયે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમ મેળવવા શ્રધ્ધાથી પુંજન કરતા,કૃપાય મળતીજાય
માનવદેહને જીવનમાં મોહમાયાથી દુર રહેવા,પ્રભુનો પ્રેમ મળીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,એમળેલદેહથી સમયસાથેચલાય
દેહને અવનીપર કર્મનો સંબંધ.જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
પ્રભુની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જેજીવને મુક્તિઆપીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	
June 9th 2022

મળ્યો નિખાલસ પ્રેમ

Magazine :: તારી મારી લવ સ્ટોરી
.           મળ્યો નિખાલસ પ્રેમ 

તાઃ૯/૬/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્ર પરમાત્માની કૃપા થઈ મને,જે જીવનમાં પવિત્ર પ્રેમ આપી જાય
મળેલમાનવદેહનો સમયેપ્રેમ મળે,એ પાવનકૃપાએ દેહને સુખ મળીજાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
નિખાલસપ્રેમથી વ્હાલ કરતા તને,મારા દેહને અનંત આનંદ મળી જાય
જીવનમાં નાકદી આશાકેમોહ અડે,ના કળીયુગની કોઇ કેડી અડી જાય
પાવનપ્રેમ મળે મને સમયે મંદીરમાં,એ ભગવાનની પવિત્ર કૃપા કહેવાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહ મળે,જે જીવનમાં સુખ આપી જાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
સમયની સાથે ચાલતા ભગવાનની કૃપાએજ,પ્રેમ મેળવવા ભક્તિ કરાય 
નિખાલસ પ્રેમ પકડીને ભક્તિ કરતા,મને જીવનમાં કૃપાનો અનુભવથાય
પ્રભુનીકૃપાએ પાવનરાહમળે જીવનમાં,ભક્તોને નાઅપેક્ષા કદી અડીજાય
શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા પ્રભુનીકૃપા,સંગે નિખાલસપ્રેમપણ મળીજાય 
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સાથે ચાલતા,નિર્મળપ્રેમ  મળી જાય
ગતજન્મના કર્મનોસંબંધ જીવને અવનીપર,જે સમયેજદેહને મળતો જાય
મળે પવિત્રપ્રેમ દેહને શ્રધ્ધા ભક્તિથી,જે સમયેદેહને પાવનરાહેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસંગાથમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
###############################################################

	
May 11th 2022

મળે મોહ અને માયા

 યોગિની એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે સુખ, અને પ્રાપ્ત થાય છે ઘણા ફળ - GSTV
.            મળે મોહ અને માયા

તાઃ૧૧/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કળીયુગમાં મળેલ માનવદેહથી,જીવનમાં સમયથી નાકદી કોઇથીય દુર રહેવાય
જગતમાં કુદરતની આ લીલા છે,જે દેહને મોહ અને માયાનો સંબંધ આપીજાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
કળીયુગ કાતરથી ના બચાય માનવદેહથી,એ દેહને લાગણીમાગણીથી અનુભવાય
મળેલદેહને સમયે માબાપની કૃપામળે,જે સમયની સાથે દેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકૃપા મળે ભગવાને લીધેલ દેહની,એ જીવનમાં શ્રધ્ધા સંગે ભક્તિ આપીજાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં મોહ અને માયાથી દુરરહી જીવાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
દુનીયામાં કળીયુગથી ના કોઇથી દુર રહેવાય,પણ સમયને પારખીને જીવન જીવાય
લાગણી માગણીને દુર રાખતા,જીવનમાં દેખાવથી દુર રહેતા નાપ્રેમ સંગેવ્હાલ થાય
માનવદેહને જીવનમાં પાવનરાહ મળૅ,જ્યાં ઘરમાં પ્રભુના દેવદેવીઓને પ્રેમથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા જીવનાદેહને પવિત્રરાહે લઈજાય,એજીવને મુક્તિ આપી જાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 10th 2022

પવિત્રરાહ માનવતાની

** Jai Shree Siyaram Ji Namah... Jai Shree Bajarangba - બજરંગબલી - સીતારામ - mymandir**
.          .પવિત્રરાહ માનવતાની

તાઃ૧૦/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને અવનીપર પ્રભુની કૃપાએ દેહમળે,જે પરમાત્માનો પ્રેમ કહેવાય
કર્મનો સંબંધ જીવના દેહને અવનીપર,માનવદેહ એજ પવિત્રરાહે જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
અવનીપર પરમાત્માની કૃપા કહેવાય,એ જીવને અનેકદેહથી મળી જાય
જીવને જન્મમરણથી દેહમળે,પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધાર કહેવાય
નાકોઇ રાહ મળે જીવનમાં મળેલદેહને,એ અદભુતલીલા પ્રભુનીકહેવાય
જીવને જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનો કર્મનો સંગાથ મળે
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
કુદરતની પવિત્રકૃપા જીવને મળેલદેહપર,એ જીવનમાં સત્કર્મ કરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,ભગવાનની સમયે ઘરમાં પુંજા કરાય 
પ્રભુની પવિત્રકૃપામળે દેહને,જે પવિત્રરાહે જીવનજીવતા માનવતા દેખાય 
એજ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
********************************************************************
April 18th 2022

કૃપા મળે પરમાત્માની

##ભગવાન બ્રહ્માની ઉપાસના ન કરવા પાછળનું શું કારણ છે? |##

.                              કૃપા મળે પરમાત્માની

  તાઃ૧૮/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને અવનીપરનુ આગમન મળે દેહથી,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતપર જીવને દેહના જન્મ મરણથી,સમયે આગમનવિદાયથી મળતો જાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ જીવના ગતજન્મના કર્મથી મળીજાય
જગતપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,અને માનવદેહથી સમયે આગમન થાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે જીવને પ્રેરણા કરી જાય
શ્રધ્ધારાખીને જીવને મળેલ માનવદેહથી,ઘરમાં ધુપદીપ કરી પ્રભુની પુંજાકરાય
......એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતાદેહને મળીજાય
જગતપર નાકોઇ દેહની તાકાત કે,તે સમયથી દુરરહી જીવનમાં કર્મ કરી જાય
મળેલદેહને પ્રભુકૃપાએ પાવનરાહ મળે,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાઅડીજાય
એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહના જીવનમાં પ્રભુનીભક્તિકરાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 4th 2022

પવિત્રકૃપાળુ ચંદ્રધંટામાતા

  140 Chandra ghanta maa ideas | navratri images, navratri, durga
          પવિત્રકૃપાળુ ચંદ્રધંટામાતા 
 તાઃ૪/૪/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાના નવસ્વરૂપન ગરબા ગવાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે નવરાત્રીને ઉજવાય
....માતાજીના નવદીવસમાં આજે ત્રીજા નોરતે, માતા ચંન્દ્રધંટા ને વંદન કરાય.
ભારતની ધરતીને પવિત્રકરવા દેવીઓથીદેહલીધા,જે માતાજી પણ કહેવાય
નવરાત્રીના પવિત્રતહેવારમાં શ્રધ્ધાળુભક્તો,ગરબે ધુમીને પ્રસંગ ઉજવીજાય
હિન્દુધર્મમાં દુર્ગામાતાના નવસ્વરૂપના,દર્શન કરવા નવરાત્રીમાં પુંજા કરાય
માતાને નવદીવસ વંદનકરતા ભક્તો,આજે ત્રીજેદીવસ ચન્દ્રધંટાને પુંજીજાય
....માતાજીના નવદીવસમાં આજે ત્રીજા નોરતે, માતા ચંન્દ્રધંટા ને વંદન કરાય.
તાલીપાડીને ગરબા રમતા પવિત્ર ભક્તોને,માતાની કૃપાનો અનુભવ થાય
હિન્દુધર્મના પવિત્રતહેવારને શ્રધ્ધાથી ઉજવવા,હ્યુસ્ટનમાં ભક્તો મળીજાય
દાંડીયા રાસને પ્રેમથી વગાડી માતાને વંદનકરતા,માતાની કૃપા મળીજાય
પવિત્ર તહેવારને શ્રધ્ધાથી ઉજવવા,પવિત્રભક્તો સમયની સાથે ચાલીજાય
......માતાજીના નવદીવસમાં આજે ત્રીજા નોરતે,ચંન્દ્રધંટામાતાને વંદન કરાય.

     +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 1st 2022

મળે પ્રેમ પ્રભુનો

Bombay Samachar | Article 
.         ,મળે પ્રેમ પ્રભુનો 

તાઃ૧/૪/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
જીવને જન્મમરણથી આગમન મળે,ના કોઇદેહથી સમયથી દુર રહેવાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
માનવદેહ એપ્રભુનીકૃપાએ જીવને મળીજાય,જીવનમાં કર્મનીરાહ મેળવાય
મળેલદેહને સમયે સમજણમળે જીવનમાં,એ પ્રભુકૃપાએ સમયને સમજાય
ભગવાનને ઘરમાં ધુપદીપ કરીને,શ્રધ્ધાથી આરતીકરીને વંદન પણ કરાય
પરમપ્રેમ મળે પ્રભુનો જીવનમાં,જે મળેલદેહથી જીવનમાંભજનભક્તિકરાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જન્મમરણ આપીજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને,શ્રધ્ધાથી પુંજન કરતા પ્રભુનોપ્રેમ મળે
અદભુતકૃપાળુ ભગવાનછે ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મલઈઆવીજાય
પવિત્રદેશ ભારતને મંદીરોથી કર્યો,જ્યાંહિંદુધર્મમાં પવિત્રભક્તોપુંજાકરી જાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
================================================================
March 29th 2022

પ્રભુના આશિર્વાદ

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-49.png છે
.         .પ્રભુના આશિર્વાદ

તાઃ૨૯/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
જીવને જન્મમળતા અવનીપર દેહમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે જીવન મળેલદેહને કર્મનીરાહે જીવાય
પરમશક્તિશાળી પરમાત્મા અવનીપર,એ ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મીજાય
દુનીયામા ભારતદેશને પવિત્રકર્યો હિંન્દુધર્મથી,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
જીવને અવનીપર અનેકદેહથી જન્મમળે,માનવદેહને પ્રભુકૃપાનો અનુભવથાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
લાગણી માગણીનો સંબંધ માનવદેહને,જે જીવને મળે માનવદેહથી સમયેથાય
પાવનકૃપા મળે ભગવાનની દેહને,એ હિંદુધર્મમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
ઘરમાં ધુપદીપ કરીને પ્રભુની આરતી કરાય,સંગે પરમાત્માને વંદનપણ કરાય
મળે પ્રભુના આશિર્વાદ ભક્તને,જે જીવનમાં ભક્તિરાહે પવિત્રકૃપા આપીજાય 
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
################################################################

	
« Previous PageNext Page »